6 લાખ ખેડૂતોએ તો કરી બતાવ્યું હવે 10 લાખ ખેડૂતો શું કરવાના છે, જાણો

ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 – ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ

અમદાવાદ, 12 મે 2020
21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ કરવા માટે શરૂ કરેલું આંદોલન 12 જૂન 2020 સુધીમાં 6 લાખ ખેડૂતોએ મીસ્ડકોલ કરીને વ્યાપક બનાવી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા તે ગુજરાતનો એક અનોખો વિક્રમ છે. હજું રોજ 5થી 10 હજાર ખેડૂતો મીસ્ડકોલ કરીને જોડાઈ ગયા છે. તે 10 લાથ સુધી પહોંચી જાય એટલે તેનો ડેટાબેઝ તૈયાર કરીને ગુજરાત સરકારને આપીને ખેડૂતોની આ 6 સમસ્યા ઉકેલવા રજૂઆત કરાશે.

ખેડૂત આગેવાન સાગર રબારીએ કહ્યું હતું કે, ખેડૂત એકતા મંચ દ્વારા જૂનાગઢ ભવનાથના મેળામાં ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓ નિવારવા માટે મિસકોલ કરોની પત્રિકા વહેંચીને આંદોલન શરૂં કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાન માટે લીધેલા પ્રીમિયમનું અને પાક વીમાનું વળતર પૂરેપૂરું ખેડૂતોને મળ્યું નથી. ત્યારે આ બાબતે અનેક વખત રજુઆતો પણ જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સુરનગર જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાકવીમો ચુકવવામાં માટે વીમા કંપનીઓને ચેતવણી આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોને વધુથી વધુ સરકારનો સીધો લાભ મળે તે અંગે પત્રિકા બહાર પાડવામાં આવી છે અને આ પત્રિકામાં ખેડૂતો અને પશુપાલકો ને લગતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારને એક મિસકોલ કરી ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું ખેડૂતો અને પશુપાલકોએ માંગ કરી હતી.

ખેડુતો અને પશુપાલકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મિસકોલ માટેના આંદોલનના મપદ્દાઓ

1 – ગુજરાત સરકાર ખેતી, કૃષિ નીતિ બનાવે
2- ગુજરાત સરકાર ખેતી, કૃષિ પંચ બનાવે
3 – બજેટની 50% રકમ,60% વસ્તી, ગામડાં અને ખેડુત, પશુપાલકો માટે કૃષિ પંચના હાથમાં મૂકે
4 – ખેડુતોનાં તમામ પ્રકારના દેવાની માંડવાળ કરવામાં આવે.
5 – ખેતી-પશુપાલન-જંગલ-માછીમારી આધારીત ઉદ્યોગોમાં મૂડી-રોકાણ કરવામાં આવે.
6 – કૃષિ વોમો સમયસર આપીને સરવેમાં ખેડૂતની સહી ફરજિયાત કરવામાં આવે.

આ માંગણીઓને સમર્થન આપવા માટે ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 – ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ કરવામાં આવી હતી. ખેડૂતની ધરતીના હકની લડાઈમાં ભાગીદાર થવા આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સંદર્ભેઙ્ગ ખેડુત એકતા મંચ સુરેન્દ્રનગર. દવારા જૂનાગઢમાં ચાલતા ભાવનાથના મેળામાં આ પત્રિકાઓનું વિતરણ કરી લોકો ખેડૂતો અને પશુપાલકોને જાગૃત કરવામાં આવીયા હતા.