ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી 

PM spinning ‘Charkha’ in Khadi Utsav at the Sabarmati River Front, Ahmedabad, Gujarat on August 27, 2022.

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી

સાબરમતી, ભાદર, ખારી, અમલાખાડી, વિશ્વામિત્ર, ધાડર સૌથી વધુ પ્રદૂષિત.

મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહી ન્હાવા લાયક પ્રદૂષિત નદીઓના લીસ્ટમાં.

અમદાવાદ, 6 એપ્રિલ 2023

પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્રની મોદી સરકારે ગુજરાત માટે અતિ પ્રદૂષિત નદીઓમાં પ્રદુષણ ધટાડવા વર્ષ 2022-2023માં એક પણ રૂપિયો નથી આપ્યો.

સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી સાબરમતી છે. જ્યાં વિદેશી રાજનેતાઓ અને દેશના રાજનેતાઓને માટે સી-પ્લેનના તાયફા, અટલ બ્રીજના તાયફા, વોટર સ્પોર્ટસ ના તાયફા કર્યા, પણ સાબરમતીને પ્રદુષણથી બચાવવામાં મોદી અને પટેલ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે.

લોકસભામાં 5 એપ્રિલ 2023માં આપેલી  ગુજરાત રાજ્યની 25માંથી 13 નદીઓ ન્હાવા લાયક નથી. 20 વર્ષ પહેલા નદીનું પાણી સીધું પી શકાતું હતું. પ્રદૂષણના કારણે હવે પાણી પીવા લાયક નથી પણ નહાઈ શકાય તેમ પણ નથી.

મોદી સરકારના પર્યાવરણ પ્રધાને જણાવ્યું હતું કે, દેશની 603 નદીઓના પાણીની શુધ્ધતાની ગુણવત્તા તપાસવામાં આવી હતી. જેમાં, 279 નદીઓના પાણી ન્હાવા લાયક નથી.

ગુજરાતમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 25 નદીઓના પાણીની ગુણવત્તા 54 જગ્યાએ ચકાસવા માં આવી હતી. સંશોધનમાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનો અહેવાલ તૈયાર કરાયો હતો. જેમાં નહાઈ શકાય તેમ નથી.

BOD  એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે 3 મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જોઈએ તો જ એ ન્હાવા લાયક ગણાય, જ્યારે સાબરમતી ની BOD વેલ્યુ સ્તર 292 છે. સામાન્ય કરતા 97 વધારે મળી આવ્યું છે.

ભાદર નદીનું BOD  વેલ્યુ 258.6 મળી આવ્યું જે સમાન્ય કરતા 86 ગણુ વધારે મળી આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં સ્નાન માટે પવિત્ર ગણાતી માતા સમાન જીવાદોરી સાબરમતી, તાપી, ભાદર, ખારી, ધાડર, અમલાખાડી, વિશ્વામિત્ર, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા હવે  હવે પવિત્ર સ્નાન કરવા લાયક પણ નથી. એમ કોંગ્રેસ પક્ષ દ્વારા ટીકા કરવામાં આવી છે.

કેન્દ્રની મોદી સરકાર દ્વારા વર્ષ 2022-23માં સૌથી વધુ 6 પ્રદૂષિત નદીઓના પ્રદૂષણને ઓછું કરવા માટે એક પણ રૂપિયાની સહાય કરી નથી. ગુજરાતના લોકોને આરોગ્ય અને પર્યાવરણને મોદી સરકારે ગાલ પર તમાચો માર્યો છે.

ગુજરાતની નદીઓને માતા ગણીને પૂજન કરવા પૂર્ણજીવિત અને શુદ્ધ નીર માટે તૈયારી કરવી પડશે. સરકાર ઘેરી નિંદ્રામાં છે.

ન્યાયતંત્રના વારંવાર ઠપકા મળે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસમાં વિગતો બહાર આવે છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વારંવાર નદીઓના પ્રદુષણ ઉપર અનેક અહેવાલો આવ્યા છતાં ઉદાસીન સરકાર છે.

મોદી અને પટેલ સરકાર પર્યાવરણ બગાડવા જવાબદાર છે.

ગ્બલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જ થઈ રહ્યું છે, ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદ પડે છે. કોંગ્રેસમાં દુષ્કાળ પડતાં હતા પણ ભાજપ રાજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે બરફ પડે છે.

મોદી વિશ્વમાં પ્રદૂષણની ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાય છે, પણ પોતાના જ ગુજરાતની નદીઓની સ્થિતિ ભયંકર રીતે વકરી છે. સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી સાબરમતી બની ગઈ છે.

પ્રાયોરીટી-1 (30 એમ.જી. / લીટર કરતા વધારે)
અતિપ્રદુષિત નદી BOD વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા  ફંડ NRCP 2022-23
સાબરમતી 292 એમ.જી. / લીટર 0
ભાદર 258.6 એમ.જી. / લીટર 0
ખારી 195 એમ.જી. / લીટર 0
અમલાખાડી 49 એમ.જી. / લીટર 0
વિશ્વામિત્રી 38 એમ.જી. / લીટર 0
ઢાઢર 33 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-2 (20-30 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી BOD વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા  ફંડ NRCP 2022-23
મીંઢોલા 28 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-3 (10-20 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી BOD વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા  ફંડ NRCP 2022-23
મહી 12 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-4 (6-10 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી BOD વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા  ફંડ NRCP 2022-23
શેઢી 6.2 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-5 (3-6 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી BOD વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા  ફંડ NRCP 2022-23
ભોગાવો 6 એમ.જી. / લીટર 0
દમણ ગંગા 5.3 એમ.જી. / લીટર 0
ભૂખી ખાડી 3.9 એમ.જી. / લીટર 0
તાપી 3.4 એમ.જી. / લીટર 91 કરોડ