ગાંધીનગર, 9 મે 2020
ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવામાં આવે છે. એટલું જ નહિ જરૂર જણાય ત્યાં સપ્લાયરની એજન્સીને પણ બ્લેક લીસ્ટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે.
રાજયમાં ૧૭ હજાર વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો, પ૩ હજાર આંગણવાડીને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ મળે તેવો સરકારનો ધ્યેય રહ્યો છે. બે વર્ષ પહેલા ૧૦ વર્ષના એમ.ઓ.યુ થયા છે. એફઆરએલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી બે વર્ષમાં કુલ ૧૦,૧૭૮ સેમ્પલનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જે પૈકી ૭૯૦ સેમ્પલ ફેઇલ થતા તે સપ્લાયરના માલ રિજેક્ટ કરવામાં આવ્યા છે.
પણ તે માટે અધિકારી જવાબદાર હોવા છતાં એક પણ પુરવઠા મામલતદાર સામે પગલાં ભરાયા નથી.
આ 7 ટકા થવા જાય છે. પણ તમામ જથ્થો ચકાસવામાં આવતો નથી. જો 17 હજાર દકાનો પરથી અપાતો તમામ જથ્થો બે વર્ષમાં ચકાસાયો હોય તો 10 ચિજ વસ્તુના 17 લાખ નમુના ચકાસવા પડે છે.
જો 17 લાખ નમુના ચકાસાય તો જ સાચી સ્થિતી બહાર આવે છે. પસંદગીના નમુના કે ઓછો બપ્તો આપતાં વેપારીઓને જ નમુમા મોકલવાના હોય તો તે સાચી સ્થિતી બતાવતાં નથી.