[:gj]2011-12 સુધી કેરીનું વાવેતર અને ઉત્પાદન [:]

[:gj]કેરીનું ૨૦૧૧-૧૨માં ૧.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદનનો આંક ૯. ૬૬ લાખ ટન રહ્યો હતો. રાજ્યમાં કેરીના ઉત્પાદનમાં જૂનાગઢનો તલાલા અને વંથલી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ પંથક મોખરે ગણાય છે. આંબામાં ફ્લાવરિંગ સારા તબક્કામાં હોવાથી આફૂસ કેરી પણ એપ્રિલની શરૃઆતમાં બજારમાં આવવાની સંભાવના છે.
કેરીના ઉત્પાદનમાં વિશ્વ બજારમાં ભારતનો દબદબો છે. વિશ્વમાં ભારતની કેરીની નિકાસ માંગ સારી હોવાથી દેશમાં કેરીનું વાવેતર સતત વધતું જાય છે. શિયાળાનો અંતિમ તબક્કો અને ગરમીની શરૃઆત થાય તુરંત જ કેરીના રસિકો કેરીની બજારમાં આવવાની રાહ જોવા લાગે છે. રાજ્યમાં કેરીનું ઉત્પાદન ૨૦૦૮-૦૯માં હેક્ટરદીઠ માત્ર ૩ ટન જ મળતાં ખેડૂતોને ખર્ચ માથે પડયો હતો. પરંતું કેરીનું ઉત્પાદન વધારવાના પ્રયાસના ભાગરૃપે સફળતા મળી હોય તેમ ૨૦૦૯-૧૦થી કેરીના ઉત્પાદનમાં હેક્ટરદીઠ સાત ટનનો ઉતારો મળતાં હવે
ગુજરાતમાં પણ ખેડૂતો કેરીની ખેતી કરવા લાગ્યા છે. કેસર કેરી માટે જૂનાગઢ જિલ્લો દેશભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આફૂસ, રાજાપુરી, લંગડો અને દશેરી કેરીનું સારું ઉત્પાદન થાય છે. સામાન્યત કેરીમાં ત્રણ પ્રકારે ફ્લાવરિંગ થતું હોય છે. નવેમ્બરમાં ઠંડી ના નડે તો આ ફલાવરિંગ સમયસરનું ગણાય છે.
કેરીમાં નવેમ્બરમાં જ ૨૦થી ૨૫ ટકા ફ્લાવરિંગ થઇ જતું હોય છે. જે કેરી એપ્રિલના અંત સુધી બજારમાં આવી જતી હોય છે. આ વર્ષે નવેમ્બરમાં ઠંડી સામાન્ય રહેતાં આંબામાં સારું ફ્લાવરિંગ થયું હોવાનું જૂનાગઢ કૃષિ યુનિ.ના બાગાયત વિભાગના સંશોધન વૈજ્ઞાાનિક આર. આર. વિરડીયાએ જણાવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરીમાં બીજા તબક્કાનું ફ્લાવરિંગ થતું હોય છે. પરંતુ ડિસેમ્બરની ૨૭મી તારીખથી લઇ જાન્યુઆરીના અંત સુધી ઠંડીએ જોર પકડતાં આ સમયે ફ્લાવરિંગ અટકી ગયું હતું. પરંતુ વસંતપંચમી બાદ આંબામાં સારું ફ્લાવરિંગ થવાની સંભાવના જૂનાગઢ જિલ્લામાં મોટાપાયે કેરીનું વાવેતર કરતા ખેડૂત મોહનભાઇ દલસાણીયા અને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આંબાની વાડીઓના ઇજારા રાખતા વેપારી કાન્તીભાઇ મારવાણીયાએ વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંબામાં કેરીના ઉત્પાદન માટે વર્ષ સારું છે. ફૂટ પણ સારી હોવાની સાથે હાલમાં ખેડૂતો બગીચાઓના ઇજારાઓ આપી રહ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આંબામાં ૫૦ ટકા ફ્લાવરિંગ થઇ ગયું છે. કેરીમાં ખેડૂતોએ સારું ઉત્પાદન મેળવવું હોય તો પિયતમાં હાલના સમયમાં ધ્યાન રાખવું જોઇએ. કેટલાક ખેડૂતો આંબામાં વહેલા ફ્લાવરિંગ માટે કલ્ટાર પણ પિવડાવતા હોય છે. જે કેરીની ગુણવત્તા માટે નુક્સાન કારક છે. વલસાડમાં પણ આંબામાં નિયમિત ફ્લાવરિંગ શરૃ થતાં આફૂસ કેરી પણ સમયસર બજારમાં આવી જશે. વલસાડના અગ્રણી વેપારી આર. આર. મિશ્રાના જણાવ્યા અનુસાર, હાફૂસ કેરીમાં સ્થિતિ સારી હોવાથી ઉત્પાદન સારું આવવાની સંભાવના છે. ઘણા વર્ષો બાદ કેરીમાં ત્રણ ફાલ આવવાની શક્યતા છે. ઠંડી ઓછી થશે તો એપ્રિલના શરૃઆતમાં જ આફૂસ બજારમાં આવશે.

કેરીમાં દેશની સ્થિતિ

વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૬-૦૭ ૨૧.૫૩ ૧૩૭ ૬.૩૮
૨૦૦૭-૦૮ ૨૨.૦૧ ૧૩૯ ૬.૩૬
૨૦૦૮-૦૯ ૨૩.૦૮ ૧૨૭ ૫.૫૨
૨૦૦૯-૧૦ ૨૩.૧૨ ૧૫૦ ૬.૫૦
૨૦૧૦-૧૧ ૨૨.૯૬ ૧૫૧ ૬.૬૧
૨૦૧૧-૧૨ ૨૩. ૭૮ ૧૬૧ ૬.૮૦
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટરદીઠ ટનમાં છે.

કેરીમાં રાજ્યની સ્થિતિ

વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૮-૦૯ ૧.૧૫ ૨.૯૯ ૨.૬
૨૦૦૯-૧૦ ૧.૨૧ ૮.૫૬ ૭.૦
૨૦૧૦-૧૧ ૧.૩૦ ૯.૧૧ ૭.૦
૨૦૧૧-૧૨ ૧.૩૬ ૯.૬૬. ૭.૯
રાજ્ય પ્રમાણે કેરીના ઉત્પાદનની સ્થિતિ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨
રાજ્ય વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
ઉત્તર પ્રદેશ ૨.૬૭ ૩૬.૨૩ ૧૩.૬ ૨.૫૮ ૩૮.૪૦ ૧૪. ૯
કર્ણાટક ૧.૬૧ ૧૭.૭૮ ૧૧.૦ ૧.૭૨ ૧૮.૬૮ ૧૧.૦
બિહાર ૧.૪૭ ૧૩.૩૪ ૯.૧ ૧.૪૭ ૧૨.૪૧ ૮.૫
તમિલનાડુ ૧.૪૮ ૮.૨૩ ૫.૬ ૧.૫૧ ૮.૮૯ ૫.૮
ઓરિસ્સા ૧.૯૦ ૬.૪૨ ૩.૪ ૧.૯૭ ૭.૧૫ ૩.૭
મહારાષ્ટ્ર ૪.૭૭ ૩.૩૧ ૦.૭ ૪.૮૨ ૫.૦૩ ૧.૧
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા અંદાજિત હેક્ટરદીઠ ટનમાં છે

ભારતની કેરીના મુખ્ય વિદેશી ખરીદદારો
૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨
નિકાસ કિંમત નિકાસ કિંમત
સાઉથ એશિયા ૨૯૪૨૦ ૧૧૭૨૩ ૨૬૭૬૬ ૧૩૧૯૪
ઇયુ-૨૭ ૨૫.૭૫ ૨૦૮૦ ૩૧૫૪૨ ૪૭૪૪
એશિયન દેશ ૭૯૭ ૩૭૭ ૯૬૫ ૪૯૮
નોર્થ અમેરિકા ૫૬૩ ૩૧૯ ૭૫૮ ૩૭૧
નોર્થ એશિયા ૧૨૧ ૬૮ ૨૩૮ ૧૬૪
નોંધઃ નિકાસની આવક ટનમાં છે જ્યારે કિંમત લાખમાં છે.

બજારમાં પાક આવવાની સ્થિતિ
રાજ્ય સીઝન કેરી
આંધ્રપ્રદેશ ફેબ્રુઆરી-મધ્ય જુલાઇ બંગનપાલી, તોતાપુરી, સુવર્ણલેખા, નીલમ
ગુજરાત એપ્રિલ-જુલાઇ આલ્ફોન્ઝો, કેસર અને રાજાપુરી, આફૂસ
કર્ણાટક એપ્રિલ-જુલાઇ બંગનપાલી, તોતાપુરી, નીલમ,
મહારાષ્ટ્ર માર્ચ-જુલાઇ આલ્ફોન્ઝો, કેસર, પૈરી

ઉત્તર પ્રદેશ મે- ઓગસ્ટ બોમ્બે ગ્રીન, દશેરી, આમ્રપાલી, ચૌસા – કરણરાજપુત[:]