14 હજાર ખનિજ માફિયાઓ પકડાયા પણ 12 સામે જ ગુના નોંધાયા, રૂપાણી-જાડેજાની પોલ ખૂલી

https://allgujaratnews.in/gj/jamjodhpur-bjp-leaders-crores-of-scam-fraud-with-the-gujarat-government/ 

ગાંધીનગર, 23 માર્ચ 2021

કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓએ 23 માર્ચ 2021માં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પ્રશ્નો પૂછીને ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડી દીધું હતું.

ગેરકાયદેસર ખાણો ખોડી કાઢવી, દંડ કરવો અને ખનિજ માફિયાઓ પકડાયા છતાં પોલીસ કેસો કેમ ન કરાયા તે અંગેના પ્રશ્નોની સંકલિત માહિતી કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાઈ છે.

રાજ્યમાં બે વર્ષમાં ગેરકાયદેસર ખનના 14002 કિસ્સામાં રૂ.610 કરોડની ખનીજ ચોરીનો દંડ કરાયો હતો. પણ તેમાં આ 14 હજાર માફિયાઓએ માત્ર રૂપિયા 181 કરોડનો જ દંડ ભર્યો હતો. જે માત્ર 30 ટકા થાય છે. 70 ટકા દંડ ન ભરીને ભાજપના નેતાઓને માફિયાઓ પડકારી રહ્યાં છે. ભાજપના નેતાઓ તેમને છાવરે છે એવું તેના પરથી સ્પષ્ટ થયું છે.

ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને ડામવા માટે દરોડા પાડીને કે તપાસ કરીને માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે.

14 હજાર ખનિજ માફિયાઓમાંથી માત્ર 12 સામે જ પોલીસ ફરિયાદ રૂપાણી અને તેના આસીસ્ટંટ પ્રધાન પ્રદીપ જાજેડાએ થવા દીધી છે.

14 હજાર ખનિજ માફીયાઓ દંડની રકમ ભરપાઈ ન કરતાં હોવા છતાં માઈન્સ એન્ડ મીનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ તેમજ ગુજરાત મીનરલ્સ (પ્રીવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017 મુજબ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની હોય છે. આ સુધારો રૂપાણીની સરકાર વખતે જ કડક જોગવાઈ કરીને કરાયો હતો. તેઓ જ તેનો ભંગ કરી રહ્યાં છે.

એવું માનવામાં આવે છે કે ચોરી પકડાઈ છે તે માત્ર 1 ટકો છે. 99 ટકા ચોરી પકડાતી નથી. જામનગરના જામજોધપૂરમાં રૂપિયા 5 હજાર કરોડની ખનિજ ચોરી થઈ છે. જેની કોઈ નોંધ પણ નથી. આ હિસાબે રૂ.6 હજાર કરોડની ખનિજ ચોરી રાજકીય સાંઠગાંઠના કારણે થઈ રહી છે. ગુજરાતના નાગરિકોની કુદરતી સંપત્તિ ભાજપના રાજમાં લૂંટાઈ રહી છે.

ગેરકાયદેસર ખનન, દંડ અને પોલીસ કેસોની સંખ્‍યા અંગેના પ્રશ્નોની સંકલિત માહિતી

ક્રમજિલ્લાનું નામગેરકાયદેસર ખનનના કિસ્‍સાતે અન્‍વયે કરવામાં આવેલ

દંડની રકમ (રૂ. લાખમાં)

વસુલેલ દંડની રકમ

(રૂ. લાખમાં)

તે અન્‍વયે થયેલ પોલીસ કેસો
ખેડા૧૮૨૬૯૫.૫૦૨૬૧.૩૧
મહીસાગર૧૪૬૧૩૩.૦૪૧૩૩.૦૪
મોરબી૪૬૫૨૪૨૪.૨૫૯૪૭.૫૩
રાજકોટ૫૩૭૧૪૪૨.૪૦૭૨૯.૮૭
જુનાગઢ૩૭૩૧૧૨૮.૬૬૩૬૯.૪૨
પોરબંદર૨૪૩૭૦૫૩.૯૨૧૮૩.૮૪
ગીર-સોમનાથ૪૬૭૯૪૧.૪૪૨૩૨.૮૯
અમરેલી૫૩૪૫૭૩.૨૬૩૮૫.૮૦
નર્મદા૩૦૪૪૪૨.૯૬૪૪૨.૯૬
૧૦છોટાઉદેપુર૧૦૩૪૨૬૭૩.૯૩૧૬૪૧.૨૫
૧૧બનાસકાંઠા૭૫૦૨૩૫૧.૫૯૯૬૨.૦૩
૧૨કચ્‍છ૬૬૬૩૬૯૨.૩૨૧૩૧૧.૯૫
૧૩પાટણ૩૨૩૬૧૨.૯૬૫૧૮.૩૫
૧૪મહેસાણા૨૭૫૮૩૦.૫૧૪૪૫.૫૮
૧૫જામનગર૨૭૮૪૧૦.૧૪૩૩૨.૧૯
૧૬દેવભુમિ-દ્વારકા૪૧૭૭૮૪૧.૮૦૪૨૪.૨૭
૧૭દાહોદ૨૯૮૩૧૮.૮૮૩૦૮.૩૫
૧૮પંચમહાલ૬૦૦૬૬૫૭.૯૨૬૩૬.૩૩
૧૯સુરેન્‍દ્રનગર૯૦૬૭૯૮૮.૪૭૧૪૭૧.૪૩
૨૦બોટાદ૨૦૮૧૮૭.૬૯૧૮૩.૯૦
૨૧ગાંધીનગર૬૮૪૫૪૬.૪૯૬૨૫.૩૮
૨૨તાપી૩૨૩૬૦૧.૮૨૫૧૨.૪૦
૨૩નવસારી૨૩૬૩૧૫.૫૪૩૧૫.૫૪
૨૪અરવલ્લી૧૬૯૨૦૧.૦૦૧૭૯.૨૯
૨૫સાબરકાંઠા૭૦૨૯૬૦.૬૯૭૬૧.૮૯
૨૬આણંદ૩૬૬૫૯૦.૨૨૪૧૬.૨૨
૨૭વડોદરા૬૩૬૪૪૩૯.૯૮૬૦૫.૨૭
૨૮અમદાવાદ૫૫૧૧૨૪૦.૪૭૧૦૦૨.૩૩
૨૯ભાવનગર૩૨૬૧૦૧૫.૮૪૩૨૦.૩૭
૩૦ભરૂચ૨૫૦૨૦૬૦.૭૪૫૨૦.૮૭
૩૧ડાંગ૫.૪૭૫.૪૭
૩૨સુરત૫૭૫૨૪૯૯.૮૭૭૩૦.૩૨
૩૩વલસાડ૧૭૪૨૧૮.૧૭૧૯૪.૪૪
 કુલ૧૪૦૦૨૬૧૦૩૭.૨૦૧૮૧૧૨.૦૮૧૨

 

આ પણ વાંચો 

ખાણ માફિયા ભાજપના નેતા દિનુ સોલંકીને આજીવન કેદ, વાંચો સંપૂર્ણ કથા

ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં

હત્યારા ભાજપના નેતા દીનુને રૂપાણીએ ગીરમાં ખાણ આપી

બિહાર જેવું બની રહ્યું છે ગુજરાત, કોલસાની ખાણોમાં લૂંટ

ખાણોથી ફેલાતા પ્રદુષણના પ્રશ્ને ખેડૂતો પર લાઠીચાર્જ

બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન કર્યું

ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ

મોરબીમાં ખનીજ ચોરો બેફામ ખાણ ખનીજ વિભાગે ૨ ટ્રકો જપ્ત કરી

અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું પાપ છાપરે ચઢી પોકાર્યું

ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે