ગુજરાત ભાજપ રાજકીય ગૂગલીથી જનતાની મિલકત 0 રનથી ફૂંકી મારી
અમદાવાદ 21 ઓક્ટોબર 2026
જાણીતા નિવૃત્ત ક્રિકેટર અને થોડા મહિના પહેલાં જ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) છોડનાર યુસુફ પઠાણને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે રૂ. 20 કરોડનો પ્લોટ ભેટમાં આપ્યો છે. પશ્ચિમ બંગાળના બહેરામપુર લોકસભા મતવિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે. જે બીજા પક્ષમાં જોડાયા બાદ મોદી અને અમિત શાહે નીતિ અને નિયમોનો ભંગ કરીને તથા વડી અદાલતની ટીકાઓને બાજુ પર મૂકીને ભેટ આપી છે.
વડોદરામાં યુસુફ પઠાણ પોતાના બંગલા નજીક એક સરકારી પ્લોટ મેળવવા ઇચ્છતા હતા, પરંતુ સરકાર તેના માટે અત્યાર સુધી રાજી નહોતી. હવે તેમને અડધો પ્લોટ ‘ગિફ્ટ’ કરવા અને અડધો પ્લોટ 45 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે આપી દીધો છે. યુસુફ પઠાણને પ્લોટની ખેરાત, મમતાને છોડતાં જ પવિત્ર થઈ ગયા છે.
ગુજરાત સરકારના 13 ઓગસ્ટના ઠરાવ અનુસાર, પ્લોટમાંથી 500 ચોરસ મીટર જમીન પઠાણને રહેણાક હેતુ માટે ભેટ તરીકે ફાળવવામાં આવશે. બાકીની 478 ચોરસ મીટર જમીન વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) ની મૂલ્યાંકન સમિતિ દ્વારા 17 માર્ચ, 2026ના રોજ નક્કી કરવામાં આવેલા મૂલ્યના 55 ટકા રાહત દરે આપવામાં આવશે.
વડોદરાના તાંદલજા વિસ્તારના 978 ચોરસ મીટરના, રૂ. 20.53 કરોડની કિંમતના પ્લોટની ફાળવણી કરી છે. 978માંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ અને બાકીની 478 ચોરસ મીટર જમીન નક્કી કરાયેલા મૂલ્યના 45 ટકા નીચા ભાવે આપ્યો છે. પઠાણે માત્ર 55 ટકા ભાવ ચૂકવવો પડશે.
બાજુમાં પઠાણ પરિવારનો જાણીતો સફેદ રંગનો બંગલો આવેલો છે, જ્યાં યુસુફ પઠાણ તેના નાના ભાઈ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ સહિત પરિવાર સાથે રહે છે.
ગુજરાત સરકારે વિશેષ કિસ્સા તરીકે નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં તેને દાખલારૂપ ગણવામાં આવશે નહીં. તેના બદલામાં વડોદરા મહાનગર પાલિકાને અન્ય જમીન સરકાર આપશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ અને જનરલ બોર્ડની બેઠકમાં દરખાસ્તને મંજૂરી આપી દેશે.
ગુજરાત વડી અદાલત
યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અરજી કરી હતી, જે તેમણે પાછી ખેંચી લીધી છે.
યુસુફ પઠાણ વડોદરામાં પોતાના ઘરની નજીક આવેલા એક પ્લોટને લીઝ પર મેળવવા માગતા હતા, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન આ 978 ચોરસ મીટરનો પ્લોટ આપવા તૈયાર નહોતું. વીએમસીએ બે વર્ષ અગાઉ યુસુફ પઠાણને સરકારી પ્લોટ પર દબાણ કરવા અંગે એક નોટિસ પણ આપી હતી.
પઠાણને પ્લોટ કાયદેસર રીતે ફાળવાયો ન હોવા છતાં તેના પર કમ્પાઉન્ડ વોલ અને શેડ બનાવી દેવાયાં હતાં. તેથી વડોદરાના ભાજપના જ ભૂતપૂર્વ કોર્પોરેટર વિજય પવારે આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે 21 જૂન 2024ના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ અંગે લેખિત ફરિયાદ કરી હતી. તેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને નોટિસ ફટકારીને દબાણ દૂર કરવા જણાવ્યું હતું. આ નોટિસની વિરુદ્ધમાં યુસુફ પઠાણ ગુજરાત હાઇકોર્ટ ગયા હતા.
વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે સત્તાવાર નિવેદન આપ્યું હતું કે, “આ પ્લોટ સંપૂર્ણપણે કોર્પોરેશનની માલિકીનો છે. યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું છે. અમે આ દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, જેની સામે તેઓ હાઇકોર્ટમાં ગયા છે.”
8મી જૂને, હાઇકોર્ટે પઠાણને પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે જમીન કાયદેસર રીતે ફાળવવામાં આવી ન હતી અથવા રકમ ચૂકવવામાં આવી ન હતી ત્યારે તેમણે સરકારી જમીનનો કબજો કેવી રીતે મેળવ્યો. હાઇકોર્ટે મ્યુનિસિપલ અધિકારીઓની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
પઠાણના વકીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગે રાજ્ય સરકારની નીતિનો ઉલ્લેખ કરીને પોતાની દલીલ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. જોકે, 31 ઓગસ્ટ, 2026 ના રોજ યુસુફ પઠાણે કોર્ટમાંથી પોતાની અપીલ પાછી ખેંચી હતી.
21 ઓગસ્ટ, 2025ના રોજ, ગુજરાત હાઇ કોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી હતી. ભાજપ શાસકોનું વલણ હાઈ કોર્ટમાં સ્પષ્ટ હતું કે, પઠાણે જમીન પચાવી પાડી હોવાથી ખાલી કરવી જ પડશે. ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂઆત કરેલી કે, પઠાણે એક પણ રૂપિયો ભર્યા વિના જમીન જ પચાવી પાડી છે તેથી તેની સામે કાનૂની પગલાં પણ લઈશું. હાઈ કોર્ટે આ દલીલ માન્ય રાખીને પઠાણની અરજી નકારી.

રાજકારણ
ભાજપને નીતિમત્તા કે સિદ્ધાંતો સાથે કંઈ લેવાદેવા નથી ને માત્ર રાજકારણમાં તેને રસ છે, ભાજપનું બધું રાજકીય કારણોસર જ હોય છે ને દેશભક્તિ કે લોકહિત સાથે તેને કશી લેવાદેવા જ નથી તેનો આ વધુ એક પુરાવો છે. જેમણે ડાબલા બાંધ્યા છે એ લોકોને આ વાત સમજાતી નથી પણ આ વાસ્તવિકતા છે.
મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતાં તે સમયે યુસુફ પઠાણ તેમની સાથે જોડાયા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ઉમેદવાર તરીકે બહેરામપુરની બેઠક જીત્યા હતા.
પાંચ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા.
ત્યાર પછી તરત જૂન મહિનામાં ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પઠાણને પ્લોટમાં દબાણ અંગે નોટિસ આપી હતી.
જૂન 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતી ગયો, ત્યાર પછી તરત ટીએમસીના 20 સાંસદ પક્ષ છોડીને નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઈ)માં જોડાઈ ગયા હતા અને તેમાં યુસુફ પઠાણે પક્ષપલટો કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી યુસુફ પઠાણ, કાકોલી ઘોષ સહિતના નેતાઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. ત્યાર બાદ 14 જૂન, 2026ના રોજ તેઓ એનસીપીઆઈ નામના ઓછા જાણીતા પક્ષમા ભળી ગયા હતા. પઠાણને NCPIના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. TMC છોડનારા સાંસદ જોડાયા તે પહેલા NCPI જાહેર જીવનમાં બહુ જાણીતી નહોતી.
યુસુફ પઠાણે ટીએમસી સાથે છેડો ફાડ્યો તેના બે મહિના પછી રાજ્ય સરકારે રૂ. 20 કરોડની ભેટ આપી છે.
ભાજપની માનસિકતા ‘અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું’ જેવી છે ને તેનો તાજો નમૂનો ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા યુસુફ પઠાણને પ્લોટના મુદ્દે ગુજરાત સરકારે લગાવેલી ગુલાંટ છે. એક સમયે ભાજપ શાસકો યુસુફ પઠાણે સરકારી જમીન પચાવી પાડી હોવાનો કેસ કરીને તેની સામે લડતા હતા, પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ ઠોકી દેવાની વાતો કરતા હતા એ હવે પઠાણના પગોમાં આળોટી ગયા છે.
હરાજી ન કરી
આ પ્લોટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 22, ફાઇનલ પ્લોટ નંબર 90 પર આવેલો છે. જુલાઈ 2026માં વીએમસીએ આ પ્લોટની જાહેર હરાજી માટે તૈયારી શરૂ કરી હતી, જેમાં પ્રતિ ચોરસ મીટર 2.10 લાખ રૂપિયાનું મૂલ્ય નક્કી કરાયું હતું. આ રીતે પ્લોટનું અંદાજિત મૂલ્ય 20.5 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.
જનરલ બોર્ડમાં પ્લોટ પરના કથિત દબાણ અંગે પ્રશ્નો ઊભા થતાં હરાજીનો પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો હતો. બોર્ડના સભ્યોએ દલીલ કરી હતી કે દબાણનો વિવાદ ઉકેલાયા પહેલા જમીનનો નિકાલ ન કરી શકાય. હવે લેન્ડ એસ્ટેટ વિભાગે સ્ટેન્ડિંગ કમિટી મારફતે જનરલ બોર્ડની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
પઠાણે 2012માં જાહેર હરાજી વગર 99 વર્ષની લીઝ પર આ ખુલ્લો પ્લોટ મેળવવા વીએમસીને રજૂઆત કરી હતી. કારણ એ આપ્યું કે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના બંગલાની નજીક જ રહેણાક ઉપયોગ માટે જમીન ફાળવવી જોઈએ. 14 વર્ષ પછી રાજકીય પક્ષ પલટા પછી કામ કર્યું છે.
તે સમયે વીએમસીની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ પ્લોટ આપવા તૈયાર હતા. જમીનનું મૂલ્ય લગભગ 5.6 કરોડ આંકવામાં આવ્યું હતું, પઠાણ આ રકમ ચૂકવવા તૈયાર હતા. પરંતુ ત્યારબાદ જાહેર હરાજી વગર સીધેસીધી પ્લોટની ફાળવણી માટે શહેરી વિકાસ વિભાગ તૈયાર થયો નહોતો.
જુલાઈ 2026માં વિશ્વામિત્રી બચાવો સમિતિ નામના નાગરિક જૂથે જાહેર જમીન પરના કથિત દબાણ દૂર કરવાની માગ કરી હતી. જૂથનું કહેવું હતું કે પ્લોટની હરાજી કરતાં પહેલા VMCએ કથિત દબાણ દૂર કરીને જમીનનો ભૌતિક કબ્જો મેળવવો જોઈએ.
સમિતિએ અંદાજ લગાવ્યો હતો કે આશરે 14 વર્ષના કથિત કબજા માટે VMCના ખુલ્લા ટાઉન પ્લાનિંગ પ્લોટના કામચલાઉ ઉપયોગના પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ 15 રૂપિયાના દરે આશરે 7.5 કરોડ રૂપિયા ચાર્જ થઈ શકે છે. જોકે, આ સમિતિનો પોતાનો અંદાજ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલી સત્તાવાર વસૂલાતની રકમ નથી.
VMCના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત દબાણ અને કબજાના સમયગાળાના ચાર્જનો મુદ્દો અલગથી ઉકેલવો પડશે. કોર્પોરેશનને આ અંગે હજુ કોઈ ચોક્કસ સૂચના મળી નથી. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે રાહત દરે જમીન મેળવવા માટે પઠાણે કેટલી રકમ ચૂકવવાની રહેશે તે અંગે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન વર્ષા વ્યાસ છે. 23 ઓક્ટોબરે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત મંજૂર કરશે.
આખો મામલો ઉજાગર કરનાર વડોદરાના ભાજપના જ ભૂતપૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું હતું કે, “આ પ્લોટ અંગે 2012માં દરખાસ્ત આવી હતી અને સામાન્ય સભામાં તે પાસ કરી દેવાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારમાં તેની મંજૂરી માગવામાં આવી હતી. 2014માં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, હરાજી વગર આ પ્લોટ આપી શકાય નહીં. તેથી અમે આ મામલો ઉજાગર કર્યો હતો. હવે રાજ્ય સરકાર જ યુસુફ પઠાણને પ્લોટ આપવા તૈયાર હોય, તો કંઈ કરી શકાય નહીં. સરકાર જ સર્વોપરી છે. તેથી હવે આ મામલે વિરોધ કરવાનો થતો નથી.”
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે.
યુસુફ પઠાણ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈને પવિત્ર થઈ ગયા છે. પહેલાં પઠાણ મમતા બેનરજી જેવાં અપવિત્ર નારીની સંગતમાં હતા તેથી ભાજપે તેમની સામે કેસ કરેલો, તેમનો પ્લોટ પાછો લેવા ઉધામા કરેલા પણ પઠાણે મમતાનો સાથ છોડીને ભાજપના પડખામાં ભરાયા એ સાથે તેમનાં બધાં પાપ માફ થઈ ગયાં છે. પઠાણ એટલા પવિત્ર થઈ ગયા કે, ભાજપ હવે તાસકમાં ધરીને પઠાણને સરકારી પ્લોટ ભેટમાં આપી રહ્યો છે.
યુસુફની કહાની
યુસુફ ખાન પઠાણનો જન્મ 17 નવેમ્બર 1982માં ગુજરાતના બરોડામાં એક ગુજરાતી પઠાણ પરિવારમાં થયો હતો.
2002માં જમણા હાથના બેટ્સમેન અને જમણા હાથના ઓફ-બ્રેક બોલર તરીકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમના નાના ભાઈ, ઈરફાન પઠાણ, પણ ભારતીય ક્રિકેટર હતા. પઠાણે ફેબ્રુઆરી 2021માં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી.
2007ના ટી20 વર્લ્ડ કપ અને 2011ના ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા.
અંગત જીવન
યુસુફ પઠાણનો જન્મ તેઓ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણના મોટા ભાઈ છે.
યુસુફે 27 માર્ચ 2013 ના રોજ મુંબઈ સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ આફરીન ખાન સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર છે. તે “YAIF” અને તેના મિશન “યુથ અગેઇન્સ્ટ રેપ” ના સમર્થક રહ્યા છે.
કારકિર્દી
2007 દેવધર ટ્રોફી અને એપ્રિલ 2007માં યોજાયેલી આંતર-રાજ્ય સ્થાનિક T20 સ્પર્ધામાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ, પઠાણને સપ્ટેમ્બર 2007માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી પ્રથમ ICC વર્લ્ડ T20 માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ભારત માટે ઇનિંગ ખોલી હતી અને 15 રન બનાવ્યા હતા.
IPL માં તેના સારા પ્રદર્શન બાદ, તેને ભારતીય ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. IPL પછી, જોકે તેણે કિટપ્લાય કપ અને એશિયા કપમાં બધી મેચ રમી હતી, તેને ફક્ત ચાર વાર બેટિંગ કરવાની તક મળી હતી અને તે બેટ કે બોલથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ તેને શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં, તેમના 26મા જન્મદિવસે, તેમણે 29 બોલમાં અડધી સદી (50 રન) કર્યા હતા.
યુસુફે 10 જૂન 2008ના રોજ ઢાકામાં પાકિસ્તાન સામે ભારત માટે વનડે આંતરરાષ્ટ્રીય (ODI)માં પ્રવેશ કર્યો. તેઓ રાષ્ટ્રીય ODI ટીમમાં નિયમિત બન્યા, પરંતુ ટેસ્ટ ટીમમાં તેમની પસંદગી થઈ ન હતી.
જોકે પઠાણ IPLની બીજી સિઝનમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યા ન હતા, તેમ છતાં તેમને ઇંગ્લેન્ડમાં 2009ની ICC વર્લ્ડ T20 ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ભારતની સુપર 8 મેચની બીજી મેચમાં, તેમણે ઇંગ્લેન્ડ સામે 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સ છતાં, ટીમ મેચ હારી ગઈ અને સેમિફાઇનલમાં પહોંચ્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. તેમનો આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ 2007ની ICC વર્લ્ડ T20 ફાઇનલમાં થયો હતો.
2009ના અંતમાં, સતત નબળા પ્રદર્શનને કારણે પઠાણને મર્યાદિત ઓવરની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
2010ની દુલીપ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં, પઠાણે પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. તેમની ટીમ, વેસ્ટ ઝોને, સાઉથ ઝોનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. પઠાણે પ્રથમ ઇનિંગમાં 108 અને બીજી ઇનિંગમાં 190 બોલમાં અણનમ 210 રન ફટકાર્યા હતા, જેનાથી તેમની ટીમને 536 રનનો વિશાળ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી. આનાથી પ્રથમ-વર્ગના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝનો વિશ્વ રેકોર્ડ બન્યો.
પઠાણની આક્રમક ઇનિંગે ન્યુઝીલેન્ડના બોલિંગ આક્રમણને નષ્ટ કરી દીધું. તેણે 96 બોલમાં અણનમ 123 રન બનાવ્યા. આનાથી ભારતે સાત બોલ બાકી રહેતા 316 રનનો વિશાળ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં મદદ મળી, જેનાથી યજમાન ટીમને શ્રેણીમાં 4-0ની લીડ મળી. તેમના શાનદાર પ્રદર્શન માટે તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આ ઓલરાઉન્ડરે પોતાની પહેલી ODI સદી દરમિયાન સાત ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા, જેનાથી ભારતને બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાત બોલ બાકી રહેતા ન્યૂઝીલેન્ડના 315-7 ના પડકારજનક કુલ સ્કોરને પાર કરવામાં મદદ મળી.
2011 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સામે MTN ODI શ્રેણીમાં, તેમણે પ્રિટોરિયામાં રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. 70 બોલમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારત મેચ હારી ગયું હોવા છતાં, તેના પ્રદર્શનની વ્યાપક પ્રશંસા થઈ. આ ઇનિંગ દરમિયાન, તેણે 68 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ કોઈ ભારતીય દ્વારા છઠ્ઠી સૌથી ઝડપી સદી છે, અને ઉપખંડની બહાર કોઈ ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી સદી છે. તેના સતત સારા પ્રદર્શનને કારણે, તેને 2011 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વધુમાં, તેણે IPL 2010 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. યુસુફનો વર્લ્ડ કપ શાનદાર ન હોવા છતાં, તે આખરે વિજેતા ટીમનો ભાગ હતો અને વિજેતા મેડલ અને સન્માન મેળવ્યા હતા.

English






You must be logged in to post a comment.