વિમલ પાન મસાલાની 50 બોરી અને ટીવીના ગોડાઉનની લૂંટ

50 sacks of Vimal Pan Masala and robbed of a TV Godown

અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ પાસે ભારત એસ્ટેટમાં જયપુર રોડ ટ્રાન્સપોર્ટના ગોડાઉન ભરેલા ટીવી લૂંટારાઓ લૂંટી ગયા હતા. આ ગોડાઉન શહેરનાં ન્યુ રાણીપ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલાં તીર્થવીલા ફ્લેટમાં રહેતાં જગદીશ ગણપતભાઈ પટેલનું છે. ગોડાઉનમાંથી ૫૦ બોરી ભરેલો વિમલ પાનમસાલાનો જથ્થો તથા ૨૩ નંગ એલઈડી લૂંટી ગયા હતા.  કિં રૂ.૭ લાખ જેટલી થવા જાય છે. સીસીટીવી ફુટેજ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. અમદાવાદ શહેરમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાત્રિ દરમિયાન પોલીસનાં નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે ઘરફોડ ચોરીના ઘટનાઓ વધી રહી છે. જેનાં પરીણામે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યાં છે.