પાણીનો દંડ માફ પણ 95 ટકા પાણી બચાવતો નળ ફરજિયાત ન કરાયો

ગાંધીનગર – સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયતો પાણી પુરવઠા વિભાગની યોજનાઓ દ્વારા સંસ્થાઓને પીવાના હેતુ માટે પાણી આપવામાં આવે છે. તે માટે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. નીકળતા કુલ નાણા પૈકી વપરાશી દરોની કુલ રકમ એક વર્ષમાં છ હપ્તામાં ભરી દે તો તેવી સંસ્થાઓની દંડનીય રકમ અને સ્થાયી દર, વપરાશી દર તથા દંડનીય રકમ ઉપરના સંપૂર્ણ વ્યાજમાં માફી અપાશે.  એમ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે આદેશ કર્યો છે.

પેનલ્ટી તથા વ્યાજ માંડવાળ કરવામાં આ સંસ્થાઓ ભવિષ્યમાં રકમ ભરવામાં શિથિલતા લાવવા પ્રેરાશે અથવા તો નિયમિત વસુલાત ભરપાઇ કરવામાં ચૂક કરશે તો હવે પછી કોઇપણ પ્રકારના લેણાં ઉપરનું નિયમોનુસાર પેનલ્ટી તથા વ્યાજ અચૂકપણે લેવાનું રહેશે.

રિલાયન્સ – એસ્સાર સ્ટીલમાં 13 કરોડ બાકી

2019માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસેથી વડોદરામાં રૂ.4.36 કરોડ તથા સુરતના રૂ.2.81 કરોડ પાણી વેરા પેટે  મળીને કુલ રૂ.7.18 કરોડ અને એસ્સાર સ્ટીલ કંપની પાસેથી સુરતમાં પાણી વેરા પેટે રૂ.6 કરોડ રાજ્ય સરકારને લેવાના નીકળે છે. આ લેણાં ઘણા સમયથી સલવાયેલા છે.

આણંદમાં આકરા પગલા બીજે કેમ નહીં ?

આણંદ જિલ્લા પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા પાંચ તાલુકાના 108 ગામોના બાકી પડતા રૂ.10.59 કરોડની વસૂલાત માટે ગામોના તલાટીઓને નોટીસ આપીને બાકી વસૂલાત માટે ફરમાન કર્યુ હતું. બીજી પંચાયતોમાં કેમ નહીં.

ગાંધીનગરમાં અરાજકતા તો રાજ્યમાં શું હાલત ?

પાટનગર ગાંધીનગર શહેરનો પાણી વેરાની બાકી વસુલાત માટે 2 હજારથી વધુ બાકીદારોને વેરા વસુલાતની નોટિસ ફટકારી હતી. પાણી વિતરણમાં વાર્ષિક 18 કરોડની ખોટ થાય છે. 22 કરોડના ખર્ચ સામે 4 કરોડની આવક થાય છે.

95 ટકા પાણી બચાવતાં નળ કેમ નહીં ?

નળમાં ફિટ કરવામાં આવતું એક ખાસ પ્રકારનું ડિવાઈસની રચના માટે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એક એન્જીનીયરે એક નવું ડિવાઇસ બનાવ્યું છે. દબાણથી પાણી આવે તેમાં ધારને બદલે ફુવારાની જેમ પાણી આવશે.  તેથી નળમાંથી જો 200 લિટર પાણી નીકળતું હોય તો આ રીતે ફુવારાથી માંડ 600 એમએલ પાણી નિકળે છે. 95% પાણી બરબાદ થતું રોકે છે. ડિવાઇસ દ્વારા દરરોજનું ૩૫ લિટર પાણીની બચત કરી આપે છે.