દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે
ગાંધીનગર, 26 માર્ચ 2020
ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોનો સમાવેશ થાય છે. ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે રેશનકાર્ડ પર અનાજ અપાશે. પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી અનાજ અપાશે. વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે અપાશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, 21 દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી માત્રમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની પણ કોઇ જરૂર નથી.