ગાંધીજીના પૌત્ર કનુ ગાંધી અને તેમનાં પત્ની શિવા ગાંધીના ટ્રસ્ટની જમીન અમેરિકામાં એક વ્યક્તિએ પચાવી પાડી હતી અને કોર્ટમાં એ જમીન પર દાવો કર્યો હતો. ત્યારબાદ તેમના ટ્રસ્ટના વડાએ કાનૂની લડાઈ 20 મહિના અમેરિકાની કોર્ટમાં લડી હતી. અમેરિકાના વર્જિનિયાની વૉરેન કાઉન્ટી કોર્ટમાં આ મામલો ચાલ્યો હતો અને આ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જજ ડૅરેલ એલ. ફંકે આ ચુકાદો આપ્યો હતો. 30.76 એકર જમીન છે.
હવે અમેરિકાની કોર્ટે આ જમીનને ફરી આ ‘ડૉ. શિવા ઍન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી ચૅરિટેબલ ટ્રસ્ટ’ના નામે કરવાનો ચુકાદો આપ્યો છે.
ટ્રસ્’ના મૅનેજિંગ ટ્રસ્ટી પરિમલ દેસાઈએ જ આ કેસ વકીલ મારફતે લડ્યો હતો.
શિવાલક્ષ્મી ગાંધીએ કનુ ગાંધીના મૃત્યુ પછી લગભગ 92 વર્ષની ઉંમરે વસિયતનામું બનાવ્યું હતું. જમીન મૂળ 1991માં કનુ ગાંધી અને શિવા ગાંધી દંપતિએ ખરીદી હતી જે વસિયતનામામાં હતી.
2019માં અમેરિકાની કોર્ટમાંથી કનુ ગાંધી માટે પ્રોબેટ સર્ટિફિકેટ (મૃત વ્યક્તિના વસિયતનામામાં જે નામિત વ્યક્તિ હોય તેને બધી સંપત્તિ મૅનેજ કરવા માટેનું સર્ટિફિકેટ) મેળવ્યું હતું. જમીન ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ટ્રાન્સફર થઈ હતી.”
જમીન પરિમલ દેસાઈ અને ટ્રસ્ટના નામે ટ્રાન્સફર થઈ તેનાં થોડાં વર્ષો પછી એટલે 2025માં ગ્રેગોરી બ્લૅક નામની વ્યક્તિએ જમીન પર દાવો માંડ્યો હતો.
વ્યક્તિએ 2007થી જમીન પચાવી પાડી હતી એ 2025માં કોર્ટમાં ગઈ અને પછી મને નોટિસ મળી કે આ જમીન પર એમનો કબજો છે. પરિમલ દેસાઈના નામેથી આ જમીન મારા નામે કરવામાં આવે.
કોર્ટમાં જનારી વ્યક્તિ ગ્રેગોરી બ્લૅકે વર્જિનિયાના ઍડવર્સ પઝેશનના નિયમો અનુસાર આ જમીન પર દાવો માંડ્યો હતો. આ નિયમો અનુસાર, કોઈ અન્ય વ્યક્તિની જમીન જો વર્ષોથી એમનેમ પડી હોય અને તમે જો 15 વર્ષથી તેની સતત સારસંભાળ અને રાખી રહ્યા હોવ તો તમે તેના પર માલિકીનો દાવો માંડી શકો છો.
જોકે, તેનાથી સીધી જ માલિકી મળી જતી નથી. 15 વર્ષની સારસંભાળ સાબિત કરવી પડે છે અને બીજી ઘણી વસ્તુઓ સાબિત કરવી પડે છે.
કોર્ટમાં સુનાવણી થઈ. સેટલમેન્ટની ઑફર હતી.
ગ્રેગોરી બ્લૅકે 2007થી જમીન સાચવે છે એવો દાવો કોર્ટમાં કર્યો હતો, એટલે કે 20 વર્ષથી જમીનની સારસંભાળનો દાવો કર્યો હતો. 20 વર્ષથી જાળવણી કરતો હતો એ સાબિત ન કરી શક્યો. દાવાઓમાં જ 20-25 ભૂલો નીકળી હતી. કોર્ટે જોયું કે આ પૈસા અનાથ બાળકો માટે વપરાવાના છે અને કનુ ગાંધી કોણ હતા એ પણ જોયું. ઘણાં બધાં પરિબળોએ આ ચુકાદા પાછળ ભાગ ભજવ્યો હતો.
પરિમલ દેસાઈ એ સાબિત કરવામાં સફળ રહ્યા હતા કે તેમણે 2024માં આ પ્રોપર્ટીની મુલાકાત લીધી હતી અને 4500 ડૉલર ખર્ચીને લૅન્ડ સર્વે કરાવ્યો હતો. તેઓ એ પણ સાબિત કરી શક્યા હતા કે કનુ ગાંધીના વસિયતનામાને 2025માં અમેરિકાની કોર્ટમાં રજૂ કરીને લૅન્ડ ટાઇટલ પણ ચેરિટેબલ ટ્રસ્ટના નામે મેળવ્યું હતું.
કોર્ટે ચુકાદામાં લખ્યું હતું કે, “આ ચુકાદો ડૉ. શિવા ઍન્ડ કનુ રામદાસ મોહનદાસ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પરિમલ દેસાઈના પક્ષમાં જાય છે. આ ચુકાદો આપ્યાના 30 દિવસની અંદર જ કબજે કરનારી વ્યક્તિએ આ જમીન પર બનાવેલ કૅબિન, શિકાર માટેના સ્ટૅન્ડ, ઝૂંપડીઓ વગેરે હઠાવી લેવાનું છે. આ સિવાય જમીન પર દાવો કરનાર ગ્રેગરી બ્લૅકને ગાર્જિયન એડ લિટમના વળતર તરીકે 11375 ડૉલર પણ ચૂકવવાનો પણ આદેશ છે.
આ દંપતિએ સ્થાપેલા ટ્રસ્ટના કાર્યોમાં ગાંધીવાદી વિચારધારાનો પ્રચાર કરવો, સુરતની આઈજી સર્વોદય સ્કૂલમાં સેન્ટર ઑફ ઍક્સેલન્સ અને ઑડિટોરિયમ બનાવવું અને તેમાં અનાથ બાળકોને જેટલું ભણે તેટલાં ભણાવવાં એવો ઉલ્લેખ છે. આ જમીનનાં નાણાં આ કાર્યોમાં વાપરવામાં છે.
કનુ ગાંધી
કનુ ગાંધી 1928 – 7 નવેમ્બર, 2016 વૈજ્ઞાનિક હતા. તેઓ રામદાસ ગાંધીના પુત્ર અને મહાત્મા ગાંધીના પૌત્ર હતા. કનુ ગાંધી વૈજ્ઞાનિક હતા અને તેમણે વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાતી મૅસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી સિવિલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. 1963માં સિવિલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. બાદમાં તેમણે વિમાનની ડિઝાઇન પર નાસા અને સંયુક્ત રાજ્ય અમેરિકાના રક્ષા વિભાગ માટે કામ કર્યું હતું.
તેમની પત્ની શિવલક્ષ્મી બોસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને સંશોધક હતા. તેમને કોઈ સંતાન નહોતું. 2014માં તેઓ ભારત પરત ફર્યા હતા.
નાસામાં પણ કામ કર્યું હતું અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સમાં ઍરક્રાફ્ટ ડિઝાઇનનું પણ કામ કર્યું હતું. તેમનાં પત્ની શિવાલક્ષ્મી ગાંધી પણ બૉસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને સંશોધક હતાં.
કનુ ગાંધીને લોકો દાંડીકૂચમાં મહાત્મા ગાંધીની લાકડીને પકડીને ચાલતાં એક બાળક તરીકે પણ યાદ કરે છે. ડિસેમ્બર 1937માં મહાત્મા ગાંધી મુંબઈમાં હતા. એ વખતે તેમના પરિવારના કેટલાક સભ્યો પણ ત્યાં હતા. જૂહુના દરિયાકાંઠે ચાલવા નીકળેલા ગાંધીજીની લાકડી એક બાળક ખેંચી રહ્યો છે. એ બાળક એટલે ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસના પુત્ર કનુ ગાંધી. 15 વર્ષની વયે કનુભાઈએ સવિનય કાનૂનભંગ બદલ જેલવાસ ભોગવવો પડયો હતો. ગાંધીજી સાથે રહેતા હોવાથી આશ્રમમાં કનુભાઈનું નામ ગાંધીજીની ટેકણલાકડી પડી ગયું હતું. કોઈ વળી તેમને બાપુના હનુમાન પણ કહેતા હતા.
બાપુ અને કસ્તુરબાના ખોળે ઉછરેલા હતા.
આ દંપતીને કોઈ સંતાન નહોતું અને વર્ષ 2014માં તેઓ ભારત આવી ગયાં હતાં. પરિમલ દેસાઈ બંનેની સારસંભાળ રાખતા હતા.
7 નવેમ્બર, 2016ના રોજ કનુ ગાંધીનું સુરતમાં 86 વર્ષે રાક્ષે 8.15 કલાકે અવસાન થયું હતું.
લાંબી સારવાર બાદ સુરતની હોસ્પિટલમાં 24 ઓક્ટોબરે હાર્ટએટેક આવ્યો હતો.
ચાર મહિનાથી કનુભાઈ પોતાનાં પત્ની શિવાલક્ષ્મી સાથે સુરતના રાધાકૃષ્ણ મંદિરના સંત નિવાસમાં રહેતા હતા. તેમના પત્નીએ તેમને મુખાગ્નિ આપ્યો હતો. કનુભાઇના અસ્થિનું નાસિક અને ચાણોદમાં વિસર્જન થયું હતું.
પત્નીને કનુભાઇની મરણપથારીએ જોઇ શકાશે નહીં એટલે હું નહીં આવું. પતિના ચહેરાના અંતિમ દર્શન માટે ના કહી દીધી હતી. તેમણે કાયમી યાદ માટે જીવંત ચહેરો જ યાદ રહે એવી ભાવનાથી અંતિમ દર્શન કર્યાં નહીં.
બપોરે 12 વાગ્યે પીએન અરોરા હોસ્પિટલથી ઉમરા સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર થયા હતા.
કનુભાઇએ તેમનાં છેલ્લા શ્વાસ સાબરમતી આશ્રમમાં લેવાની ઇચ્છા અગાઉ વ્યક્ત કરી હતી, પરંતુ તે શક્ય બન્યું નહીં.
અમેરિકાથી પાછા આવ્યા બાદ તેઓ મુંબઈ અને દિલ્હીના વૃદ્ધાશ્રમોમાં રહ્યા. છેલ્લા ઘણા મહિનાથી તેઓ સુરતમાં રહેતા હતા. કનુભાઈ મહાત્મા ગાંધીના ત્રીજા પુત્ર રામદાસના પુત્ર હતા.
અમેરિકાથી સાબરમતી આવ્યા અને ત્યાર બાદથી વૃદ્ધાશ્રમોમાં રહેતા હતા. પત્નીએ અને કનુભાઇએ દિલ્લીના વૃદ્ધાશ્રમમાં પણ પોતાના જીવનની બીજી અને અંતિમ ઇનિંગ જીવી હતી.
2020માં શિવાલક્ષ્મી ગાંધીનું અવસાન ગયું હતું.
કુટુંબ
રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધી – બાપુ અને કસ્તુરબાને ચાર પુત્રો હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. તેને કોઈ દીકરી નહોતી. દલિત દીકરી દત્તક લીધી હતી.
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલના લગ્ન ગુલાબબેન સાથે થયા હતા, તેમને 5 બાળકો હતા, જેમાં બે પુત્રીઓ, રાણી અને મનુ અને ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ હતા. રસિકલાલ અને શાંતિલાલનું નાની વયે અવસાન થયું. હરિલાલને 4 પૌત્રો છે. અનુશ્રેયા, પ્રબોધ, નીલમ અને નવમાલિકા.
મણિલાલ ગાંધી
ગાંધીજીના બીજા પુત્ર સુશીલાબેન સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સીતા, ઇલા અને અરુણ.
રામદાસ ગાંધી
ત્રીજો પુત્ર રામદાસ નિર્મલા સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી.
દેવદાસ ગાંધી
સૌથી નાનો પુત્ર દેવદાસ ગાંધી સી. રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. બંનેને 4 બાળકો રાજમોહન, ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર અને તારા છે.
2026 સુધીમાં ગાંધીજીને 4 પુત્રો અને 13 પૌત્રો છે. તેમના પૌત્રો અને તેમના 154 વંશજો 6 દેશોમાં રહે છે. જેમાં 12 ડોક્ટર, 12 પ્રોફેસરો, 5 એન્જિનિયર, 4 વકીલ, 3 પત્રકાર, 2 IAS, 1 વૈજ્ઞાનિક, 1 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 5 ખાનગી કંપનીઓમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. જેમાંથી 4એ પીએચડીની ડિગ્રી મેળવી છે.
પૌત્ર-પૌત્રીઓએ વિદેશોમાં ખ્યાતિ મેળવી છે
મણિલાલ ગાંધીની પુત્રી ઇલા ગાંધી સાઉથ આફ્રિકામાં સાંસદ રહી ચૂક્યા છે. હરિલાલના પુત્ર શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન તરીકે કામ કર્યું છે. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી નિવૃત્ત IAS અધિકારી છે.

English




