PPE કિટની સિલાઇના સૂક્ષ્મ છીદ્રો બંધ કરવા સિલીંગ મશીન ગુજરાતમાં તૈયાર કરાયું

રાજકોટ, 11 મે 2020
તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન તૈયાર થયું છે. 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરે એવું મશીન તૈયાર કરાયું છે.
PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય 2MM એન દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે. આના પરિણામે કિટ પર રહી જતાં નાના-ઝીણા છીદ્રોમાંથી સંક્રમિત દર્દીના લોહી કે પ્રવાહીનો પ્રવેશ કીટમાં થાય તો સંક્રમિતની સારવાર કરતા તબીબ-પેરામેડિકલ સ્ટાફને પણ વાયરસના ચેપની અસર થઇ શકે છે.
સીલાયમાં છીદ્રો PPE સુટ-કિટ પર રહી ગયેલા હોય તેને સીલ કરવાની અદ્યતન ટેકનોલોજી આ હોટ એર સીમ સિલીંગ મશીનના ઉપયોગથી સ્પેશ્યલાઇઝડ ટેપના માધ્યમથી રાજકોટમાં તૈયાર થયું છે.
PPE કિટમાં સિલાઇ પ્રક્રિયામાં જે છીદ્રો રહી ગયા હોય તેને આ ટેપના ઉપયોગથી સીલ કરીને PPE કિટ વાયરસનો પ્રતિકાર કરવા માટે વોટર એન્ડ એર પ્રુફ બનાવવામાં આવે છે.
ગુજરાતમાં આવા હોટ એર સીમ સિલીંગ મશીનની પૂરતી ઉપલબ્ધિ નથી આથી તે વિદેશથી આયાત કરવા પડે છે. ચાયના-કોરિયાથી આયાત થતાં આવા મશીનની કિંમત પણ રૂ.8 અને ડિલીવરીનો સમયગાળો પણ 12 અઠવાડિયા છે.
આવું મશીન 50 ટકા ઓછા ભાવે તૈયાર થઈ શકે છે.
20 દિવસમાં 100 વ્યકિતઓ-કામદારોની ટીમે 80 ટકા ઇન હાઉસ પાર્ટસ સાથે ભારતમાં સૌપ્રથમ હોટ એર સીમ સીલીંગ મશીન બનાવી શકાયું છે.
ઇન્ડીયન મેડીકલ એસોસિયેશન રાજકોટ બ્રાન્ચના તબીબોના માર્ગદર્શન સાથે ખૂબ જ ટૂંકાગાળામાં તૈયાર થયેલા આવા 200 હોટ એર સીમ સીલીંગ મશીન પ્રથમ બેચમાં તૈયાર કરવામાં આવ્યા છે.


મુખ્યમંત્રીએ ગાંધીનગરથી મેક પાવર સી.એન.સી. મશીન્સ લીનું વિડીયોથી લોંચીંગ કર્યું હતું.