અમદાવાદ, 4 ડિસેમ્બર 2020
3100 હપ્તા સાથે 12 વર્ષથી ચાલતી તારક મહેતાના ઉલટા ચશ્માના 8 હપ્તાના લેખક અમદાવાદના 37 વર્ષીય અભિષેક મકવાણાનું શરીર કાંદિવલી સ્થિત પોતાના ઘરમાં 27 નવેમ્બરના રોજ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. તેણે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં કોઈકે પરાણે આપેલા વ્યાજના પૈસાના કારણે તેને મોત વહાલું કર્યું હતું. હાસ્ય રેલાવતાં લેખકે આત્મહત્યા કરવી પડી છે.
તારક મહેતાના 15 લેખકો
અભિષેક વડોદરા અને અમદાવાદમાં રહેતાં હતા. પછી મુંબઈ સીફ્ટ થયા હતા. તેમણે બે ગુજરાતી ટેલિવિઝન ધારાવાહી લખી હતી. પણ તારક મહેતામાં તેમણે માત્ર 2 વખત 8 સ્ક્રીપ્ટ લખી હતી. તે પણ કોઈ લેખક ગેરહાજર હતા ત્યારે તેમણે લખી હતી. આમ તો તારક મહેતામાં 15 જેટલાં રાઈટર આવીને ગયા છે. જેમાં કાયમી ટકી રહ્યાં હોય એવા 5 લેખકો છે. તેઓ બહુ જાણીતા લેખક ન હતા.
ગુજરાતીમાં સુસાઈડ નોટ લખવામાં આવી હતી
ચારકોપ પોલીસે કહ્યું હતું કે સુસાઈડ નોટ ગુજરાતીમાં લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાથી અંગત જીવન તથા આર્થિક સમસ્યાનો સામનો કરતો હતો. તેણે પરિવારની માફી માગી હતી. તેણે પરિસ્થિતિ સામે લડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હારી ગયો. સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જ જતી હતી.
ભાઈ જેનિસે તપાસ કરી
અમદાવાદમાં રહેતાં અભિષેકના ભાઈ જેનિસે કહ્યું હતું કે, ભાઈના મોબાઈલ ફોન પર સતત લોન ચુકવણી માટેના ફોન આવતા હતા. ફોન પર તેને ધમકી આપવામાં આવતી હતી.
મોબાઈલના મેસેજમાં ધમકી આપવામાં આવી હતી કે જો તે લોન ચૂકવશે નહીં તો આ માહિતી તેના મિત્રોમાં શૅર કરી દેવામાં આવશે. અભિષેકના મિત્રોને પણ આ જ પ્રકારના ફોન આવતા હતા, આથી તેણે આ મેસેજ દરેક ફ્રેન્ડ્સને મોકલ્યા, જેથી તેઓ સાઈબર ફ્રોડ, બ્લેક મેઈલિંગનો ભોગ ના બને.
મેલ ચેક કર્યા
અલગ-અલગ નંબર પરથી લોન ચૂકવી દેવા અંગેના ફોન આવ્યા હતા. એક નંબર બાંગ્લાદેશ, એક મ્યાનમાર અને બીજા ભારતનાં વિવિધ રાજ્યોમાં રજિસ્ટર્ડ હતા.
પરાણે લોન આપી
જેનિસે કહ્યું હતું, ‘ઈ-મેલ પરથી મને એક વાત સમજાઈ કે મારા ભાઈએ ‘ઈઝી લોન’ એપ્સમાંથી એક લોન લીધી હતી. આ લોનમાં વ્યાજદર વધારે હોય છે. અરજી ના કરી હોવા છતાંય તેઓ થોડી થોડી રકમ મોકલતા હતા. આ લોન પર તેમણે 30 ટકાનો વ્યાજદર ગણ્યો હતો.
પરિવારને ધમકી
પરિવાર અને મિત્રોને પણ ધૂતારાઓ તરફથી ફોન આવી રહ્યા છે. ફોન કરીને તેમની પાસેથી રૂપિયા માગવામાં આવી રહ્યા છે કારણકે કથિત રીતે અભિષેકે તેઓને લોનમાં ગેરંટર બનાવ્યા હતા. મોત પાછળ સાઈબર ફ્રોડ અને હોવાનું જણાવ્યું છે. જેનિસે ઈન્ટરનેટ પરથી એ એપ વિશે માહિતી એકઠી કરતાં ખબર પડી હતી. સાયબર ફ્રોડમાં આ લોકો સંડોવાયેલા હતા.
પોલીસ શું કહે છે
પોલીસે કહ્યું હતું કે પરિવારે નંબર શૅર કર્યા છે. બેંક ટ્રાન્ઝેક્શન પણ જોયા છે. હાલની તપાસ પ્રમાણે ફ્રોડ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત કંપનીએ કોઈ હેરાનગતિ કરી હોય તેવા પુરાવા મળ્યા નથી.
ઓન લાઈન લોનનું બજાર કેવું છે
Finzy, Indiabulls Dhani, Home credit, Indian Money, Loan adda, Money Tap, Kreditbee Apps, CASHe, PayMe, YONO (SBI) વગેરે એવી એપ છે, જે ઓનલાઈન કોઈ ડોક્યુમેન્ટેસન પ્રક્રિયા વિના મિનિટોમાં પર્સનલ લોન, કાર તેમજ બાઈક લોન સહિત ઘણા પ્રકારની લોન આપે છે.
5 હજારથી 15 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મળી જાય છે. તેનું 5 વર્ષ માટે વાર્ષિક વ્યાજ 12થી 24 ટકા સુધી હોઈ શકે છે. અલગ-અલગ કંપનીઓની લોન આપવાની લિમિટ, વ્યાજદર અને અવધિ અલગ-અલગ હોઈ શકે છે.
આધાર કાર્ડ નંબર અને PAN જેવી જાણકારીઓ માંગે છે. મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય છે. લોનની રકમ થોડી મિનિટોમાં જ અરજી કરનારાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
યોગ્યતાના માપદંડ સેલેરી, ઉંમર, ક્રેડિટ સ્કોર, જે કંપનીમાં અરજી કરનારી વ્યક્તિ જોબ કરે છે. તેની કેટેગરી, સોશયલ મીડિયા પર એક્ટિવિટી, એજ્યુકેશન, બેંક અકાઉન્ટ દ્વાર લેવડ-દેવડ. અરજી કરનારાની યોગ્યતા તપાસવા માટે અલગ-અલગ કંપનીઓના અલગ-અલગ માપદંડ હોય છે.
ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, સેલેરી સ્લિપ, બેંક અકાઉન્ટ નંબર, બેંક IFSC કોડ, છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ. આ બધા ડોક્યુમેન્ટ્સ JPEG કે PDF ફોર્મેટમાં માંગે છે.
EMI લોન આપતા સમયે કંપની અરજી કરનારાના બેંક અકાઉન્ટને લોન અકાઉન્ટ સાથે જોડી દે છે.
તેના માટે કેટલીક કંપનીઓના એજન્ટ લોન લેનારાના ઘરે આવે છે. કેટલાક કાગળો પર સાઈન કરાવે છે. તેમાં લોન એગ્રીમેન્ટ અને બેંકનું એક પેપર હોય છે. તે પછી એક નિશ્ચિત તારીખે બેંક અકાઉન્ટમાંથી લોનનો EMI કાપી લેવામાં આવે છે. લોન આપનારી બધી સંસ્થાઓએ રિઝર્વ બેંક (RBI)ની આ ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે.
EMI સમયસર ન ચૂકવનારાઓની સાથે અપશબ્દો બોલવા કે ધમકી આપવી- લોન લેનારાને કારણ પૂછે. કોઈ પણ પ્રકારની જબરજસ્તી કરવી- પનલ્ટી લગાવી શકે છે. પેનલ્ટીની રકમ કેટલી હશે તે કંપની પર નિર્ભર કરે છે. એજન્ટને ઘરે મોકલીને બબાલ કરે છે. કોઈપણ પ્રકારની સંપત્તિ જપ્ત કરવી- બિન જામીનપાત્ર વોરંટ જારી કરી શકે છે.
સિબિલ સ્કોરમાં નેગેટિવ રિપોર્ટ મોકલી શકે છે. એક વખત સિબિલ રિપોર્ટ ખરાબ થયા બાદ ભવિષ્યમાં કોઈ લોન, ક્રેડિટ કાર્ડ વગેરે લેવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે. સિબિલ સ્કોર 3 આંકડાની એક સંખ્યા હોય છે, જે 300થી 900ની વચ્ચે હોય છે. તે તમારી ક્રેડિટ હિસ્ટ્રીને દર્શાવે છે.