‘સોમા’ એટલે કે, સૌરાષ્ટ્ર મીલ એસો. નાના-મોટા મિલર્સ પાસેથી સિંગતેલ ખરીદી સમગ્ર દેશમાં મોટી કંપનીઓ સાથે ટાય-અપ કરી પોતાના લૅબલ સાથેના પૅકિંગ બજારમાં ઉપલબ્ધ કરાવાશે, જેથી કરીને લોકોને શુદ્ધ સિંગતેલ મળી રહે. સૌરાષ્ટ્ર મીલ એસો.માં અગાઉ 675 જેટલાં સભ્યો હતાં, જે ઘટીને હાલ 145 ઉપર પહોંચી ગયાં છે. ભાજપ સરકારની નીતિના કારણે 330 તેલ મિલો બંધ થઈ ગઈ છે. ત્યારે ‘સોમા’ સાથે સભ્યોને જોડવા અત્યંત આવશ્યક હોવાની વાત પર ભાર મૂકી પોતાના આ વિકાસલક્ષી એજન્ડામાં અન્ય ઓઇલ મિલરોએ પણ સમર્થન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
સિંગતેલનું હબ ગણાતા સૌરાષ્ટ્રમાં શુદ્ધ સિંગતેલ ગ્રાહકોને મળતું નથી ત્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ની નવ વર્ષ બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં પ્રમુખપદ માટેના પ્રબળ દાવેદાર ગોંડલની સૌરાષ્ટ્ર ફૂડ પ્રોટીન પ્રા.લિ.ના કિશોરભાઈ વીરડિયાએ ગ્રાહકોને ભેળસેળ વગરનું શુદ્ધ સિંગતેલ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો છે.
ખાદ્ય તેલના ઉત્પાદન અને વેંચાણ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી અને વિશ્વસનીય સંસ્થા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ની નવ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ ચૂંટણી જંગમાં ગોંડલના સૌરાષ્ટ્ર ફૂડ પ્રોટીન પ્રા.લિ. ના કિશોરભાઈ વીરડિયા મેદાનમાં આવ્યા છે. એક ખાસ વાતચીતમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈપણ એજન્ડા વગર સંસ્થાનો વિકાસ શક્ય નથી ત્યારે સૌરાષ્ટ્ર મીલ એસો. દ્વારા મિલરો અને ગ્રાહકોના હિતમાં એજન્ડા સાથે આયોજનબદ્ધ વિકાસ કરવો જરૂરી હોવાનું તેમણએ જણાવ્યું હતું.
સિંગતેલમાં ભેળસેળ વધી છેઃકિશોરભાઇ
ચૂટણીમાં ઝંપલાવનારા કિશોરભાઇ કબૂલ્યું હતુંકે , જો તેઓ પ્રમુખપદે આવશે તો સંસ્થામાં વધુને વધુ સભ્યો બનાવવા સતત કાર્યશીલ રહેશે. સાથે-સાથે 28 સભ્યોની કારોબારી બનેલી છે, તેમાંથી અલગ-અલગ સમિતિઓ બનાવી ઓઈલ મિલર્સોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાનોપણ તેમણે ઉલ્લેખ કર્યોહતો., લેબોરેટરીમાં સૅમ્પલ વધુ મળે અને સંસ્થાને વધુ આવક થાય તેવી કાર્યપદ્ધતિ અપનાવવી, સંસ્થા પોતાનો માર્કો બનાવી-પેકિંગ કરી જનતા સુધી શુદ્ધ સિંગતેલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નેમ પણ તેમણે વ્યકત કરી હતી.