[:gj]લદાખમાં ભારતના 20 સૈનિકો શહીદ, ચીનના 40 માર્યા ગયા[:]

[:gj]લદ્દાખ,

ચીન અને ભારત વચ્ચે યુદ્ધની સ્થિતી ઉભી થઇ છે, દુનિયા આખી આજે બંને દેશો પર નજર રાખીને બેઠી છે, ન્યૂઝ એજન્સી ANIનાં રિપોર્ટ પ્રમાણે સોમવારે રાત્રે ભારતના 20 જવાનો લદ્દાખની ગાલવન સરહદે શહીદ થયા છે, ચીનના 43 સૈનિકોનો ભારતીય સેનાએ સફાયો કરી નાખ્યો હોવાના અહેવાલ છે, અંદાજે 45 વર્ષ પછી બંને દેશો વચ્ચે તનાવ ઉભો થયો છે. ગાલવન ઘાટીમાં આ બનાવ બન્યાં પછી પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સમગ્ર સ્થિતી પર નજર રાખીને બેઠા છે.

બંને દેશોના સૈનિકો વચ્ચે પથ્થર અને દંડાઓથી ઘર્ષણ થયું છે.ગોળીબાર થયો નથી, હાલમાં અહી અજંપાભરી સ્થિતી છે. ભારતના કેટલાક સૈનિકો હજુ ગુમ હોવાની વાત સામે આવી છે.

બીજી તરફ ચીની સેનાના હેલિકોપ્ટર સરહદ નજીક ઉડી રહ્યાં છે, યુએને બંને દેશોને શાંતિ માટે અપીલ કરી છે, સેનાની ત્રણેય પાંખો એલર્ટ પર છે, ગમે તેવી સ્થિતીનો સામનો કરવા ભારત તૈયાર છે.

https://twitter.com/globaltimesnews/status/1273073033834647552[:]