ગુજરાતમાં ડાયાબિટીશના 30 લાખ દર્દીઓમાં કોરોના પછી વધારો, રેમડેસિવિર કે સ્ટિરોઇડ મુખ્ય કારણ

ગાંધીનગર, 17 મે 2021
અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 80થી 83 ટકા દર્દીઓમાં ઓબેસિટી, ડાયાબિટીસ, કૅન્સર, કિડની, બીપીના રોગો રહ્યાં છે. જેમાં ડાયબિટીસના દર્દીઓને સુગર વધઘટ સતત થયા કરતું જોવા મળ્યું છે. ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીશના દર્દીઓ છે જેમાં વધારો થઈ રહ્યો છે.

કોરોનાના કારણે 8511 લોકો મોતને ભેટ્યા છે. ગુજરાત રાજ્યમાં કુલ 5.50 લાખ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ સરકારના રેકર્ડ બહાર હોય એવા મળીને 10 લાખ લોકો કોરોનામાં આવી ગયા હોવાનો અંદાજ છે.

કોરોનાની બિમારી પછી પણ ડાયાબિટીશના નવા દર્દીઓ વધી શકે છે. 40 વર્ષથી ઉપરના 36 ટકા લોકોને આ રાજ રોગ છે. ગુજરાતમાં 30 લાખ લોકોને ડાયાબિટીસ છે. 1990થી 2016 વચ્ચે 89 ટકા દર્દીઓ વધ્યા હતા. હવે કોરોના પછી 2020 પછી તેમાં વધારો થશે એવું તબિબો માની રહ્યાં છે. ડાયાબિટીશના દર્દીઓને મહિને રૂપિયા 500થી 1500 સુધીનું દવાનું અને રોપોર્ટનું ખર્ચ થાય છે. અમદાવાદમાં વર્ષે રૂ.150 કરોડનું ખર્ચ ડાયાબિટીશ પાછળ થતું આવ્યું છે જેમાં કોરોના પછી વધારો થયો છે.

આંખ, કિડની, હ્રદય સહિતના અન્ય અંગોને નુકશાન કરી શકે છે. તેથી તે શરીરનો છૂપો દુશ્મન છે. રેમડેસિવિરનો ડોઝ લીધા પછી દર્દીઓ બીજી માંદગી અથવા ડાયાબિટીશ વધી રહ્યાં છે. રેમડેસિવિર કે સ્ટિરોઇડથી સ્યુગર વધે છે.

ગુજરાત સરકારે 3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શન પુરા પાડ્યા છે અને ખાનગી હોસ્પિટલોએ પણ આવા ઈન્જેક્શનો આપ્યા છે.

એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ.મહર્ષિ દેસાઈ એવું માને છે કે, કોરોનાના વાયરસમાં વેરિએશન ખૂબ જ છે. દરેક દર્દીની તાસીર અલગ હોય છે. દરેક દવા પ્રત્યેનું દરેક વ્યક્તિનું રિએક્શન અલગ હોય છે. વાયરસ ભલે એકનો એક હોય પણ દરેક દર્દીમાં ક્લિનિકલ પિક્ચર અલગ હોઈ શકે.

કોરોનાના 80 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથી. નિયમિત રીતે પેરાસીટામોલ લો, ખુબ પાણી પીઓ અને ઓક્સિજન લેવલ જાળવી રાખો એટલું જ જરૂરી છે. માત્ર 20 ટકા લોકોને હોસ્પિટલાઈઝેશનની આવશ્યકતા હોય છે, તેમાંથી પણ માત્ર પાંચ ટકા લોકો કે જે કો-મોર્બિડ છે એમને જ iccu ની જરૂર પડતી હોય છે.

40 વર્ષથી ઉપરના 36 ટકા લોકોને આ રાજ રોગ છે. તેથી રાજરોગ એવા ડાયાબિટીશ રોગની રાજધાની ગુજરાત છે. અહીં વર્ષે રૂપિયા 3600 કરોડ ખર્ચ થતું હતું જે હવે કોરોના પછી 4 હજાર કરોડ સુધી ખર્ચ પહોંચી શકે છે.

ગુજરાતના ગીરના જંગલમાં થતી કટુપીલા કે ઠુમરી કે શીણવી નામની વનસ્પતિ આ રોગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ગુજરાતમાં ડાયાબિટીશના કારણે 4 લાખ લોકોના પગને અસર થાય છે તેથી તેના ઓપરેશન કરાવવા પડે છે. જે બચી શકે છે.