ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજાબને જલસા-ગુજરાતને અન્યાય

ગાંધીનગર, 14 મે 2021

3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે. તેની સામે ગુજરાતના ઘઉં પકવતાં ખેડૂતો પાસેથી માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી હોવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી.

10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી

રાજ્ય પ્રમાણે ઘઉંની ખરીદી

રાજ્ય – લાખ મે.ટન ખરીદી

પંજાબ – 128.66

હરિયાણા – 80.76

ઉત્તર પ્રદેશ – 20.11

મધ્ય પ્રદેશ – 94.87

બિહાર – 0.21

રાજસ્થાન – 11.68

ઉત્તરાખંડ – 0.87

ચંદીગઢ – 0.17

દિલ્હી – 0.04

ગુજરાત – 0.49

હિમાચલ પ્રદેશ – 0.03

જમ્મુ કાશ્મીર – 0.04

કૂલ ખરીદી – 337.95

10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી થઈ તેની વિગતો કેન્દ્રની સરકારે 12 મે 2021એ જાહેર કરી છે. ખેડૂતોનું કહેવું છે, કે ગુજરાતમાંથી ઘઉંની ખરીદી ઓછી થતાં નુકસાન થયું છે.

2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતર અને 40.47 લાખ ટન ઘઉંના ઉત્પાદની ધારણા કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર વાવેતર કરીને અનાજના ભંડાર પેદા કરી બતાવ્યા છે. ધારણા કરતાં 9 ટકા વધું વાવેતર ખેડૂતોએ કર્યું હતું.

સારા ચોમાસા બાદ પાણી સારા રહેતાં ઘઉંનું સારું ઉત્પાદન મળવાની ધારણા હતી. 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે.

ખેડૂતો ચણા, ધાણા, જીરૂ અને રાયના વાવેતર પણ એટલા જ કર્યા હતા.

ભાવમાં સરકારની લૂંટ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા 235 ગોડાઉન કેન્દ્રો ખાતે ટેકાના ભાવ રૂપિયા 1975 એક ક્વિન્ટલના દરે ખરીદી કરી હતી. ગયા કૃષિ વર્ષ 2019-20માં 1940ના ભાવે ખરીદી કરી હતી. ભાવમાં પણ કોઈ ખાસ્સો વધારો નથી.  સરકારે તળિયાના ભાવો નક્કી કરેલા છે. પણ ખેડૂતો કહે છે કે તેમનો નફો અને જમીનનું ભાડું ગણવામાં આવે તો 100 કિલોના રૂપિયા 1975ના બદલે રૂપિયા 2400 ભાવ મળે તો જ પરવડે તેમ છે. તેથી સરકારે રૂપિયા 2400-2500ના ભાવે ખરીદી કરવી જોઈએ.

ખાતરમાં ભાવ વધતાં 2022માં 100 કિલો ઘઉંના ટેકાના ભાવ 3100 જાહેર કરવા પડશે. તો જ ખેડૂતોને પરવડશે. નહીંતર ખેતી ખોટમાં રહેશે.

આ પણ વાંચો 

https://allgujaratnews.in/gj/?p=46382&preview=true   

https://allgujaratnews.in/gj/this-time-planting-of-wheat-in-gujarat-will-break-the-record-of-10-years-clouds-rain-for-govt-and-farmers/  

https://allgujaratnews.in/gj/gujarat-farmers-lost-rs-20000-crore-due-to-low-productivity-in-wheat-crops/ 

વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ”

https://allgujaratnews.in/gj/wheat-harvesting-across-the-country-continues-briskly-amidst-the-lockdown/ 

https://allgujaratnews.in/gj/after-10-years-junagadh-agricultural-university-discovered-a-new-variety-of-wheat-which-is-the-highest-in-the-country/ 

https://allgujaratnews.in/gj/scientists-of-ari-pune-develop-biofortified-14-7-protein-wheat-variety/ 

રસાયણિક ખાતરથી પાકતાં ઘઉં ખતરો બની રહ્યાં છે

https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%81%e0%aa%a6%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b2%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%98%e0%aa%89%e0%aa%82/  

https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-4-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2/