કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા 

ગાંધીનગર, 16 માર્ચ 2020

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન લોબીમાં ચર્ચા હતી કે જૂથવાદ માત્ર કોંગ્રેસમાં થોડો છે, ભાજપમાં પણ છે. કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા છે.

જામનગરના કાલાવડ ખેત ઉત્પન્ન બજારમાં ખેડૂત વિભાગની એક બેઠક માટે ચૂંટણી થઈ હતી.

બેઠકમાં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના આગેવાન અને કેન્દ્ર સરકારના એમ.એમ.ટી.સી.ના ડાયરેકટર રાજેન્દ્રસિંહ જાડેજા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ, નારણભાઇ ચાંગાણી, કોંગ્રેસના દિપકભાઇ વસોયા, અશોકસિંહ જાડેજા વગેરે વચ્ચે રસાકસી ભર્યા ચૂંટણી જંગ ખેલાયો હતો. 655 ખેડૂત મતદારો હોય, જેમાંથી 619 ખેડૂતોએ મતદાન કર્યુ હતું.

કૃષિ પ્રધાન રણછોડ ફળદુના ખાસ માણસ કાવાડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ 137 મતોથી વિજેતા બન્યા હતાં.

આર.સી. ફળદુના આર્શિવાદથી કશ્યપભાઇને ઉભા રાખવામાં આવ્યા હતા.

બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ મિત્ર એવા રાજેન્દ્રસિંહ જાડેજા ઉમેદવાર હતા. તેઓ હાર્યા છે. મુખ્ય પ્રધાનના ખાસ મિત્ર હોવા છતાં રાજકીય કાવાદાવામાં હાર સહન કરવી પડે છે. રાજકીય રમતો વચ્ચે કાલાવડ સહકારી ક્ષેત્રમાં એવું ચર્ચાઇ રહ્યુ છે કે, મુખ્યમંત્રીના મિત્ર હારી ગયા અને આર.સી. ફળદુના ઉમેદવાર જીતી ગયા છે. ભાજપના જ એક જુથને કારમો પરાજ્ય સહન કરવો પડ્યો છે.