[:gj]પ્રજાને રાહતના બદલે રૂ.430 કરોડનો કર બોજ : પરેશ ધાનાણી [:]

[:gj]ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટને લોકોને રાહત આપવાના બદલે રૂ. 430 કરોડ કરતાં વધુનો કરવેરો ગુજરાતની જનતા પર લાદ્યો હોવાથી સામાન્ય માણસની આશા-અપેક્ષા અને સપનાઓ ચકનાચૂર થઈ ગઈ હોવાનું વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ બજેટ અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, આજનું બજેટ દિશાવિહીન બજેટ છે. સમગ્ર બજેટમાં ક્યાય યુવાનોને રોજગારીના અવકાશનું નક્કર આયોજન નથી. ખેડૂતોના હિતની કોઈ વાત નથી. નાણામંત્રીએ બે લાખ કરોડ કરતાં  વધુનું જે બજેટ રજૂ કર્યું છે, તે ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર’ કહેવાતની જેમ લોકોને રાહત આપવાના બદલે ગુજરાતની જનતા પર રૂ. 430 કરોડથી વધુનો વેરા બોજ લાદવાની જાહેરાત કરી છે તેમ વિપક્ષના નેતાએ જણાવ્યુ હતું.
ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, સરકાર પહેલા માણસને 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનમું કરાવવા મજબૂર કરતી હતી. જરૂરી ન હોય તેવી જગ્યાએ પણ સોગંદનામાં અને નોટરીની જાળનું વિસ્તૃતિકરણ કર્યું અને હવે રોજેરોજ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું થતું હતું તેમાં અઢી ગણો વધારો કરીને ગરીબ માણસોને 50 રૂપિયાના સ્ટેમ્પ વાપરવા મજબૂર કર્યા છે.
વિપક્ષના નેતા ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, આજે બજેટ દરમિયાન સરકારે એ વાત સ્વીકારી છે કે, પીવાના પાણીનું વિતરણ અને પ્રબંધ કરવામાં નિષ્ફળ રહી છે. આજે પણ ગુજરાતમાં પાંચ હજાર કરતાં વધુ ગામડાઓ ખાલી સ્ત્રોત પર આધાર રાખીને ભગવાન ભરોસે પોતાનો ગોળો ભરાય તેની રાહ જોઈને બેઠા છે. આજે બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી ઊંચી સપાટી પર છે. ત્યારે યુવાનોનું કૌશલ્ય વર્ધન થાય તે માટે વધુ નાણાંની ફાળવણી કરવી જોઈતી હતી, પરંતુ 500 જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો પૈકી માત્ર 129 જેટલા જ કેન્દ્રો ચાલુ રાખવાની સરકારે ઘોષણા કરી છે.[:]