[:gj]સુરતમાં મરકીથી મોત થતાં 26 વર્ષ પહેલાં આજની જેમ 3 લાખ લોકોએ હીજરત કરી હતી [:]

[:gj]૧૯૯૪માં ગુજરાત રાજ્યના સુરતમાં ત્રાટકેલા મરકી – પ્લેગના રોગચાળાએ બાવન લોકોના જીવ લીધા હતા અને ૩ લાખ લોકો ભયભીત થઈને સ્થળાંતર કરી ગયા હતા. કોરોનામાં પણ પહેલું મોત સુરતમાં થયું અને લોકો ભયભીત બનીને 3 લાખ લોકો સૌરાષ્ટ્ર, રાજસ્થાન જેવા વિસ્તારોમાં હિજરત કરી ગયા છે.

સુરતની મરકીમાં અત્યંત ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણ જેવા પરિબળોને કારણે રોગચાળાવાળું વાતાવરણ પેદા થયું હતું. કેટલાય પશુઓ તેમાં મૃત્યુ પામ્યાં હતા. આ કારણોસર મરકીએ સુરત ઉપર ભરડો લીધો હોવાનુ પણ મનાય છે.

ત્યારે એવો ભય ફેલાઈ ગયો હતો કે સુરતમાંથી સ્થળાંતર કરી ગયેલા લોકોને કારણે સમગ્ર ભારત દેશમાં અને આખા વિશ્વમાં મરકી ફરી પોતાનો કહેર વર્તાવશે, પણ એવુ બન્યું નહી. કોરોનામાં પણ આવું હજું સુધી થયું નથી.

કદાચ એનુ કારણ ભારતીય સ્વાસ્થ્ય સત્તા દ્વારા લોકોમાં લવાયેલી સ્વાસ્થ પ્રત્યેની જાગૃતિ હતી. મધ્યયુગમાં યુરોપમાં ફેલાયેલા પ્લેગની જેમ સુરતમાં ફેલાયેલા મરકીના કારણો હજુ પણ અજ્ઞાત રહ્યા છે. પ્લેગના જીવાણુને ઓળખવામાં અસમર્થ રહી, તેનું કારણ પૃથક્કરણની નબળી પદ્ધતિઓ હતી. આમ છતા એ પ્લેગ જ હતો તેવા ઘણા પૂરાવા બાદમાં મળી આવ્યાં, જેમ કે ઘણા દરદીનુ રક્ત પરિક્ષણ કરતાં તેમાં પ્લેગના જીવાણુની હાજરી જણાઈ હતી. કેટલાક લોકોના રૂધીરતંત્રમાં પ્લેગ સામે લડવાના કણો પેદા થયા હોવાનુ પણ જણાયું હતું.

ભારત અને ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે એક સમયે સુરતમાં ફેલાયેલા મરકી એટલે કે પ્લેગના રોગચાળાએ અડધું સુરત ખાલી કરાવી દીધું હતું. આ રોગચાળો પણ ચીનથી ફેલાયેલો છે. પ્લેગ યેર્સિનિયા પેસ્ટીસ નામના જીવાણું વડે થાય છે. આ જીવાણું ઉંદર દ્વારા થાય છે અને ત્યારબાદ માનવથી માનવમાં ફેલાય છે.

આજના સમયમાં લગભગ લુપ્તતાને આરે આવેલા મરકીના રોગે સેંકડો વર્ષો સુધી સમગ્ર વિશ્વની માનવજાતને પોતાનુ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે.

ઇ.સ. પૂર્વે 430માં મરકીનો ચેપ ઈથિયોપિયાથી ઇજિપ્ત, ઇજિપ્તથી લિબીયા અને ત્યાંથી ગ્રીસમાં પહોચ્યોં અને ગ્રીસના એથેન્સ શહેરની ત્રીજા ભાગની વસતી આ રોગમાં સપડાઇને મોતને ભેટી હતી. પ્લેગનો પ્રથમ હુમલો ઈ.સ. 541થી 750માં ઇજિપ્તથી લઈને ભૂમધ્ય પ્રદેશોમાં અને ઉત્તર-પશ્વિમી યુરોપ સુધી ફેલાયો હતો.

બીજો હુમલો ઈસ. 1345થી 1840ના સમયગાળામાં મધ્ય-એશિયાથી લઈને ભૂમધ્ય પ્રદેશમાં અને યુરોપમાં ઉપરાંત ચીનમાં પણ ફેલાયો હતો.

ત્રીજો હુમલો ઈ.સ. 1866થી 1960 દરમ્યાન ચીનમાંથી વિશ્વના ઘણા ભાગોમાં પ્રસર્યો. જેમાં ભારતને પણ આ રોગ ભેટી ગયો હતો.

બીજા હુમલામાં મરકીનો રોગ ‘બ્લેક ડેથ’ નામે જાણીતો થયો અને તે વખતે એ મૂળ ચીનમાંથી પ્રગટ્યો હતો અને આખા એશિયા, આફ્રિકા અને યુરોપને પોતાના સકંજામા લઈ લીધા હતા. ચીને પોતાના લગભગ અડધા ભાગની વસતી ગુમાવી હતી. યુરોપે પણ ત્રીજાભાગની વસતી ગુમાવી હતી. મૃતાંકની દ્રષ્ટિએ મરકી ઈતિહાસનો સૌથી ખતરનાક અને જીવલેણ હવા દ્વારા ફેલાતો ચેપીરોગ સાબિત થયો હતો. મરકીનો ત્રીજો હુમલો પણ ચીનમાંથી જ થયો હતો. ચીનનું યુનાન રાજ્ય એપિસેન્ટર બન્યું હતું. 1896માં પ્લેગ મુંબઇમાં પણ ત્રાટક્યો હતો. મરકી જૈવિક હથિયાર તરીકે ખાસ્સો લાંબો ઈતિહાસ ધરાવે છે. ઐતિહાસીક વિગતો મુજબ પ્રાચીન યુગના ચીનમાં અને મધ્ય યુગના યુરોપમાં મરકીનો યુદ્ધ સમયે હથિયાર તરીકે ઉપયોગ થતો હતો. હુણ, મોંગોલ, તુર્ક, અને બીજી કેટલીક પ્રજાતિ દુશ્મન રાજ્યના પાણીના સ્ત્રોતમાં મરકીના ચેપવાળા મૃત માનવ-શરીર કે પ્રાણી-શરીર નાખી અને પાણીને ચેપ-યુક્ત કરતી હતી.

સુરતમાં 1994માં પ્લેગ ફેલાયો હતો. આ રોગચાળાએ સુરતમાં 52 લોકોના જીવ લીધા હતા પરંતુ લાખો લોકો સુરતમાંથી સ્થળાંતર કરીને ભાગી ગયા હતા.[:]