[:gj]પરપ્રાંતિય હુમલામાં ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ જવાબદાર : હાર્દિક પટેલ[:]

[:gj]હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર હુમલા અને ભય પેદા કરવાની ઘટનાઓએ જે ગુજરાતનું નામ ખરાબ કર્યું છે. ગુજરાતનું નામ અત્યાર સુધી સમગ્ર દેશમાં પ્રેમ ભાવ માટે ગર્વથી લેવાતું હતું, તેને લાંછન લાગ્યું છે. આ ઘટનાની પાથળ ગુજરાતની જનતા નથી, પરંતુ રાજકીય રોટલા સેકનારા ચોકકસ લોકો છે, જે ભાજપ અને કોંગ્રેસના હોઈ શકે છે. ગુજરાતની આ સંસ્કૃતિ નથી. ગુજરાતના તમામ વેપાર ધંધામાં ઉત્તરપ્રદેશના લોકો, બિહારી, રાજસ્થાનીઓનો મોટો ફાળો છે. તેમને ગુજરાતીઓ પ્રત્યે અને ગુજરાતીઓને પરપ્રાંતિયો પ્રત્યે સદભાવ છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર હુમલા અને તેના પગલે શરૂ થયેલી હિજરતમાં ભાજપ સરકાર ઇરાદાપૂર્વક કોઈ પગલાં લઈ રહી નથી. માત્ર દેખાડો કરે છે. નો એકશન મોડમાં હોય એવુ લાગે છે. રેલવે સ્ટેશન પર જઈને લોકો અને સામાજીક અગ્રણીઓ અને સરકારના અધિકારીઓ પરપ્રાંતિય ભાઇઓમાં વિશ્વાસ ન જગાવી શકયા? નિષ્ઠાનો અભાવ છે અને માત્ર દેખાડો કરે છે. રાહત છાવણી ઊભી કરવી જોઈએ.

સરકાર નિષ્ફળ, ભડકાઉ ભાષણ સામે પગલાં નહીં

ભડકાઉ ભાષણ આપનારા (અલ્પેશ ઠાકોર) સામે હજુ સુધી કોઇ પગલા કેમ નથી લેવાયા? રાજ્યમાં 48 IPS અને 32 IAS પરપ્રાંતિય હોય અને ગુજરાતમાં લાખો પરપ્રાંતિયો આપણા વેપાર ઉદ્યોગનો આધાર હોય ત્યારે આવી ઘટના બને એ ખૂબ દુ:ખની વાત છે. સરકાર પાસે IBનો અહેવાલ હતો છતાં કેમ પગલા ન લેવાયા.? ઉત્તરપ્રદેશમાં જેમ ચંદ્રશેખરને એરેસ્ટ કરાયા હતા તેના જેવો જ આ રાષ્ટ્રીય સુરક્ષા ધારાને લગતો કેસ છે. વિવાદ ભડકાવનારાને તત્કાલ સજા થવી જ ઘટે. આમાં ભાજપ કોંગ્રેસે રાજકિય રોટલા શેકયા છે. શા માટે ? એ મને નથી ખબર. આ મામલે ગુજરાતને ઘણું નુકસાન થઇ ગયું છે. પગલાં લેવામાં ઘણું મોડું થઇ ગયું છે. આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે.[:]