[:gj]10 હજાર એક્સ રે જેટલું એક HRCT ટેસ્ટમાં કેન્સર જન્ય રેડિયેશન, છતાં કોરોનાના નિદાન માં લૂંટ [:en]An HRCT test equivalent to 10,000 X-rays, carcinogenic radiation, used for Corona test[:hn]10 हजार एक्स-रे के बराबर एक HRCT परीक्षण, कार्सिनोजेनिक विकिरण फिर भी कोरोना के निदान में उपयोग [:]

HRCT

[:gj]અમદાવાદ, 4 ડિસેમ્બર 2020

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જેમાં HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં ઘણાં લોકો રેડિયો ડાયગ્નોસીસ માટેના હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી સીટી સ્કેન HRCTને પણ કોરોનાનો ટેસ્ટ ડોક્ટરો માની બેઠા છે જે તદ્દન ખોટુ છે. તે કોરોના માટે નથી.

કોરોનની યાદીમાં ન આવવા ટેસ્ટ કરાવે છે

કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવે ત્યારે તે વ્યક્તિ દ્વારા અન્ય લોકોને કે પરિવાજનોને સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા દર્દીના ધરને કોરોના સંક્રમિત જાહેર કરવામાં આવે છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોય ત્યારે અન્ય વ્યક્તિઓ તેનાથી અંતર જાળવે, આ દર્દી થકી પડોશી કે તેના ઘરના સભ્યોને જ સંક્રમણ ન થાય તેની સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવે છે. પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણાય પરિવારો આ સમગ્ર પ્રક્રિયાથી બચવા HRCT ટેસ્ટ કરાવી રહ્યા છે જે તબીબી સલાહ ભર્યું નથી.

HRCT – હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી શું છે

રેડિયો ડાયગ્નોસીસમાં HRCTનો ઉપયોગ ફેફસામાં વાયરસની અસર જોવા માટે કરવામાં આવે છે. કોરોના વાયરસથી સંક્રમણના શરૂઆતના તબક્કામાં એટલે કે ઇન્ક્યુબેશન ફેઝમાં  દર્દી હોય ત્યારે તબીબો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપતા નથી. તાવ આવવો, માથુ દુખવું જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી માટે આ ટેસ્ટની જરૂરિયાત રહેતી નથી. તે ક્યારે કરાવવો જોઇએ તે માટેના તબક્કા નિર્ધારિત છે.

પ્રાથમિક તબક્કે સામાન્ય આવે છે

તબીબોના મત મુજબ કોરોના વાયરસનાના પ્રાથમિક તબક્કામાં મોટાભાગે HRCT સામાન્ય જ આવે છે. છતાં ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી પૈસા પડાવી રહી છે. ત્યારબાદના પ્રોગ્રેસીવ ટેસ્ટમાં વાયરસ ફેફસા સુધી પહોંચે ત્યારે HRCT ટેસ્ટમાં લક્ષણો જણાય આવે છે. વાયરસનું સંક્રમણ ગંભીર બને  ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય છે. વધારે પડતો સ્કોર જોવા મળે છે. ત્યારબાદ ફેફસામાં રીગ્રેસનનો સ્ટેજ આવે છે. એટલે કે ફેફસામાં વાયરસનું સંક્રમણ વધવા લાગે છે.

શરૂઆતના તબક્કામાં જ્યારે કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવે અને HRCT કરાવવામાં આવે ત્યારે તેની સામાન્ય આવવાની સંભાવના પ્રબળ રહેલી છે. જો ઓક્સિજનનું પ્રમાણ 95 ટકા કે તેથી વધારે રહેતું હોય તો તબીબી સલાહ પ્રમાણે પ્રાથમિક તબક્કામાં HRCT કરાવવાની જરૂરિયાત રહેતી નથી. બીજા તબક્કા એટલે કે 7 દિવસ બાદ જ HRCT ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

HRCTમાં દર 4થી 5દિવસમાં વાયરસ બદલાઈ છે

HRCTમાં દર 4થી 5દિવસમાં વાયરસનું સ્ટેજ બદલાય છે. તેનુ સ્વરૂપ બદલાતું જોવા મળે છે. એટલે કે જો વાયરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હોય તો 14થી 28 દિવસ દરમિયાનમાં HRCTમાં બદલાવ જોવા મળે છે.

HRCT માં બતાવવામાં આવતો CS સ્કોર શું છે?

HRCT દરમિયાન કોરેડ સ્કોર એટલે કે કોવિડ વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં અસર કરી છે. ફેફસાનો કેટલો ભાગ કોરોના વાયરસથી સંક્રમિત છે. વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં બગાડ કર્યો છે, તે આ સ્કોરથી જાણવામાં આવે છે.

મનુષ્યના શરીરમાં બે ફેફસા હોય છે જેમાં જમણા ફેફસામાં ત્રણ અને ડાબા ફેફસામાં બે (lobule) હોય છે. કયા લોબમાં વાયરસની કેટલી અસર છે તે કોરેડ સ્કોર 25 અથવા 40 માંથી આપવામાં આવે છે. જો 25ના સ્કોર સંલગ્ન વાત કરીએ તો  કોરેડ સ્કોરનો સરવાળો 8થી નીચે હોય તો હળવી અસર, 8થી 15ની વચ્ચે હોય તો મધ્યમ અને 15થી વધુ હોય તો થોડી ગંભીર અસર માનવામાં આવે છે.

15 કોરેડ સ્ટોરમાં જ વેન્ટીલેટરની જરૂર પડે

કોરેડ સ્કોરમાં ગંભીરતા વધુ જણાય આવે ત્યારે જ દર્દીને સઘન સારવારની જરૂર પડતી હોય છે. જેમાં તેને ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રાખવાની જરૂર જણાઇ આવે છે.

HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી.

કોરોનાના નિદાન માટે આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન જ ગ્રાહ્ય છે.

ખતરનાર રેડીયેશન

રેડિયોલોજી તબીબી તારણ પ્રમાણે એક HRCT કરાવવાથી મનુષ્યના શરીરમાં છાતીના 10000 X-RAY જેટલું રેડીએશન ઝીલવું પડતું હોય છે. જે રેડિયેશનનો ડોઝ ઘણો જ મોટો કહેવાય છે. લાંબા ગાળે આ રેડિએશનના કારણે કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે.

કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહ ભર્યો નથી, એમ, અમદાવાદની સિવિલ હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ  ડૉ.પંકજ અમીને જણાવ્યું હતું.

રેડિયોલોજીસ્ટ ડો.પરાગ શેઠ કહે છે કે, પ્રોગ્નોસીસ માટે ઉપયોગી છે. કોરોનાની કેટલી ગંભારતા છે તે આ ટેસ્ટ પરથી ખ્યાલ આવે છે. જે રોગના એક મેનેજમેન્ટનો ભાગ છે.[:en]Ahmedabad, 4 December 2020

RT-PCR tests and rapid antigen tests are performed to detect corona virus infection. Both these tests have been accepted by the government. The use of HRCT is limited to the extent to which corona disease has spread to the lungs. Not used to diagnose corona disease. In the current state of corona, many people have also considered high resolution computer tomography CT scan HRCT for corona as test doctors of corona which is completely inaccurate. It is not for Corona.

Test for not being in Corona’s list

When a Kovid test is positive, the patient’s home is infected by the government to prevent the person from spreading the infection to other people or relatives. This type of sticker is pasted outside the house as a precaution that the other person should stay away from the house while being isolated. But in the current state of Corona, many families are undergoing HRCT tests to avoid this entire procedure without seeking medical advice.

HRCT – What is High Resolution Computer Tomography

HRCT is used in radio diagnostics to visualize the effects of the virus in the lungs. Doctors do not recommend this test in the initial phase of infection with the corona virus, that is, when the patient is in the incubation phase. This test is not required for a patient with common symptoms such as fever and headache. The stage is determined when it should be performed.

Primary stage is normal

According to doctors, HRCT is most common in the early stages of corona virus. Still private hospitals are making money from patients. Later progressive tests show symptoms when the virus reaches the lungs. When the virus infection becomes severe, the lungs on both sides swell. Excessive scores are seen. Then comes the regression phase in the lungs. This means that the lung infection begins to increase.

In the initial phase, when the Kovid is reported positive and HRCT is done, it is likely to be normal. If the oxygen level is 95 percent or more, it is not necessary to undergo HRCT in the early stages according to medical advice. The second stage i.e. HRCT test is recommended only after 7 days.

The virus changes every 4 to 5 days in HRCT.

The phase of the virus in HRCT changes every 4 to 5 days. Its form is seen changing. This means that if the virus has severely damaged the lungs, HRCT changes over a period of 14 to 28 days.

What is the CS score shown in HRCT?

How much the cord score Kovid virus affects the lungs during HRCT. How infected are the lungs with the corona virus. How much damage the virus has caused to the lungs is known by this score.

There are two lungs in the human body, three in the right lung and two in the left lung. How much effect does the virus have, with a lobe of cord score 25 or 40. If talking about a score of 25, if the sum of the cord score is below 8, it is considered as a mild effect, if it is between 8 and 15, it is considered moderate and if If it is greater than 15, it is considered as a serious effect.

Ventilators are required only in 15-cord stores

The patient needs intensive treatment only when the severity of the cord score becomes more severe. In which it needs to be placed on oxygen or ventilator.

The use of HRCT depends on the extent of the corona. It is not used to diagnose corona disease.

RTPCR for diagnosis of corona. And only antigen is acceptable.

Hazardous radiation

According to radiology medical findings, an HRCT in the human body can absorb 10,000 X-ray radiation from the chest. In the long run, this radiation is also likely to cause cancer.

HRCT scan is not recommended in early stage of corona infection, Dr. Radiologist of Civil Hospital, Ahmedabad. Pankaj Amin said.

Radiologist Dr. Parag Seth says that it is useful for the examination of lungs. This test shows how severe the corona is. Which is part of a disease management.[:hn]अहमदाबाद, 4 दिसंबर 2020

अहमदाबाद में कोरोनोवायरस संक्रमण का पता लगाने के लिए आरटी-पीसीआर परीक्षण और रैपिड एंटीजन टेस्ट किए जाते हैं। इन दोनों परीक्षणों को सरकार ने स्वीकार कर लिया है। HRCT-एचआरसीटी का उपयोग उस हद तक सीमित है जिस तक कोरोना रोग फेफड़ों तक फैल गया है। कोरोना रोग का निदान करने के लिए उपयोग नहीं किया जाता है। कोरोना की वर्तमान स्थिति में, कई लोगों ने रेडियो निदान के लिए उच्च संकल्प कंप्यूटर टोमोग्राफी सीटी स्कैन एचआरसीटी को कोरोना के परीक्षण डॉक्टरों के रूप में भी माना है जो पूरी तरह से गलत है। यह कोरोना के लिए नहीं है।

कोरोना की सूची में नहीं होने के लिए टेस्ट

जब एक कोविद परीक्षण सकारात्मक होता है, तो रोगी के घर को सरकार द्वारा संक्रमित किया जाता है ताकि व्यक्ति को अन्य लोगों या रिश्तेदारों को संक्रमण फैलाने से रोका जा सके। इस प्रकार के स्टिकर को एहतियात के तौर पर घर के बाहर चिपका दिया जाता है कि दूसरे व्यक्ति को घर से अलग-थलग रहने के दौरान इससे दूरी बनाकर रखनी चाहिए। लेकिन कोरोना की वर्तमान स्थिति में, कई परिवार चिकित्सा सलाह लेने के बिना इस पूरी प्रक्रिया से बचने के लिए एचआरसीटी परीक्षणों से गुजर रहे हैं।

एचआरसीटी – उच्च संकल्प कंप्यूटर टोमोग्राफी क्या है

एचआरसीटी का उपयोग रेडियो निदान में फेफड़ों में वायरस के प्रभाव को देखने के लिए किया जाता है। कोरोना वायरस के साथ संक्रमण के प्रारंभिक चरण में डॉक्टर इस परीक्षण की अनुशंसा नहीं करते हैं, अर्थात जब रोगी ऊष्मायन चरण में होता है। बुखार और सिरदर्द जैसे सामान्य लक्षणों वाले रोगी के लिए इस परीक्षण की आवश्यकता नहीं है। चरण तब निर्धारित किया जाता है जब इसे किया जाना चाहिए।

प्राथमिक चरण सामान्य है

डॉक्टरों के अनुसार, कोरोनोवायरस के शुरुआती चरणों में एचआरसीटी सबसे आम है। फिर भी निजी अस्पताल मरीजों से पैसा निकाल रहे हैं। बाद में प्रगतिशील परीक्षण लक्षण दिखाते हैं जब वायरस फेफड़ों तक पहुंचता है। जब वायरस का संक्रमण गंभीर हो जाता है, तो दोनों तरफ के फेफड़े फूल जाते हैं। अत्यधिक स्कोर देखा जाता है। फिर फेफड़ों में प्रतिगमन का चरण आता है। इसका मतलब है कि फेफड़ों में संक्रमण बढ़ने लगता है।

प्रारंभिक चरण में, जब कोविद की रिपोर्ट सकारात्मक होती है और एचआरसीटी की जाती है, तो यह सामान्य होने की संभावना है। यदि ऑक्सीजन का स्तर 95 प्रतिशत या उससे अधिक है, तो चिकित्सा सलाह के अनुसार प्रारंभिक अवस्था में एचआरसीटी से गुजरने की आवश्यकता नहीं है। दूसरे चरण यानी एचआरसीटी टेस्ट की सिफारिश केवल 7 दिनों के बाद की जाती है।

HRCT में हर 4 से 5 दिन में वायरस बदल जाता है

एचआरसीटी में वायरस का चरण हर 4 से 5 दिनों में बदल जाता है। इसका रूप बदलते देखा जा रहा है। इसका मतलब है कि यदि वायरस ने फेफड़ों को गंभीर रूप से क्षतिग्रस्त कर दिया है, तो एचआरसीटी 14 से 28 दिनों की अवधि में बदल जाती है।

एचआरसीटी में दिखाया गया सीएस स्कोर क्या है?

एचआरसीटी के दौरान कॉर्ड स्कोर कोविद वायरस ने फेफड़ों को कितना प्रभावित किया है। कोरोना वायरस से फेफड़े कितने संक्रमित होते हैं। वायरस ने फेफड़ों को कितना नुकसान पहुंचाया है, इस स्कोर से जाना जाता है।

मानव शरीर में दो फेफड़े, दाएं फेफड़े में तीन और बाएं फेफड़े में दो होते हैं। वायरस का कितना असर होता है जिसमें कॉर्ड स्कोर 25 या 40 से लोब दिया जाता है। अगर 25 के स्कोर के बारे में बात करते हैं, तो यदि कॉर्ड स्कोर का योग 8 से नीचे है, तो इसे हल्के प्रभाव के रूप में माना जाता है, अगर यह 8 से 15 के बीच है, तो इसे मध्यम माना जाता है और यदि यह 15 से अधिक है, तो इसे गंभीर प्रभाव के रूप में माना जाता है।

वेंटिलेटर केवल 15-कॉर्ड स्टोर में आवश्यक हैं

कॉर्ड स्कोर की गंभीरता अधिक गंभीर हो जाने पर ही रोगी को गहन उपचार की आवश्यकता होती है। जिसमें उसे ऑक्सीजन या वेंटिलेटर पर रखने की जरूरत होती है।

एचआरसीटी का उपयोग कोरोना की सीमा पर निर्भर करता है। यह कोरोना रोग का निदान करने के लिए उपयोग नहीं किया जाता है।

कोरोना के निदान के लिए RTPCR। और केवल प्रतिजन स्वीकार्य है।

खतरनाक विकिरण

रेडियोलॉजी चिकित्सा निष्कर्षों के अनुसार, मानव शरीर में एक एचआरसीटी छाती से 10000 एक्स-रे विकिरण को अवशोषित कर सकती है। लंबे समय में, इस विकिरण से कैंसर होने की भी संभावना है।

कोरोना संक्रमण के प्रारंभिक चरण में एचआरसीटी स्कैन की सिफारिश नहीं की जाती है, अहमदाबाद के सिविल अस्पताल के रेडियोलॉजिस्ट डॉ। पंकज अमीन ने कहा।

रेडियोलॉजिस्ट डॉ। पराग सेठ का कहना है कि यह फेफडो की जांच के लिए उपयोगी है। यह परीक्षण दर्शाता है कि कोरोना कितना गंभीर है। जो एक रोग प्रबंधन का हिस्सा है।[:]