BJP के 40 साल के लोकल गवर्नमेंट राज में सबसे बड़ी बगावत 2026 में The Biggest Rebellion in the BJP’s 40-Year Rule over Local Govt: 2026
દિલીપ પટેલ
અમદાવાદ, 16 એપ્રિલ 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન 26મી એપ્રિલે અને ગણતરી 28મી એપ્રિલે. 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કુલ 9992 બેઠક છે. ભાજપમાં 290 સ્થળોએ જાહેર અને આંતરિક વિરોધ થયો હોવાની ગણતરી કરી શકાય તેમ છે. જેમાં જાહેરમાં વિરોધની ઘટનાઓ અહીં આપવામાં આવી છે. ગુજરાત ભાજપના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત પક્ષમાં વિખવાદો બહાર આવ્યા છે. કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે જે સ્થિતી હતી એવી સ્થિતી ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યના શાસનમાં જોવા મળે છે.
ભાજપના પૂર્વજ પક્ષ જનસંઘ ગુજરા વિધાનસભાની પહેલી બેઠક 1962માં જીત્યો હતો. જનસંઘના શહેરોમાં અમદાવાદ, રાજકોટ જેવા શહેરી સ્થાનિક કોર્પોરેટરો બન્યા હતા.
ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના 1980માં થઈ. 1980–85 વચ્ચે ભાજપે કોર્પોરેટર તરીકે પોતાની પહેલી બેઠકો જીતવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં ભાજપને સ્થાનિક સ્વરાજ્યમાં પહેલી સત્તા અમદાવાદ મહાનગરપાલિકા 1987-88માં મળી હતી અમદાવાદ પછી રાજકોટ, સુરત, વડોદરામાં પણ ભાજપે ધીમે ધીમે સત્તા મેળવવી શરૂ કરી હતી. સ્થાનિક સરકાર બનાવી હોવાને 40 વર્ષ થયા છે. એકહથ્થુ સત્તાના કારણે પક્ષમાં વિરોધ વધી ગયો છે.
ભાજપમાં આંતરિક વિખવાદો, બળવો, વિરોધ તથા અનેક સ્થળે મતદારોએ ભાજપની સ્થાનિક સરકાર સામે વિરોધ અને આક્રોશ ઠાલવતાં જોઈને ભાજપે ચૂંટણી વગર જ ચૂંટણી જીતવા માટે રાજકીય ષડયંત્રો કર્યા હતા. તેથી લોકશાહી વિરુદ્ધ જઈને લોકોનો ચૂંટણી કરવા મતદાનનો અધિકાર છીનવી લેવા આ ષડયંત્રો કર્યા હતા. જે લોકશાહી માટે ઘાતક છે. ચૂંટણી તો થવી જ જોઈએ. બે કે ત્રણ પક્ષ ઉમેદવારી પરત ખેંચીને કે ઉમેદવારો ઉભા ન રાખીને લોકોનો મતદાનનો અધિકાર છીનવી શકે નહીં.
બિનહરીફ
ઉમેદવારી પત્રો ભરાયા અને પરત ખેંચ્યા ત્યાં સુધીમાં 700 બેઠકો ભાજપની બિનહરીફ કરી હતી. જે 3 ટકા જેવી થાય છે. 135 બેઠક પર નિર્વિરોધ જીત મેળવી લીધી હતી. ઉમેદવારીપત્રની ચકાસણી બાદ બીજી 165 બેઠક મેળવી હતી. અને ઉમેદવારી પરત ખેંચવામાં 450 બેઠકો મળીને કુલ 700 બેઠકો કોઈ જાતની ચૂંટણી વગર ભાજપ જીતી ગયો હતો. એ માટે ધમકી, અપહરણ, દાદાગીરી, નાણાની લાલચ, પોલીસનો ગેર ઉપયોગ, સામાજિક દબાણ, પ્રતિપક્ષના ઘણા ઉમેદવારોને તો મેન્ડેટ ન મળવા દેવા જેવી લોકશાહી વિરોધી પ્રવૃત્તિ ભાજપે કરી હતી.
ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં ધાકધમકી અને પોલીસનો ઉપયોગ કરીને બીજી ઘણી બેઠકો બિનહરીફ કરાઈ હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 20, નગરપાલિકાઓમાં 178, જિલ્લા પંચાયતોમાં 12 અને તાલુકા પંચાયતોમાં 90 ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કર્યા હતા.
2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની 221 બેઠકો બિનહરીફ રહી હતી.
ઉમેદવારોને ગુપ્ત સ્થળે છૂપાવી દેવાયા
રાજકોટ, કલોલ, નડિયાદ, મોરબી શહેરોના કોંગ્રેસના ઉમેદવારોને પોલીસનો ઉપયોગ, ધમકી, તોડફોડ કરવા ભાજપે પ્રયાસ કરતાં તેમના ઉમેદવારોને અજાણી જગ્યાએ લઈ જવા પડ્યા હતા.
ઉમેદવારીપત્ર રદ કરવા દબાણ
39,387 ઉમેદવારીમાંથી 9,520 રદ કરવામાં આવ્યા હતા. તેથી 29,792 ઉમેદવારો મેદાનમાં ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પહેલા હતા. 24.17 ટકા ઉમેદવારીપત્ર રદ કરવાની આંચકાજનક પ્રક્રિયા રાજ્ય ચૂંટણી પંચે કરી હતી. ઉમેદવારીપત્રો રદ કરવા માટે ચૂંટણી અધિકારીઓ પર ભાજપનું ભારે દબાણ હતું. આ દબાણના કારણે એક ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી હતી. આું લોકસભાની ચૂંટણીમાં અમિત શાહના મતક્ષેત્ર સાણંદમાં પણ થયું હતું. ત્યારે ચૂંટણી અધિકારીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.
ભાજપમાં વિરોધ
ગુજરાતમાં જાહેરમાં અને ખાનગીમાં ભાજપના કાર્યકરોએ પક્ષના નેતાઓએ કરેલાં નિર્ણય સામે 290 જગ્યાએ વિરોધ કર્યો હોવાની ઘટના ગણી શકાય તેમ છે.
ગુજરાત ભાજપના તેઓમાં સૌથી વધારે વિરોધ સુરત, નવસારી, અમદાવાદ, જામનગરમાં જોવા મળ્યો છે. જે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, દેશના ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભારતના પાણી પ્રધાન સી આર પાટીલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ પંચાલના મત વિસ્તારોમાં વધારે વિરોધ થયો હતો.
ઉમેદવાર પસંદગીમાં કેટલાક નેતાઓના લોબીંગ અને પોતાના લોકોને ટિકિટ આપવાના સમીકરણ હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવાર નક્કી થાય તે પહેલાં અને ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ભાજપમાં આંતરિક અસંતોષનો વિસ્ફોટ થયો. પક્ષમાં ભારે વિરોધ થયો હોવાની અનેક ઘટનાઓ બહાર આવી હતી. આટલા મોટા પ્રમાણમાં વિરોધની ઘટનાઓ અગાઉની ચૂંટણીમાં બનાવો બન્યા ન હતા.
નવા અને અનુભવી કાર્યકર્તાઓ અને પૂર્વ કોર્પોરેટરોને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. જેમાં નબળા પરિણામ ભોગવવા પડે એ સ્થિતિ સર્જાઈ. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા કાર્યકરો અને નેતાઓ બહાર રસ્તા પર, પત્રકારો સમક્ષ અને સોશિયલ મીડિયા સમક્ષ આવ્યા હતા.
વર્ષોથી પક્ષ માટે કાર્યરત જૂના અને પાયાના કાર્યકરોની અવગણના કરી આયાતી, અજાણ્યા, પક્ષમાં ન હોય, નવા લોકોને ઉમેદવાર બનાવતાં વિખવાદો ઉભા થયા.
સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા વોટ્સએપ, એક્સ અને ફેસબુક પર તેનો ભરપુર ઉપયોગ થયો હતો. લાગણી ઘવાતાં તેઓ વોટ્સએપ જૂથ અને પોતાની ફેસબુક પર પોસ્ટ મૂકતાં હતા. સોશિયલ મીડિયા પર બળાપો અને બળવો દેખાતો હતો.
મેન્ડેટ
મેન્ડેટ (Mandate) અંગે વિવાદ વધારે હતા. મેન્ડેટનો અર્થ હકૂમત, આદેશ, ફરમાન, અધિકારની સોંપણી થાય છે. રાજકારણમાં આનો અર્થ પક્ષ દ્વારા ઉમેદવારને ચૂંટણી લડવા માટે આપવામાં આવતી સત્તાવાર ચિઠ્ઠી છે. રાજકીય અને કાનૂની મતલબ હકૂમત ચલાવવાનો કે અમુક કાર્ય કરવાના અધિકારની સોંપણી. પક્ષનો સત્તાવાર સમર્થન પત્ર કહેવાય છે. જ્યારે નાણાકીય સંદર્ભમાં તે બેંક ખાતામાંથી આપમેળે પૈસા કપાવવાની સત્તા આપે છે.
ભાજપમાં વિરોધ અને બળવાની ઘટનાઓ, ભાજપ સત્તામાં હોવાથી તેમની વિગતો આપી છે.
મનસુખ વસાવા
સાંસદ દ્વારા પક્ષની ટિકિટ આપવાના નિયમો સામે ભારે વિરોધ થયો હતો. ભરુચના ભાજપના સૌથી વધારે વરિષ્ઠ ચૂંટાવાનો વિક્રમ ધરાવતા સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાં ઉમેદવાર પસંદગીના નિયમોના કારણે કાર્યકરો નારાજ હોવાનું કહ્યું હતું. આમ આદમી પક્ષ કે કોંગ્રેસના કારણે નહીં પણ ભાજપની નીતિના કારણે નારાજગી છે. 60 વર્ષથી ઉપરના, 3 ટર્મ લડેલા અને પરિવારવાદ ધરાવતા લોકોને ન આપવી, પાયાના કાર્યકરોની અવગણનાને કારણે અંદર વિરોધનો સૂર ઊભો થયો છે. ચૂંટણીમાં જીતે તેવો જ ઉમેદવાર રાખવો જોઈએ. ઉપરથી પાર્ટીએ જે નિયમો ઠોકી બેસાડ્યા છે તે બિલકુલ બરોબર નથી.
એમણે કહ્યું પછી આખા ગુજરાતમાં સત્તા પક્ષમાં વિરોધ જોવા મળ્યો હતો.
સુરત
સુરત જિલ્લા અને શહેરમાં ભાજપમાં વિરોધ વધુ તીવ્ર હતો. સ્થાનિક કાર્યકરો અને પાયાના કામ કરનારાઓની અવગણના કરીને અનેક તાલુકાઓમાં બહારથી ઉમેદવારો પર ટિકિટ આપવામાં આવતા ભારે નારાજગી વ્યક્ત થઈ હતી.
સુરતમાં 300થી વધુ કાર્યકરોએ કાર્યાલય ઘેર્યું. સ્થાનિકને ટિકિટ ન મળતા બાયો ચડાવી.
સુરત મહાનગરપાલિકામાં 37 કોર્પોરેટરને ફરી ઉમેદવાર બનાવાયા હતા. જેમાં પૂર્વ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફરી ટિકિટ આપી.
ભાજપ સામે બેઠક –
કાર્યકર્તાઓને બદલે સ્કાયલેબની જેમ વીઆઇપીઓ, માથાભારે લોકોના મળતિયાઓને ટિકિટ આપી દેવામાં આવી.ઉમેદવારોની પસંદગીમાં એવા ઉમેદવારોને સમાવે છે કે જેમણે અત્યાર સુધી ભાજપામાં કશું યોગદાન આપ્યું નથી. વરાછા, કતારગામ, પૂણા, કાપોદ્રા, સરથાણા, વેડરોડ, અમરોલી દરેક વિસ્તારનાં વોર્ડનાં ઉમેદવારોની પસંદગીમાં વિરોધ હતો.
હીરા ઉદ્યોગ અને ભાજપનાં અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકર્તાઓની બેઠક ચાલી હતી. ભાજપ સાથે જાહેરમાં આવીને લડી લેવું કે પછી ભાજપની અંદર રહીને નુકસાન પહોંચાડવું એ રણનીતિ નક્કી કરી હતી. ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો આ વિસ્તારમાંથી ચૂંટાયા હતા.
પક્ષપલટું – આમ આદમી પક્ષમાંથી આવેલા પક્ષપલટુઓને હર્ષ સંઘવીએ ટિકિટ આપવા દીધી ન હતી. પક્ષપલટું ધાર્મિક માલવિયાની બાદબાકી અને અલ્પેશ કથિરીયાને ટિકિટ આપી ન હતી, તેમના પત્ની કાવ્યાને ઉમેદવાર બનાવ્યા હતા. તે કમને ચૂંટણી લડવા તૈયાર થયા હતા.
વોર્ડ નંબર 20 – પ્રતિભા દેસાઈને ટિકિટ મળતા કાર્યકરો નારાજ થયા અને મધરાતે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલના બંગલે જઈ રજૂઆત કરી હતી.
પ્રતિભા દેસાઈ બહારના વોર્ડના રહેવાસી ઉમેદવાર હોવા સામે વાંધો હતો.
વોર્ડ નંબર 26 – વિવાદો છતાં અમિતસિંહ રાજપૂતને ત્રીજી વખત ટિકિટ આપી હતી.
વોર્ડ નંબર 10 – અડાજણ-પાલમાં અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. 300થી વધુ લોકોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રાતના રેલી યોજી મધ્યસ્થ કાર્યાલય જઈ વિરોધ કર્યો હતો. પોલીસ મૂકવી પડી હતી. ‘ટિકિટ આપી તેને અમે 5 વર્ષમાં ક્યારેય જોયા નથી’ સુરતના અડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના રહીશોએ એકત્ર થઈને ભાજપ હાઈકમાન્ડ હર્ષ સંઘવી અને સી આર પાટીલના નિર્ણય સામે રાત્રિના મોરચો માંડ્યો હતો. બહારના અજાણ્યાને ટિકિટ આપવામાં આવી.
25 હજાર મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુધ્ધમાં મતદાન કરશે. તેથી પૂર્ણેશ મોદી દોડી ગયા હતા.
કામરેજ
કામરેજ 2 તાલુકા પંચાયત બેઠક પર ગીર ગઢડાના બહારના આયાતી ઉમેદવારને ટિકિટ આપવાથી આક્રોશ હતો.
મંત્રી પ્રફુલ પાનસૂરિયાએ ખતારી આપી છતાં કામરેજ 2 પર બહારના ઉમેદવારને લડાવવામાં આવશે તો કાર્યકરો રાજીનામું આપી ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.
બારડોલી
રાજીનામું – સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડએ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના આંતરિક વિખવાદ હોવાનું કહ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું કે, તેઓ વર્ષ 2009થી 2026 સુધી પક્ષમાં નિષ્ઠાપૂર્વક સક્રિય રહ્યા હોવા છતાં, છેલ્લા પાંચ વર્ષથી બારડોલી તાલુકા સંગઠન અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા તેમને કોઈ સહકાર આપવામાં આવતો ન હતો. સંગઠન દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી અને કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.
બારડોલી – નવરચિત અંબિકા તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો થયો હતો. વિરોધ એટલો હતો કે ભાજપના નેતાઓએ પોલીસ સુરક્ષા સાથે કાર્યાલયની બહાર આવવું પડ્યું હતું. પ્રથમ ચૂંટણીમાં જ ભાજપમાં વિખવાદ સપાટી પર આવ્યો છે. હળદવા ભાજપ કર્યાલય પર ઉમેદવારોના નામ જાહેર થાય તે પૂર્વે જ ગુપ્ત રીતે ફોર્મ ભરાવવાની કામગીરી ચાલી રહી હોવાની જાણ થતા કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો હતો.
નવસારી
નવસારી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા હતા. તાલુકા પંચાયતોમાં 11 બેઠકો બિનહરીફ કરી દેવામાં આવી છે.
નવસારી જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ કરાયા છે. નવસારી જિલ્લામાં 30 બેઠકો પર ઉમેદવારી ફોર્મ રદ થયા તેથી ભાજપને બિનહરીફ જાહેર કરાયા હતા. અપક્ષો અને બીજા પક્ષોના ઉમેદવારો રહસ્યમય રીતે ખસી ગયા હતા. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના છ વોર્ડના કોંગ્રેસના 18 સભ્યોના મેન્ટેડ મોડા મળવાના કારણે ભાજપ બિનહરીફ થયો હતો.
જળ પ્રધાન અને પૂર્વ પ્રમુખ સી આર પાટીલના નવસારીમાં ભારે વિરોધ હતો.
વોર્ડ 13 – ઉમેદવારોમાં પરિવારવાદનો આરોપ મૂકીને વિરોધ કર્યો હતો. પૂર્વ ચીફ ઓફિસરના કુટુંબને ટિકિટ આપવામાં આવી હતી.
નવસારી મનપામાં 3 બેઠકો બિનહરીફ કરવા હુક અને કુક નીતિ અપનાવવામાં આવી હતી.
ગણદેવી – નવસારીની ગણદેવી નગરપાલિકામાં તરકીબ અજમાવીને ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ કરાયા હતા.
રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકામાં અનેક સ્થાને વિરોધની ઘટનાઓ બની હતી. રાજકોટમાં સમજાવવા માટે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મોડી રાત્રે દોડી જવું પડ્યું હતું. આવી ઘટનાઓ અનેક સ્થળે બની હતી.
વોર્ડ-7 – મેન્ડેટ અપાયા બાદ પણ ઉમેદવાર બદલવા માટે છેલ્લી ઘડીએ ફેરફાર કરી બીજાને ટિકિટ અપાતા પક્ષમાં નારાજગી જોવા મળી. પૂર્વ નગરસેવક સુરેન્દ્રસિંહ વાળા, નીતિન રામાણી વિરોધમાં હતા. નીતિન રામાણીએ ટિકિટ કપાતા કાર્યાલય પર વિરોધ કર્યો હતો.
વોર્ડ નંબર-13 – રાજકોટમાં ટિકિટ કપાતા પૂર્વ નગરસેવકો અને તેમના સમર્થકોમાં ભારે રોષ હતો. પૂર્વ નગરસેવક સુરેન્દ્રસિંહ વાળા અને પૂર્વ નગરસેવક નીતિન રામાણીએ ટિકિટ ન મળતા પક્ષના કાર્યાલય પર જઈને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા અને રસ્તા પર ઉતરીને પક્ષના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રડી પડ્યાં – 12 વર્ષથી પક્ષમાં પાયાના કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પ્રજ્ઞાબેન પીઠડિયાને ટિકિટ ન મળતા તેઓ મીડિયા સમક્ષ ભાવુક થઈ ગયા હતા. આંખમાં આંસુ આવી ગયા હતા.
મોરબી
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. મોરબી ભાજપમાં અસંતોષ ચરમસીમાએ દેખાયો. ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને ભાજપમાંથી ટિકિટ નહીં મળતા જુના જોગીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
વોર્ડ 6 – પૂર્વ કાઉન્સિલરની મંત્રી સાથે રકઝક કરવા જોવા મળ્યા. અનોપસિંહ જાડેજાની કાંતિ અમૃતિયા સાથે સામાન્ય દલીલો બાદ બંને નેતાઓ કચેરીમાં તુતુ મેંમેં પર ઉતરી આવ્યા. ટિકિટ કપાઈ જતા અપક્ષ ઉમેદવારી નોંધાવી.
મોરબી ધારાસભ્ય
મોરબીમાં મંત્રી અમૃતિયા અને મ્યુનિસિપલ કાઉન્સિલર વચ્ચે બોલાચાલી થતાં ધારાસભ્ય અમૃતિયાએ ત્યાંથી ભાગી જવું પડ્યું હતું.
ટિકિટ કપાઈ જતા ભાજપના દાવેદારો અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં ઝુકાવ્યું હતું.
જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારી પ્રક્રિયા ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે. 64 બેઠકો માટે 290 ઉમેદવારોએ 317 ફોર્મ ભર્યા હતા, જેમાંથી 104 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.
વોર્ડ નંબર 16માં સૌથી વધુ 18 ફોર્મ અને વોર્ડ નંબર 12માં 12 ફોર્મ રદ થયા હતા. જેમાં વીજ લાઈનના ઠેકેદાર કોંગ્રેસના ટોચના નેતાને ફોડી કઢાયા હોવાનો આરોપ હતો.
જામનગર જિલ્લા પંચાયતમાં 24 બેઠકો પર ભાજપે એક પણ સદસ્યને ફરીથી ઉમેદવાર બનાવ્યા ન હતા. તેમાને હઠાવી દેવાયા હતા. કેટલાક જૂના અને કાર્યકરોમાં નિરાશા હતી.
જામનગર મહાનગર – જામનગર મહાનગરપાલિકાના 56 ઉમેદવારોમાંથી 21 બીજા પક્ષોમાંથી આયાતી કરેલાં ઉમેદવારો હતા.
તેથી ભાજપમાં આંતરિક વિખવાદ થયો હતો.
જામનગરના સાંસદ પુનમ માડમ અને શિક્ષણ પ્રધાન રેવાબેન જાડેજા અને ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી સામે વિરોધ હતો.
રાષ્ટ્રીય અધ્યક્ષ અને મોદીને ફરિયાદ કરાઈ હતી.
વિરોધ કરવામાં પૂર્વ દંડક જળીબેન સરવૈયા અને કેશુભાઈ માડમ મુખ્ય હતા. બંને નેતાઓએ બળવો કરીને બહુજન સમાજ પાર્ટીમાં જતાં રહ્યાં હતા.
પૂર્વ દંડક જળીબેને કહ્યું કે, ભાજપ માટે અહીં કઠિન પરિસ્થિતિનું નિર્માણ થશે. ચપ્પલ વાળા નેતા બનવા માંગતા નથી, અને વોર્ડ નંબર 4 માં હાથીને ગાંડો કરવો છે. આવું કહ્યા બાદ પક્ષપલટો કર્યાના 3 કલાકમાં પરત ભાજપમાં આવી ગયા હતા.
ભાજપના ગુજરાત નેતાઓએ દોડી આવવું પડ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેર સભા કરી હતી.
સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેધજી ચાવડા, પૂર્વ કૃષિમંત્રી રાધવજી પટેલ સભામાં આવીને કાર્યકરોનો રોષ ઓછો કરવા પ્રયાસ કર્યો હતો.
જામનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પક્ષના ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા.
ગાંધીનગર
ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહના મત વિસ્તારમાં ભારે વિરોધ હતો તેથી પ્રતિપક્ષના ઉમેદવારોને ધમકી આપીને ફોર્મ પરત ખેંચવાની ઘટનાઓ બની હતી.
કલોલ – પલિયડ જિલ્લા પંચાયતની બેઠકમાં ટિકિટ ન મળતાં ભાજપમાં બળવો. 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાંથી આવેલા પટેલ નીતિનભાઈ નારણદાસ સામે વિરોધ હતો. કાર્યકરની પત્નીને ટિકિટ આપી. બળવો કરનાર સભ્યોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી.
કલોલ તાલુકા પંચાયતના સભ્ય કનુજી ચાવડા, ગોવિંદપુરા (વેડા), ખોરજ ડાભી, વેડા ગામ, મોખાસણ ગામ અને નવા ગામ સહિત અન્ય ગામના સરપંચો અને સભ્યોએ પત્રો લખ્યા.
9 માસ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પત્નીએ ઉમેદવારી કરી હતી અને તેમાં તેમની કારમી હાર થઇ હતી. 1 એપ્રિલ 2026ના રોજ જોડાયા હતા. કેતનકુમાર અમરત પટેલ પૂર્વ કોંગ્રેસ તાલુકા સદસ્ય હતા અને તેમના પત્ની ટીંવન્કલબેન પટેલ પલીયડ તાલુકા પંચાયત સીટમાંથી ચૂંટણી હારી ગયા હતા.
કલોલ તાલુકા પંચાયત અને 5 ગામના સરપંચ તેમજ સભ્ય સહિત સેંકડો કાર્યકરો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ અને મોવડીઓને પત્ર લખ્યો હતો.
અમદાવાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં કાર્યકરોમાં ટિકિટ ન મળવા બદલ ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ અને અસંતોષ હતો. લાગેલો ભડકો ચૂંટણીના પરિણામો પર અસર કરશે.
વોર્ડ નંબર 48, ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર, ગોતા, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, સાબરમતી, વસ્ત્રાલ, અસારવા, શાહીબાગ, રાણીપ જેવા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ હતો.
ધારાસભ્યોની મનમાનીના કારણે અનેક વોર્ડમાં વિરોધ.
અમદાવાદમાં પણ ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થતાં ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરવી પડી હતી.
કેટલાક કાર્યકર્તાઓએ તો પ્રચાર ન કરવાની સાથે મતદાન પણ ન કરવાનું કહી દીધુ છે.
સ્ટેડિયમ વોર્ડ – સ્ટેડિયમ વોર્ડમાં આયાતી ઉમેદવાર સામે કાર્યકરોનો રોષ હતો.
નરોડા – અમદાવાદના નરોડામાં ધારાસભ્ય પર સગાવાદના આક્ષેપો સાથે કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપ્યા.
વેજલપુર – પેરાશૂટ મહિલા ઉમેદવાર સામે વાંધો. વિરોધમાં સંગઠનમાં મંત્રીએ રાજીનામું ધરી દીધું, તેમના પુત્રવધૂએ રમાયેલા ગંદા રાજકારણ સામે પક્ષ સામે બળાપો કાઢ્યો હતો.
સરખેજમાં રહેતા અજાણ્યા જુલીબેન ચૌહાણ વેજલપુરમાં ઉમેદવાર બનાવતાં વિરોધ થયો હતો. નેતાની ભલામણથી ટિકિટ મળી.
જુલીબેન ચૌહાણના ટેકેદાર તરીકે ફોર્મ ભરનારા નંદીની પંડ્યાએ ટેકનિકલ ક્ષતિઓ બહાર પાડીને વાંધો ઉઠાવ્યો હતો. પૂર્વ કોર્પોરેટરે જ આ મહિલા કાર્યકરને વાંધો ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વેજલપુર ભાજપમાં આંતરિક ખેંચતાણ તીવ્ર બની ગઈ છે. ભાજપ સંગઠનમાં મંત્રીનો હોદ્દો ધરાવતા મહિલા કાર્યકર નારાજ હતા.
સરખેજ – સરખેજ વોર્ડના જેઠાભાઈ ભરવાડે રાજીનામું ધરી દીધું.
પાલડી – વોર્ડમાં આશિષ શાહની જગ્યાએ જયનિષ વકીલને ટિકિટ આપવાની માંગણી કરીને વિરોધ હતો. ભાજપને છેલ્લી ઘડીએ ટિકિટ બદલવી પડી હતી.
ચાંદખેડા- ચાંદખેડા વોર્ડમાં હરિ પ્રકાશ શર્માને ટિકિટ ન મળતાં કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો. સોશિયલ મીડિયા પર ભાજપ વિરુદ્ધ સોશિયલ મીડિયા વોર શરૂ થયું હતું.
200 સોસાયટીઓ દ્વારા હરિ પ્રકાશને ટેકો આપીને ભાજપને મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.
હરિ પ્રકાશ શર્માને ટિકિટ નહીં મળે, તો ભાજપને વોટ નહીં મળે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ ન મળતા બબાલ થઈ હતી. ધારાસભ્ય સામે વિરોધ હતો.
નારણપુરા – સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ઉમેદવાર તરીકે ફરીથી રિપીટ ન કરવામાં આવતા ભાજપ સામે નારાજ થયા હતા. બગીચામાં તેમણે કેટલાક લોકો સાથે મળીને બેઠક કરી હતી. ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષને ખાનગી રાહે ફાયદો અને ભાજપ માટે મતદાન ન કરવા રણનીતિ ઘડવામાં આવી હતી.
નરોડા – લોકોએ સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો વિરોધ કર્યો હતો.
ભાજપમાં મત ન આપવા અને ચૂંટણી બહિષ્કાર કરવા અપીલ કરાઈ હતી.
ગોતા – ગોતામાં બીપીન પટેલ (ગોતા)ને રોષ ઠારવા દોડાવાયા હતા.
રાણીપ – રાણીપ વોર્ડમાં પુરુષ ઉમેદવારો જાણીતા ચહેરા હોવાથી કાર્યકર્તાઓમાં વિરોધ.
વસ્ત્રાલ – વસ્ત્રાલમાં નામના ઉમેદવારો આપવામાં આવ્યા. ખરેખર કામ કરનારા કોર્પોરેટરોને કાપી નાખવામાં આવ્યા.
ઈન્ડિયા કોલોની – ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટિકિટ આપવા સામે વિરોધ હતો. એવા ઉમેદવારો મૂકાયા કે વર્ષોથી કામ કરનારા કાર્યકર્તાઓને મૂકી અને બીજા લોકોને ટિકિટ આપવામાં આવી.
વિરમગામ – વોર્ડ-7માં વિરમગામમાં ભાજપ સામે વિરોધ અને અસંતોષ વ્યક્ત કરતાં લુહારકોડ વિસ્તારમાં વિરોધ દર્શાવતા બોર્ડ લગાવાયા હતા.
વડોદરા
સંસદ સભ્યો, ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો વચ્ચેની ખેંચતાણ અને સોદાબાજીના આક્ષેપો થયા.
હર્ષ સંઘવી સામે વિરોધ – વડોદરાના પ્રભારી અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીનાં કાર્યક્રમમાં હોદ્દેદાર સ્નેહા લાલવણીએ બળાપો કાઢ્યો હતો. અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હતા, પરંતુ પાંચ મિનિટ મોડા પડ્યા, જેના કારણે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું નહોતું.
આરોપ લગાવ્યો કે ભાજપે હેમનાણી પરિવાર સાથે એગ્રીમેન્ટ કર્યું છે. ત્રણ ટર્મથી સતત એક જ પરિવારને મહત્વ આપવામાં આવી રહ્યું છે — અગાઉ પરષોત્તમભાઈ, ત્યારબાદ હીરાભાઈ અને હવે તેમના પુત્રને ઉમેદવારી આપવામાં આવી છે. આ નેતાઓના પરિવારજનો સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેતા નથી છતાં તેમને ટિકિટ આપવામાં આવે છે. વડોદરામાં ટિકિટ ન આપતા સ્નેહા લાલવાણીનો પ્રભારી સામે આક્રોશ હતો.
હર્ષ સંઘવીએ એક ભાષણમાં કહ્યું કે, લુખ્ખા ટપોરીઓને તો હું નહીં જ છોડું. કોંગ્રેસ સમજી લે.
પક્ષાંતર – ભાજપ ભરોષાનો પક્ષ રહ્યો નથી એમ કહીને કિરણ રાઠોડે ભાજપમાં રાજીનામું આપીને કોંગ્રેસમાં ગયા અને પછી પરત ફર્યા હતા.
મહિલા રડી – વડોદરામાં ક્યારેય મહિલા મોરચાની મીટિંગમાં ભાગ લીધો નથી તેવાને ટિકિટ આપી દેવામાં આવતા મહિલા નેતાને ટિકિટ નહીં મળતાં રડી પડ્યા હતા. મારા 15 વર્ષ પાણીમાં ગયા છે એટલે હું રાજીનામું આપી રહી છું.
પરિવારવાદ – ભાજપમાં નેતાઓના 8 સંતાનોને ટિકિટ આપી હતી. પરિવારવાદથી કાર્યકરોમાં વિરોધ હતો.
પૂર્વ ધારાસભ્યો દલસુખ પ્રજાપતિ અને જીતેન્દ્ર સુખડિયાના પુત્રોને ટિકિટ આપવામાં આવી.
પૂર્વ કોર્પોરેટરોના સંતાનો અને પુત્રવધૂઓને ટિકિટ આપી.
ઊભો થયો.
વડોદરાની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ અને ‘બળવાખોર ઉમેદવારો’ નિર્ણાયક ભૂમિકા ભજવશે.
સંઘ
વડોદરામાં વડોદરા ભાજપમાં ‘સંઘ’ના નામે સત્તાનો ખેલ હતો.
શહેર ભાજપ પ્રમુખ તરીકે સંઘી ડો જયપ્રકાશ સોનીની વરણી થઈ ત્યારથી તેવો અને તેમના ગુરુ સંગઠન અને સત્તા બંને પોતાના હાથમાં રાખવાના સ્વપ્ન સેવી રહ્યા છે. સોનીને શહેર ભાજપ પ્રમુખ બનાવવા માટે સંઘના પોલિટિકલ પ્રચારક યોગેશ પારેખ અને બધાના ગુરુ ચિંતનભાઈ ઉપાધ્યાયે તનતોડ મહેનત કરી. તેથી વિરોધ હતો.
ધારાસભ્યો સાથે મળી માનીતાઓને કોર્પોરેટર બનાવવાની યોજના પુરી પાડી. ભાર્ગવ ભટ્ટના વારસદાર તરીકે ત્ર્યંબક ભટ્ટ સંઘ કે ભાજપમાં એન્ટ્રી મારે તો નવાઈ નહીં. શિક્ષણ સમિતિમાં પણ વહીવટ માટે પોતાના માનીતાઓને ગોઠવવાની તૈયારી કરી દીધી હોવાનું ભાજપ કાર્યકરોમાં ચર્ચા.
વોર્ડ નંબર 5 – ભાજપના પૂર્વ પ્રમુખે નારાજગી વ્યક્ત કરી. સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, “મારું ઘર ભાજપનું ઘર છે, પણ કોઈએ ઘરે આવવું નહીં.”
જૂના નેતાઓને પડતા મૂકી દીધા.
હિંસા – વડોદરા ભાજપમાં આંતરિક ડખો હિંસક બન્યો હતો.
શહેરના વોર્ડ નંબર 5ના ભાજપ ઉપપ્રમુખ અક્ષય સુથારે ભાજપના જ કાર્યકર કરશન રબારી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાપોદ પોલીસ મથકમાં અરજી આપી.
અક્ષય સુથાર કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. પક્ષે તેમને વોર્ડમાં હોદ્દો આપ્યો હતો. કરશન રબારીએ તેમને ધમકી આપી હતી.
વોર્ડ-5ના ઉમેદવાર મનોજ શાહ કોંગ્રેસથી પક્ષપલટો કર્યો હતો.
ચાણોદ – ડભોઇની ચાણોદ જિલ્લા પંચાયતમાં ટિકિટ ના મળતા બળવો થયો. મમતા પટેલ કોંગ્રેસમાં જતા રહ્યાં હતા. ચાણોદ જિ.પં.માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી.
ડીસા
ડીસા નગરપાલિકામાં ભાજપ સામે રોષ. ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા. નાયબ કલેક્ટર કચેરીએ ભાજપના નેતાઓ હાજર રહ્યા. ભાજપથી નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી.
જુના ડીસામાં ભાજપનું શક્તિ પ્રદર્શન કરવું પડ્યું હતું.
ડીસામાં ભાજપના રમેશ જોષી 35 વર્ષ જૂના અગ્રણી આમ આદમી પક્ષમાં જોડાયા.
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ભાજપમાં ભડકો થયો.
દધાલિયા – તાલુકા પંચાયતની દધાલિયા બેઠક પર આયાતી ઉમેદવાર સામે વિરોધ હતો. આગેવાનો અને કાર્યકરો મોડાસામાં ભાજપના જિલ્લા કાર્યાલય સામે ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.
બાયડ
લાંક – અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંક વિસ્તારમાં
200 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, લાંકના પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા અને અન્ય સ્થાનિક હતા.
લિંભોઈ – જિલ્લા પંચાયતની લિંભોઈ બેઠક પેપરલીક કાંડના આરોપીને ભાજપે હોદ્દો આપતા વિવાદ વકર્યો હતો. ટિકીટ કપાતા 5 ગ્રામ પંચાયતોના સરપંચ, પૂર્વ સરપંચ 150 કાર્યકરોએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતાં રહ્યાં હતા. જેમાં બોડી પંચાયતના પૂર્વ સરપંચ અમૃતસિંહ ઝાલા અને મોડાસાની ઢાખરોલ, બાયલ, વાંટડા (કાબોલા), ગઢા ગ્રામ પંચાયત,ઉપરાંત ગ્રામ પંચાયતોના આગેવાનો હતા.
ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા ગઢાના સરપંચ યોગેશભાઈ પટેલ, બાયલના સરપંચ કૈલાશબેન લક્ષ્મણસિંહ પરમાર, ઢાંખરોલના સરપંચ હરેશભાઈ વાળંદ, વાંટડા (કાબોલા)ના સરપંચ જીતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયત સદસ્ય બાબુસિંહ મકવાણા, બોડી ગામના પૂર્વ સરપંચ અમૃતસિંહ ઝાલ અને અગ્રણી વિજયસિંહ ઝાલા (બોડી) તેમજ પૂર્વ આર્મી જવાન પણ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા.
ગઢા – તાલુકા પંચાયતની ગઢા બેઠક પર ભાજપે બે ઉમેદવારો શિલ્પા મકવાણા અને નિલમ ઝાલાના નામે જાહેર કર્યા. છેલ્લી ઘડીએ ઉમેદવારોની ચિઠ્ઠી બદલવામાં આવી હતી.
કચ્છ
કચ્છમાં વિવિધ બેઠકો પર વિરોધ હતો.
ઘરવાપસી, તો બીજી તરફ કાર્યકરોના દળબદલ થયા હતા.
અદાણીના મુદ્રામાં રાજકારણી અને સામાજિક ક્ષેત્રના આગેવાન કિશોર પિંગોલે ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં વાપસી કરી હતી.
અબડાસા અને લખપત તાલુકામાં ભાજપે કોંગ્રેસમાંથી 1 હજાર કાર્યકરો અને નેતાઓ આયાત કર્યા છે.
છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો. અહીં પ્રતિપક્ષના ઉમેદવારોને દબાણથી ઉમેદવારી પરત ખેંચવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
બોડેલી – તાલુકા પંચાયતના પ્રમુખના પતિની અપક્ષ ઉમેદવારી નોંધાવી.
સંખેડા – ખેતી ઉત્પાદન બજાર સમિતિ – APMCના પૂર્વ ચેરમેનની પાણેજ તાલુકા પંચાયતમાંથી અપક્ષ ઉમેદવારી કરી હતી. સક્રિય કાર્યકરોને ટિકિટ ન આપવાનો કર્યો આક્ષેપ. ભાજપ દ્વારા અન્ય ઉમેદવારની પસંદગી કરતા બળવો.
આણંદ
ભાજપે અનેક ઉમેદવારોને રીપિટ કરતા કાર્યકરો નારાજ. આણંદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર ના થતા કાર્યકરો નારાજ થયા.
વોર્ડ નંબર 1 – ભાજપના નયનાબેને અપક્ષમાં ફોર્મ ભર્યું. મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખે અપક્ષમાં ફોર્મ ભર્યું.
પેટલાદ – ભાજપ કાર્યકરોમાં નારાજગી સામે આવી.
અમરેલી
અમરેલીના ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબારે 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ નથી. વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ન હોય તેવી છાપ ઊભી કરે છે. વડીલોની અવગણના થાય છે. તો વડીલો ભાજપને મત શા માટે આપે.
વિધર્મી – અમરેલી જિલ્લાના ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાના પત્ની કોકીલાબેન કાકડીયાએ ફોર્મ ભરતા સમયે કોકીલાબેન કાકડીયાએ વિધર્મી તત્વોના નાશ કરવો છે. આમ કહેતાં ભાજપના જ લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
એક જ પરિવાર – અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં પતિ અને પત્ની બન્નેને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પક્ષ એમ ત્રણેય પક્ષો તરફથી ટિકિટની ઓફર મળી. પોપટભાઈ જામોડને ભાજપ અને AAP બન્ને તરફથી ટિકિટ ઓફર થઈ. જ્યારે તેમની પત્ની હંસાબેન જામોડને કોંગ્રેસે એ જ વોર્ડમાંથી ઉમેદવાર બનાવ્યા.
પતિ-પત્નીને, વિરોધી પાર્ટીઓમાંથી એકસાથે ટિકિટ મળવી અત્યંત દુર્લભ ઘટના છે.
પોપટભાઈએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા.
અને પોતાની પત્ની હંસાબેનને કોંગ્રેસમાંથી ટિકિટ અપાવી હતી. તેમની પત્ની હંસાબેન કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે. ભાજપ તથા આપને જાણ કરી છે કે તેઓ ઉમેદવાર નથી.
સાવરકુંડલા
વોર્ડ નં. 6 – ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપક્ષીય જંગ બની ગયો છે.
ધારી – અમરેલી જિલ્લામાં ધારી નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદો હતા. ઉમેદવારી માટે ભારે લોબિંગ થયું હતું. વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા સનિષ્ઠ કાર્યકરોને ટિકિટ વિતરણમાં અવગણવામાં આવ્યા.
મારો તે સારોની નીતિથી ભડકો થયો. યાદી જાહેર થાય તે પહેલાં જ ભાજપમાં ભડકો.
ભાજપ મહિલા મોરચા પ્રમુખ હિનાબેન રાવળે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી. અયોગ્ય વ્યક્તિઓને ઉમેદવારો બનાવાયા. ન્યાય નહીં મળે તો સમર્થકો સાથે પાર્ટી છોડવાનો કડક નિર્ણય લઈ શકે છે.
મહીસાગર
મહીસાગર જિલ્લા ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ મોટું ગાબડું પડ્યું.
બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રણજિતસિંહ બારીયાએ પક્ષના તમામ હોદ્દા પરથી સોશિયલ મીડિયા પર રાજીનામું આપી દીધું. પક્ષમાં કાર્યકરોની સતત અવગણના થઈ છે. મૂળ સિદ્ધાંતો નેવે મુકાયા છે.
નર્મદા
નર્મદામાં નાંદોદ તાલુકાની પોઇચા બેઠક પર આદિવાસીને અન્યાય થતાં જિલ્લામાં પૂર્વ મંત્રી દર્શનાબેન દેશમુખના રાજકીય સલાહકાર સુરેશ વસાવાએ રાજીનામું આપી દીધું. અન્ય સમાજમાં લગ્ન કર્યા તેને ટિકિટ આપી.
સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં ભાજપ પાર્ટીએ ગત મોડી રાત્રે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં યાદી જાહેર થતાની સાથે જ ભારે વિરોધ થયો હતો.
સાબરકાંઠાના ઈડરના જાદર વિસ્તારમાં આયાતી ઉમેદવાર મુકતા તાલુકા પંચાયત ઉમેદવારના પગલે 27 ગામના સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચારી છે.
ભાજપ દ્વારા મનમાંની સામે આક્રોશ રજૂ કર્યો.
ભાજપના નેતા નિકુલસિંહ મકવાણાએ જણાવ્યું કે, ભાજપે અમને ટિકિટ આપી નથી. ગોલવાડાના કોંગ્રેસમાંથી ભાજપમાં 2 મહિના પહેલા આવેલા છે એમને ટિકિટ આપવામાં આવી છે. ચોક્કસપણે ભાજપને હરાવીશું. અન્યાય કર્યો છે.
પોરબંદર
પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભડકો થયો. ઉમેદવારોની જાહેરાત બાદ ભારે નારાજગી. જુના કાર્યકર્તાને ટિકિટ ન મળતા અસંતોષ. પોરબંદરમાં ભાજપના આગેવાનો આમ આદમી પક્ષમાં જોડાઈ ગયા હતા. અરભમ કારાવદરાને વોર્ડ નંબર 3માં ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા. આખી પેનલ સાથે આમ આદમી પક્ષમાં જોડાઈને ભાજપ સામે જ જંગ જાહેર કર્યો હતો.
ધારાસભ્ય અને વન પ્રધાન અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને કાર્યકરોનું ટોળું પહોંચી ગયું અને વિરોધ નોંધાવ્યો હતો.
મોરબી
મોરબી મહાનગરપાલિકામાં કન્યા છાત્રાલય રોડ પર વોર્ડ નં.8માં આવેલી ચિત્રકૂટ 1 થી 6, સારસ્વત, પંચવટી, પુનિતનગર, નકલંગ અને ચંદ્રેશનગર જેવી સોસાયટીના અંદાજે 1000 લોકોએ એકઠા થઈ આયાતી ઉમેદવારનો વિરોધ કર્યો. લોકોએ ભાજપના નેતાની પાછલા બારણથી મદદથી આયાતી ઉમેદવાર માટે ભારે રોષ હતો. મતદાનનો બહિષ્કાર કરીને સભા યોજવા દેવામાં આવશે નહીં.
પૂર્વ કાઉન્સિલર લલિત કામરિયા અથવા દિનેશ ખૈલા પૈકી કોઈ એકને ઉમેદવાર બનાવવામાં આવે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને જિલ્લા-શહેર ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત કરી.
વોર્ડ નંબર 3
મોરબીના વોર્ડ નંબર 3માં વિરોધ થયો હતો.
વોર્ડ નંબર 6
વોર્ડ નંબર 6માં મોરબીમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા. આગેવાનોએ ચૂંટણી પ્રચાર આવવું નહી. અમારો કિંમતી મત માગવા આવવું નહી. ભાજપના નેઓને પ્રવેશ બંધી કરી હતી. મોરબી ભાજપના પૂર્વ કાઉન્સિલર સામે વિરોધ.
વોર્ડ નંબર 1
મોરબીના વોર્ડ નંબર 1માં વોર્ડ નંબર 1માં કામો ઠપ્પ હોવાને કારણે સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ભાજપના જ એક નેતાનો વીડિયો વાયરલ થતા બળતામાં ઘી હોમાયું છે.
તમે મત નથી આપ્યા એટલે વિકાસ નહીં થાય.
ભાજપના જ પૂર્વ નેતાએ ઉતારી અપક્ષ પેનલ
ભાજપ માટે મુશ્કેલી ત્યારે વધી જ્યારે પક્ષના જ એક પૂર્વ નેતાએ બગાવત કરી વોર્ડ નંબર 1 માં આખેઆખી અપક્ષ પેનલ મેદાનમાં ઉતારી દીધી છે. આ આંતરિક જૂથવાદને કારણે ભાજપના સત્તાવાર ઉમેદવારોની સ્થિતિ કફોડી બની છે.
જૂનાગઢ
આમ આદમીમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ ભેસાણના સરપંચ રહી ચૂક્યા છે.
કેશોદ
વોર્ડ નંબર 5 – કેશોદ નગરપાલિકાના પૂર્વ સભ્ય વિવેક કોટડિયાએ આ વખતે પક્ષ પાસે પોતાના માટે ટિકિટની માંગણી કરી હતી. જોકે, ભાજપ દ્વારા તેમની અવગણના કરી તેમની જગ્યાએ તેમના પત્નીને ટિકિટ આપવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
વંથલી-મેંદરડા
માણાવદર વિધાનસભા હેઠળના મેંદરડા અને વંથલી તાલુકામાં વિનુભાઈ બુસાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું. ગત ટર્મમાં જિલ્લા પંચાયતના મેંદરડા તાલુકાનાં સાસણ બેઠકના સભ્ય હતા.
પુત્ર જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા.
ધંધુસર – વંથલી તાલુકાની ધંધુસર બેઠકના પૂર્વ સભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન અરજણભાઈ દીવરાણીયાએ ભાજપમાંથી રીજીનામું આપી દીધું. આમ આદમી પાર્ટીમાં જોડાયા. કાર્યકરોની અવગણના કરીને માત્ર પોતાના મળતીયાઓને જ ટિકિટ આપવામાં આવી છે.
ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરતાં પક્ષને ન ગમ્યું.
વડાલી
જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ સીટ પર દાવેદારી વગરના ઉમેદવારને ટિકિટ આપી દીધી હતી.
ગંભીર છબરડો ભાજપે કર્યો હતો.
યાદીમાં મનસુખભાઈ ડાહ્યાભાઈ વધેરાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ફોર્મ ભરતી વખતે મનસુખભાઈ રાણાભાઈ વધેરાએ ઉમેદવારી નોંધાવી છે. પ્રદેશની યાદીમાં એક નામ અને ફોર્મ ભરવામાં બીજું નામ આવ્યું હતું.
કેશોદ – જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ભાજપમાં આયાતી ઉમેદવારો અને અવગણનાના મુદ્દે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પૂર્વ નગર સેવિકા સહિત 12 મહિલા કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા. એકતરફી નિર્ણયો લેવાયા હતા.
મહેસાણા
મહેસાણામાં ભાજપમાં ટિકિટ વિતરણ બાદ ભડકો થયો છે, જેમાં પાયાના કાર્યકરોને બદલે અન્યને ટિકિટ અપાતા આક્રોશ હતો.
મહિલા મોરચો – મહેસાણા મહાનગપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં રોનકબેનની ટિકિટ કપાઈ હોવાથી રોષ ઠાલવ્યો હતો. જેને ટિકિટ આપી તેઓ પક્ષના પગથિયા પણ નથી ચડ્યા.
વિસનગર – વિસનગર ભાજપમાં ટિકિટ ન મળતા રાજવી પટેલે બળાપો ઠાલવ્યો.
મરતોલી – મરતોલીમાં 200 લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા.
ઓફિસના પટાવાળાને ટિકિટ
મહેસાણા જિલ્લા કાર્યાલયમાં 28 વર્ષથી પટાવાળા તરીકે કામ કરતાં રમેશભાઈ ભીલને વોર્ડ નંબર 13 માંથી ઉમેદવાર બનાવ્યા હતા.
નીતિન પટેલ
મહેસાણા મહાનગરપાલિકામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચુસ્ત ટેકેદાર ગણાતા રાકેશ રાજેન્દ્રભાઈ શાહએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. પત્ની રાધિકા શાહને વોર્ડ નંબર 2માં કોંગ્રેસમાંથી ઉમેદવાર બનાવ્યા હતા.
રાકેશ શાહે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત સિંહ સાથે મજબૂત પેનલ બનાવી.
જૂના કાર્યકરોમાં રહેલો અસંતોષ છે.
કડી
કડીમાં 40 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું છે. કડી નગરપાલિકામાં 36 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો બિનહરીફ કરી ત્યારે ધમકાવાવા અને ફોડવાના આરોપો લાગ્યા હતા.
વોર્ડ નંબર 1, 3 અને 6માં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થઈ હતી.
નડિયાદ
નડિયાદ ભાજપમાં આંતરિક વિખવાદ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક માનીતાઓના સગાઓને ટિકીટ આપવા સામે વિરોધ હતો.
હા પૈસા બનાવ્યા – નડીયાદમાં ભાજપના નેતા અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ પટેલકહ્યું કે, મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે.
માતર
ખેડા જિલ્લામાં ઉમેદવારનો વિરોધ થતાં ઉમેદવાર દ્વારા મેન્ડેટ પરત કરાતાં.
ખેડા
ખેડા જિલ્લા પંચાયતની મહિજ બેઠક આદિવાસી માટે અનામત છે. ભાજપે કોંગ્રેસના ઉમેદવારનું પક્ષાંતર કરાવ્યું હતું. બહુમતી મેળવનાર પક્ષ શાસન કરતો હોય છે. ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે એસ.ટી. કેટેગરીના સભ્ય હોવો અનિવાર્ય છે.
ખેડા જિલ્લામાં માત્ર માહિજ બેઠક જ આ કેટેગરીમાં આવતી હોવાથી, જે પક્ષ આ બેઠક જીતે તે જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે.
ભાજપ તરફથી હિતેશ ગુલાબસિંહ તડવી અને કોંગ્રેસ તરફથીરમણભાઈ એન. તડવીએ ઉમેદવારી કરી હતી. કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી ભાજપમાં જતાં રહેતાં જિલ્લા પ્રમુખ ભાજપના હશે.
હિતેશ ગુલાબસિંહ તડવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
ગુજરાતી
English





