ધુમ્રપાન કાયદો કાગળમાં સળગાવી નંખાયો

ગુજરાતમાં 17 વર્ષ અગાઉ 2002-04માં જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા નરેન્દ્ર મોદીએ બનાવેલો કાયદાનો અમલ ક્યાંય થતો નથી. તેને માત્ર કાગળમાં સળગાવી મૂકવામાં આવી રહ્યો છે. પ્રસિદ્ધી માટે નરેન્દ્ર મોદીએ કાયદો બનાવ્યો હતો. અમલ માત્ર કાગળ ઉપર કરાઈ રહ્યો છે. વ્યક્તિઓને નહીં પણ વેપારીઓને દંડવામા આવે છે.

અમદાવાદમાં 2019ના છેલ્લા એક વર્ષમાં કાયદા હેઠળ જે વ્યકતિગત કાર્યવાહી થવી જોઈએ એ કરવામા આવી નથી. એક નાગરિક સામે પગલાં ભરાયા નથી. જે દંડ લેવામાં આવી રહ્યો છે તે માત્ર દુકાનો પાસેથી કે ધંધાકીય એકમો પાસેથી વહીવટી ચાર્જ લઈને સંતોષ માનવામા આવી રહ્યો છે. એક વર્ષમાં તંત્ર દ્વારા એસ.ટી.,રેલવે સ્ટેશન જેવા અન્ય સ્થળોએ જાહેરમાં ધુમ્રપાન કરનારાને પકડવામા આવ્યા નથી.

જે વ્યકતિ જાહેરમા બીડી કે સીગારેટ પીવે તો તેને પકડી રૂ200 વહીવટી ચાર્જની રકમ વસુલવામા આવતી હતી. શરૂઆતના એક કે બે વર્ષ બહુ પ્રસિદ્ધી મેળવવા માટે અમલ કરાયો પછી કાયદાને ગાંધીનગરની સાબરમતી નદીમાં નાંખી દેવામાં આવ્યો હોય એવી હાલત છે.

જાહેર બગીચા, મોલ સહીતના સ્થળો પર આરોગ્ય વિભાગ અથવા હેલ્થ ફલાઈંગ સ્કવોડ તરફથી અમદાવાદમાં એક પણ વ્યકતિ સામે કાર્યવાહી કરાઈ નથી. બીજી તરફ હેલ્થ વિભાગ દ્વારા કે ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા નાના મોટા પાનના ગલ્લા સુધી પહોંચી વહીવટી ચાર્જ વસુલાયો છે.

અમદાવાદમાં
મધ્યઝોન – 156ને નોટીસ આપી રૂ.16050,

ઉત્તરઝોન – 187 નોટીસ આપી રૂ.27400

દક્ષિણઝોન – 87 નોટીસ આપી રૂ. 6720

પૂર્વ ઝોન – 167 નોટીસ આપી રૂ.20050

પશ્ચિમ ઝોન – 166 નોટીસ આપી રી.29600

ઉત્તર-પશ્ચિમ ઝોન  – 256 નોટીસ આપી રૂ.26210

દક્ષિણ-પશ્ચિમ ઝોન – 137 નોટીસ આપી રૂ.15200

ફલાઈગ સ્કવોર્ડ દ્વારા 71 નોટીસ આપી રૂ.10.100 વસુલાયા હતા.