મણકાની દુર્લભ બિમારીથી પીડાતા અભયને અભયવરદાન આપતાં સિવિલ હોસ્પિટલના તબિબો

civil hospital
civil hospital

Abhay was suffering from rare scoliosis disease, Ahmedabad Civil Hospital donated life

15 વર્ષની ઉંમરે અભયને અત્યંત રેર સ્કોલિયોસિસ (scoliosis ) બિમારી હતી. દુનિયામાં 2.5% અને ભારતમાં 0.4 ટકા લોકોમાં જોવા મળે છે

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2021

અમદાવાદની સિવિલ હોસ્પિટલે 18 વર્ષના અભય રાદડિયાને થયેલી દુર્લભ બિમારી સ્કોલિયોસિસની જટિલ સારવારમાં સફળતા મેળવી ઇતિહાસ રચી દીધો છે. ભારતમાં આ બિમારીનું પ્રમાણ 0.4% લોકોમાં સ્કોલિઓસિસ નામની બિમારી જોવા મળે છે. આ બિમારી સ્ત્રી કરતાં પૂરૂષોમાં વધુ જોવા મળે છે.

15 વર્ષની વયે 3 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રહેવાસી અભય રાદડિયાનું જીવન અન્ય બાળકોની જેમ જ ખેલકૂદ, અભ્યાસ અને રમતગમતમાં સામાન્ય રીતે વિતી રહ્યું હતું.

અભયને જન્મથી જ કમરના મણકામાં વધારે પડતો વળાંક હતો. ધીરે ધીરે આ સમસ્યા વકરવા લાગી. હલનચલનમાં તથા રમતગમતમાં તકલીફ થવા લાગી હતી. અભયના પરિવારે આના નિવારણ માટે ઘણી બધી ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડિક ડોક્ટર્સની સારવાર લીધી હતી. તેમાં નિષ્ફળતા મળતાં છેવટે અમદાવાદ સિવિલના સ્પાઇન સર્જન પાસે સારવાર લીધી હતી.

સ્કોલિયોસિસ બિમારીના ઓપરેશન માટે દર્દીની વય પુખ્ત વયના વ્યક્તિ જેટલી હોવી જરૂરી છે. તેથી અભયના પરિવારે ઓપરેશન માટે 3 વર્ષ રાહ જોવી પડી હતી.

અભય 18 વર્ષનો થઈ ગયા બાદ ઓપરેશન શક્ય થયુ હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદી અને તેમની ટીમે અભયનું ઓપરેશન કર્યું હતું.

ડૉ. જે.વી. મોદી કહે છે કે સમગ્ર દુનિયામાં સ્કોલિયોસિસ બિમારીનું પ્રમાણ માત્ર 2.5% છે. જ્યારે ભારતમાં આ બિમારીનું પ્રમાણ 0.4% છે. સામાન્ય રીતે

મોટા ભાગે આ બિમારી ડોર્સલ (dorsal) લેવલ 60- 65 % ઉપર જોવા મળતી હોય છે. પરંતુ (lumbar) લેવલ ઉપર આ બિમારીનું પ્રમાણ ઓછું એટલે કે 35-40% જેવું જોવા મળે છે.

જટિલ બિમારીની સારવારનું રૂ. 8 થી 10 લાખનું ખર્ચ ખાનગી હોસ્પિટલમાં થતું હોય છે. સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સુખરૂપ સંપન્ન થયું છે. અભય અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે.