અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80 દિવસે પણ થંભી ગયુ છે

અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80 દિવસે પણ થંભી ગયુ છે

અમદાવાદ, 28 જૂન 2020

અમદાવાદની લાલ બસમાં એક સીટ પર એક મુસાફરને બેસવાની મંજૂરી છે. તેથી 30 ટકા જ મુસાફરો મળે છે. એ.એમ.ટી.એસની આવક રોજની આવક રૂ. 22 લાખ હતી તેમાં ઘટાડો થઈને તે રૂ. 3.5 લાખ સુધી પહોંચી ગઈ છે. 15થી 29 ટકા આવક થઈ ગઈ છે.

આખી બસમાં ભરચક મુસાફર લેવામાં આવશે તો કોરોનાનો વિસ્ફોટ થાય તેમ છે. તેથી લેવામાં આવતાં નથી. લોકો પણ બહાર નિકળતા નથી. શહેર 90 ટકા પ્રવૃત્તિ થંભી ગઈ છે.

આવકનો ઘટાડો કોરોનાનો ફફડાટ બતાવે છે પહેલા રોજના 5 લાખ મુસાફરો લાલબસનો ઉપયોગ કરતા હતા. હવે 32 હજાર થઈ ગયો છે. જે 8 ટકા મુસાફરો બતાવે છે. 700 બસોમાંથી 350 એટલે કે 50 ટકા બસ માર્ગ પર દોડે છે.

એક સિટી બસમાં રોજના 700 મુસાફરો મુસાફરી કરતા હતા. હવે 90 મુસાફર સરેરાશ મળે છે. ઉભા રાખવામાં આવતા પેસેન્જરોની સંખ્યા ત્રણ-ચાર હોય છે જાકે મોટાભાગની બસોમાં સીટીગ પેસેન્જર પછી નવા મુસાફરો લેવામાં આવતા નથી.

બીજી તરફ જૂના શહેરી વિસ્તારમાં બસો જતી નથી. આશ્રમ રોડ, કાલુપુર રેલવે સ્ટેશન પર અને ગીતા મંદિર સુધી બસ જાય છે. ઈન્કમટેક્ષ તથા નહેરૂબ્રીજ સુધી બસો આવે છે. મુસાફરોને શહેરમાં જવા રીક્ષાઓનો આશરો લેવો પડે છે.