ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા સુધરવાના બદલે અત્યંત ખરાબ બની રહી છે. જ્યારથી શિક્ષણ પ્રધાન તરીકે આનંદીબેન પટેલ આવ્યા ત્યારથી તે સ્થિતી ખરાબ બનતી ચાલી હતી હવે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા શિક્ષણ પ્રધાન બન્યા પછી અગાઉની સ્થિતી હતી તેના કરતા પણ ખરાબ હાલત શિક્ષણની થઈ છે. ગુજરાતની ભાજપ સરકાર શા માટે આવું કરી રહી છે. તે શિક્ષણ વિદ્દો પણ સમજી શકતાં નથી. 2014માં સમગ્ર રાજ્યમાં 8388 ઓરડાની ઘટ હતી તે 2018ના અંતમાં 16,923 થઈ ગઈ છે. આમ 8535 ઓકડાનો વધારો 4 વર્ષમાં થયો છે. જે 100 ટકાનો વધારો બતાવી રહ્યો છે. તેનો સીધો મતલબ કે દર વર્ષે 20 ટકા શાળાઓના ઓરડા ખંડેર બની રહ્યાં છે. નવા ઓરડા બનાવવા માટે ગુજરાત સરકાર પાસે નાણાં પણ નથી. આદિવાસી અને સરહદી વિસ્તારની શાળાઓમાં ઓરડાઓની ઘટનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું. જ્યાં શિક્ષણમાં પછાત સમાજ ઊભો થાય એવું સરકાર આયોજન કરી રહી હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે.
તુટેલ ફૂટેલ ઓરડા કેટલાં
8924 ક્ષતિગ્રસ્ત ઓરડાઓ છે. સૌથી વધુ 709 ક્ષતિગ્રસ્ત ઓરડા આણંદ જિલ્લામાં હતા. 2015-16થી 2017-18 એમ ત્રણ વર્ષ દરમિયાન 17,939 નવા ઓરડાઓ બનાવાયા હોવાનો દાવો કર્યો હતો. તો પછી નવા ઓરડા બન્યા ક્યાં તે તમામ શાળાઓના નામો જાહેર કરવા જોઈએ કારણ કે જો આટલા મોટા પ્રમાણમાં નવા ઓરડા બન્યા હોય તો હજુ એટલા જ ઓરડા નથી એવું સરકાર કહી રહી છે.
ક્યાં કેટલાં ઓરડાની ઘટ
ગાંધીનગર – 259
મહીસાગર – 330
ખેડા – 452
નર્મદા – 237
કચ્છ – 666
નવસારી – 384
પોરબંદર – 41
ગીરસોમનાથ – 245
રાજકોટ – 584
આણંદ – 872
ભરૂચ – 691
બનાસકાંઠા – 1071
સાબરકાંઠા – 745
દાહોદ – 1709
પંચમહાલ – 1079
સુરેન્દ્રનગર – 405
છોટાઉદેપુર – 505
અમરેલી – 420
બોટાદ – 160
મોરબી – 121
અમદાવાદ – 417
તાપી – 222
સુરત – 263
ડાંગ – 67
વલસાડ – 853
જુનાગઢ – 449
વડોદરા – 429
ભાવનગર – 660
અરવલ્લી – 596
પાટણ – 626
મહેસાણા – 629
જામનગર – 453
દ્વારકા – 283
કૂલ – 16,923
6 માર્ચ 2018માં જાહેરાત
વિધાનસભામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 16,008 ઓરડાની ઘટ હોવાનું જાહેર કરાયું હતું. 2014માં સરકારી પ્રાથમિક શાળાઓમાં 8388 ઓરડાની ઘટ હોવાની કબૂલાત કરી હતી.
વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીના જિલ્લા મહેસાણામાં 582 ઓરડાની ઘટ હતી. મુખ્યમંત્રીના જિલ્લા રાજકોટમાં 489, શિક્ષણ મંત્રીના જિલ્લા અમદાવાદમાં 465 ઓરડાની ઘટ હતી. આદિવાસી વિસ્તાર દાહોદ જિલ્લામાં 1416 અને બનાસકાંઠામાં 1104 ઓરડાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સૌથી વધું ઘટ છે. માર્ચ 2018 પછી સરકારે નવી શાળા કે નવા ઓરડા બનાવવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. આવનારા દિવસોમાં ગ્રામ્ય વિસ્તાર વધું અભણ બનશે. તે આ વાતથી સાબિત થાય છે.
માર્ચ 2018માં ઓરડાઓની ઘટ
દાહોદ 1416
બનાસકાંઠા 1104
આણંદ 856
પંચમહાલ 835
સાબરકાંઠા 828
ભરૂચ 759
ભાવનગર 754
વલસાડ 671
ખેડા 642
અરવલ્લી 641
રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ અગાઉ જાહેર કર્યું હતું કે, ભારતીય જનતા પક્ષની સરકારે એકપણ શાળામાં ઓરડાની ઘટ પડે નહી તે માટે ખાસ આયોજન કર્યું છે. અગાઉ વર્ષ 1998માં 32,000 ઓરડાની ઘટ હતી. જેમાં મોટા ભાગના બાંધી દેવામાં આવ્યા હતા અને માત્ર 10 ટકા બાકી હતા ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલના કારણે વધારાના 46,660 ઓરડાની ઘટ ઊભી થઈ હતી. તે દૂર કરવા માટે ફરીથી રાજ્ય સરકારે ખાસ આયોજન કર્યું હતું. 31 ડિસેમ્બર 2017સુધીમાં 30,000 ઓરડાનું નિર્માણ કર્યું હતું. 16 હજાર ઓરડાની ઘટ છે જે આગામી દિવસોમાં ઝડપથી પૂર્ણ કરી દેવાશે. તેમણે જાહેરાત કરી તેને પણ ત્રણ વર્ષ થઈ ગયા છતાં આજે સ્થિતી એજ આવીને ઊભી છે.
ખરેખર અભણ ગુજરાત બની રહ્યું છે.
ઉત્સવો પાછળ રૂ. 37.43 કરોડનો ખર્ચ
બે વર્ષમાં ઉત્સવો જેવા કે રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી પાછળ સરકારે રૂ. 37.43 કરોડનો ખર્ચ કર્યો હતો. ઉત્સવોમાં મહેમાનો માટે રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશન પાછળ રૂ. 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે આટલા ખર્ચમાં તો 800 ઓરડા બની ગયા હોત. જો છેલ્લાં 17 વર્ષમાં વાયબ્રંટ ગુજરાત, રથ યાત્રાઓ, મહોત્સવો, ઈનામ વિતરણ, ગરીબ મેળાના ઉત્સવો કરીને તે રકમ શિક્ષણ માટે વાળીને ઓરડા બનાવવામાં આવ્યા હોત તો આજે એક પણ ઓરડાની ઘટ ન હોત. આમ કેવી રીતે ભણે ગુજરાત?
વપરાયા વગરની પડી રહી ગ્રાન્ટ
આદિવાસી વિકાસ માટે 2016-17માં રૂ.487.19 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં વર્ષના અંતે રૂ. 65.11 કરોડની અડધી ગ્રાન્ટ વપરાયા વગરની પડી રહી હતી. જેમાંથી શાળાઓના ઓરડા બનાવાયા હોય તો આજે આદિવાસી વિસ્તારમાં સૌથી વધું ઓરડાની ઘટ છે તે ન હોત. 11 જિલ્લામાં સરકારી એકપણ સાયન્સ કોલેજ નથી. રાજ્યમાં કુલ 184 ખાનગી કોલેજ છે. જેની સામે માત્ર 31 સરકારી કોલેજ અને 47 ગ્રાન્ટેડ કોલેજ છે. જે સરકારની શિક્ષણ વિરોધી નીતિ જણાય છે. ગામડાનાં વિદ્યાર્થીઓ ભણશે તો તે વિજ્ઞાન કોલેજમાં ભણી નહીં શકે.
ખરેખર ગુજરાત હવે અભણ બની રહ્યું છે.
આનંદીબેનના સમયમાં શું હતું, તેમાં કોઈ ફેર પડ્યો નથી.
12,373 પ્રાથમિક શાળાઓમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી હતી.
શિક્ષણ વિભાગ અને તેની કચેરીઓમાં 21,818માંથી 50 ટકા એટલે કે 10,506 જગ્યાઓ લાંબા સમયથી ખાલી હતી. 60 ટકા કરતાં વધુ જગ્યાઓ ઉચ્ચ અધિકારીઓની ખાલી હતી. એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોની 82 જગ્યાઓમાંથી 4 હતી.
વાંચતા નથી આવડતું
9.2 ટકા બાળકો જ સાદા શબ્દો ઓળખી શકે છે કે વાંચી શકે છે. 4 ધોરણમાં 38 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી અક્ષરો ઓળખી શકતા નથી. 5.5 ટકા બાળકો વાક્યો વાંચી છે. શિક્ષણ પાછળ નાણાં ફાળવણીમાં સમગ્ર દેશમાં ગુજરાત 14માં ક્રમાંકે હતા.
5 વર્ષમાં રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાને મંજુરી આપી ન હતી. 2,548 ખાનગી પ્રાથમિક શાળાઓ ખોલવા મંજુરી આપવામાં આવી. 5 વર્ષમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ખોલવામાં આવી ન હતી. 619 માધ્યમિક અને 316 ઉચ્ચ માધ્યમિક ખાનગી શાળાઓ ખોલી હતી.
5 વર્ષમાં 86 સરકારી પ્રાથમિક શાળાઓ, 367 સરકારી માધ્યમિક શાળાઓ અને 91 ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાઓ બંધ કરવામાં આવી હતી.
રાજ્યમાં 7,601 સરકારી પ્રાથમિક શાળાઓમાં રમત-ગમતનું મેદાન ન હતું. પણ, ખેલ મહાકુંભના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરેલો હતો.
પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલયમાં પુસ્તકો વસાવવા માટે વર્ષ 2010-2011, 2011-2012 અને 2012-2013ના વર્ષમાં એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી ન હતી.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ તા. 01-04-2010થી હોવા છતાં વર્ષ 2011-2012, 2012-2013 અને 2013-2014માં એક પણ બાળકને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ ન હતો.
ગરીબ વર્ગના હજારો બાળકોને ઊંચી ફી ભરવી પડે છે અને રાજ્ય સરકારે આડકતરી રીતે ખાનગી શાળાઓના માલિકોને કમાણી કરાવી આપે છે.
ખરેખર ગુજરાત અભણ બની રહ્યું છે.
(દિલીપ પટેલ)