જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. અગાઉ આ ઝેરી કેમિકલ્સથી 4 લોકોના મોત થયા હતા. આ જત્થો જો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યાં છે કે, ભરૂર બીજું ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે.
દહેજ ટી.ડી.આઈ.પ્લાન્ટ નિષ્ફળ ગયો છે. દોઢ વર્ષ પહેલા ટીડીઆઇ પ્રિમિયમ પ્રોડક્ટ હતી. હવે ટીડીઆઇ વેચાતી નથી. ફોસજીન ગેસથી ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઇ હતી. જો કોઇ દુર્ઘટના સર્જાય તો આખો વિસ્તાર નામશેષ થઇ જશે.
ભરૂચના દહેજ ખાતે આવેલ રહિયાદ ગામે જી.એન.એફ.સી.કંપનીના ટી.ડી.આઈ. પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં ટાર અને ફોકઝીન કેમિકલનાં મિસિંગ વખતે ગાસ્કેટમાં લિકેજ થવાથી ફરજ પરના 13 કર્મચારીઓને ગેસની અસર થઇ હતી, જેમાં 4ના મોત થયા હતા. ટી.ડી.આઈ. પ્લાન્ટમાં ફોઝીન થવાથી કર્મચારીઓને ગેસ ની અસર થઇ હતી.
જોખમો
ટીડીઆઈ ઝેરી છે. વ્યવસાયી કાર્સિનોજેન તરીકે ટોલુએન ડાયસોસાયનેટનું વર્ગીકરણ કરેલું છે. આ રસાયણ ઘણા લોકોમાંથી એક હતું જેણે 13 ઓગસ્ટ, 2015 ના રોજ ચીનના ટિંજિનમાં સ્થિત રાસાયણિક વેરહાઉસમાં બે મોટા વિસ્ફોટો કર્યા હતા. ઉચ્ચ-સ્તરના સંપર્કમાં પ્રતિક્રિયાશીલ એરવેઝ ડિસફંક્શન સિન્ડ્રોમ પરિણમી શકે છે.
67 હજાર ટન બનાવવની ક્ષમતા જીએનીએફસીના આ પ્લાંટમાં છે. જે અમેરિકાની ડુપોન્ટ દ્વારા ટેકનોલોજી પૂરી પાડવામાં આવી છે.
શું ઉપયોગ ?
લવચીક પોલીયુરેથીન ફીણ (મોલ્ડેડ) છે. ગાદલા, ઓશિકા, રજાઇ, ફર્નિચર ગાદી, ઓટોમોબાઇલ્સ, ફર્નિચર, અસ્તર, સન વિઝર્સ, ગારમેન્ટ્સ, શૂઝ, ડાયરીઝ, કાર્પેટ્સ, બ્રીફ કેસ, બેગ્સ, પર્સ, પેઇન્ટ રોલર્સ વગેરે તેમાંથી બને છે.
રમતગમતમાં તથા તબીબી ઉપયોગ માટેના રક્ષણાત્મક પેડ્સ બનાવવા વપરાય છે.
પેકીંગ કરવા માટે વપરાય છે જેમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ફ્રોઝન ફુડ્સ, દવાઓ, ઓડિઓ-વિડિઓ કમ્પ્યુટર સીડી વગેરે તૂટી ન જાય તેથી તેને સફેદ કવર બને છે. શેમ્પૂ, મીણ, શૂ પોલિશ, ઘરેલું કેમિકલ્સ, પાઇપલાઇન્સ, ટ્યુબ માટે સફાઇ સાધનો, રમકડા, રાખડી વગેરે.
પ્લાંટ બંધ કરો
જી.એન.એફ.સી.ના રહિયાદ સ્થિત ટી.ડી.આઈ પ્લાન્ટની ગેસ ગળતરની ઘટનાએ દહેજને હચમચાવી મુકયુ હતું. 5 નવેમ્બર 2016માં દહેજ ઔદ્યોગિક વસાહતમાં રહિયાદ ગામે આવેલા જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ફોસ્જિન ગેસ ગળતરની ઘટનાને પગલે 4 લોકોના મોત થયા હતા. 2 હજારની વસતી ધરાવતા રહિયદ ગામના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્લાન્ટને બંધ કરી દેવાની માંગણી કરી છે. કંપની મેનેજમેન્ટ તરફથી આ અંગેની કોઇ જાણકારી કે સતર્ક રહેવાની કોઇ માહિતી ગ્રામજનોને ન આપી અંધારામાં રાખ્યા હતા. જીએનએફસીનાં ટીડીઆઇ પ્લાન્ટમાં દર અઠવાડિયે ગેસનું નાનું મોટું ગળતર થયા કરે છે. ભેંસોને પણ અસર થઈ હતી.