[:gj]કચ્છમાં અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે મીઠા પકવાના પ્લોટ બનાવાયા[:]

[:gj]કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હોય છે જેથી આ વિસ્તારના રસ્તાઓ પણ બગાડી નાખ્યા છે.

અભ્યારણ હોવાથી વન્યપ્રાણીઓને પણ તકલીફ ભોગવવી પડી રહી છે. મીઠાના પ્લોટમાં જવા માટે સરકારી જમીનમાં મંજુરી વગર ગેરકાયદેસર રીતે રસ્તાઓ પણ બનાવેલ છે. રસ્તા બનાવવા આજુબાજુની જમીનમાંથી માટી ઉપાડી મોટા ખાડાનો કર્યા છે જે ઢોળાવાળા પણ નથી.

હાલમાં જ એક મહિલાનો કેનિલ સોલ્ટ (પીજીએસ આહુલ વાડીયા, સૂર્યા સોલ્ટને ૩૦૦,૩૦૦ એકટ જમીન મીઠા ઉત્પાદન માટે ફાળવેલ, પરંતુ કંપનીના માલિકોના કબ્જામાં આ વિસ્તારની જમીન નથી તેઓ અન્ય તબદીલ કરી છે. સંચાલકો દ્વારા મીઠા ઉત્પાદનના કામગીરી કરવામાં આવે છે.

તેઓને ફાળવેલી જમીન કરતા અનેક ઘણી વધારે જમીનમાં પેશકદમી કરી છે. આ વિસ્તાર અભ્યારણ્ય વિસ્તાર છે. તેમ છતાં પણ લપસી જતા મૃત્યુ થયું હતું. તેથી આ બાબતની ગંભીરતા દાખવી તાત્કાલિક અસરથી તપાસ ટીમ બનાવી કાયદેસરની હોય તેટલી જમીન સિવાયની જમીન મુક્ત કરાવા માંગ કરી છે.[:]