31ને જીવતા સળગાવવાની ઘટનાના દોષિતોને જામીન પર છોડી મૂક્યા

ગુજરાતમાં 2002માં સમગ્ર ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં મહેસાણાના સરદારપુરા નરસંહાર કેસમાં હુલ્લડ મામલે સર્વોચ્ચ ન્યાયાલયે 17 દોશીતને શરતી જામીન આપી દીધા છે. તેઓ જામીન પર રહ્યા દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યો કરશે એવું અદાલતે આદેશમાં કહ્યું છે.

સરદાર પુરા ગામમાં 1 માર્ચ 2002માં 33 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં ગુજરાત વડી અદાલતે 14 આરોપીઓને છોડી મૂક્યા હતા, જ્યારે 17ને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી, વડી અદાલતના ન્યાયને આરોપીઓ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે. લાંબા સમયથી જેલમાં છે. આથી 17 આરોપીઓએ ખટલો પડતર હોવાનો હવાલો આપીને જામીન માટે અરજી કરી હતી.

convicts broke down into tears while they were taken to jail after being sentenced for life imprisonment for Sardarpura massacre. *** Local Caption *** convicts broke down into tears while they were taken to jail after being sentenced for life imprisonment for Sardarpura massacre. Express photo by Javed Raja

73 આરોપીઓમાંથી 31ને સજા

સરદારપુરા હત્યાકાડંની તપાસ માટે નિમાયેલી ખાસ અદાલતે 2011માં 73 આરોપીઓ પૈકી 31 આરોપીઓને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. 31ને શંકાના લાભ આપી નિર્દોષ છોડી મુકયા હતા.

ટ્રાયલ કોર્ટના ચુકાદાને 2012માં ગુજરાત વડી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. નિર્દોષ છૂટી ગયેલાને સજા ફટકારવા અને આરોપીઓએ સજા ઓછી કરવા અપીલ કરી હતી.

સરદારપુરામાં પીડિતો તરફથી સીટે એવી દલીલ કરી હતી કે, એક જ સાથે 33 લોકોને જીવતા સળગાવી દેવાની ઘટના એક પૂર્વ આયોજીત કાવતરૂ હતુ.

રાજકારણ

તોફાનો અગાઉ ઊંઝાના તત્કાલીન ભાજપના ધારાસભ્ય નારણ લલ્લુએ અને હરેશ ભટ્ટે સરદારપુરામાં સભા કરીને લોકોને ઉશ્કેર્યા હતા. ઘટના બની તે અગાઉ ઘટના સ્થળે હેલોજન લાઇટ ગોઠવી હતી. તેના માટે ગામના જ કેટલાક સાક્ષીઓએ જુબાની આપી છે.

ચૂંટણીમાં ફાયદો

આ બનાવ બાદ ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતોનું ધ્રુવિકરણ થયું હતું જેમાં ભાજપને મોટો ફાયદો થયો હતો. નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટણી હારી જાય તેમ હતી. પણ ગુજરાતના કોમી તોફાનોના કારણે જીતી ગઈ હતી અને 2014 સુધી મુખ્ય પ્રધાન બની રહ્યાં હતા. ત્યાર બાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા.

સરદારપુરા કેસ શું હતો?

27 ફેબ્રુઆરી 2002એ થયેલા ગોધરાકાંડના પડઘા 28 ફેબ્રુઆરી 2002એ સવારે સરદારપુરા ગામમાં સવારે ટોળાએ લઘુમતિ ધર્મ મુસ્લિમોની દુકાનો સળગાવી હતી. બીજે દિવસે 1 માર્ચ 2002ના રોજ રાત્રે સાડા નવ વાગે ટોળાએ શેખ મહોલ્લા અને પઠાણ મહોલ્લા પર હુમલો કર્યો હતો. દુકાનો સળગાવી હતી.  મોડી રાત્રે ટોળાએ શેખ મહોલ્લાના ઘરોને આગચંપી કરી હતી. ડરના કારણે મહોલ્લાના મોટાભાગના લોકો શેખ મહોલ્લાના એક જ ઘરમાં સંતાઇ ગયા હતા. એક જ ઘરમાં સંતાઇ ગયેલા ઘર ઉપર ટોળાએ આગ લગાવતા 33 લોકો જીવતા સળગી મર્યા હતા. જેની ફરિયાદ પોલીસે બીજે દિવસે સવારે નોંધી હતી. પોલીસની કાર્યવાહી પણ નિષ્ક્રીય રહી હતી.