- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
- વિવિધ જનહિત લક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વના ત્રણ વર્ષ આજે તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યા છે.
રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ને બુધવારના રોજ ‘‘સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર’’ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બપોરે ૧-૦૦ કલાકે યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરાશે.