ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈયાર વસાવા Chaitar Vasava: The Sole Hero of the Gujarat Elections गुजरात चुनाव के अकेले हीरो चैतर वसावा

અમદાવાદ, 9 મે 2026

ગુજરાતની 2026ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં પક્ષ અને નેતાઓની ફોજ વચ્ચે સૌથી વધારે પ્રભાવક તરીકે આદિવાસી નેતા ચૈયાર વસાવા સૌથી વધારે પ્રભાવ ઊભો કરીને એકલ વીર યોદ્ધા તરીકે ઉપસી આવેલાં જોવા મળ્યા છે. તેઓ આદિવાસી વિસ્તારના ખરા હોરી તરીકે જોવા મળ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને આદિવાસી વિસ્તાર સોંપવામાં આવ્યો હતો. જેમાં તેઓ પ્રભાવ ઉભો કરી શક્યા નથી.

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 2021 સામે 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પક્ષોની મત ટકાવારીમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ખાસ કરીને ચૈતર વસાવાના રાજકીય ઉદય પછી AAP/BAP આદિવાસી રાજનીતિ મજબૂત બની, ભાજપ અને કોંગ્રેસની મતબેંક તૂટી છે.

આદિવાસી જિલ્લાઓ નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, તાપી, ભરુચના આદિવાસી પટ્ટાના ચૂંટણી વરતારા, ટ્રેન્ડ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પરિણામોનું વિશ્લેષણ બતાવે છે.

2021 અને 2026ના અંદાજિત મત ફેરફારની ટકાવારી
ભાજપને મળેલા મતોમાં 2021માં 46–48%થી ઘટીને 2026માં 43–45% થયા, મતમાં ઘટાડો થયો છે.
કોંગ્રેસને 2021માં 38–40% મત મળ્યા હતા, તે 2026માં 22–26% ભારે ઘટાડો થયો હતો.
આમ આદમી પક્ષને 2021માં 3–5% મત મળ્યા હતા જે વધીને 10–14% થયા છે. ત્રણ ગણો વધારો થયો છે.
ભારત આદિવાસી પક્ષને 2021માં નહિવત મત મળ્યા જે 2026માં 12–18% સુધી થયા છે.
અન્યોને 2021માં 4–6% મત મળ્યા તે 2026માં 4–6% લગભગ સ્થિર રહ્યાં હતા.

મુખ્ય રાજકીય ટ્રેન્ડ:
નર્મદા જિલ્લો
અહીં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો. ચૈતર વસાવાના પ્રભાવને કારણે ભાજપ સામે સ્થાનિક આદિવાસી રાજનીતિ મજબૂત બની.
દેડિયાપાડા અને સાગબારા
કોંગ્રેસના મતમાં સૌથી મોટો ઘટાડો અહીં નોંધાયો.
તાપી જિલ્લો
યુવા આદિવાસી મતદારોમાં AAP/BAP માટે રસ વધ્યો છે.
છોટા ઉદેપુર
ત્રિકોણીય સ્પર્ધા વધી છે.
ડાંગ
કોંગ્રેસનો મત BAP/AAP તરફ ખસ્યો.

આદિવાસી પટ્ટામાં આ બદલાવ વધુ તીવ્ર રહ્યો કારણ કે ત્યાં સ્થાનિક આદિવાસી નેતૃત્વ, જમીન-જંગલ મુદ્દા અને ચૈતર વસાવાની વ્યક્તિગત લોકપ્રિયતાનો સીધો પ્રભાવ પડ્યો.

2026ની ચૂંટણીમાં મુખ્ય અસર આ રીતે જોવા મળી:

  • નર્મદા જિલ્લામાં ભાજપને સંપૂર્ણ ક્લીન સ્વીપ ન મળી શકી. અહેવાલો મુજબ BAPને કેટલીક તાલુકા પંચાયતોમાં નોંધપાત્ર સફળતા મળી.
  • આદિવાસી યુવાનો અને નર્મદા બચાવો, જમીન અધિકાર, રોજગાર જેવા મુદ્દાઓ પર ચૈતર વસાવાની આક્રમક છબીનો પ્રભાવ રહ્યો.
  • કોંગ્રેસનો પરંપરાગત આદિવાસી મતબેંક વધુ તૂટ્યો; ઘણા વિસ્તારોમાં વિરોધી મત AAP તરફ ગયો.
  • ભાજપે સંગઠન અને કલ્યાણ યોજનાઓના આધારે મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીટો બચાવી લીધી, પરંતુ અગાઉની સરખામણીએ અનેક જગ્યાએ કડક ટક્કર મળી.
  • સ્થાનિક સ્તરે “બહારના નેતાઓ સામે સ્થાનિક આદિવાસી નેતૃત્વ”નો નેરેટિવ મજબૂત બન્યો.

રાજકીય રીતે સૌથી મોટો બદલાવ એ રહ્યો કે હવે આદિવાસી પટ્ટામાં માત્ર ભાજપ-કોંગ્રેસની સીધી લડત નથી રહી.

ચૈતર વસાવાના પ્રભાવવાળા વિસ્તારો

ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી છે.

દેડિયાપાડા – તેમનો સૌથી મજબૂત ગઢ. વિધાનસભા જીત પછી અહીં AAP અને વ્યક્તિગત પ્રભાવ બંને વધ્યા.  સાગબારા – આદિવાસી યુવાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૈતર વસાવાનો સીધો પ્રભાવ નોંધાયો.

નાંદોદ – જિલ્લા મથક વિસ્તાર હોવા છતાં આસપાસના ગ્રામ્ય પટ્ટામાં પ્રભાવ વધ્યો.

વાલિયા – ભરુચના આદિવાસી વિસ્તારમાં AAPને ઓળખ અપાવવામાં મદદરૂપ વિસ્તાર.

ઝઘડિયા – ઔદ્યોગિક અને જમીન મુદ્દાઓને કારણે સ્થાનિક અસંતોષ વચ્ચે પ્રભાવ વધ્યો.

નીઝર – તાપી જિલ્લાના સરહદી આદિવાસી પટ્ટામાં સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ થયો.

ઉચ્છલ – યુવા અને આંદોલન આધારિત રાજકારણને કારણે પ્રતિસાદ મળ્યો.

કવાંટ – અહીં ચૈતર વસાવાના પ્રચાર અને સભાઓથી AAP/BAP પ્રકારની આદિવાસી રાજનીતિ ચર્ચામાં આવી.

પાવી જેતપુર – પરંપરાગત કોંગ્રેસ આધારિત મત વિસ્તારમાં નવા વિકલ્પ તરીકે અસર જોવા મળી.

સ્થાનિક આદિવાસી મુદ્દાઓને કારણે તેમની રાજકીય ઓળખ “માત્ર AAP નેતા” કરતાં “આદિવાસી નેતા” તરીકે વધુ મજબૂત બની. 2026 સુધીમાં ઘણા વિસ્તારોમાં વ્યક્તિગત પ્રભાવ પાર્ટીથી મોટો દેખાવા લાગ્યો. રાજકીય રીતે સૌથી વધુ અસર નર્મદા–ભરૂચ–તાપી આદિવાસી કોરિડોરમાં જોવા મળી, જ્યાં કોંગ્રેસનો પરંપરાગત આધાર ઘટ્યો અને ભાજપ સામે ત્રીજો પ્રભાવશાળી અવાજ ઉભો થયો.

દાહોદ જિલ્લામાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા મળીને 322 બેઠકો છે.
દાહોદ જિલ્લા પંચાયતની એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. 50 બેઠકમાંથી 49 બેઠકો માટે મતદાન થયું. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે હતા.

11 તાલુકા પંચાયત
કુલ 249 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ થઈ. બાકીની 244 બેઠકો પર ચૂંટણી થઈ હતી.

દાહોદ નગરપાલિકા 36 બેઠક, 7 બિનહરીફ થઈ. 29 પર ચૂંટણી થઈ હતી.
20 ભાજપ,
14 પર કોંગ્રેસ,
2 અપક્ષો

25 વર્ષમાં દરેક આદીવાસી માટે રૂ. 1 લાખ અને કુટુંબ માટે ગણીએ તો 6 લાખ રૂપિયા 25 વર્ષમાં વાપરેલાં છે. તો તે ગયા ક્યાં તે સવાલ આવે છે.

2002-07 સુધીમાં 5640 કરોડ
2008થી 2012 સુધીમાં 17200 કરોડ
2013થી 2017માં 40 હજાર કરોડ
2017થી 2022 સુધીમાં 69 હજાર કરોડ
2022-23માં 14600 કરોડ
2023-24માં 15 હજાર કરોડ
2024-25માં 15 હજાર કરોડ
2025-26માં 15 હજાર કરોડ

મોદી રાજમાં 23 હજાર કરોડ કુલ 1 લાખ કરોડની ફાળવણી કરી છે.

ચૂંટણી અરીસો
2026ની ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં “આદિવાસી પટ્ટા” માટે અલગ સત્તાવાર vote share જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, મહીસાગર અને પંચમહાલ જેવા મુખ્ય આદિવાસી જિલ્લાઓના જિલ્લા તથા તાલુકા પંચાયત પરિણામોના સંકલન પરથી અંદાજિત રાજકીય વલણ નીચે મુજબ રહ્યું હતું.

રાજ્યમાં ભાજપને 53 ટકા મત મળ્યા તેની સામે આદિવાસી વિસ્તારમાં 45 ટકા મત મળ્યા છે.
આમ આદમી પાર્ટી (AAP)
નર્મદા જિલ્લામાં સૌથી મોટો ઉછાળો નોંધાયો.
તાલુકા પંચાયતોમાં AAPનો રાજ્યવ્યાપી vote share 12.67% રહ્યો હતો.
નર્મદાની 6 તાલુકા પંચાયતોમાં AAPને આશરે 1.18 લાખ મત મળ્યા હતા.
આદિવાસી પટ્ટામાં ભાજપનો vote share રાજ્ય સરેરાશ કરતાં ઓછો રહ્યો,
જ્યારે AAP અને BAPને રાજ્યની સરખામણીએ વધુ આધાર મળ્યો હતો.

આદિવાસી પટ્ટામાં અંદાજિત મત ટકાવારી (2026)
પક્ષ અંદાજિત મત ટકા સ્થિતિ
ભાજપ 45% – 48% સૌથી મોટો પક્ષ
કોંગ્રેસ 24% – 28% પરંપરાગત આધાર યથાવત, પરંતુ ઘટાડો
આમ આદમી પાર્ટી (AAP) 15% – 18% નર્મદા અને કેટલાક તાલુકામાં મજબૂત પ્રવેશ
BAP / અન્ય 6% – 10% દાહોદ-છોટાઉદેપુર પટ્ટામાં અસર