Shamji Antala: Farmers transform Gujarat’s villages with water शामजी अंताला: किसानों ने गुजरात के गांवों को पानी से बदल दिया
અમદાવાદ, 31 ઑક્ટોબર 2026
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના શામજીભાઈ આંટાળા એક એવા ખેતમજૂર જે નિશાળનાં પગથિયાં ન ચડી શક્યા. પોતાની કોઠાસૂઝ, ધગશ અને મહેનતથી ગુજરાતમાં એક આગવી જળક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખ મેળવી. અનેક ગામડા અને લાખો લોકોનું જીવન બદલી નાખ્યું હતું.
શામજીભાઈ 2000થી 2004 દરમિયાન સંદેશ સમાચારપત્રમાં પ્રજાજીવનના પ્રવાહો શીર્ષક હેઠળ એક અઠવાડિક કોલમ લખતા હતા.
2001નું વર્ષ પણ દુષ્કાળનું વર્ષ હતું અને શામજીભાઈ લોકોને કહી રહ્યા હતા કે, પાણીનો પ્રશ્ન તેમના દ્વારા જ નજીવા ખર્ચે હળવો થઈ શકે તેમ છે.
જીવન
શામજીભાઈનો જન્મ ધોરાજી શહેરમાં 1937માં થયો હતો. નવ વર્ષના હતા ત્યારે જ તેમનાં માતા પિતા ગુજરી ગયાં. અનાથ થઈ ગયા હતા. નાનપણમાં ખેતીમાં મજૂરી કરતા અને જીવન ગુજારતા. વાડીમાં પાણી વાળતા વાળતા હાથ પરની સૂકી ચામડીમાં એકડા-કક્કો લખતા અને પછી દોડતાં દોડતાં માસ્તરને બતાવવા જતાં. આ રીતે તે જાતે જ વાંચતાં-લખતાં શીખ્યા હતા.
ગાંધીવાદી જેવું જીવન જીવતા. સાદા કપડાં પહેરતા અને હંમેશાં સાઇકલ પર ફરતા.
ગંભીર બીમારીમાં સપડાયા હતા. દીકરી અને શામજીભાઈ ખૂંટે બધો ખર્ચ તેઓ અને તેમના મિત્ર મંડળ ઉપાડ્યું. અંટાળા મિત્રોના પૈસે પણ ઇલાજ કરાવવા તૈયાર ન હતા.
મોટા દીકરા રાજેન્દ્રભાઈનું 2021માં અવસાન થયું અને ત્યાર બાદ 2022માં નાના દીકરા રોહિતભાઈનું પણ મોત થયું.
લાંબી માંદગી બાદ 26 એપ્રિલ 2023માં શામજીભાઈએ પણ અંતિમ શ્વાસ લીધા.
શામજીભાઈ જાદવભાઈ આંટાળા સૌરાષ્ટ્રના ‘પાઈડ-પાઈપર’, વરસાદ લાવનાર, ‘વન-મેન આર્મી’ અને મસીહા કહે છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભાદર નદીના કિનારે આવેલા ધોરાજી નામના નાનકડા નગરના રહેવાસી શામજીભાઈ માત્ર ખેતરોને હરિયાળા રાખવા માટે જ નહીં પરંતુ સ્થાનિક લોકોને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવીને ગયા.
જમીન ઉજ્જડ અને સૂકી હતી, અને જીવન ટકાવી રાખવા માટે કોઈ બારમાસી નદીઓ ન હતી; ખેડૂતો હંમેશા વરસાદ માટે પ્રાર્થના કરતા હતા.
કુટુંબ
શામજીભાઈનાં દીકરી પ્રોફેસર નયના અંટાળા છે. શામજીભાઈનાં પત્ની વનિતાબહેન ધોરાજીમાં રહે છે. આ દંપતીને ચાર દીકરીઓ અને બે દીકરા હતાં. શામજીભાઈ ધોરાજી છોડીને રાજકોટ રહેતાં હતા. પરિવાર ધોરાજી જ રહેતો. રજાના દિવસે પરિવારને મળવા શામજીભાઈ ધોરાજી આવતા-જતા રહેતા. ઘરમાં આર્થિક સંકડામણ કાયમ રહેતી.
પરિવાર લગભગ કાયમ આર્થિક સંકડામણમાં જીવ્યો. દીકરાઓ વેપાર-ધંધામાં નિષ્ફળ રહેતાં શ્યામજીભાઈને તેનું દુ:ખ રહેતું.
પત્રકાર
ઊંચો બાંધો અને સારું બોલી શકવાની આવડતને કારણે તેમનું વ્યક્તિત્વ આકર્ષક હતું.
ખેતમજૂરી છોડીને પત્રકાર બન્યા. શામજીભાઈ શરૂઆતના દિવસોમાં અખબારોના ખબરપત્રી તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તે કર્મભૂમિ નામના અખબારના તંત્રી બન્યા હતા. ખેતીવાડીમાં પાણીનું કેટલું મહત્વ છે તે નાનપણમાં જ અનુભવ્યું હતું.
શરૂઆતના દિવસોથી રાજકીય રીતે સક્રિય હતા. તેઓ ધોરાજી નજીકના ગોંડલ તાલુકાના કોલીથડ ગામના વતની અને કોંગ્રેસના ખેડૂત નેતા વલ્લભભાઈ પોપટભાઈ પટેલના સંપર્કમાં હતા. 1978માં લોકમાન્ય દૈનિકની સ્થાપના થઈ અને શામજીભાઈને તેના સ્થાપક તંત્રી નીમવામાં આવ્યા.
લોકમાન્ય વર્તમાનપત્ર કેટલાક કારણોને લીધે બહુ ટકી શક્યું નહીં. તેથી, શામજીભાઈને અન્ય નોકરી શોધવાની ફરજ પડી. છેવટે તેમને ફૂલછાબમાં સર્ક્યુલેશન મેનેજર તરીકે નોકરી મળી ગઈ.
સર્ક્યુલેશન મેનેજર થયા એટલે તેમણે સૌરાષ્ટ્રના ગામો અને શહેરોનો પ્રવાસ કરવાનું ચાલુ કરી દીધું. તે સમયમાં ફૂલછાબના ડિસ્ટ્રિબ્યુશન એજન્ટ હોય તે સામાન્ય રીતે ખબરપત્રી હોય. તેથી, શામજીભાઈને બધી માહિતી મળતી રહેતી હતી.
ફૂલછાબમાંથી 1997માં સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લીધા બાદ શામજીભાઈ ધોરાજી પરત ફર્યા હતા.
દુષ્કાળ
જળ સંચયના કામ માટે તેઓ ગમે ત્યારે ઘરેથી નીકળી જતા. 1985 બાદ 1986માં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ પડ્યો. 1987માં પણ વરસાદ ન પડતા સળંગ ત્રીજું વર્ષ દુષ્કાળનું થયું. શામજીભાઈએ કંઈક કરવાનો નિર્ધાર કર્યો. પાણીની આ કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ શોધવો જોઈએ.
વરસાદના પાણીને રોક્યા સિવાય ઉપાય નથી.
કૂવા અને ડંકી રિચાર્જ કરવાની પદ્ધતિ વિકસાવી અને ત્યાર બાદ ચેકડેમ અને ખેત તલાવડીના કૉન્સેપ્ટ આપ્યા. 1987ના કારમા દુષ્કાળ પછી એમણે લોકોને જળસંચયની પ્રવૃત્તિ તરફ વાળવા ભગીરથ પ્રયાસ કર્યો છે. 1997માં જળસંચય યાત્રાનું આયોજન કરી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની લોકજાગૃતિનું નોંધનીય કાર્ય કર્યું છે.
કોઈની આર્થિક સહાય વગર જળસંચય પ્રવૃત્તિ ચાલુ રાખી. 19 વર્ષથી લાગલગાટ તેઓ જળસંચયની પ્રવૃત્તિઓ કરી હતી.
નદીઓ પ્રમાણમાં નાની હોવાથી સિંચાઈના પાણી માટે બહુ મોટા ડૅમો બની શક્યા નથી.
1987 પછી શ્યામજીભાઈ ગામડે ગામડે જવા લાગ્યા.
ખેતરના શેઢે જ્યાં વરસાદનું પાણી એકઠું થતું હોય કે કાંસમાં વહેતું હોય ત્યાંથી કૂવા કે બોર સુધી સિમેન્ટના પાઇપ નાખી તે પાણીને સીધું કૂવા અને બોરમાં ઉતારી કુવા અને બોરને કૃત્રિમ રીતે પાણી ભરવાની રીત બધાને શીખવી હતી.
નવી રીત
ચાર્ટ અને આકૃતિ દ્વારા પાણીને જમીનમાં ઉતારવાનું સમજાવ્યું કે તે કેવી રીતે કરી શકાય અને આ કંઈ નવું નથી. આ જૂના સમયમાં પણ કરવામાં આવતું હતું, પરંતુ કદાચ લોકો તેને ભૂલી ગયા હતા.
1997માં શામજીભાઈએ ગામડાઓમાં ‘જલ સંચય યાત્રા’ કાઢી અને ‘સમૂહ લગન’માં હાજરી આપવાનું શરૂ કર્યું. ત્યાં તેમણે નાની-નાની બેઠક કરી અને લોકોને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું.
ગ્રામજનોએ પરિણામો જોયા, ત્યારે તેઓ અટક્યા નહીં. લોકોએ ફાળો આપવાનું શરૂ કર્યું.
નદીના પાણીને અનેક કૂવામાં વાળ્યા, જેથી ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવે.
પાણી વ્યવસ્થાપનમાં નિષ્ણાત ન હતા.
સિમેન્ટ અને 9-ઇંચના વ્યાસની પાઈપોથી એમણે ક્રાંતિ કરી. દસ વર્ષ બાદ કુવાઓ રિચાર્જ કરવાના કાર્યક્રમથી વિસ્તારનો ચહેરો બદલાઈ ગયો. સરકાર કે કુદરતની મદદની રાહ જોવી હંમેશા ફાયદાકારક નથી હોતી. આ વિસ્તારમાં 7,00,000 ખુલ્લા કુવાઓમાંથી, ખેડૂતોને અડધા કૂવા રિચાર્જ કરવામાં મદદ કરી છે.
વધુ પાક, વધુ કમાણી, આર્થિક સ્થિતિમાં સુધારો, સામાજિક સ્થિતિમાં સુધારો,
ધાર્મિક આગેવાનોનો સહકાર મળ્યો.
શ્રમદાન કરી કુવા-બોર રિચાર્જ કરવાની પાઇપલાઇનો નાંખવા લાગ્યા. ખેડૂતોને ફાયદો થવા લાગ્યો. પાણીનો પ્રશ્ન જાતે જ ઉકેલવાની લોકોમાં ધગશ આવી.
પછી તેમણે વરસાદના પાણીને રોકવા ચેકડેમ, બોરીબંધ અને ખેતતલાવડીઓ બાંધવાની કામગીરી ઉપાડી.
એક-દોઢ દાયકામાં શ્યામજીભાઈ ખૂબ જાણીતું નામ થઈ ગયું અને તે શામજીભાઈ પાણીવાળા તરીકે ઓળખાવા લાગ્યા.
લોકમંચ
એક ખેડૂતને કૂવામાં વરસાદી પાણી ઠાલવતા જોયો. એ ખેડૂતનો વિચાર નવી ક્રાંતિનું કારણ બની. નક્કી કર્યું કે મારે આ દિશામાં કંઈક કરવું જોઈએ. રેઈન વોટર હાર્વેસ્ટિંગ પર કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. 1989 માં, તેમણે તેમના નજીકના મિત્ર અને સાથીદાર નટવર સિંહ ચૌહાણ સાથે મળીને ‘સૌરાષ્ટ્ર લોક મંચ’ નામની બિન-સરકારી સંસ્થાની રચના કરી. તેનું મુખ્ય ધ્યાન જળ સંરક્ષણ પર હતું, તેથી આ પ્રોજેક્ટને ‘રાષ્ટ્રીય જળ સંરક્ષણ અભિયાન’ નામ આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર લોક મંચ નામના એક જૂથની સ્થાપના કરી અને તેના માધ્યમથી જળ સંચયના કાર્યક્રમો ચલાવ્યા. 2000ના દાયકા બાદ શામજીભાઈનું કામ ઓછું થયું અને સૌરાષ્ટ્ર લોક મંચ પણ વિખેરાઈ ગયું.
કેશુભાઈ પટેલ
અગ્રણીઓએ પણ શામજીભાઈ જેવું કામ ઉપાડ્યું. 1995માં કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા પછી શામજીભાઈએ શરૂ કરેલી જળસંચયની કામગીરીને સરકારી યોજનાઓમાં સમાવી લીધી. રાજ્ય સરકાર, હીરાના વેપારી મથુર સવાણી, દિલીપ સખિયા, સવજી ધોળકિયા, જૂનાગઢના જામકા ગામના પ્રગતિશીલ ખેડૂત મનસુખ સુવાગીયા વગેરે લોકોએ આગળ ધપાવ્યું.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા વગેરે રાજ્યોની સરકારોએ તેમને ત્યાં જળસંચયની કામગીરી માટે સલાહકાર તરીકે બોલાવ્યા.
સંખ્યાબંધ માનપત્રો અને ઍવૉર્ડ મળ્યાં હતાં. કેન્દ્ર સરકારના જળ સંપદા મંત્રાલય દ્વારા 2011માં ભૂગર્ભજળ સંચય એવોર્ડ અપાયો હતો.
2000ની સાલમાં મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહ ખુદ હેલીકૉપ્ટર લઈને તેને જોવા માટે ધોરાજી આવ્યા હતા. પદ્મશ્રી પુરસ્કાર નથી અપાયો.
એવોર્ડ સમારંભને સંબોધતા શામજીભાઈએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સાત લાખ કૂવા છે અને તેમાંથી ચાર લાખને રિચાર્જ કરવાનું કામ થયું છે.
સફળતાનો દર લગભગ 100 ટકા હતો.
કુવા રિચાર્જિંગ પ્રોજેક્ટ હવે પડોશી મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને ઓડિશામાં શરૂ થયો હતો. શામજીભાઈના કાર્યનો અભ્યાસ ભારત અને વિદેશના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો છે. ભલે તેઓ પોતાને આ ક્ષેત્રના નિષ્ણાત માનતા ન હતા. તેમણે ભારતભરમાં અનેક સેમિનાર અને વર્કશોપમાં પોતાનું સંશોધન રજૂ કર્યું છે.
1997માં દેશમાં જળ સંચય યાત્રા જેવી રાષ્ટ્રીય રેલી કરવા માંગતા હતા.
શામજીની આ ક્રાંતિ
સપાટીના વહેણને એકત્રિત કરીને સંગ્રહ ટાંકીઓ, રેતી, કાંકરી અને પથ્થરના ફિલ્ટર્સથી લાઈન સીધા કૂવામાં કે બોરવેલના નાંખવાની પદ્ધતિ લોકપ્રિય બની છે. સીધા કુવા રિચાર્જ માળખામાં 20 ઇંચ વરસાદ અને એક મોસમમાં ચાર વખત ભરાવામાં આવે તો અંદાજે 3 લાખ લિટર એટલે કે, 300 ઘન મીટર પાણી કૂવામાં ઉતરે છે. દરેક ચેક ડેમ 8થી 10 કૂવાઓમાં પાણી ભરે છે.
પુનઃભરિત થયેલો એક કૂવો 8 એકર જમીનને સિંચાઈ કરવા માટે પૂરતું પાણી પૂરું પાડે છે. એવો અંદાજ છે કે અત્યાર સુધી થયેલા કામો દ્વારા 2 લાખ 70 હજાર 190 કૂવાઓને – સીધી રીતે અથવા ભૂગર્ભ જળસ્તર પુનઃ ભરણ દ્વારા – ફરીથી સક્રિય (રિચાર્જ) કરવાની ક્ષમતા ઊભી થઈ છે. જે કુલ કુવાના 40 ટકા ક્ષમતા છે. જેનાથી 24.3 લાખ એકર જમીન માટે સિંચાઇ ક્ષમતા ઊભી થઈ છે. જો 8થી 10 ઈંચ વરસાદ પડે તો પુરતું પાણી થઈ પડે છે.
કાપડની ફેક્ટરી
ભાદર નદીના ઉપરના ભાગમાં આવેલા જેતપુરના ટેક્સટાઈલ ડાઇંગ અને પ્રિંટિંગ એકમો સામે તેણે અવાજ ઉઠાવ્યો ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો, જે નદીને પ્રદૂષિત કરી રહી હતી. ભાદર – એટલી પ્રદૂષિત થઈ ગઈ હતી કે તેનું પાણી ન તો પીવાલાયક હતું કે ન તો સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હતું.
1997 માં, લાંબા સંઘર્ષ પછી, ગુજરાત હાઇકોર્ટે લગભગ 200 ઔદ્યોગિક એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો જ્યાં સુધી તેઓ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરે નહીં.
રાજ સમઢીયાળા
રાજકોટના રાજકોટ તાલુકામાં ગામ રાજ સમઢીયાળામાં ચેકડેમ દ્વારા રિચાર્જિંગ 1978 માં શરૂ થયું હતું.
1998ના એક જ વર્ષમાં ભાવનગર જિલ્લાના ખોપડા ગામમાં 200 ચેક ડેમ અને 20 પરકોલેશન ટેન્ક બનાવ્યા હતા.
1980ના દાયકામાં ભાવનગર જિલ્લાએ 10માંથી 9 વર્ષ સુધી દુષ્કાળનો સામનો કર્યો હતો.
દુધાળા ગામ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં 42 કિ મી લંબાઈના તમામ ગાડામાર્ગોને નહેરોમાં ફેરવી દેવામાં આવ્યા અને સરેરાશ 500 મીટરના અંતરે 104 ચેકડેમ બનાવવામાં આવ્યા.
સરદાર પટેલ જળસંચય અભિયાન ટ્રસ્ટે વીઘે રૂપિયા અને શ્રમદાન એકઠા કર્યા. ટ્રસ્ટ દ્વારા ચેકડેમના નિર્માણ માટે સિમેન્ટ પૂરો પાડવામાં આવતો રહ્યો છે. ગારિયાધાર, સિહોર અને પાલીતાણા તાલુકાના 222 ગામોમાં વિસ્તરેલી છે,
આગા ખાન
આગાખાન ટ્રસ્ટ AKRSP જૂનાગઢ જિલ્લાના માંગરોળ-માળિયા તાલુકામાં 427 ગામોને આવરી લે છે.

English



