કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ?

कच्छ में 20 हजार गायें मरीं, गुजरात में कितनी?

20 thousand cows died in Kutch, how many in Gujarat?

ગુજરાતમાં કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ?

અમદાવાદ, 7 ઓગસ્ટ 2022
ગાયમાતાને બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગરમાં શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેદ્ન્રસિંહ જાડેજા (દિગુભા) એ આક્રોશ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કચ્છમાં 20 હજાર ગાયમાતાના મોત થયા છે. આખા ગુજરાતમાં તેનાથી ત્રણ ગણા મોત હોઈ શકે છે.

કચ્છ ડી.ડી.ઓ. દ્વારા 21 જૂલાઈ 2022 માં કહેવાયું કે, કચ્છમાં 80 હજાર ગૌવંશને રસીકરણ કર્યું છે. જોવા જેવું એ છે કે કચ્છમાં 14 પશુચિકિત્સક છે. સરકારે જાહેર કર્યું કે, કચ્છમાં 1 લાખ ગાય ભેંસનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસમાં 20 હજાર ગાયોને રસી આપવામાં આવી હોવાની જાહેરાત સરકારે કરી હતી. 14 તબિબો કઈ રીતે 3 દિવસમાં 20 હજાર ગાયોને રસી આપી શકે.

લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોતનું કારણ સરકારમાં પશુ તબિબોની તંગી છે.

ભાજપ સરકાર અને તંત્ર જાગતું નથી. જે ઘણી જ ગંભીર બાબત છે. ગાયના નામે મત માંગી સત્તા મેળવનાર ભાજપની અસંવેદનશીલતા-નિષ્ક્રિયતા બતાવે છે.

ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધી હતી. તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હતું. તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવામાં આવ્યા ન હતા.

આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપે છે.

સાચી માહિતી નથી અપાતી, કાગળ પર રસિકરણ બતાવે છે.

ગુજરાત કોંગ્રેસની માંગ
ગૌવંશને બચાવવા સાચું રસિકરણ કરવામાં આવે. 7 મહિનાથી ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી આપી નથી, હવે આપો.

ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાસચારો પડેલો છે તે આપવામાં આવે.

ગૌવંશમાં લંપી નામના વાયરસને મહામારી જાહેર કરી તેને SDRFની જોગવાઈઓમાં સમાવેશ કરવામાં આવે. મૃત ગાય બદલ પશુપાલકને વળતર આપવામાં આવે.

આમાં કઈ રીતે બચી શકે ગાયમાતા ?
75 હજાર પશુ માટે એક પશુચિકિત્સા અધિકારી છે.
1 લાખ પશુ માટે 1 પશુધન નિરીક્ષક અધિકારી છે.
3 લાખ 45 હજાર પશુ માટે એક ડ્રેસર છે.
2 લાખ 60 હજાર પશુ માટે એક એટેંડન્ટ છે.
3 લાખ 40 હજાર પશુ દીઠ 1 પટાવાળા છે.

ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી છે. કોરોના કાળમાં ડોક્ટરો – પેરામેડીકલ સ્ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરિકો મોતને ભેટ્યા હતા. તેવી જ રીતે લમ્પી વાયરસમાં સારવારના અભાવે ગાય અને ભેંસ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પશુચિકિત્સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્યાઓ ખાલી છે.

તબિબો નથી
10 જીલ્લાઓમાં શુઓની સારવાર માટે એકપણ ડ્રેસર નથી. ગુજરાતમાં પશુચિકિત્સકની 290 જગ્યાઓ ખાલી છે. જે આંતરરાષ્ટ્રિય ધોરણો પ્રમાણે 3 હજાર હોવા જોઈએ. 10 હજાર પશુએ એક તબિબ હોવા જોઈએ. ગુજરાતમાં 95 લાખ ગાય અને 1 કરોડ 5 લાખ ભેંસ છે. ગુજરાતમાં 96 લાખ ગાયો અને 1 કરોડ 5 લાખ ભેંસની સારવાર માટે માત્ર 367 ચિકિત્સક અધિકારી છે. એટલે કે. 26251 ગાય અને 27 હજાર ભેંસ મળીને 53 હજાર પશુ દીઠ 1 પશુધન ડોક્ટર છે.

પટાવાળા કમ એટેંડન્ટની 294 જગ્યા ખાલી છે. પટાવાળાની 405 જગ્યાઓ ખાલી છે.

કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, ડાંગ, નર્મદા, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર જીલ્લાઓમાં સ્થિતી ખરાબ છે. પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસને રોકવા ભાજપ સરકાર પાસે કોઈ નક્કર યોજના નથી. કચ્છમાં 20 હજાર ગાયમાતાના મોત થયાની વિગતો સામે આવી છે.

જ્યાં રસી હોય ત્યા સ્ટાફ નથી, જ્યાં સ્ટાફ હોય ત્યાં રસી નથી. ભાજપની ગૌમાતા પ્રત્યે નકલી પ્રેમની પોલ ખોલી નાખી છે. માત્રને માત્ર મત લેવા ઉત્સવો અને તાયફાઓમાં જોર જોરથી ગાયમાતાનું નામ લેવામાં આવે છે. નકલી હિંદુત્વવાળી ભાજપ સરકાર છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે