ગુજરાતના નાના, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગગૃહો કુદરતી ગેસનો વધુ ઉપયોગ કરે તે હેતુથી ગેસનો વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને પ્રતિ એસસીએમડી રૂ. ૨.૫૦ની રાહત આપવાનું જાહેર કરાયું છે. રાજ્યમાં પ્રદૂષણમુક્ત રીતે ઔદ્યોગિક ગૃહો ઉત્પાદન કરે તે માટે નેચરલ ગૅસ વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને ગેસના ભાવમાં રાહત આપવામાં આવી છે. જે અન્ય વિકલ્પો ફરનેશ, કોલસો, વીજળી, ડીઝલ બધામાં નેચરલ ગૅસ પ્રમાણમાં વધારે સસ્તું – સ્વચ્છ – સુરક્ષિત – અવિરત મળનારું ઈંધણ છે.
ભારતમાં હાલ ૮,૯૧૦ ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વપરાશ કરે છે, જેમા ૫૦ ટકા કરતાં વધુ એટલે કે ૪,૯૦૩ ઉદ્યોગોગૃહો ગુજરાતમાં છે. ગૅસ દરોમાં રાહત આપી તેમની ઉત્પાદન કિંમત ઘટાડી વધુ સસ્તા ભાવે જીવન જરૂરીયાતની વસ્તુઓ આપવા માટે આ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.
સ્વચ્છ-સ્વસ્થ- પ્રદુષણમુક્ત ગુજરાતની સંકલ્પબદ્ધતા સાથે રાજ્યમાં CNG વાહનચાલકોની સાથે-સાથે વધુને વધુ ઉદ્યોગો પણ નેચરલ ગૅસ આધારિત સ્થાપાય તે માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે. ગયા સપ્તાહમાં જ ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત આગામી બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૩૦૦થી વધુ CNG સ્ટેશનો સ્થાપવા માટે જાહેરાત કરવામાં આવી છે. હવે નેચરલ ગેસ વપરાશકર્તા ઉદ્યોગગૃહોને પ્રોત્સાહન આપવા ઇન્ડસ્ટ્રિયલ ગેસના ભાવમાં ઘટાડાનો આ ઉપયુક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.
કારખાના
ગુજરાતના 4 હજાર ઉદ્યોગોમાંથી 1 હજાર ઉદ્યોગો મોરબીમાં ગેસ વાપરે છે. આમ સમગ્ર ગુજરાતમાં ગેસ વાપરનાર મોરબી આગળ છે. મોરબીથી વાંકાનેર સુધી તેમજ અન્ય સિરામિક ઝોન સહિત 900થી 1200 જેટલી ફેક્ટરીઓ છે. જ્યારે 30 લાખ ક્યુબિક મીટર કુદરતી ગેસ રોજનો વાપરે છે. નેચરલ ગેસના ભાવોમાં સતત વધારો થવાથી મોંઘો પડે છે, કોલગેસ સસ્તો પડતો હોવાથી તે વાપરે છે.
ગ્રીન ઈંઘણ
પ્રદૂષણ ન કરે તેને ગ્રીન ફ્યુલ કહે છે. ગ્રીન ફયુલ તરફ મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ આગળ વધે તેના માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ સાથે મળીને કોલગેસના બદલે નેચરલ ગેસના ઉપયોગનો નિર્ણય 30 ઓક્ટોબર 2013માં લેવાયો હતો. વડી અદાલતના નિર્ણય બાદ આ નિર્ણય લેવાયો હતો. કોલગેસનો ઉપયોગ બંધ કરીને તમામ 450 યુનિટોએ નેચરલ ગેસનો ઉપયોગ કરવા પર સંમંતિ દર્શાવી હતી. જેનાથી 15 ટકા ભાવ વધી ગયા હતા.
વડી અદાલતે પણ આવો જ આદેશ આપ્યો હતો
કોલસા આધારિત ગેસીફાયરથી કારખાના ચાલતા હોવાને કારણે આસપાસના વિસ્તારમાં કોલસાની રજકણોથી પ્રદૂષણ ફેલાતું હોવાના મામલે હાઇકોટર્માં જાહેરહિતની રિટ થઇ હતી. કોલગેસ પ્લાન્ટ મુદ્દે વડી અદાલતે ગેરકાયદેસર રીતે ચાલતા બી ટાઈપ ગેસીફાયર બંધ કરાવવા ગુજરાત પોલ્યુશન બોર્ડને આદેશ કર્યો હતો. ગેસીફાયર પર પ્રતિબંધ મુકી દીધો હતો. વડી અદાલતે બંધ કરાવી અને જીપીસીબીએ 24 જુન 2014માં ફરીથી આ ફેક્ટરીઓ ચાલુ કરાવવા માટે નિર્ણય લીધો હતો. કોલસા આધારીત ગેસીફાયર ચલાવતા એકમોએ પણ ઝીરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી અપનાવવાની રહેશે. જે બાદ તેઓ એકમો ચાલુ કરી શકશે.
2012માં બંધ
ઓગસ્ટ 2012માં કેન્દ્રીય પર્યાવરણ બોર્ડ દ્વારા કોલસા આધારિત ગેસીફાયર બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. જે કેસમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝીરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી લાગુ કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી હતી. જેમાં ગેસથી ચાલતાં કારખાના શરૂં થયા હતા.
35 હજાર કરોડનું ટર્નઓવર
વોલ, ફલોર અને વેટ્રીફાઇડ પ્રકારની દેશની 80 ટકા સિરામિક મોરબીમાં જ ઉત્પાદન થાય છે. વર્ષે 35 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં અને તેમાંથી 10 હજાર કરોડ નિકાસ કરવામાં આવે છે. સરકારને વર્ષે રૂ.4500થી રૂ.5000 કરોડનો વેરો ચૂકવે છે. 60 ઉદ્યોગો સીરામિક ઉદ્યોગમાં રૂ.5000 કરોડના રોકાણ 2015-16 અને 2016-17માં રૂ.4000 કરોડનું નવું રોકણ આવ્યું હતું. 4થી 5 લાખ કરોડનું મૂડી રોકાણ મોરબીમાં આ ઉદ્યોગમાં થયું હોવાનું આજના બજાર ભાવ પ્રમાણે ગણી શકાય છે. છતાં અહીં ટાટા નેનો કે સાણંદની જીઆઈડીસી જેવી સુવિધા ભાજપ સરકારે ક્યારેય આપી નથી. વળી અહીં વીજળી વારંવાર જતી રહે છે. તેથી ઉદ્યોગને મોટો ફટકો પડે છે.
જીપીસીબીના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હિંમતનગરમાં પણ મોટાપાયે સિરામીક ઉદ્યોગો વર્ષો જૂની ગેસીફાયર પધ્ધ્તિનો ઉપયોગ કરી ભયંકર હવા, પાણી અને જમીનનું પ્રદુષણ ફેલાવી રહ્યા છે. તેમની સામે કોઈ પગલાં એટલા માટે લેવામાં આવતાં નથી કારણ કે ઉત્તર ગુજરાતના નેતાઓનું તેમને રક્ષણ મળે છે.