સરકારી હોસ્પિટલોમાં ૧૦૬૧ અને ખાનગી સંસ્થાઓમાં ૧૭૦૦ વેન્‍ટીલેટર

1 ventilator in government hospitals and 1 in private institutions

તા.૦૧.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક

 

ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ

જિલ્લો આજના કેસ આજના મરણ
પોરબંદર ૦૨ ૦૦
સુરત ૦૨ ૦૦
પંચમહાલ ૦૧ ૦૦
કુલ ૦૫ ૦૦

 

ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૦૫

ક્રમ ઉંમર વર્ષ જાતિ જીલ્લાનું નામ પ્રવાસની વિગત હોસ્પિટલ
૨૭ સ્ત્રી પોરબંદર લોકલ ટ્રાન્સમીશન ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર
૪૨ પુરુષ પોરબંદર લોકલ ટ્રાન્સમીશન ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર
૨૭ પુરુષ સુરત લોકલ ટ્રાન્સમીશન સિવિલ હોસ્પિટલ સુરત
૩૬ સ્ત્રી સુરત લોકલ ટ્રાન્સમીશન સિવિલ હોસ્પિટલ સુરત
૭૮ પુરુષ પંચમહાલ લોકલ ટ્રાન્સમીશન સવિતા હોસ્પિટલ વડોદરા

 

ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ મરણની વિગત- ૦૦

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત

 

ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દાખલ દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ
વેન્ટીલેટર સ્ટેબલ
૮૭ ૦૩ ૭૧ ૦૭ ૦૬

 

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

૨૫૭ કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ

ક્રમ હોમ કોરોન્ટાઇન સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન કુલ કોરોન્ટાઇન સંખ્યા એફ.આઇ.આર. ની સંખ્યા
૧૮૪૮૭ ૭૪૩ ૨૫૩ ૧૯૨૦૬ ૪૧૮

 

 લેબોરેટરી પરીક્ષણની વિગત

કુલ ટેસ્ટ પોઝીટીવ નેગેટીવ પેન્ડીંગ
૧૭૨૬ ૮૭ ૧૬૨૮ ૧૧

 

જિલ્લો કેસ મૃત્યુ
સંખ્યા પ્રવાસની વિગત સંખ્યા પ્રવાસની વિગત
વિદેશ આંતર રાજ્ય લોકલ વિદેશ આંતર રાજ્ય લોકલ
અમદાવાદ ૩૧ ૧૫ ૧૦
સુરત ૧૨
રાજકોટ ૧૦
વડોદરા
ગાંધીનગર ૧૧
ભાવનગર
કચ્છ
મહેસાણા
ગીર-સોમનાથ
પોરબંદર
પંચમહાલ
કુલ ૮૭ ૩૩ ૪૬

 

 રોગની પરીસ્થિતિ

કોરોના વાયરસ રોગની પરીસ્થિતિ
  વિશ્વ ભારત ગુજરાત
નવા કેસ ૫૭૬૧૦ ૨૪૦ ૦૫
કુલ કેસ ૭૫૦૮૯૦ ૧૬૩૭ ૮૭
નવા મરણ ૩૩૦૧ ૦૩ ૦૦
કુલ મરણ ૩૬૪૦૫ ૩૮ ૦૬

 

 કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો

 

  • કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૧૪/૦૪/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે માન.મુખ્યમંત્રીશ્રીએ આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે  તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  • રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નરશ્રી (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
  • રાજય સરકારની હેલ્પલાઇન નંબર -૧૦૪ ઉપર પર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. અત્યાર સુધી ૩૦,૦૦૦ થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૫૧૫ જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.

 વેન્ટીલેટર કેર તાલીમ

  • રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૩૦/૦૩/૨૦૨૦ સુધીમાં ૭૩૮ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
  • વધુમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી રાજયના ર૮ બીજા સેન્ટરો ખાતે આ તાલીમ શરૂ કરી ૧૪૦૦ જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટીલેટર કેરની તાલીમ આપવામાં આવશે.
  • વધુમાં ૨૩૬૭ તબીબો,૧૩૦૦ જેટલા આયુષ,૨૬૦ ફીજીયોથેરાપીસ્ટ,૨૬૬ ડેન્ટલ સર્જન અને ૫૦૦૦ જેટલા સ્ટાફ નર્સનેCOVID-19ને લગત આનુષંગિક તાલીમ આપવામાં આવશે.
  • ૧૧૦૦ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા
  • ક્વોરન્ટાઇનમાં રહેલ વ્યકિતઓનાં શારિરીક તેમજ માનસિક સ્વાસ્થયની સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
  • સવારના ૧૦:૦૦ વાગ્યાથી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી લેન્ડલાઇન નંબર–૦૭૯-૨૩૨-૫૦૮૧૮ ઉપર પણ ફોન કરી શકાશે.
  • વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે.
  • તા.૦૧/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૪૩૪ જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
  • વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૪૩૦૦ થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને ૧૦૦૦ થી વધુ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.
  • રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા TeCHO Applicationશરૂ કરવામાં આવેલ છે.
  • રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
  • રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે ૨૫૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવનાર છે. આમ કુલ રાજયમાં ૪૬૫૦ બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે.
  • રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરતથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરીન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક

  • ભારત સરકારશ્રી દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક૯.૭૫ લાખ ,પી.પી.ઇ. કીટ૩.૫૮ લાખ  અને ટ્રીપલ લેયર માસ્ક ૧.૨૩ કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
  • રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે.
  • COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.

માનવ સંસાધન

  • COVID-19 રોગચાળા અંતર્ગત આરોગ્ય સેવાઓને વિપરિત અસર ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગમાં કાર્યરત તા.૩૧.૦૩.૨૦૨૦ અને તા.૩૦.૦૪.૨૦૨૦ ના રોજ વય નિવૃત થતાં તમામ અધિકારી/કર્મચારીઓની નિવૃત્તિ તા.૩૧.૦૫.૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. જેના પરીણામે આવી રોગચાળાની પરીસ્થિતિમાં આ કર્મચારીઓનો અનુભવનો લાભ રાજ્યને મળી રહેશે.
  • વધુમાં રાજ્ય સરકારે સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે તબીબોની અછત ઘટાડવા ૧૧ માસના કરારીય ધોરણે નિમણુંક આપવાનો નિર્ણય લીધો છે. જેના પરીણામે પણ રાજ્યમાં વધુમાં વધુ તબીબોની ઉપલબ્ધિ થશે.