28 માર્ચ 2020
ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી. ગુજરાતે 21 માર્ચ 2020 દિવસે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું અને 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર લીધી છેે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે. સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં ફક્ત કોરોનાનાં દર્દીઓને જ દાખલ કરવામાં આવશે. જેને કારણે તેઓને ચેપ અન્ય લોકોને ન લાગે. આ હોસ્પિટલમાં તમામ સાધનો અને દવાઓ સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઇડ લાઈન મુજબ તૈયાર કરવામાં આવી છે. નવિન હોસ્પિટલને કોરોના વાઈરસના પોઝિટીવ કેસિસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે.

English




You must be logged in to post a comment.