[:gj]314 કિલો બનાવટી ઘી પકડાયું પણ ખોરાક અધિકારીની કોઈ જવાબદારી નહીં [:]

[:gj]સુરત જિલ્લાના કડોદરા રોડ પર સારોલી ખાતે આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી એક પેઢીમાં શંકાસ્પદ કાઉ ઘીનું ઉત્પાદન થતું હોવાની માહિતી આધારે ફૂડ એન્ડ ડ્રગની ટીમો દ્વારા આ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પેઢીમાંથી ૩૧૪ કિલોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તેના સેમ્પલ લઇને ફૂડ એન્ડ ડ્રગની ટીમ દ્વારા આ સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગના કેટલાંક અધિકારીઓ ભ્રષ્ટ હોવાથી તેઓ આવી ભેળસેન ચલાવવા દે છે. તેથી તેમના વિસ્તારમાં આવી ભેળસેળ પકડાય તો તેમની સામે પગલાં ભરવા જોઈએ એવું લોકો માને છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તંત્રની ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોર્ડ તથા સુરત જિલ્લાની સંયુક્ત ટીમ દ્વારા ૧૨મી મેના રોજ રવિવારના દિવસે સુરત ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરતી પેઢી મેસર્સ એસ. એસ. ટ્રેડર્સ, ૧૦-૧, અંબિકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ, કડોદરા રોડ, સારોલી, સુરત ખાતે આકસ્મિક દરોડો પાડી તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન આ પેઢીમાંથી શંકાસ્પદ ઘીના ૧૫ કિલોગ્રામના કુલ ૨૧ ટીન મળી આવ્યા હતા. માનવજાતના ઉપયોગ અર્થે વેચાણ સારું પેઢીમાં હાજરમાં મળી આવેલા દેશી કાઉ ઘીના ટીનમાંથી કાયદાનુસાર નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

નમુનો લીધા બાદ બાકી રહેલો શંકાસ્પદ ઘીનો કુલ જથ્થો ૩૧૪ કિલોગ્રામ જેની અંદાજિત કિંમત રૂ.૧,૦૦,૪૮૦ થાય છે. આ પેઢીમાંથી ભૂતકાળમાં પણ ૨૭ જૂન ૨૦૧૫ના રોજ વડી કચેરીની સ્ક્વોર્ડ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દીપ દ્રવ્ય તથા ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટના કુલ ૬ નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે અપ્રમાણિક જાહેર થતા એડજ્યુડીટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કર્યો હતો અને તેમાં કુલ રૂ.૫,૫૦,૦૦૦નો દંડ પણ થયેલો છે.

૧૫ કિલોના કંપની પેક ટીનમાંથી લીધેલા દેશી કાઉ ઘી ના નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો અહેવાલ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.[:]