હજીરા એલએનજી ટર્મિનલ સામે વિરોધ

Protest against Hazira LNG terminal हजीरा एलएनजी टर्मिनल के खिलाफ विरोध

શેલ એનર્જી ઈન્ડિયા પ્રા. લિ.ની (Shell Energy India Private Limited) દ્વારા હજીરા (સુરત) ખાતે તેમના પ્રસ્તાવિત મેગા એક્સપાન્શન પ્રોજેક્ટ માટે 4 ફેબ્રુઆરી 2025ના રોજ પર્યાવરણીય લોક સુનાવણી થઈ હતી. કાંઠા વિસ્તારના સ્થાનિક તેમજ આજુબાજુના ગામોના લોકોની આરોગ્ય, રોજગારી અને પર્યાવરણની જાળવણી માટે વાંધા-વિરોધ અને માંગ કરવામાં આવી હતી.

હજીરા વિસ્તારમાં કંપનીઓ આવવાના કારણે હજીરા તેમજ આજબાજુના ગામોમાં પ્રદૂષણ વધી ગયું છે જેના કારણે લોકોના આરોગ્યને વધતાં ઓછા અંશે નુકશાન થયેલ છે. જે બાબતને ધ્યાને લઈ સીએસઆર પ્રવુતિની હેઠળ એક હોસ્પિટલ હજીરા વિસ્તારમાં બનાવવા માંગ છે.

આર્થિક રીતે પછાત એવા હજીરા વિસ્તારના પગડિયા માછીમારો દરિયામાં માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પ્રદૂષણના કારણે દરિયામાં માછલીની માત્રા નહિવત થઈ ગઈ છે અને તેમની આજીવિકાને નુકશાન થયેલ છે. જે માટે આ પગાડીયા માછીમારોને રોજગારી આપવામાં આવે આવી અમારી માંગ છે.

હજીરા વિસ્તારમાં ઓદ્યોગિક કંપનીઓ આવવાથી દરિયા કિનારે આવેલ ચેરના જંગલને ખૂબ મોટા પાયે નુકશાન થયેલ છે અને મેનગૃવસનું પ્રમાણ દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો કંપની દ્વારા આજદિન સુધીમાં કેટલા પ્રમાણમાં મેનગૃવસનું રોપાણ કરવામાં આવેલ છે તેની માહિતી આપશો. તેમજ કંપની દ્વારા હજીરા દરિયા કિનારે મેનગૃવસ પ્લાન્ટેસન કરવામાં આવે એવી અમારી માંગ છે.

ઓછું વૃક્ષારોપાણ કરવામાં આવેલ છે. કાયદા મુજબ કંપની દ્વારા 33 ટકા જેટલા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવું ફરજિયાત છે. જે કંપની દ્વારા કરવામાં આવેલ નથી. જે કરાવવામાં આવે અને ત્યારબાદ જ પર્યાવરણીય સંમતિ પત્રક આપવામાં આવે.

સ્થાનિક લોકોને કોન્ટ્રાક્ટ પર નોકરીમાં લેવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટમાંથી તેમને ધીરેધીરે બહાર કાઢી મૂકવાની આવે છે. સ્થાનિક લોકોને કામ મેળવવું મુશ્કેલ થયેલ છે. સ્થાનિક ગામના લોકોને નોકરીમાંથી દૂર કરવાની કંપનીની નીતિ સદંતર ખોટી છે. આ નીતિ બદલવામાં આવે એવી માંગ છે.

કોન્ટ્રાક્ટ મોટા ભાગે બહારના વ્યક્તિઓને આપવામાં આવે છે જેના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. સ્થાનિક કોન્ટ્રાકટરો કંપનીમાં કામ આપો.

હજીરા વિસ્તારમાં કંપનીઓ આવવાથી અમારા વિસ્તારનું જંગલ ઓછું થઈ ગયેલ છે.

ઈઆઈએ રીપોર્ટમાં કંપનીના વિસ્તૃતિકરણને કારણે સ્થાનિક પર્યાવરણ, માછીમારો, સ્થાનિક લોકોને થયેલ નુકશાન વિષે કોઈ ઉલ્લેખ નથી. નુકશાનની કોઈ ભરપાઈ અંગેની કોઈ પણ માહિતી આપેલ નથી. આ બાબતની ચકાસણી પર્યાવરણ મંત્રાલય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરાવવામાં આવે અને ત્યારબાદ જ પર્યાવરણીય સંમતિ પત્રક આપવા આવે.

હજીરા વિસ્તારમાં ઓદ્યોગિકરણને કારણે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે અને સાથે પોર્ટ પરથી કોલસાના યોગ્ય રીતે હેરફેર થવાના કારણે કોલસાના રજકણો રસ્તા પર તેમજ લોકોના ઘરો પર જોવા મળે છે. વાહનો પર યોગ્ય આવરણ લગવામાં આવતું નથી. હવા પ્રદૂષણ વધી રહ્યું છે. આ બાબતનું નિરાકરણ કરવામાં આવે આવી અમારી માંગ છે.
સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણની જાળવણી માટે અમારા દ્વારા કરાયેલ માંગને વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા ધ્યાને લેવામાં એવી અમારી માંગ છે. એમ દર્શનકુમાર એ.નાયક દ્વારા માંગણી કરવામાં આવી હતી.

કેવું છે પ્રદૂષણ
શેલ એનર્જી ઈન્ડિયા પ્રા. લિ. રૂ.21600 કરોડના ક્લિયરન્સ પ્રોજેક્ટ માટે હતી. જેમાં હજીરા એલએનજી (LNG) ટર્મિનલની ક્ષમતા વાર્ષિક 6.28 મિલિયન ટન (MMTPA) થી વધારીને 26.2 MMTPA કરવાની યોજના હતી.

બાદમાં સપ્ટેમ્બર 2025માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય (MoEFCC)ની સમિતિ દ્વારા તેને પર્યાવરણીય મંજૂરી (EC) આપી દેવામાં આવી છે.

શેલ એનર્જીનો આ વિસ્તાર આરક્ષિત વન જમીન અને દરિયાઈ પટ્ટી પર આવેલા મેન્ગ્રોવ્સ (ચેરોના જંગલો) ની નજીક છે. અગાઉ 2021માં ફોરેસ્ટ ક્લિયરન્સ ન મળવાને કારણે આ પ્રોજેક્ટ અટવાયો હતો. લોકોએ આ સંવેદનશીલ પર્યાવરણને બચાવવા માંગ કરી હતી.

હજીરા અતિશય ઔદ્યોગિક પ્રદૂષણ ધરાવતો વિસ્તાર હોવાથી નવો મોટો પ્રોજેક્ટ સ્થાનિક હવા અને પાણીની ગુણવત્તા વધુ બગાડશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી.

પ્રોજેક્ટ અંતર્ગત મોટા જહાજો આવી શકે તે માટે દરિયાના પેટાળમાંથી 28 લાખ ઘન મીટર માટી કે રેતી ખોદવાની યોજના છે. આ પ્રક્રિયાથી દરિયાનું પાણી ડહોળાય છે, જેના કારણે સ્થાનિક માછીમારોની આજીવિકા અને દરિયાઈ જીવસૃષ્ટિ (માછલીઓ વગેરે) ને મોટું નુકસાન થાય છે.

ભરતી-ઓટના પાણીના વહાણમાં કોઈ અડચણ આવે, તો ટૂંકા સમયમાં મેન્ગ્રોવ્સ સુકાઈ જવાનું જોખમ રહે છે.

ટર્મિનલ પર મોટા મોટા એલએનજી કેરિયર્સ (જહાજો)ની અવરજવર વધવાથી જહાજોના ઓઇલ કે કેમિકલ લીકેજ અને કચરો દરિયામાં ભળવાનું જોખમ સતત તોળાતું રહે છે.

એલએનજી (LNG) ને ડિઝલ કે કોલસા કરતા સ્વચ્છ બળતણ ગણવામાં આવે છે, પરંતુ તેને રીગેસિફિકેશન (ગેસમાં રૂપાંતર) કરવાની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં ઉર્જા વપરાય છે, જે વૈશ્વિક ગરમી (Global Warming) માં વધારો કરે છે.

લોક સુનાવણી અને પર્યાવરણીય સમિતિની ભલામણો બાદ જ સરકારે મંજૂરી આપી છે. જેમાં કંપનીને કડક સૂચના અપાઈ છે કે તે દરિયાઈ પ્રદૂષણ અટકાવે, સખત કચરાના નિકાલની વ્યવસ્થા ઊભી કરે અને સીએસઆર (CSR) હેઠળ હજીરા ગામમાં પર્યાવરણીય સુધારણાના કાર્યો કરે.

ચેરના વૃક્ષો
પ્રોજેક્ટ સાઈટની નજીકના મેન્ગ્રોવ વિસ્તારમાં, ઉંચી અને નીચી ભરતી દરમિયાન દરિયાઈ પાણીની હિલચાલને મંજૂરી આપવા માટે ‘ટ્રેન્ચિંગ ટેકનિક’ અપનાવવામાં આવશે, જેથી મેન્ગ્રોવ પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય. આ ઉપરાંત હજીરા વિસ્તારમાં મેન્ગ્રોવના છોડની સંખ્યા વધારવા માટે યોગ્ય સ્થળોએ મેન્ગ્રોવ પ્લાન્ટેશનનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે. આ સંબંધમાં દર છ મહિને આ મંત્રાલયને પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવામાં આવશે.
હજીરામાં નીચેના સ્થળોએ મેન્ગ્રોવ્સ જૂનાગામ સ્મશાન, જૂનાગામ સી સાઇટ, રાજગરી સ્મશાન સ્થળ, રાજગરી ખાડા, રાજગરી ખાડા ન્યુ, રાજગરી સી સાઇટ, વસાવા સાઇટ-1, વસાવા સાઇટ-2, ટુંડા ડભારી, ટુંડા મોર સાઇટ-1, ટુંડા મોર સાઇટ-2, કરંજ.

રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ સ્થિત ‘કમ્પ્યુસેન્સ ઓટોમેશન’ કંપની દ્વારા મેન્ગ્રોવ પ્લાન્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવે છે. ડિસેમ્બર 2024 માં તૈયાર કરાયેલ અભ્યાસ અહેવાલ આ ECR સાથે જોડાયેલ છે.

પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તેમના 15મી જુલાઈ 2003ના પત્ર ક્રમાંક ENV10.2003-55-P1 માં નિર્ધારિત કરવામાં આવેલી તમામ શરતોનો અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટનો અમલ એવી રીતે કરવામાં આવશે કે જેથી મેન્ગ્રોવ્સ (ચેરના જંગલો) અથવા અન્ય સંવેદનશીલ દરિયાકાંઠાની પર્યાવરણીય પ્રણાલીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.

વધુમાં, પ્રોજેક્ટ સાઇટનો કોઈ પણ ભાગ CRZ I (i) વિસ્તારમાં આવવો જોઈએ નહીં. જો પ્રોજેક્ટની પ્રવૃત્તિઓને કારણે મેન્ગ્રોવ્સને નુકસાન થવાની સંભાવના જણાય, તો હાલમાં આપવામાં આવેલી મંજૂરી રદ ગણાશે અને પ્રોજેક્ટ પ્રસ્તાવકોએ મંત્રાલય પાસેથી નવી મંજૂરી મેળવવી પડશે.

શરતોનું પાલન કરવામાં આવ્યું છે.
24 મે 2004ના રોજ સુધારેલા રૂટ માટે MOEF (પર્યાવરણ અને વન મંત્રાલય) દ્વારા આપવામાં આવેલા મંજૂરી પત્રમાં ઉલ્લેખિત વિશિષ્ટ શરતોના પાલનની સ્થિતિ નીચે મુજબ છે.

15મી જુલાઈ 2003માં પત્ર રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક ઇકોલોજીકલી સંવેદનશીલ કોસ્ટલ ઝોન (CRZ નોટિફિકેશન હેઠળ નિયમન) ની અંદર કાર્યરત જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક અથવા દરિયાકાંઠાના પ્રોજેક્ટ્સ માટે ફરજિયાત કાયદાકીય પર્યાવરણીય પરિસ્થિતિઓ અને માર્ગદર્શિકાની રૂપરેખા આપે છે.

માળખાકીય CRZ-I(i) વિસ્તારો પર અતિક્રમણ કરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ, જે સૌથી વધુ પર્યાવરણીય રીતે સંવેદનશીલ ઝોન (જેમ કે આંતર ભરતી વિસ્તારો અને મેન્ગ્રોવ મૂળ) ને સમાવે છે. [1]

પાઈપલાઈન કોરિડોર પર 650 ચેર વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ છે. જેની બમણી સંખ્યામાં વળતરરૂપે નવાં વૃક્ષો વાવવાના હતા.
2004માં પાઈપલાઈનનો માર્ગ બદલવામાં આવી હતી.
વર્ષો દરમિયાન 1203 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવ્સ (ચેરનાં વૃક્ષો) ઉપરાંત, કુલ 9122 બાગાયતી કલમો અને 8685 અન્ય (જમીન પરના) રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
પાઈપલાઈન મેન્ગ્રોવ (ચેરના જંગલો) વિસ્તારો અને તાપી નદીના કાદવવાળા મેદાનો (મડફ્લેટ્સ) પાસેથી પસાર થતી હોવાથી, પ્રોજેક્ટના પ્રણેતાઓ મેન્ગ્રોવ્સને પૂરતું રક્ષણ કરવાનું હતું.

આ વિસ્તારમાં નિષ્ણાત સંસ્થાઓ અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) સાથે પરામર્શ કરીને મેન્ગ્રોવ (ચેરના વૃક્ષો)ના વાવેતરને પ્રોત્સાહન આપવાનું હતું. યોજના તૈયાર કરવાની હતી. ૩ મહિનાની અંદર આ મંત્રાલયને રજૂ કરવાની હતી. જેમાં અમદાવાદની ‘કમ્પ્યુસેન્સ ઓટોમેશન’ દ્વારા રિમોટ સેન્સિંગ તકનીકોનો ઉપયોગ કરીને મેન્ગ્રોવ વાવેતરનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2024માં હાથ ધરવામાં આવેલા અભ્યાસનો અહેવાલ આ ECR સાથે જોડવામાં આવ્યો છે.

ઉપગ્રહની શોધ
અમદાવાદની કોમ્પ્યુસેન્સ ઓટોમેશન દ્વારા “રિમોટ સેન્સિંગ તકનીકોનો ઉપયોગ કરીને મેન્ગ્રોવ પ્લાન્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ” શીર્ષકનો અભ્યાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. તે હજીરા કોસ્ટલ બેલ્ટમાં મોટા ઔદ્યોગિક કામગીરી માટે પર્યાવરણીય અનુપાલન અહેવાલો સાથે જોડાયેલ વૈધાનિક જરૂરિયાત તરીકે સેવા આપે છે.

કોમ્પ્યુસેન્સ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (GIS) અવકાશી વર્ગીકરણ સાથે જોડી ઉચ્ચ-રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરીને મેન્ગ્રોવની ઘનતા, કુલ કવર હદ અને આરોગ્યમાં થતા ફેરફારોને ટ્રૅક કરવાનો છે.

મોનિટર કરેલ સાઇટ્સ અને સ્થાનો
• જુનાગામ: જુનાગામ સ્મશાન અને જુનાગામ સી સાઈટ
• રાજગરી: રાજગરી સ્મશાન સાઈટ, રાજગરી ખાડા, રાજગરી ખાડા ન્યૂ, અને રાજગરી સી સાઈટ
• વસવા: વસવા સાઇટ-1 અને વસવા સાઇટ-2
• ટુંડા ડભારી અને ટુંડા મોર: ટુંડા ડભારી ટુંડા મોર સાઇટ-1, અને ટુંડા મોર સાઇટ-2
• કરંજ: કરંજ સાઇટ

કોર્પોરેટ ટર્મિનલ બફરનું નિરીક્ષણ કરવામાં આવતાં બહુ-વર્ષીય સંખ્યાઓ થોડી બદલાય છે હજીરામાં સંબંધિત બંદરોએ એક દાયકા લાંબી અવલોકન વિંડોમાં 13.8 હેક્ટરથી 68 હેક્ટર સુધી સતત વૃદ્ધિ દર્શાવી છે.

————–
ખંભાતનો અખાત
ખંભાતનો અખાત અરબી સમુદ્રના ઉત્તરીય ભાગમાં આવેલો છે. તેના મુખ આગળ તેની પહોળાઈ 80 કિમી છે, જે 140 કિમીના અંતર સુધીમાં સાંકડી થઈને 25 કિમી જેટલી રહી જાય છે.

અખાતની આસપાસના સમગ્ર કિનારાના વિસ્તારોમાં વિશાળ ભરતી-ઓટના મેદાનો (tidal flats) આવેલા છે, જેમાં અનેક ખાડીઓ (tidal creeks) પણ સમાવિષ્ટ છે.

અંબિકા, પૂર્ણા, કિમ, તાપી, નર્મદા, મહી, સાબરમતી અને ઢાઢર જેવી મુખ્ય નદીઓ આ અખાતમાં વહીને મળે છે. અખાતના ઉત્તરીય ભાગમાં ‘માલ બેંક’ (Mal Bank) નામનો એક નોંધપાત્ર રેતીનો ઢગ (sand shoal) આવેલો છે, જ્યારે અખાતનો મધ્ય ભાગ વધુ ઊંડો છે, જ્યાં ઊંડાઈ ૩૦ મીટર સુધી જોવા મળે છે.

અખાતના મોટાભાગના તળિયે રહેલી રેતી લગભગ સ્થિર જેવી સ્થિતિમાં હોય છે, પરંતુ ભરતી-ઓટ સાથે તે રેતીના ઢગ (sand bars) સ્વરૂપે ખસતી રહે છે. અખાતના પૂર્વીય કિનારે, હજીરા અને દહેજ વચ્ચે, તેલ, ગેસ અને રસાયણો માટેના ઘણા ટર્મિનલ આવેલા છે અને ત્યાં નવા એકમો સ્થાપવાનું પણ આયોજન છે.

બીજી તરફ, ભારતીય દરિયાકિનારા પર ખંભાતના અખાતમાં ભરતી-ઓટનું કદ (tidal amplitude) સૌથી વધુ જોવા મળે છે; અહીં ‘સ્પ્રિંગ ટાઈડ’ (પૂર્ણિમા કે અમાસની મોટી ભરતી) દરમિયાન ભરતીની ઊંચાઈ લગભગ 9 મીટર સુધી પહોંચે છે, જેના પરિણામે પાણીના પ્રવાહો ખૂબ જ શક્તિશાળી હોય છે.

ભરતી અને ઓટના પ્રવાહો અત્યંત પ્રબળ હોવાને કારણે, અહીંનું પાણી હંમેશા ડહોળું રહે છે, જેમાં તળિયે રહેલા અને પાણીમાં તરતા કાંપ કે અવસાદ (sediment) નું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

ખંભાતના અખાતમાં જોવા મળતા ‘રેતીના મોજાં’ (sand waves) અંગેના અભ્યાસો સૂચવે છે કે, આ રચનાઓ વિશાળ ભરતીના મોજાં સાથે સંકળાયેલી ઉચ્ચ-ઊર્જા ધરાવતી હાઇડ્રોડાયનેમિક પરિસ્થિતિઓમાં બને છે (વોરા અને અન્ય, ૧૯૮૦). આ રચનાઓના ઉપરના ભાગે (crests) ઝીણો કાંપ એકત્રિત થાય છે, જે મૂળભૂત રીતે નર્મદા અને તાપી નદીઓ દ્વારા લાવવામાં આવેલા મોટા કણો (coarse sediments) માંથી બનેલો હોય છે.

FSI (ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા) ૨૦૨૧ના તાજેતરના અહેવાલ મુજબ, ખંભાતના અખાતના કિનારે લગભગ ૧૩૪ ચોરસ કિમી વિસ્તારમાં મેન્ગ્રોવ (ચેરના જંગલો) આવેલા છે, જે ગુજરાતના કુલ મેન્ગ્રોવ વિસ્તાર (૧૧૭૫ ચોરસ કિમી) ના ૧૧.૪% જેટલા છે.

મેન્ગ્રોવના મુખ્ય વિસ્તારો ભરૂચ (૪૫.૩૮ ચોરસ કિમી) અને સુરત (૧૯.૩૨ ચોરસ કિમી) જિલ્લાઓમાં જોવા મળે છે, જે મુખ્યત્વે નદીઓના મુખપ્રદેશો અને ખાડી વિસ્તારોની આસપાસ આવેલા છે. ગુજરાત ઇકોલોજી કમિશન (૨૦૦૯) દ્વારા ખંભાતના અખાતના ૧૯ તાલુકાઓમાંથી મેન્ગ્રોવ (ચેર)ની કુલ ૧૨ પ્રજાતિઓ નોંધવામાં આવી છે. FSI ૨૦૨૧ના તાજેતરના અહેવાલ મુજબ, સુરત જિલ્લામાં ૧૯.૩૨ ચોરસ કિમી વિસ્તારમાં મેન્ગ્રોવ પથરાયેલા છે, જે વિવિધ નાના ટુકડાઓમાં વહેંચાયેલા છે. તેમાં હજીરા સહિત મધ્યમ ઘનતા ધરાવતા અને છૂટાછવાયા મેન્ગ્રોવનો સમાવેશ થાય છે. સુરતમાં આવેલા કુલ મેન્ગ્રોવ વિસ્તારનું પ્રમાણ ગુજરાતના કુલ મેન્ગ્રોવ વિસ્તારના ૧.૬ ટકા જેટલું છે.