સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો

દિલીપ પટેલ

ગાંધીનગર, 19 એપ્રિલ 2023

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ઈ. સ. 2000માં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસ્તી 26 ટકા હતી, હવે ઘટીને 6 ટકા થઈ છે. સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ્તી ઝડપથી ઘટી રહી છે. પરવડે એવાં ઘરો ખૂબ મોટી સંખ્યામાં પૂરાં પડાયાં છે.

મે 2022માં જાહેરાત કરાઈ હતી કે, એક દાયકામાં સુરત શહેરમાં 20.87 ટકા વિસ્તાર ઝૂંપડાનો હતો.  71.30 ટકા ઝુંપડા ઘટી ગયા છે. 2011માં સુરતમાં 20.87 ટકા વિસ્તાર સ્લમ હતો. 2022માં ઘટીને 5.99 ટકા થયો હતો.  સુરતના તાપી નદીના કિનારે વસેલી બાપુનગર નામની સુરતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી હતી. ગોપીતળાવ ઝુંપડપટ્ટી સહિત શહેરની અનેક ઝૂંપડપટ્ટીનું સ્ળાંતર કરાયું છે.

2021 સુધીમાં સુરત મહાનગર પાલિકા દ્વારા 6465 ટેનામેન્ટ, 372 વામ્બે, 113 એલઆઇજી, 7424 ઇડબ્લ્યુએસ, 46856 જેનયુઆરએમ, 8721 મુખ્યમંત્રી ગૃહ યોજના અને 12549 વડાપ્રધાન આવાસ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવ્યા છે.  12388 આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત બનશે ‘ઝુંપડપટ્ટી મુક્તની જાહેરાત કરાઈ હતી.

ગુજરાતમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા કુલ પરિવારોની સંખ્યા 2023માં 3,45,998 હતી. ઝૂંપડપટ્ટીની કુલ વસ્તી 16,80,000 હતી.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગની જે.એન.યુ.આર.એમ. યોજના ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, વામ્બે આવાસ, એલ.આઈ.જી., ઇડબલ્યુએસ આવાસ સહિતના અનેક આવાસ બનાવવામાં આવ્યા હતા. 2022 સુધીના 10 વર્ષમાં આ યોજના હેઠળ શહેરમાં 94888 આવાસ બન્યા છે.

સુરત શહેરમાં આવાસ માટે 2.54 લાખ ચો.મી. જગ્યા અનામત છે. તેના પર 17547 જેટલા આવાસ બની શકે તેમ છે. સરકારી જગ્યામાંથી સ્લમ વિસ્તાર દુર કરવાની કામગીરી સરળ છે. પરંતુ ખાનગી જગ્યામાં બનેલી ઝૂંપડપટ્ટી સુરતને સ્લમ ફ્રી બનાવવા સામે મોટો પડકાર છે.

વિવાદો થતાં 25 ઓગસ્ટ 2021માં ઝુંપડપટ્ટી તોડવા પર સર્વોચ્ચ અદાલતે વચગાળાની રોક લગાવવી પડી હતી.

મિડિયા ટીમ 2023

સ્માર્ટ સિટી અને મેટ્રો સીટી તરફ દોટ મુકી રહેલું સુરત હવે સ્લમ ફ્રી સિટી બનાવા જઈ રહ્યું છે. સિલ્ક સિટી, ડાયમંડ સિટી, સેતુ સિટી, ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી, ક્લિન સિટી, હવે સ્લમ ફ્રિ સિટી તરીકે ઓળખાય છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. મંત્રાલયના એડીજી, મીડિયા એન્ડ કમ્યુનિકેશન, રાજીવ જૈન સાથે પત્રકારો હતા. સુરતની સુંદરતામાં વધારો કરતા વીઆઇપી રોડ, મૉડલ સ્ટ્રીટ એન્ડ સ્કલ્પ્ચર્સ, આઇસીસીસી (ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર) જેના દ્વારા પૂર જેવી આપત્તિ દરમ્યાન એક જ સ્થળેથી ઇમરજન્સી રિસ્પોન્સ અને વ્યવસ્થાપન કરવામાં આવે છે. ડ્રીમ સિટી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાર્ગવ, ભરથાણા ગયા હતા. સુરતના  કિલ્લો, કૅબલ સ્ટેઈડ બ્રિજ, ડુમસ, પબ્લિક શૅરિંગ સાયકલ, અલથાણ ખાડી પુનર્વિકાસ,  એશિયાના સૌથી મોટા નિર્માણાધીન બાયોડાઇવર્સિટી પાર્ક, અલથાણ વોટર વર્ક્સ, ટેક્સ્ટાઇલ માર્કેટ, સોલર પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું કે હવે અમારું લક્ષ્ય સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન બનાવવાનું છે. બગીચા, શાળાઓ, આરોગ્ય, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન  સુરતના 10 હજાર સ્ટ્રીટ વૅન્ડર્સને લોન આપી છે. રખડતા ઢોરનાં દૂષણને ડામવા સુરત આરએફઆઇડી ટેગ લગાવનારું પ્રથમ શહેર હોવાની માહિતી આપી હતી.

1993માં ઝૂંપડા

1993માં સૂરત શહેરસ્થિત ‘સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝ’ સંશોધનસંસ્થાએ સૂરતની ઝૂંપડપટ્ટીઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેનાં કેટલાંક તારણો ભારતની વર્તમાન ઝૂંપડપટ્ટીઓની લાક્ષણિકતાઓ રજૂ કરે છે. ગુજરાતના આ ઔદ્યોગિક શહેરના 4.3 લાખ ઝૂંપડાવાસીઓ 94 હજાર પરિવારોમાં વિભાજિત થયેલા હતા. આ પરિવારોમાં 64 % વિભક્ત પરિવારો હતા, જ્યારે 24 % સંયુક્ત પરિવારો હતા. 8 % પરિવારો મિશ્ર હતા અને 4 % એક વ્યક્તિના પરિવારો હતા. જે લોકો 20 વર્ષથી વધુ સમયથી આ શહેરમાં રહે છે તેમાં સંયુક્ત કુટુંબોનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હતું. અહીંની ઝૂંપડપટ્ટીના 81 % લોકો હિંદુ હતા, 18 % મુસ્લિમ હતા અને અન્ય બૌદ્ધધર્મીઓ હતા, જેઓ રોજગારની શોધમાં મહારાષ્ટ્રમાંથી આવેલા છે. 80 % ઝૂંપડાવાસીઓ ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા હતા. તેમાંના મોટા ભાગના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓરિસા અને આંધ્રપ્રદેશના હતા. આ રાજ્યોના આર્થિક રીતે પછાત, વસ્તીની અતિશય ગીચતા અને ઓછું અક્ષરજ્ઞાન ધરાવતા ગ્રામપ્રદેશના તેઓ વતની હોય છે. સ્ત્રી-પુરુષ પ્રમાણ તપાસતાં જણાયું હતું કે 1000 પુરુષોએ 725 સ્ત્રીઓ હતી. કારખાનાંઓની નજીક રહેતા ઝૂંપડાવાસીઓમાં તો આ પ્રમાણ 1000 પુરુષો એ માત્ર 200 સ્ત્રીઓનું હતું.

2022માં દરેકને ઘર

2022 સુધીમાં દેશનો એક પણ નાગરિક ઘરવિહોણો ન રહે તેવું વચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. રાજયમાં સરકારી જમીન પર ઝુંપડપટ્ટીઓને પીપીપી આવાસ યોજના બનાવી હતી. 60 ટકા ઝુંપડાધારકો સહમત થાય તો પાકુ અને દસ્તાવેજવાળુ ઘર આપવાની નીતિ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા માટે બનાવવામાં આવી હતી. પણ દરેકને ઘર અપાવી શકાયું નથી.

વચને સૂરા, પુરા કરવામાં કાયર

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે રૂ. 33,000 કરોડના ખર્ચે 50 લાખ મકાનો બનાવશે. જેમાંથી 28 લાખ ગામડામાં અને 22 લાખ શહેરોમાં. પણ ગુજરાત સરકાર ફરી ગઈ હતી અને 2012મા 22 લાખ મકાનો બનાવવાની જાહેરાત કરી હતી. તેમાંથી 2017 સુધીમાં માત્ર 4 ટકા એટલે કે 85,046 હજાર મકાનો બની શક્યા હતા. 2015-16મા 18,574 અને 2016-17મા 35,258 મકાનો ગરીબો માટે બનાવ્યા હતા. 2012થી 2017 સુધી સરકારે રૂ. 3,972 કરોડનો ખર્ચ કર્યો હતો. ગુજરાતને સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સરકારે રૂ. 2,521 કરોડનો ખર્ચ કર્યો હતો. પણ આજે ઝૂંપડાતો એમના એમ જ છે. એ નાણાં ક્યાં વપરાયા એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.

બિલ્ડરોને ફાયદો

સુરતમાં આંજણા અને ભાઠેનામાં પીપીપી સ્કીમમાં 17 માળના ટાવરો બાંધવા માટે ઝુંપડપટ્ટી ખસેડવાના મામલે ઊહાપોહ અને મારામારી પણ થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ભાજપ અને બિલ્ડર લોબી સાથે સાંઠગાંઠ રચી ગરીબ ઝુંપડાવાસીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હતો. જેનો વિરોધ વકીલ દ્વારા કરાયો હતો.  ઝુંપડાવાસીઓને લોભ લાલચ આપી તેમના ઘરો લખાવી લેવામાં આવી રહ્યા હતી. જે જમીન ખાલી પડશે તેના પર માર્કેટો બનાવવાની હતી. કોર્ટમાં પણ ઝુંપડાવાસીઓ હારી ગયા છે અને તમેને સ્ટે મળ્યો નથી.

કડવો અનુભવ

સુરત શહેર લોકોની એકતા અને લોકભાગીદારી બંનેનું અદ્ભુત ઉદાહરણ છે. ભારતનો કોઈ પ્રદેશ એવો નહીં હોય કે જેના લોકો સુરતમાં રહેતા હોય, એક રીતે મિની હિન્દુસ્તાન. સુરત શ્રમને માન આપતું શહેર છે. અહીં પ્રતિભાનું મૂલ્ય થાય છે. સુરતના લોકો શિવાજીએ સુરતને બે વખત લૂંટીને એક વખત સળગાવી દીધું હતું,  મરકી રોગચાળા અને પૂરની મોદી સમયમાં બનેલી ઘટનાઓ ક્યારેય ભૂલી શકતા નથી.

સુરત બ્રાંડ

સુરત શહેર બ્રાન્ડેડ છે, તો દરેક ક્ષેત્ર, દરેક કંપની આપોઆપ બ્રાન્ડેડ થઈ જાય છે. સુરત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. 20 વર્ષમાં સુરતે દેશના બાકીના શહેરો કરતાં ઘણી ઝડપથી પ્રગતિ કરી છે. સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે. સેંકડો કિલોમીટરથી વધુના નવા ડ્રેનેજ નેટવર્કે સુરતને એક નવું જીવન આપ્યું છે. બે દાયકામાં ગરીબો માટે, ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે લગભગ 80 હજાર ઘરો બનાવવામાં આવ્યા હતા. આનાથી સુરત શહેરના લાખો લોકોનું જીવનધોરણ સુધર્યું છે.

32 લાખ ગરીબ દર્દીઓ ગુજરાતના છે અને લગભગ 1.25 લાખ દર્દીઓ સુરતના છે.

ડ્રીમ સિટી

તાપી પર એક ડઝનથી વધુ પુલ છે, જે શહેરને જોડે છે અને સુરતવાસીઓને પણ સમૃદ્ધિ સાથે જોડે છે. આ સ્તરની ઇન્ટરસિટી કનેક્ટિવિટી ભાગ્યે જ જોવા મળે છે. સુરત સાચા અર્થમાં પુલોનું શહેર છે. જે માનવતા, રાષ્ટ્રીયતા અને સમૃદ્ધિના અંતરને પૂરવાનું કામ કરે છે. ડ્રીમ સિટી પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે સુરત વિશ્વના સૌથી સુરક્ષિત અને સૌથી અનુકૂળ ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે વિકસિત થવા માટે તૈયાર છે. એ દિવસ દૂર નથી જ્યારે સુરત સમગ્ર વિશ્વમાં હીરાના વેપારીઓ અને કંપનીઓ માટે આધુનિક ઓફિસ સ્પેસ તરીકે ઓળખાશે.

સુરત પાવરલૂમ મેગાક્લસ્ટરને મંજુરી આપી છે. સાયન અને ઓલપાડમાં પાવરલૂમ છે. સુરતી લોકોની ખાસિયત એ છે કે તેમને સુરતીલાલા સાથે મોજ કર્યા વગર ચાલતું નથી અને બહારથી આવનાર વ્યક્તિ પણ સુરતીલાલાના રંગમાં રંગાઈ જાય છે.

પરિવર્તન ઝૂંપડપટ્ટી – અમદાવાદ શહેરની અંદર ઝૂંપડપટ્ટીમાં અંદાજે 4.40 લાખ લોકો રહે છે. અમદાવાદ નદી કિનારે વસતા ગરીબ લોકોની મોટી વસ્તીનું ઘર છે. અમદાવાદમાં નદી બાજુની ઝૂંપડપટ્ટીઓ લગભગ 40 વર્ષ જૂની છે.

યુપીએ સરકારના શાસન દરમ્યાન ૨૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લવાયા હતા, જ્યારે ૨૦૨૧ના રીપોર્ટ અનુસાર ૨૩ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે આવી ગયા છે. દેશના ૭૭ ટકા ધન અને સંપત્તિના માલિક માત્ર એક ટકા લોકો છે. ૨૦૨૧-૨૨માં દેશમાં અરબો પતિની સંખ્યા ૧૦૨ થી ૧૪૨ થઈ ગઈ છે. તેમની પાસે ૫૭.૩ લાખ કરોડ ધનસંપત્તિ છે. જ્યારે દેશના ૫૦ ટકા લોકો (૭૦ કરોડ) પાસે દેશની સંપત્તિના માત્ર ૬ ટકા સંશાધનો છે. ૨૭ વર્ષમાં ભાજપે વિકાસ કર્યો હોત તો ગુજરાતના ૩૨ ટકા લોકો ગરીબી રેખા હેઠળ ના હોત. ગુજરાતમાં ૩૧.૫ લાખ પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની ૬.૪ કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતી પર ૬૩ હજારનું દેવું છે. ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે ગરીબીમાં વધારો થયો. ભાજપની ગરીબ વિરોધી નીતિઓને કારણે 5.6 કરોડ ભારતીયો અત્યંત ગરીબીમાં ડૂબી ગયા.બીજીબાજુ વર્લ્ડ હંગર ઈન્ડેક્સમાં 116 દેશોની યાદીમાં ભારત 101માં નંબર પર છે. શું ગરીબોને બે ટાઈમનું ભોજન આપવાનું તમારું કામ નથી? ભારતમાં 135 કરોડ નાગરિકોમાંથી 80 કરોડ લોકોને મફત અનાજ લેવાની ફરજ કેમ પડી? તે દર્શાવે છે કે, ભાજપના અણઘડ વહિવટ અને નિષ્ફળ નિતીઓનો ભોગ દેશની જનતા બની રહી છે

2011ની વસતી ગણતરીમાં ગુજરાતમાં શહેરોમાં ઝુંપડ પટ્ટીમાં વસતી

શહેર    ઝુંપડ પટ્ટીમાં વસતી

 

સુરત   4,67,434

અમદાવાદ      2,50,681

રાજકોટ         1,89,360

વડોદરા         84,804

જામનગર       71,497

ભાવનગર      61,632

વાપી   40,921

નવસારી        33,688

નડિયાદ        30,460

ગાંધીધામ       24,914

જૂનાગઢ        25,145

અંજાર 19,163

પાલનપુર       17,982

પોરબંદર       15,564

ભરૂચ   13,143

પેટલાદ         12,496

આનંદ 12,726

ગાંધીનગર      11,933

રાજપીપળા     11,471

વ્યારા 9,718

કરજણ 8,224

દોહાદ 11,103

ડીસા    8,976

ખંભાત 9,094

બીલીમોરા      7,357

પાદરા 6,749

કલોલ 7,629

મહુવા 8,202

જસદણ         7,391

સિદ્ધપુર         7,860

અમરેલી        6,766

ઓડ    6,392

કપડવંજ        6,675

ધોળકા 6,500

મોરવી 5,874

અંકલેશ્વર       5,462

છોટા ઉદેપુર    5,571

તળાજા 6,511

ડભોઇ   5,482

જેતપુર નવાગઢ        5,077

વલસાડ        4,751

આમોદ 5,078

ધ્રોલ    5,166

જંબુસર 5,110

પારડી 4,055

ધોરાજી 4,235

સિક્કા   5,045

કેશોદ   4,138

થાનગઢ        4,151

મોડાસા         3,931

ખેડા    3,848

સોનગઢ        3,201

ભાભર 3,719

વિજલપોર      3,212

હિમતનગર     3,513

વલ્લભીપુર     3,606

સોજીત્રા         3,258

ગણદેવી        2,809

રાધનપુર       3,208

સુરેન્દ્રનગર દૂધરેજ      2,652

વલ્લભ વિદ્યાનગર      2,364

બોરસદ         2,653

કાલાવડ        2,234

ઊંઝા   2,368

માણાવદર      2,213

ઉમરેઠ 1,987

પાટણ 2,071

ઓખા   2,006

ગોંડલ 1,982

સાવલી 1,856

હારીજ 1,865

ઝાલોદ 1,850

કરમસદ        1,521

ચલાલા         1,548

દ્વારકા   1,770

ઇડર    1,286

ભુજ    1,195

વાંકાનેર        1,317

ધરમપુર        1,164

બાયડ 1,235

ભાણવડ        1,169

ધાનેરા 1,365

મહેસાણા        1,076

વેરાવળ        1,164

પ્રાંતિજ 1,007

માણસા 1,159

ઉપલેટા         837

દહેગામ         918

બારડોલી       747

વઢવાણ        834

લીંબડી 734

ગારીયાધાર     752

આંકલાવ       604

કોડીનાર        623

છાયા   489

વિસનગર       586

કલોલ 486

થરાદ   631

ગઢડા 447

રાપર   388

બોટાદ 381

ખેરાલુ 373

ભચાઉ 527

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2012મા શહેરી ગરીબો અને મધ્યમવર્ગના ઘરવિહોણાં પરિવારો માટે મકાનોની સ્કીમ જાહેર કરી હતી. જેમાં EWS – LIGના 5 વર્ષમાં 20 હજાર મકાનો બાંધ્યા છે.

2010માં પહેલી નીતિ

રાજ્ય સરકારે 2010મા સ્લમ રિ-ડેવલપમેન્ટ પોલિસી બનાવી હતી. જેમાં કોઈ સ્કીમ અમલી ન બનતાં 2013મા ફરી સુધારા કરીને નવી નીતિ બનાવી હતી. જેમાં 3.50 લાખ ઝૂંપડાના સ્થાને માત્ર 5 હજાર મકાનો જ બની શક્યા હતા. 12 સત્તામંડળો, 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને હાઉસિંગ બોર્ડે છેલ્લા મોદીના રાજ સુધીમાં પાંચ વર્ષમાં એક લાખથી વધુ મકાનો બાંધ્યા નથી.

2021માં બાપુનગર જનરલ હોસ્પિટલની આસપાસ 70થી વધુ ઝૂંપડપટ્ટીઓને કોર્પોરેશનને તોડવા માટે નોટિસ આપી હતી. જેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી

બીજુ અમેરિકા

ઝૂંપડપટ્ટી ઔદ્યોગિક ક્રાંતિ પછીના શહેરીકરણની નીપજ છે. જોકે ઔદ્યોગિક ક્રાંતિની પૂર્વે પણ એવા વસવાટના વિસ્તારો હતા જેને આપણે વર્તમાન ઝૂંપડપટ્ટી સાથે સરખાવી શકીએ.

અમેરિકામાં ઝૂંપડપટ્ટીના વિસ્તારોનું ‘બીજું અમેરિકા’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. અમેરિકામાં ઝૂંપડપટ્ટીના ઉદભવને ગઈ સદીમાં થયેલી અમેરિકા તરફની હિજરત સાથે ઘનિષ્ઠ સંબંધ છે. 1914માં મેક્સિકો, ઇટાલી, ગ્રીસ પોલૅન્ડ, જર્મની અને અન્ય પૂર્વ એશિયાના દેશોમાંથી લગભગ 12 લાખ જેટલા લોકો કામધંધાની શોધમાં અને અમેરિકન દોલત મેળવવાના ખ્યાલથી અમેરિકા આવ્યા હતા. કમનસીબે આમાંના ઘણાખરા લોકો માંડ માંડ દાળ-રોટલી  પામી શક્યા અને અમેરિકન કાળી પ્રજાની જેમ પોતાની અલગ વસાહતોમાંથી બહાર પણ નીકળી શક્યા નહિ.

અધિકાર

ભારતીય બંધારણે પ્રત્યેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપ્યો હોવા છતાં આજનાં ભારતીય શહેરોમાં લોકોને પશુથી પણ બદતર હાલતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેવું પડે છે. શહેરની સુંદરતાને નામે, ટ્રાફિકના પ્રશ્નના નામે કાયદાઓના રક્ષણ તળે આજે ઝૂંપડાવાસીઓનાં આશ્રયસ્થાનોને નાબૂદ કરવાની પ્રવૃત્તિઓ સરકારી આદેશ અનુસાર ચાલે છે. આ સંજોગોમાં કૃષિક્ષેત્રે જમીનની ટોચમર્યાદા જેવા કાયદાઓનો પૂરેપૂરો અમલ કરી સામાન્ય માણસને માથે છાપરું મળી રહે અને જીવનની લઘુતમ સુવિધાઓ સૌને મળે તેવા સરકારી, બિનસરકારી પ્રયત્નો આવશ્યક છે એમ આ ક્ષેત્રના અભ્યાસીઓનું મંતવ્ય છે.

ભારતના આર્થિક પાટનગર ગણાતા મુંબઈ શહેર માટે ધારાવી તથા આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા અમદાવાદ શહેર માટે ગુલબાઈ ટેકરા અને વાડજ નજીકની ઝૂંપડપટ્ટીઓ ‘વિકાસનો વિરોધાભાસ’ પૂરો પાડે છે.

2011ની વસતી ગણતરી પ્રમાણે

ભારતમાં 4041 શહેરોમાંથી 2543 શહરો એટલે કે 63 ટકા ઝૂંપડા હતા.

1.08 લાખ ઝૂંપડપટ્ટી હતી. જેમાં 1.37 કરોડ ઝુંપડા હતા.

દેશના કુટ કુટુંબો 7.89 કરોડ હતા. જેમાં 1.37 કરોડ કુટુંબો એટલે કે 17.4 ટકા ઝૂંપડામાં રહેતા હતા.

સૌથી વધારે મહારાષ્ટ્રમાં 21359 ઝૂંપડ્ડ પટ્ટી વસાહતો હતી.

સૌથી ઓછા ઝૂંપડા ધરાવનારાઓમાં છત્તિશગઠ 9.7 ટકા ઘર અને પછી ગુજરાતમાં 6.7 ટકા ઘર ઝુંપડાના હતા.

દેશના 10 ટોચના શહેરોમાં ઝૂંપડા સૌથી વધું હોય એવા ગુજરાતમાં એક પણ શહેર ન હતા.

ઘર ઉપરાંત બીજા ઉપયોગમાં લેવાતા ઝૂંપડાઓ 4 લાખ હતા. શહેરોમાં 6 લાખ મકાનો ધર્મસ્થાનોના હતા. જેમાં ઝુંપડ પટ્ટીમાં માત્ર 90 હજાર ધર્મસ્થાનો હતા.

ઝુંપડપટ્ટીના મકાનોમાં 82.5 ટકા રહેવા માટે ઉપયોગ થતો હતો.

ઓફિસ કે દુકાન 6.7 ટકા હતી.

રૂમ, લગ્ન થયેલા યુગલ, રહેણાંકની માલિકી, પાણી અને રહેતા માણસોની બાબતમાં શહેરના પાકા મકાનો, વિજળી અને ઝુંપડાઓમાં ખાસ ફેર ન હતો.

45 ટકા ઝૂંપડા એક રૂમના હતા.

30 ટકા ઝૂંપડા બે રૂમના હતા.

12.3 ટકા ઝૂંપડા 3 રૂમના હતા.

શૌચાલય અને બાથરૂમની સગવડમાં મોટો તફાવત પાકા મકાનો અને ઝુંપડાઓ વચ્ચે હતો.

ભારતમાં 86.6 ટકા લોકો પાસે ઘરની માલિકી છે. જેમાં ગુજરાત દેશમાં 17મા સ્થાન સાથે 84 ટકા લોકો પાસે જ ઘરની માલિકી હતી. આર્થિક નબળા રાજ્યોના લોકો પાસે ઘરની માલિકી સૌથી વધારે હતી. ગુજરાતમાં 43 હજાર ઘરમાં ટ્રિટેડ પાણી મળતું ન હતું.

જર્જરિત મકાનો

સુરતમાં ઝર્જરીત મકાન તૂટતા  23 બાળકોના મોત બાદ પણ ગુજરાત સરકાર તેમમાંથી કંઈ શિખતી નથી.

સુરત જિલ્લામાં 800 મકાનો જર્જરિત છે. 47 પ્રાથમિક શાળામાં 159 ઓરડા જર્જરિત છે. માંડવી તાલુકાના ચોરાબાં ગામની 22 પ્રાથમિક શાળાના ઓરડા તોડી પાડવાની મંજૂરી આપ્યા બાદ વિદ્યાર્થીઓને નજીકના પંચાયતના મકાનમાં ભણાવવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં 870 મકાનો ભયજનક છે. સુરતના ભેસ્તાનમાં આવેલા સરસ્વતી આવાસના 400 ઘરોની છતો પરથી કપચીઓ ઉખડીને ગાબડાં પડી રહ્યાં છે. સાત વર્ષ પહેલા પાલિકાના ભ્રષ્ટ શાસકોએ ખખડધજ આવસો પઘરાવી દીધા હોવાનો પણ મોટો ખુલાસો થયો છે. માત્ર સાત જ વર્ષમાં લોકો રસ્તા પર આવી ગયા છે. સરસ્વતી આવાસના અનેક પરિવારો અહીં જ તંબુ કે વાંસના ઝૂંપડા બાંધીને ખુલ્લામાં રહે છે. સુરત કોર્પોરેશને અહીં 22 બિલ્ડિંગો બનાવી છે જેમાં 650 પરિવારો નર્ક જેવી જિંદગી જીવી રહ્યાં છે. સરકાર પાસેથી 84,000 રૂપિયામાં ફ્લેટ મળ્યો હતો. મહિને રૂ. 750નો હપતો આજે લોકો ભરે છે.

ગુજરાતના ઝર્ઝરીત મકાનો

ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કુલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમે ત્યારે તૂટી પડે તેમ હતા. ગ્રામ્ય વિસ્તારો સાથે તો 1 લાખ મકાન છે, જે પડવાના વાંકે ઊભા છે.

અમદાવાદ

અમદાવાદમાં ઓછામાં ઓછા 950 જેટલાં જર્જરિત મકાનો છે. ઉપરાંત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના પાંચ હજાર કરતાં વધારે મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર-જૂનાગઢ-પાટણ જેવા 1 હજાર વર્ષ જૂના શહેરોમાં તો હાલત ખરાબ છે.

2018ની ઓઢવની ઘટના

ઓઢવમાં ચોમાસામાં  2018માં ગરીબ આવાસના જીવન જ્યોત ચાર માળના બિલ્ડિંગના બે બ્લોક પડી ગયા હતા. એકનું મોત થયું હતું. 15 લોકો ફસાયા હતા. 15 બ્લોક ખરાબ હાલતમાં ઊભા હતા. તેથી તેને તોડી પાડવા આદેશ કરાયો હતો.

અમદાવાદના 900 મકાનો ભયજનક

ઓઢવની ઘટના બન્યા છતાં અમદાવાદ શહેરમાં 950 જેટલી જર્જરિત ઈમારતો હતી.  સૌથી વધુ જર્જરિત મકાનો મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં હતા. 20 પુલ જૂના છે તે પણ ચકાસી લેવાનું નક્કી કરાયું છે.

જગન્નાથી રથયાત્રા પહેલા ભયજનક મકાનોનો સરવે કરાયો તેના માર્ગમાં 1 હજાર મકાનો તૂટી પડે એવા છે. નરોડા સહિત સ્લમ ક્લિયરન્સ બોર્ડની વસાહતોના 5 હજાર મકાનો એવા છે કે જે જર્જરિત છે.

અમદાવાદમાં ઓઢવમાં મકાન પડી જવાની ઘટના બાદ ગુજરાત સરકાર જર્જરિત મકાનોને ફરીથી બનાવવા માટેની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી રહી હોવાનું કહે છે. આ અગાઉ પણ 2013મા આ નીતિ બનાવવાની જાહેરાત કરી હતી. તેમ છતાં તેમાં આજ સુધી કંઈ થયું નથી. આ અગાઉ સ્લમ રિ-ડેવલપ પોલિસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણેક દશકા જૂના આવાસોના પુનઃનિર્માણ માટે એક રિડેવલપમેન્ટ પોલિસી બની પણ તેમાં કોઈ યોજના આજ સુધી બની શકી નથી.

આ પણ વાંચો

ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો
https://allgujaratnews.in/gj/2-lakhs-poor-in-700-slums-in-ahmedabad-behind-trumps-wall-of-poverty/

સાત લાખ ઝુંપડાઓને સ્થાને પાકા મકાનું ભાજપનું વચન ફોક
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%9d%e0%ab%81%e0%aa%82%e0%aa%aa%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8%e0%ab%87/

15 લાખ કાચા મકાનોની તસવીરો પાડી પછી શું થયું ?
https://allgujaratnews.in/gj/15-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%95%e0%aa%be%e0%aa%9a%e0%aa%be-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%aa%b8%e0%aa%b5%e0%ab%80%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%aa/

ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો
https://allgujaratnews.in/gj/%e0%aa%9d%e0%ab%82%e0%aa%82%e0%aa%aa%e0%aa%a1%e0%aa%aa%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95/

અમદાવાદની 35 ઝૂંપડ પટ્ટી તોડી પડી 10 હજાર મકાનો ન કેમ બન્યા ?
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%ab%80-35-%e0%aa%9d%e0%ab%82%e0%aa%82%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8b/

ત્રીજા ભાગનું ગુજરાત ગરીબ, ભાજપનું શુસાન છે તો 26 વર્ષમાં ગરીબી કેમ દૂર ન થઈ
https://allgujaratnews.in/gj/one-third-of-gujarat-is-poor-if-bjp-was-good-then-why-poverty-does-not-disappear-in-26-years/

સુરતમાં મકાન તુટી પડ્યું, રાજ્યમાં 50 હજાર જોખમી મકાનો
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8-%e0%aa%a4%e0%ab%81%e0%aa%9f%e0%ab%80-%e0%aa%aa%e0%aa%a1%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82/

એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ
https://allgujaratnews.in/gj/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4/

એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ

ગ્રામ્ય ગુજરાત ગરીબ બની ગયું છે
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%ab%8d%e0%aa%af-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97/

વાયબ્રંટ ગરીબ ગુજરાત, ખોટી આર્થિક નીતિથી ગરીબી વધી
https://allgujaratnews.in/gj/%e0%aa%b5%e0%aa%be%e0%aa%af%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%82%e0%aa%9f-%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%96%e0%ab%8b%e0%aa%9f/

રૂપાણીના રૂપાળા આંકડા
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%b3%e0%aa%be-%e0%aa%86%e0%aa%82%e0%aa%95%e0%aa%a1%e0%aa%be/

ભાજપ શાસિત અમપા દ્વારા સ્વચ્છતા સેસના નામે 77 કરોડથી વધુ કર વસુલાશે
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%85%e0%aa%ae%e0%aa%aa%e0%aa%be-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b8%e0%ab%8d/

રોજી રળવા ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9c%e0%ab%80-%e0%aa%b0%e0%aa%b3%e0%aa%b5%e0%aa%be-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2/

અમદાવાદ શહેરની કિંમત 50 લાખ કરોડ
https://allgujaratnews.in/gj/ahmedabad-city-of-rs-50-lakh-crore/