સોમનાથ, 21 માર્ચ 2023
શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ અને નિશુલ્ક ભોજનાલયના 7 રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલની મદદથી કામ થયું છે. પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ગેસ પ્રતિમાસ ઉપયોગમાં આવતો હતો. પી.એન.જી ગેસ નો ઉપયોગ કરવાથી આ ખર્ચમાં 20 થી 30% નો ઘટાડો આવવાની સંભાવના છે.
ભોજનાલયના રસોઈઘરમાં લોટ ગૂંથવાની મશીન, શાકભાજી સમારવાનું મશીન, રોટલીના તૈયાર લોટના માપસર ટુકડા કરી તેને વણીને રોટલી તૈયાર કરવાની ક્રિયા કરતું મશીન છે. 5 થી 6 હજાર લોકો પ્રતિદિન બંને સમય ભોજન ગ્રહણ કરે છે.
ટ્રેન નેટવર્કથી દેશ સાથે જોડાયેલું છે.
તમામ કર્મચારીઓ માટે હેન્ડ ગ્લવ્ઝ અને હાઈજિન પ્લાસ્ટિક કેપ પહેરવાનું ફરજિયાત છે. ખાવાના વાસણો, રેસ્ટોરન્ટ કાઉન્ટર, ટેબલ ફ્લોર, આ બધું દિવસમાં ઘણી વખત સાફ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં પગ મૂકતાં જ સ્વચ્છતાનો અનુભવ થાય છે, અને સતત સફાઈને કારણે સ્વચ્છ વાતાવરણ દિવસભર જળવાઈ રહે છે.
રસોડામાં વપરાતા મસાલા ગુણવત્તાયુક્ત સાથે સાત્વિક રાખવામાં આવે છે.
ભોજનાલયમાં બે ઈલેક્ટ્રીક રોટી મેકર મશીન મુકવામાં આવ્યા છે. દાળ, શાકભાજી, શીરો આવી વસ્તુઓ અનુભવી રસોઈયા દ્વારા પ્રવાસીઓ માટે વિશાળ વાસણોમાં બેચ મુજબ તૈયાર કરવામાં આવે છે.
કર્મચારીઓ પર યાત્રીઓ સાથે ઉત્કૃષ્ટ વર્તન રાખવાની વિશેષ જવાબદારી આવે છે. યાત્રીઓ સાથે ઉત્તમ વર્તન કરવા માટે સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. ભોજન લેનારા યાત્રીઓને સંપૂર્ણ સન્માન આપવામાં આવે છે. યાત્રીઓ સાથે પૂરા આદર સાથે વર્તે છે. ભોજન સાથે ભક્તિ સંગીત હોય છે. આસન સાથે ભારતીય શૈલીના ભોજનની વ્યવસ્થા છે.
ટ્રસ્ટની નિશુલ્ક અન્ન સેવા દેશ વિદેશમાં વખણાઈ રહી છે. ભોજન સેવા માટે અનુદાન કરી શકે છે. તિથિ અન્ન અનુદાન -1100, એક દિવસનું અન્નદાન-11,000, અઠવાડિયા માટે સ્વજન સ્મૃતિ ભોજન -41,000, એક મહિના માટે ભોજન અનુદાન-1,11,000 છે.
સોમનાથમાં 25 રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞ કરી શકે છે.
સોમનાથ મંદિરમાં માત્ર 21 રૂપિયામાં ઓનલાઇન પૂજા થાય છે. પીતાંબર, ધજા , વસ્ત્ર પ્રસાદ , ‘બિલ્વપુજા સેવા અપાય છે.
165 ગીર-ગાયોનું ગૌ- પાલન સેવા કરે છે. સોમનાથ દર્શન કરીને હેલિકોપ્ટર દ્વારા દીવ જઈ શકાય છે.