પડતર કેસોમાં ગુજરાત નંબર 1

આંધળો કાયદો ક્યારે  દેખતો થશે ? 

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનનું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યામૂર્તિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોકડેએ લોકાર્પણ કર્યુ હતું.

છેલ્લા એક વર્ષમાં ૧૫ હજાર દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. નવું મકાન બનતાં હવે દાવાઓનો નિકાલ ઝપડી બને એ માટે ગુજરાતના લોકો આશા રાખી રહ્યાં છે.

ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળથી ૫ લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે, તેમ જણાવી ગુજરા ત લૉ યુનિવર્સિટીમાં મીડિયેશનના ડીગ્રી કોર્સ શરૂ કરવા અને મીડિયેશનના ચુકાદાઓ અંગે બાર કાઉન્સિલ દ્વારા જર્નલ શરૂ કરવા માટે અપીલ કરાઈ હતી કારણ કે કાયદા વિભાગ માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૬૫૦ કરોડના બજેટની જોગવાઇ કરી છે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તરીકે એસ.આર.બ્રહ્મભટ્ટ છે. સને ૧૯૭૨માં કાનૂની સેવા
સત્તા મંડળનો ખ્યાલ ઉદભવ્યો કાયદા આવ્યો અને સને ૧૯૯૮માં ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળની સ્થાપના કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી 2019માં ગુજરાત વડી અદાલતમાં ૧,૧૫,૩૫૯ ફોજદારી અને દીવાની કેસો પડતર છે, ૨૪ જગ્યાઓ ખાલી છે. દેશની વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે જેમાં ગુજરાત વડી ન્યાયાલયમાં કુલ 2 લાખ દાવા પડતર છે. વળી નીચલી અદાલતોમાં 16 લાખ અને ગ્રાહક ન્યાયાલયમાં 20 હજાર દાવા છે.

16 લાખ દાવા પડતર

16 ઓગસ્ટ 2018માં ‘તારીખ પે તારીખ’ ગુજરાતની વડી અદલતની નીચલી ન્યાયાલયમાં ૧૬ લાખ પડતર દાવા છે. ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ ૮૧,૩૬૪ દાવા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પડતર પડ્‍યાહતા. ૭૬,૫૭૭ દાવા પાંચ વર્ષથી પડતર પડ્‍યા છે. હાલના સમયમાં પણ ગુજરાતની નીચલી અદાલતોમાં ૧૫,૯૫,૦૧૧ દાવા પડતર પડ્‍યા હતા. કેટલાક વર્ષો પહેલા કોર્ટમાં પડતર દાવાની સંખ્‍યા ૨૨ લાખ હતી

30 સપ્ટેમ્બર 2018માં ગુજરાતમાં 22.42 લાખ કેસ અદાલતમાં પડતર હતા. 2016મા જે સ્થિતિ હતી તે સુધરી નથી પણ વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વસતીના પ્રમાણમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ પડતર છે. એક હજારની વસતીએ 34 કેસ અદાલતમાં છે. જે 3.4 ટકા થવા જાય છે. જે કાયદો અને ન્યાય વિભાગના પ્રધાન પ્રદીપ જાડેજાની સદંતર નિષ્ફળતા બતાવે છે. છેલ્લાં 23 વર્ષથી ભાજપ સત્તા પર છે. તેથી આ કેસનો ભરાવો થયો તે માટે ભાજપ જવાબદાર છે. તેઓ સામાજિક પ્રશ્ન ઉકેલી શકતા નથી, પણ અદાલતોમાં વધારે ન્યાયાધીશ મૂકીને કેસ ઓછા કરી શકે છે. 7 વર્ષ પહેલાં ભાજપ સરકારે જાહેર કર્યું હતું કે ગુજરાતની અદાલતમાં દાખલ થતાં કોઈ પણ કેસનો ચૂકાદો એક વર્ષમાં આવી જશે પણ જે રીતે કેસનો ભરાવો થયો છે તે જોતા તેનો નિકાલ કરવામાં 14 વર્ષ જેવો સમય નીકળી જાય તેમ છે.

ગુજરાતની કોર્ટોમાં કેસ આવે જ નહીં તે માટે દરેક પોલીસ મથકે ખાનગી સૂચના આપી દેવામાં આવે છે કે ફરિયાદ ન લો. પહેલા ટાળો. દબાણ વધે તો જ ફરિયાદ લેવી. કોર્ટ કહે તો જ ફરિયાદ લેવી. આવું વલણ ગુજરાતની હાલની ભાજપ સરકારનું છે. પોલીસ મથકે પહેલાં તો ફરિયાદ જ લેવામાં આવતી નથી. માત્ર અરજી આપવાનું કહેવામાં આવે છે.

રાજ્ય પડતર કેસ 1000 માણસ દીઠ પડતર કેસ
ગુજરાત 2244401 34
ચંદીગઢ 32901 31
આંદામાન – નિકોબાર 10251 27
મહારાષ્ટ્ર 2971629 26
ઉત્તરપ્રદેશ 4751545 24
હિમાચલ પ્રદેશ 162497 24
હરીયાણા 520063 21
ઓરિસ્સા 827809 20
કેરળ 662843 20
કર્ણાટક 1186388 19
રાજસ્થાન 1262979 18
પંજાબ 504702 18
ઉત્તરાખંડ 162404 16
પશ્ચિમબંગાળ 1375685 15
બિહાર 1348204 13
તમિલનાડુ 877930 12
આંધ્ર-તેલંગણા 761322 9
ઝારખંડ 281898 9
આસામ 181441 6
છત્તીસગઢ 171127 7
કાશ્મીર 48470 4
ત્રિપુરા 26219 7
મણિપુર 7922 3
મેઘાલય 4831 2
મિઝોરમ 1777 2
સિક્કીમ 1346 2
કુલ પડતર કેસ 20188584 18