રૂ.500 અને 1000નો વાહન ડીટેન દંડ ચૂકવવા તૈયાર રહો

લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે. હવેથી ડિટેઇન થયેલા વાહનોના કિસ્સામાં ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂ. પ૦૦ તેમજ ફોર વ્હીલર્સ માટે રૂ. ૧૦૦૦ કમ્પાન્ડીંગ ફી વસુલ કરવામાં આવશે.  તેમ સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે.

માર્કેટયાર્ડ-બજાર સમિતિમાં તમાકુ વેચાણ ખરીદ માટે ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન લઇને આવે તેવી વ્યવસ્થા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

ર૦ એપ્રિલથી ઊદ્યોગો-એકમો શરૂ કરવા ઊદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૂ કરી શકાશે.

૧પમી એપ્રિલથી માર્કેટયાર્ડ શરૂ થતાં ૩ દિવસમાં જ રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં કુલ ૬૯.૮૩૭ કવીન્ટલ અનાજ અને ખેત ઉત્પાદનો ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે તેમાં ઘઉં-૪૮૮૭૪ કવીન્ટલ અને એરંડા-૧૫૯૬૧ કવીન્ટલ છે.
રવિવારે રાજ્યમાં ૪૬.૮૧ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. ૮૬૫૭૭ કવીન્ટલ શાકભાજી અને ૫૧૫૯ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.