Wrestling in Gujarat, Bhavika Patel at the forefront गुजरात में कुश्ती, भाविका पटेल सबसे आगे
અમદાવાદ, 3 નવેમ્બર 2026
ઓખામંડળ, બારાડી અને બરડા વિસ્તારમાં 300થી વધુ કુસ્તીબાજો છે. દર વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે ઐતિહાસિક મલ કુસ્તી મેળો યોજાય છે.
ભાદરવી પૂનમના પાવન પર્વે દાવપેચનું પ્રદર્શન કરે છે.
શિવરાજપુર ગામે હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે આ મલ કુસ્તી મેળો છેલ્લા 400 વર્ષથી વધુ સમયથી યોજાય છે, જે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે.
સ્થાનિક માન્યતાઓ અનુસાર આ વિસ્તારોમાં મલ્લકુસ્તીની પરંપરા મહાભારત કાળ જેટલી સદીઓ જૂની હોવાનું મનાય છે.
કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે શ્રાવણી અમાસના દિવસે યોજાતા પરંપરાગત મલ્લકુસ્તી મેળામાં પણ મોટી સંખ્યામાં ભાગ લે છે.
દાવપેચ અને ચપળતાના આ રોમાંચક જંગને નિહાળવા માટે દૂર-દૂરથી હજારોની સંખ્યામાં ખેલપ્રેમીઓ ઉમટી પડે છે. મલ કુસ્તીનું આ મેદાન માત્ર શક્તિપ્રદર્શન નહીં પરંતુ અનોખી રમતભાવનાનું કેન્દ્ર બને છે.
પ્રાચીન કાળમાં રાજા-મહારાજાઓ દ્વારા યુવાનોમાં શૌર્ય, કસરત અને તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારના મલ મેળાઓનું આયોજન કરવામાં આવતું હતું. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા મલ્લોને રાજ્યમાં મહત્વપૂર્ણ પદો પર સ્થાન આપવામાં આવતું હતું.
યુવાનોને મેદાની રમતો, શિસ્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વળવાનો પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે.શિવરાજપુરથી સામે આવેલા દ્રશ્યોમાં અખાડામાં દાવપેચ અજમાવતા પહેલવાનો, વિજેતાઓને બિરદાવતા આયોજકો અને કુસ્તીનો રોમાંચ માણી રહેલી જનમેદની સ્પષ્ટ જોઈ શકાય છે.સૌરાષ્ટ્રના લોકજીવનમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે.
ગુજરાતમાં પરંપરાગત રીતે કુસ્તી (રેસલિંગ) માટે હરિયાણા કે પંજાબ જેવો મોટો ઇતિહાસ રહ્યો નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના અનેક પ્રતિભાશાળી કુસ્તીબાજોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. નવા ખેલાડીઓ ઝડપથી આગળ આવી રહ્યા છે.
ગુજરાતના અગ્રણી કુસ્તીબાજો
ભાવિકા પટેલ
અમદાવાદની ભાવિકા પટેલ ગુજરાતની સૌથી સફળ મહિલા કુસ્તીબાજોમાંની એક છે. તેણે ઉત્તર પ્રદેશના ગોંડામાં આયોજીત સિનીયર નેશનલ કુસ્તી ચેમ્પિયનશીપ – સિનિયર નેશનલ કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત, અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી તે ગુજરાતની પ્રથમ મહિલા રેસલર છે. 38મી નેશનલ ગેમ્સમાં પણ તેણે 57 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ગુજરાતમાં કુસ્તીમાં સિનિયર નેશનલ કોમ્પિટીશનમાં મેડલ જીતનાર ભાવિકા પ્રથમ છે.
ગુજરાતની એક યુવતી રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચી શકી, તે જ એક નોંધપાત્ર બાબત છે. હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સરખામણીમાં, ગુજરાતમાં કુસ્તીની કોઈ ખાસ પરંપરા રહી નથી. જ્યારે પણ ભાવિકા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લે છે, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈને તેની તરફ જુએ છે .
કોમનવેલ્થ માટે પસંદગી
દક્ષિણ આફ્રિકામાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે પણ ભાવિકાની પસંદગી થઈ છે. જો કે 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2026 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સને નવા ઓમિક્રેન વેરિયન્ટના કારણે હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.
ઉંમર 20 વર્ષની હોવી જરૂરી છે. જોકે ભાવિકાએ માત્ર 19 વર્ષની હતી.
કુસ્તીની સ્પર્ધામાં ભાવિકાએ અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા મેડલ મેળવ્યા છે. રાજ્ય લેવલ પર 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
ભાવિકા પટેલે ખેલો ઈન્ડિયામાં અત્યાર સુધીમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જુનિયર કેડેટ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને બીચ રેસલિંગમાં પણ તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નેશનલ લેવલ પર ભાવિકાએ અત્યાર સુધીમાં 8થી 9 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે.
2017માં, તેણે ‘સ્કૂલ ગેમ્સ’માં સિલ્વર મેડલ જીત્યો – આ સફળતાએ તેની જીતવાની ભૂખને વધુ તીવ્ર બનાવી દીધી. જોકે, તેના સૌથી મહત્વપૂર્ણ મેડલ્સ તો તેણે સિનિયર સ્તરે મેળવ્યા.
2022માં તેણે ગોંડા ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો અને ત્યારબાદ ગોવામાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ વર્ષે તેણે અંડર-૨૩ (U-23) નેશનલ સ્પર્ધામાં વધુ એક સિલ્વર મેડલ જીત્યો.
આ ચેમ્પિયનશિપ્સના પ્રદર્શનને કારણે તેને U-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં બોલાવવામાં આવી હતી, જેમાં વિજય મેળવીને તેણે તિરાના (Tirana) ખાતે યોજાનારી સ્પર્ધામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
તેને હરાવવી ખૂબ મુશ્કેલ છે.
સામાન્ય પરિવાર
સામાન્ય પરિવારની યુવતી છે. ભાવિકાના પિતા અમદાવાદમાં લોટ દળવાની ઘંટીની દુકાન ચલાવે છે. પિતા દીકરીની કુસ્તીની ધગસ જોઈને તેને ઉચ્ચ કક્ષાની રમતવીર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
પિતા
જગરામ પટેલને બાળપણથી જ કુસ્તીમાં રસ હતો. તેઓ એટલા કુશળ હતા કે તેમને ગાંધીનગરમાં ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ કેન્દ્રમાં પ્રવેશ પણ મળી ગયો હતો, પરંતુ 22 વર્ષની ઉંમરે તેમણે આ રમત છોડી દીધી. તેઓ કહે છે, “તે સમયે આ રમતમાં બહુ ભવિષ્ય (સ્કોપ) નહોતું, એટલે ધંધામાં જોડાઈ ગયા.
જગરામ પટેલે અમરાઈવાડીમાં પોતાના ઘરના આગળના ભાગમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી. સાંજના સમયે, તેઓ નજીકની એક શાળામાં કુસ્તીમાં રસ ધરાવતા બાળકોને તાલીમ આપતા હતા. જ્યારે ભાવિકા નવ વર્ષની હતી, ત્યારે તેણે આ તાલીમ વર્ગમાં જોડાવવાનું નક્કી કર્યું. તેમાં સતત જોડાયેલી રહી. તેના પિતા પાસે થોડા વર્ષો સુધી તાલીમ લીધા બાદ, ભાવિકામાં સખત મહેનત કરવાની મજબૂત વૃત્તિ વિકસી ગઈ હતી. તેના પિતા સમજી ગયા હતા કે હવે તેમના માર્ગદર્શન હેઠળ ભાવિકા વધુ પ્રગતિ કરી શકશે નહીં.
ત્યારે તેમણે ભાવિકાને નડિયાદમાં આવેલી ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ની કુસ્તી એકેડેમીમાં દાખલ કરાવી.
સ્પોર્ટ્સ કિટ અને પોષણનો ખર્ચ તેણે પોતે જ ઉઠાવવો પડે છે. શૂઝની કિંમત 5થી 10 હજાર રૂપિયા હોય છે અને દર વર્ષે આવી બે-ત્રણ જોડીની જરૂર પડે છે.
પિતા જે જોઈએ તે આપે છે. પિતાની માસિક આવક માત્ર 15 હજાર રૂપિયાની આસપાસ છે. ચાર ભાઈ-બહેનો પણ છે, તેમ છતાં ભાવિકાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમણે હંમેશા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. ઉછીના પૈસા કે ખર્ચમાં કાપ મૂકે છે. પિતાના મિત્રો ક્યારેક કિટ અને અન્ય સાધનો પૂરા પાડે છે. U-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલાં આવું શક્ય નહોતું.
અમદાવાદમાં કુસ્તીની તાલીમ લેતી હતી ત્યારે પ્રતિભા જોઈને નડિયાદના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત(SAG)ના કોચ રમેશકુમાર ઓલાએ તેને 2016થી ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યુ. અહીં ભાવિકાના ન્યુટ્રીશિયનથી લઈને તેના ફિટનેસ સુધીની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
ભાવિકા ખૂબ જ જલ્દી કુસ્તીની કોઈપણ નવી ટ્રીક શીખી લે છે. આજ્ઞાકારી છે અને કુસ્તીમાં ઉચ્ચ કક્ષા પર પહોંચવાની પુરી ઈચ્છાશક્તિ ધરાવે છે.
આગળ વધવામાં અનેક અડચણો આવી છે. કોચ રમેશકુમારે કોરોનાકાળમાં પણ ભાવિકાને 2 વર્ષ સુધી પર્સનલ ટ્રેનીંગ આપી.
ભાવિકા ‘અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ’માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા રાખી રહી છે. તેનું લક્ષ્ય ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની પ્રથમ કુસ્તીબાજ બનવાનું છે. તિરાનામાં પોતાની પ્રથમ કુસ્તી સ્પર્ધામાં ઉતરે તે પહેલાં જ, ભાવિકા પટેલે એક પ્રકારનો ઈતિહાસ રચવાનું શરૂ કરી દીધું છે.
કુસ્તી માટે નવા પગરખાં (શૂઝ) ખરીદ્યા હતા, પરંતુ તે ફાટી ગયા છે. નવા પગરખાં ખરીદવા માટે જરૂરી 8,000 રૂપિયા ભાવિકા પાસે નહોતા. પગરખાં પર ટેપ લગાવી દીધી.

કોચ
ભાવિકાની મુલાકાત કોચ રમેશ કુમાર સાથે થઈ. મૂળ હરિયાણાના ભિવાનીના રહેવાસી રમેશ કુમારે રાષ્ટ્રીય સ્તરે કુસ્તી કરી હતી અને ‘ઈન્ટર-યુનિવર્સિટી ચેમ્પિયનશિપ’માં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. રસ કોચિંગ (તાલીમ આપવા)માં હતો. પટિયાલાની ‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ’ (NIS)માંથી ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ, તેઓ નોકરી શોધી રહ્યા હતા ત્યારે તેમને ગુજરાતમાં નોકરી મળી ગઈ.
ભાવિકાને શાંત પાડવી ખૂબ મુશ્કેલ હતી. તેનો સ્વભાવ જાણે કોઈ નાના આખલા જેવો છે. તે દરેક પર તૂટી પડતી. સ્પેરિંગ (તાલીમ દરમિયાનની લડાઈ)માં તે એટલી આક્રમક રહેતી કે તેના આખા ચહેરા પર ઈજાઓના નિશાન (સોજા કે ગઠ્ઠા) જોવા મળતા. તેને ક્યારેય પોતાના લક્ષ્યથી વિચલિત થતી નથી.
અડગ જીદ અને દ્રઢ નિશ્ચયને કારણે જ ભાવિકા લોકોની અપેક્ષા કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરી શકી.
પોતાની ઓળખ બનાવી છે, પરંતુ તેના જેવી અન્ય કુસ્તીબાજોની અછત હોવાથી પ્રેક્ટિસ માટે યોગ્ય સાથીઓ મળવા મુશ્કેલ છે. તેણે પુરુષો સાથે તાલીમ લેવી પડે છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભાવિકાના હોસ્ટેલના રહેઠાણનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો અને 2022માં તેના ઘૂંટણની બે સર્જરીનો ખર્ચ પણ ઓથોરિટીએ આપ્યો હતો.
ભાવિકામાં પ્રેરણા અને હિંમત છે. જો તેને થોડો આર્થિક સહયોગ મળે, તો તેને ઘણી મદદ થશે. તેની આર્થિક જરૂરિયાતો પૂરી થઈ જાય, તો તે 2028ની લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ માટેના મુખ્ય દાવેદારોમાંની એક હશે.
હાલમાં મહિલાઓની 55 કિગ્રા વર્ગમાં સ્પર્ધા કરી રહી છે. ભવિષ્યમાં સિનિયર સ્તરે (ઓલિમ્પિક) 53 કિગ્રા વર્ગમાં ભાગ લેવાની ઈચ્છા છે.
પ્રમાણિકતા અને સાતત્ય સાથે મહેનત કરે તો ચોક્કસ સારું પરિણામ મળશે.
હેતલ દવે
મુંબઈ અને ગુજરાત સાથે જોડાયેલા હેતલ દવે ભારતના સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન (Sumo Wrestler) છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે સુમો કુસ્તીમાં દેશ અને ગુજરાતનું નામ વૈશ્વિક મંચ પર ચમકાવ્યું છે.
ગોપી બાખલિયા
તેમણે 38મી નેશનલ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને 62 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
હીના ખલીફા
રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હીનાએ નેશનલ ગેમ્સની 53 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
અમન જાટ
પુરુષોની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં અમન જાટે 86 કિલોગ્રામ ભાર વર્ગમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
ધોરાજી
ધોરાજીની યુનિક સ્કૂલ જેવા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના યુવા કુસ્તીબાજો છે. કે.ઓ. શાહ કોલેજ ધોરાજી ખાતે કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી, પ્રતિયોગીતાના અખાડામાં સ્થાનિક યુનિક સ્કૂલના મલ્લોએ પોતાના ઉત્કૃષ્ટ કૌશલ્ય અને દાવપેચનું પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.
શાળાના કુસ્તીબાજ ચાવડા આયુષ રાકેશભાઈએ યુ-17 (અન્ડર 17) વય જૂથની 51થી 55 કેજી વેટ કેટેગરીમાં મેદાનમાં ઉતરી, પ્રતિદ્વંદી ખેલાડીઓને ચીત કરીને પ્રથમ નંબર (ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કર્યો.
સોજીત્રા હિત દિપકભાઈએ ઓપન કેટેગરીમાં 51થી 57 કે.જી. વેટમાં કડક સ્પર્ધા વચ્ચે પકકડ અને દાવ અજમાવીને ત્રીજો નંબર બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા હાંસીલ કરી છે.
અખાડા અને રથયાત્રા
અમદાવાદ જેવા શહેરોમાં પરંપરાગત અખાડા આજે પણ સક્રિય છે. અષાઢી બીજની જગન્નાથ રથયાત્રા દરમિયાન સ્થાનિક પહેલવાનો દ્વારા અખાડાના કરતબો અને કુસ્તીના દાવપેચ પ્રદર્શિત કરવાની જૂની પરંપરા છે. 7 કિલોમીટર લાંબા નિર્ધારિત રૂટ પર નીકળેલી આ શોભાયાત્રામાં 7 અખાડા હોય છે.
ગુજરાતમાં અખાડા
મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને આશ્રય આપવામાં આવતો અને શ્રીમંતો તરફથી પણ તેમને સારું ઉત્તેજન મળતું.
અખાડાઓ સાધુઓનો એવો સમૂહ છે જે સંકટના સમયે રાજધર્મથી વિરુદ્ધ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રરક્ષા અને ધર્મરક્ષા માટે કામ કરતો હતો. સાધુઓ પોતાની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો પણ ઉપયોગ કરતા હતા. પહેલવાનો માટે એક મેદાન હતું. જેનો ઉપયોગ શરીરશૌષ્ટવ વધારવા માટે થતો હતો. સાધુઓ જુદા-જુદા દાવપેચ અજમાવીને અભ્યાસ કરતા હતા. સાધુઓના આ અખાડા પરથી વ્યાયામશાળા માટે પણ આ શબ્દ પ્રચલિત બન્યો હોવાનું માનવામાં આવે છે.
ભારતના સૌથી મોટા સાધુઓના કુંભમેળામાં સાધુઓના દેશભરના અનેક અખાડાઓના દર્શન થાય છે. ગુજરાતમાં પણ મુખ્યત્વે જૂનાગઢ ખાતે સાધુઓના અખાડાઓ આવેલા છે. શિવરાત્રીના મેળામાં આ સાધુઓ વિવિધ અંગકસરતના કરતબો અજમાવે છે.
અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ. કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન.
દાંડ-પટ્ટા, તલવાર, ભાલા, જમૈયા વગેરે સૈન્યોપયોગી પ્રવૃત્તિઓનો પણ તેમાં ઉમેરો થયો. દેશી રમતો ઉપરાંત સૂર્યનમસ્કાર, દંડબેઠક, મલખમ, કુસ્તી, લેજીમ, ગદા ફેરવવી, અસિયુદ્ધ, વજન ઊંચકવું, લાઠીયુદ્ધ, દાંડ-પટ્ટા વગેરે કસરતો હોય છે.
બ્રિટિશ શાસનકાળ દરમિયાન અનેકવિધ દેશી રમતો અને કસરતોની તાલીમ આપતાં લોકકેન્દ્રો બની રહ્યાં.
તેની સામે ક્રિકેટ, ટેનિસ, ફૂટબૉલ જેવી પાશ્ચાત્ય રમત ઉત્તરોત્તર ખૂબ લોકપ્રિય બનતી ચાલી અને દેશી રમતો તથા વ્યાયામ પ્રત્યે ભણેલાઓના મનમાં તુચ્છકારની લાગણી પેદા થવા પામી.
ગુજરાત વ્યાયામપ્રચારક મંડળ, અમદાવાદ, કાઠિયાવાડ વ્યાયામપ્રચારક મંડળ, ભાવનગર; જુમ્મા દાદા વ્યાયામશાળા, વડોદરા; નારાયણ ગુરુની તાલીમશાળા, વડોદરા; વસંત વ્યાયામશાળા, અમદાવાદ વગેરે અનેક સંસ્થાઓએ વ્યાયામ અને રમતગમતોના પ્રચારની દિશામાં નોંધપાત્ર ફાળો આપ્યો.
ગુજરાતમાં અખાડાપ્રવૃત્તિના પ્રવર્તકો તરીકે વડોદરામાં માણિકરાવજી, દત્તાત્રેય મુજુમદાર તથા પુરાણી બંધુબેલડી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી, સૌરાષ્ટ્રમાં પૃથ્વીસિંહ આઝાદ, બહાઉદ્દીન શેખ તથા છોટુભાઈ માંકડ વગેરેનો અગ્રગણ્ય ફાળો છે.
ગુજરાતમાં પુરાણી બંધુઓએ અરવિંદની પ્રેરણાથી 1909માં વડોદરામાં શરૂ કરેલી અખાડાપ્રવૃત્તિએ સમગ્ર ગુજરાતમાં પ્રસાર પામી અનેક મરજીવા યુવાનોનું ઘડતર કર્યું, જેમણે મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈની દોરવણી નીચે સ્વાતંત્ર્યની લડતોમાં અને 1942ની ચળવળ વખતે મહત્ત્વનો ફાળો આપ્યો છે.

English




You must be logged in to post a comment.