ગુજરતમાં ઓક્સિઝનની જરૂર હોય એવા 3 લાખ દર્દીઓ છે, સરકાર બતાવે છે કુલ 12 હજાર

કેરાલામાં 1 લાખ દર્દીઓ માટે 55 ટન ઓક્સિઝન અને ગુજરાતમાં 12 હજાર દર્દીઓ માટે 110 ટન ઓક્સિઝન વપરાય છે

ગાંધીનગર, 24 એપ્રિલ 2021

કેરળ અને ગુજરાતના નાગરિકોને એક સમાન ઓક્સિઝન જોઈએ છે. કેરાલામાં 1 લાખ દર્દીઓને ઓક્સિઝન 55 ટન રોજનો અપાઈ રહ્યો છે.

ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં 110 મે.ટન ઓક્સિઝનની જરૂર છે. તેનો સીધો મલલબ કે ગુજરાતમાં ઓછામાં ઓછા 2 લાખ દર્દીઓને ઓક્સિઝન આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં 12 હજાર દર્દીઓ હોવાનું સરકારે કહે છે.

વાસ્વિકતા

સરકાર ભલે 110 ટન ઓક્સિઝનનું કહે પણ 170 ટનથી વધારે ઓક્સિઝન જરૂરી છે. આમ ગુજરાતમાં 3 લાખ લોકો કોરોનાથી પીડાય છે. એવા કે જેમને જીવવા માટે ઓક્સિઝન જરૂરી છે. ગ્રાહક સુરક્ષા એકેડેમીના અધ્યક્ષ બલવેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે હવે નાના કોવીડ કેર સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. જ્યાં સારવારના સાધનો નથી અને પ્રજા પાસે લૂંટ લડાવવામાં આવી રહી છે.

5 લાખ દર્દી

આમ ઓક્સિજન જાય છે ક્યાં ? કાંતો ઓક્સિઝનના કાળા બજાર થાય છે કાંતો ગુજરાત સરકાર સાચી સ્થિતી બતાવતી નથી. વાસ્તવિકતા બતાવે તો 4.50 લાખથી 5 લાખ દર્દીઓ કોરોનાના હોવા જોઈએ. તેમ તેમણે જણાવ્યું હતું.

કેરળનું મોડેલ: ભારતનું એકમાત્ર ઓક્સિજન સરપ્લસ રાજ્ય છે.

તે તામિલનાડુ, ગોવા અને કર્ણાટકને પણ પુરવઠો મોકલે છે. રાજ્યનું ઓક્સિજન ઉત્પાદન દરરોજ 199 મેટ્રિક ટન છે. રાજ્યમાં કોવિડ કેરની માંગ 35 એમટીપીડી પર આવે છે, જ્યારે નોન-કોવિડ કેરમાં આશરે 45 એમટીપીડીની જરૂર હોય છે.

ઓક્સિજનની તીવ્ર ઉણપને કારણે ગુજરાત, ઉત્તપ્રદેશ, મધ્યપ્રદેશના દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે, ત્યારે કેરળમાં લોકો વધુ સારી સ્થિતિમાં છે.

પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો) પાસે ઉપલબ્ધ આંકડા દર્શાવે છે.

રાજ્યની કુલ ઉત્પાદન ક્ષમતા 204 એમટીપીડી છે. રાજ્યના મુખ્ય ઉત્પાદકો આઈનોક્સ છે જેની સાથે 149 એમટી ટન, કેરળ મિનરલ અને મેટલ્સ 6 એમટીપીડી, કોચિન શિપયાર્ડ 5.45 એમટીપીડી અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન 0.322 એમટીપીડી છે. આ ઉપરાંત, 11 એર સેપરેશન યુનિટ્સ (એએસયુ) પણ લગભગ 44 એમટીપીડી ઉત્પન્ન કરે છે.

કેરળ પણ આગામી દિવસોમાં ઓક્સિજનની માંગમાં વધારાની અપેક્ષા રાખે છે. તે અપેક્ષા રાખે છે કે 25 એપ્રિલ સુધીમાં 105,000 દર્દીઓએ લગભગ 51.45 એમટીપીડી ઓક્સિજન વપરાય છે.

કેરળમાં આઈસીયુ પલંગની સંખ્યામાં વધારો થયો હતો અને વેન્ટિલેટરની સંખ્યા પણ બમણી થઈ ગઈ હતી. હાલમાં, 9,735 માંથી ફક્ત 999 આઇસીયુ પલંગ જ કબજે છે. 3,776 વેન્ટિલેટરમાંથી, ફક્ત 277 જ કબજે છે – મુખ્યમંત્રી પિનરાય વિજયન માટે આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે હાલમાં કેરળમાં ઓક્સિજનની ઉણપ નથી.

https://www.moneycontrol.com/news/business/united-airlines-to-resume-flights-from-delhi-to-us-on-april-25-6810001.html