ગુજરાતના દરિયામાં સુરક્ષા માટે રૂ.300 કરોડની 10 હાઈસ્પીડ બોટ, મનમોહન સીંગનું સ્વપ્ન સાકાર

45 નોટિકલ માઇલની હાઇસ્પીડ ઈન્ટરસેપ્ટર બોટ સી-454 વેપનરી સિસ્ટમ, ઇન્ફ્રારેડ સર્વેલન્સ સાથે ગુજરાતમાં શરૂં

ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020
સુરતના હજીરા ખાતે સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-454 ભારતીય તટરક્ષકદળમાં સામેલ થઈ છે. સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે પ્રકારની 54 બોટ નિર્માણ કરવામાં આવી છે, જે પૈકી છેલ્લી અને 54મી બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને 16 ડિસેમ્બર 2020એ અર્પણ કરવામાં આવી હતી.

સુરતના હજીરાના આંગણે તૈયાર થયેલી આ સ્વદેશી બોટ ગેરકાયદે ઘુસણખોરી, દાણચોરી, માછીમારી, ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓ અને શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર નજર રાખશે.

2010થી બનાવવાનું શરૂં કર્યું તેના 2020 સુધીમાં 54 બોટ બનાવી છે. મુંબઈ બોંબ ધડાકા કરનારા ત્રાસવાદીઓ ગુજરાત સરહદેથી ઘુસ્યા હતા. તેથી ગુજરાતને સૌથી વધું બોટ આપવામાં આવી છે.

20 ડિસેમ્બર 2012માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકારે ભારતની પહેલી બોટ પોરબંદરને આપવામાં આવી હતી. ભારતમાં સૌથી વધું 10 બોટ ગુજરાતને આપી છે. ત્યારબાદ રત્નાગીરી, મુન્દ્રા, બાયપોર, મુંબઇ, કવર્તી, પોર્ટ બ્લેર – 6, જાખૌ 2, પોરબંદર 2, ઓખા 2 , પીપાવાવ, સુરત-2, ગોવા, કરૈકલ, કારવર, આંદ્રોથ, કરૈકલ, કૃષ્ણપટ્ટનમ, હલ્દીયા, પારડિયા , પારાદિપ, વિઝિંજમ, વાદિનર, ચેન્નાઈ 3 , કારૈકલ, મુરૂદ જાંજીરા, મુરુદ જાંજીરા, કારૈકલ, કૃષ્ણપટ્ટનમ, કાકીનાદા, મુંબઇ, વિજિજનમ, કાવરત્તી, કાવરતી, મંગલરૂને આપવામાં આવી છે.

આ જહાજો ભારતના વિશેષ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ અને બચાવ કામગીરી માટે બનાવાયેલી છે.

એલએન્ડ ટીને રૂ.1400 કરોડની 54 બોટ બનાવી છે. એક બોટ રૂ.27-30 કરોડમાં પડે છે.
એલએન્ડટીને 22 માર્ચ 2010ના રોજ રૂ. 977 કરોડમાં 36 હાઇ સ્પીડ ઇન્ટરસેપ્ટર બોટ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. ફરીથી 27 જાન્યુઆરી, 2013ના રોજ 447 કરોડ રૂપિયાની 18 સમાન બોટનો ઓર્ડર આપ્યો હતો. નૌકાઓનું નિર્માણ એલ એન્ડ ટીના હાલના શિપયાર્ડ યજિરા હઝિરા અને એન્નોર નજીક તેના નવા અપ-કમ્પ્ટુપલ્લી શિપયાર્ડમાં બનાવી છે.

અદ્યતન સંશોધક અને સંદેશાવ્યવહાર ઉપકરણો અને મધ્યમ શ્રેણીના શસ્ત્રોથી વહાણો સજ્જ છે. દરેક જહાજ બે કેટરપિલર મરીન પાવર સિસ્ટમ્સ 3516 સી મરીન પ્રોપલ્શન એન્જિન (2525 બીકેડબ્લ્યુ @ 1800 આરપીએમ, ‘ડી’ રેટિંગ) અને બે સી -4.4 સહાયક જનરેટર સેટ (86 ઇકેડબ્લ્યુ @ 1500 આરપીએમ) દ્વારા સંચાલિત છે. એમ.જે.પી. વોટરજેટ્સ દ્વારા હાઇ સ્પીડ ઇન્ટરસેપ્ટર બોટ માટેના વોટર-જેટ સપ્લાય કરવામાં આવેલા છે. મેરિસ ECDIS900 સ્માર્ટલાઇન એમકે 10 ફ્લેટ પેનલ કમ્પ્યુટરથી રડાર કીટથી પણ સજ્જ છે.

ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનની નજીક છે. જેથી રાજ્યના 1600 કિમીના દરિયાકિનારાની સુરક્ષા માટે 10 બોટ આપવામાં આવી છે.

ઈન્ટરસેપ્ટર જહાજના કારણે નૌસેના તેમજ કોસ્ટ ગાર્ડની તાકાતમાં ખુબ વધારો થશે.

હાઇસ્પીડ ઇન્ટરસેપ્લાન, દરિયા કાંઠાની નજીકમાં પેટ્રોલિંગ, ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કામગીરી તેમજ દરિયાઈ સીમાની દેખરેખ જેવા કાર્યો માટે ખુબ ઉપયોગી પુરવાર થશે.

દરિયાઈ ક્ષેત્રમાં દુશ્મન દેશની કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિને ઈન્ટરસેપ્ટ કરી લે છે. કારની જેમ તેનું એન્જિન તાત્કાલિક શરૂ થઈ જાય છે. આ બોટ છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે પ્રતિ કલાક 45 નોટિકલ માઇલ (80 કિલોમીટર)ની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે. માત્ર 15 મિનિટમાં જ શાંત અવસ્થામાંથી એક્ટિવ મોડમાં આવી જાય છે. આ જહાજ અદ્યતન દિશાસૂચન અને સંદેશાવ્યવહારના ઉપકરણોથી સજ્જ છે.

આ ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડર તટરક્ષક પ્રદેશ (NW)ના પ્રશાસન અને પરિચાલન નિયંત્રણ હેઠળ ગુજરાતમાંથી સંચાલિત કરવામાં આવશે.

સી-454ની એક ઝલક
જહાજની કુલ લંબાઇ 27.80 મીટર, ડિસ્પ્લેસમેન્ટ 110 ટન અને મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ છે. આ જહાજ ટ્વીન ડિઝલ એન્જિન, ટ્વીટન વોટર જેટ પ્રોપલ્શનથી સજ્જ છે, અને 25 નોટિકલ માઇલની ઝડપે 500 નોટિકલ માઈલ સુધી જવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ રાત્રિના સમયે દેખરેખ માટે ઇન્ફ્રારેડ સર્વેલન્સ છે.

સી-454 બોટ બહુલક્ષી કાર્યો જેમકે, દરિયાકાંઠાની નજીકમાં દેખરેખ, ઇન્ટરડિક્શન સર્ચ અને બચાવ વગેરે કરવા માટે સક્ષમ છે. એક અધિકારી અને 13 કર્મચારી નિયુક્ત કરાયા છે. શ્રેષ્ઠ કમ્યુનિકેશન, નેવિગેશન ઉપકરણો લગાવેલા છે, અને 12.7 એમએમ હેવી મશીન ગન (પ્રહરી) ઓનબોર્ડ તેના મુખ્ય શસ્ત્ર છે.

L&T લિમિટેડ દ્વારા 54 બોટ તૈયાર કરવામાં આવેલી છે. ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ (IB) ICGS C-454 સુરત સ્થિત મેસર્સ લાર્સન એન્ડ ટુર્બો દ્વારા ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવી છે

ભારતીય તટરક્ષક પ્રદેશ (NW) કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલે જણાવ્યું હતું કે, સ્વદેશી ઈન્ટરસેપ્ટર બોટ-આઈ.બી.નો ઉપયોગ કરીને નિર્માણ પામી છે. જેમાં એન્જિન, રડાર નેવિગેશન, વેપનરી સિસ્ટમ જેવા સ્ટેટ ઓફ ધ આર્ટ સંસાધનો સામેલ છે.