સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો
સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો
ઈમ્પેક્ટ ફીથી 6 લાખ ગેરકાયદે મકાન કાયદેસર કરાયા
દિલીપ પટેલ
અમદાવાદ, 18 મે 2026
સ્થાનિક સરકારનો ચૂંટણી પુરી થઈ એટલે ફરીથી ગરીબ લોકોના મકાન તોડવાનું ભાજપની ભૂપેન્દ્ર પટેલે શરૂ કરી દીધું છે. તેના સામે ગૌચર, ધનવાનોના ગેરકાયદે મકાન કાયદેસર કરી આપવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં આશરે 1.60 લાખ હેક્ટરથી વધુ ગૌચર જમીન પર દબાણ છતાં તે હઠાવાતા નથી અને ગરીબોના ઘર પર બુલડોઝર ફરી વળે છે.
7650 ગૌચર જમીન પર દબાણ છે તે દૂર કરાતું નથી કારણ કે તેમાં ભાજપના નેતાઓ અને મોટી કંપનીઓના બદાણ છે.
બીજી બાજુ શ્રીમંતોના લાખો ગેરકાયદે મકાન કાયદેસર મોદીના સમયમાં કરી આપવા ખાસ કાયદો બનાવ્યો હતો.
જામનગરના જડેશ્વર પાર્ક પાસે આવેલી વસાહતમાં કાળઝાળ ગરમી વચ્ચે ડિમોલિશન કરાયું હતું.
નંદુબેનએ જણાવ્યું હતું કે, ‘અમે 40 વર્ષ પહેલા શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી આ જગ્યા વેચાતી લીધી હતી. મારા પુત્રનું અવસાન થયું છે અને હું તેની વિધવા પત્ની તથા બે સંતાનો સાથે અહીં રહીને પરિવારનું ગુજરાન ચલાવું છું.
કાયદો બધા માટે સમાન નથી. બુલડોઝર હંમેશા ગરીબ અને લાચાર લોકોના ઘર પર જ ફરે છે.
વિકાસના નામે વિનાશ વેરીને ગરીબોને રસ્તા પર લાવી દેવામાં આવી રહ્યાં છે.
એક વૃદ્ધ મહિલાની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 35 કર્મચારીઓ અને 20 પોલીસ સાથે 14મી મે 2026ના રોજ 3.50 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી પણ માનવતા નેવે મૂકી હતી.
ગુજરાતમાં 25 વર્ષના મોદીના અંકૂશ હેઠળના શાસનમાં 5 લાખ ઝૂંપડા અને મકાનો તોડી પડાયા હોવાનો અંદાજ છે.
મહાનગરો
2025ના અંતથી 2026 દરમિયાન અમદાવાદમાં 25 હજાર ઝૂંપડા અને મકાનો તોડી પડાયા છે.
3,831 મકાનો અને 4,216 રોડ પહોળા કરવા દબાણ સાથે 2025 દરમિયાન કુલ 8,000થી વધુ મકાનો તોડાયા હતા. ચંડોળા તળાવ 2,000 ઝૂંપડા બે તબક્કે 12,500, 4 લાખ ચો.મી., બાપુનગર – મલેક સાબન તળાવ ગેરકાયદે ઘરો 450, 2026માં વટવા – વનારવટ તળાવ 450 – 54,883 ચો.મી. જમીન ખાલી કરાઈ.
મકરબા વિસ્તારમાં 13 ગેરકાયદેસર દુકાનો દૂર કરી 7,597 ચો.ફુટ
સોમનાથ
700 દબાણ દૂર કરાયા. 39 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત:11 દબાણકારોએ સ્વૈચ્છિક દબાણ હટાવ્યું, 2 સામે ગુનો દાખલ થશે.
ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો
ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો
ગૌચર
પશુઓના ચરિયાણની ગૌચર જમીનો ગેરકાયદેસર
ગુજરાતના 26 જિલ્લામાં 7653 દબાણ છે.
પોરબંદર જિલ્લામાં 1,932 દબાણ નોંધાયા છે.
મહેસાણામાં 965
આણંદમાં 784
જૂનાગઢમાં 636,
ગીર સોમનાથમાં 589
બનાસકાંઠામાં 586,
રાજકોટમાં 511,
ગાંધીનગરમાં 369,
અમરેલીમાં 232
ભાવનગરમાં 223,
અમદાવાદમાં 182,
ખેડામાં 109,
મોરબીમાં 83,
નર્મદા 80,
કચ્છમાં 78,
બોટાદમાં 80,
વલસાડમાં 66,
સાબરકાંઠામાં 38,
દાહોદમાં 26,
અરવલ્લીમાં 21,
વડોદરામાં 18,
નવસારીમાં 11,
મહીસાગરમાં 7,
ભરૂચમાં 7,
સુરેન્દ્રનગરમાં 4,
પંચમહાલમાં 3 દબાણો છે.
ઈમ્પેક્સ ફી
ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ, 2022 (GRUDA)”
વિધાનસભા જવાબો અને શહેરવાર અહેવાલોમાંથી કેટલીક વિગતો.
અમદાવાદ 2011ના મોદીના કાયદા હેઠળ 2 લાખ 50 હજાર અરજી આવેલી તેમાં 1.26 લાખ બાંધકામ નિયમિત કરાયા (2011 કાયદા હેઠળ)
જે સંપૂર્ણ ગેરકાયદે છે એ લોકોએ તો અરજી કરી ન હતી. આમ એકલા અમદાવાદમાં 3 લાખ ગેરકાયદે મકાનો હોવાનો અંદાજ આના પરથી બાંધી શકાય તેમ છે.
પછી ગેરકાયદે મકાન ન બનવા જોઈતા હતા છતાં
2022 પછી 75,973 અરજી બીજી આવી હતી,
સુરતમાં અમદાવાદથી અડધા કાયદેસર કરાયા છે. 300 શહેરમાં તમામ મળીને અમદાવાદ જેટલાં ગેરકાયદે મકાનો હોવાની શક્યતા છે.
ગાંધીનગરમાં 4,000 અરજી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા અરજી આવી હતી.
ભાવનગરમાં 4,375 અરજીઓ આવી હતી.
જામનગરમાં 3 હજાર ગેરકાયદે મકાન છે. તે તોડાતા નથી અને ગરીબોના મકાનો તોડી પડાય છે.
અમદાવાદમાં 20 હજાર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
અમદાવાદમાં દબાણ – ચંડોળા બાદ રામવાડી ઈસનપુરના મકાનો તોડાયા
મોદીના 25 વર્ષ: 2002ના અધૂરા ચૂંટણી વચનો
મોદી મકાનો આપશે – મકાન કૌભાંડો અને નિષ્ફળતાના સ્ફોટક 35 અહેવાલો
મોદી મકાનો આપશે – મકાન કૌભાંડો અને નિષ્ફળતાના સ્ફોટક 35 અહેવાલો
ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો
ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો

English
