ગાંધીનગર, 14 જાન્યુઆરી 2021
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શું કરી રહ્યાં છે. રસ્તા બનાવવા માટે તેઓ અમદાવાદને ફોકસ કરીને કામ કરી રહ્યાં છે. અમદાવાદનો એસજી હાઈવે પર જ્યાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આજ સુધી રૂપિયા 5 હજાર કરોડનું ખર્ચ જમીન સાથે થઈ ગયું છે.
ગાંધીનગરનાં પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂા.17 કરોડના ખર્ચે ફ્લાયઓવર અને રૂા.21.67 કરોડના ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના 10 માર્ગીય રસ્તો 13 જાન્યુઆરી 2021થી શરૂ થયો હતો.
ગુજરાતનો સૌથી વધું ટ્રાફિક
એપ્રિલ 2010માં એસ.જી. હાઈવે પરના થલતેજ ચાર રસ્તા પર 81058 વાહનો (પીસીયુ) પસાર થતાં હતા. આજે જેના બે ગણાથી વધું વાહનો એટલે કે 1.90 લાખ અને સોમવારે 2 લાખ વાહનો પસાર થાય છે. જેમાં એક લાખ કાર, જીપ, વાન, રિક્ષા પસાર થતા હોવાનો અંદાજ છે. 10 હજાર બસ પસાર થાય છે. 50 હજાર મોટરસાયકલ પસાર થાય છે. 30 હજાર સાયકલ પસાર થાય છે. આવું રોજ આખા માર્ગ પર જોવા મળે છે.
867 કરોડ ખર્ચ
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.867 કરોડના ખર્ચે સરખેજ- ગાંધીનગર- ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-147 (એસ.જી હાઇવે) છે. આ માર્ગ પર આવતા તમામ સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યા છે. તે પૈકી અમદાવાદ શહેરના બે ફ્લાયઓવર શરૂ થઈ ગયું છે.
4 પેકેજ
રાષ્ટ્રીય ધોરી માર્ગ-147 સરખેજ-ગાંધીનગર-ચિલોડા (એસ.જી હાઇવે) રોડના નવિનીકરણની કામગીરીને કુલ 4 પેકેજમાં વહેચવામાં આવી છે. જેમાં મુખ્ય માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં પહોળા કરવા અને નવા સર્વિસ રોડ બનાવવા ઉપરાંત 10 જંકશન ઉપર ફ્લાય ઓવર બનાવવાના પ્રોજેક્ટ છે.
3 ફ્લાય ઓવર
ત્રીજો ફ્લાયઓવર હમણા ખૂલ્લો મૂકાયો છે. ત્રણ માસમાં અન્ય ફ્લાયઓવરના કામો પૂર્ણ કરવામાં આવશે. ગાંધીનગરમાં આવતા નાગરિકોના સમયની સાથે સાથે સુરક્ષામાં વધારો અને પેટ્રોલ ડિઝલની બચત થશે. ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
દેશમાં પ્રથમ 10 કિ.મી. ફ્લાય
દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત છે કે જ્યાં બે શહેરોને જોડતા 6 માર્ગીય હાઇવે પર ફ્લાયઓવર અને 4 કિ.મી.ના એલીવેટર બ્રીજ છે. ગાંધીનગરને વિશ્વ કક્ષાનું શહેર બનાવમાં આવી રહ્યું છે.
VMS સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ
અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર ખૂબ જ ટ્રાફિક થતો હોય છે. ઝડપી પરિવહન કરી શકશે. પ્રોજેક્ટમાં VMS આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તથા ફ્લાયઓવર ઉપર નોઈસ બેરીયર બનશે.
10 ફ્લાયઓવરો
આ પ્રોજેક્ટમાં કુલ 10 ફ્લાયઓવર, સિંધુભવન ચાર રસ્તા અને સાણંદ ચાર રસ્તા પરના ફલાયઓવર નવેમ્બર-2020માં શરૂ કરી દેવામાં આવ્યા છે. અન્ય કામો જુલાઈ-2021 સુધીમાં પૂરા થશે. કુલ 10 જંકશનમાં ઘ-0 (ઇન્ફોસીટી જંક્શન), ખ-0 (સરગાસણ જંક્શન), ઉવારસદ જંક્શન, ખોડિયાર કન્ટેનરયાર્ડ પાસે પુલ, ખોડિયાર રેલવે પુલ, વૈષ્ણોદેવી જંક્શન, સોલા ભાગવત જંક્શનથી ઝાયડસ જંક્શન સુધીનો સોલા રેલ્વે ઓવરબ્રીજના વાઇડનીંગ સહિતનો 4.18 કિ.મી.નો એલીવેટેડ કોરીડોર, સિંધુભવન 4 રસ્તા, સાણંદ જંક્શન અને ઉજાલા જંક્શન એમ મળી કુલ 10 ફ્લાયઓવરોની કામગીરીનો સમાવેશ થાય છે. કુલ 15 બ્રિજ આ માર્ગ પર બનશે.
ઉવારસદ ફ્લાયઓવર
ઉવારસદ ચાર રસ્તા ફ્લાયઓવરમાં 35 મીટરનો એક ગાળો છે. જેમાં એપ્રોચની લંબાઇ – 536 મીટર ગાંધીનગર તરફ અને 580 મીટર સરખેજ તરફ છે. પહોળાઈ– 6 માર્ગીય (28 મીટર) (13.5 મીટર બન્ને તરફ) છે. તે માટે કુલ રૂ.17 કરોડનો ખર્ચ થયો છે. તેના સર્વિસ રોડની લંબાઇ – 1151 મીટર (બન્ને તરફ) અને પહોળાઇ 7 મીટર છે. તે ઉપરાંત પુલ ઉપર કુલ 32 સ્ટ્રીટ લાઈટ અને સર્વિસ રોડ ઉપર કુલ 56 સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી છે.
10 માર્ગીય ત્રિ મંદિર રસ્તો
ત્રિ-મંદિર અડાલજથી હનુમાનજી મંદીર સુધીના 10 માર્ગીય રસ્તાના કામનો કુલ ખર્ચ રૂા.21.67 કરોડ થયો છે. લંબાઇ બે કિ.મી.અને પહોળાઇ 20.25 મીટરની છે. અમદાવાદ-સાબરમતી-કલોલ-મહેસાણા રોડ ઉપર અડાલજ ખાતે એસ.જી. હાઇવે અંડર પાસથી ત્રિ-મંદિર પછી જમીયત પુરા હનુમાનજી મંદિર રેલ્વે અંડર પાસ સુધી 10 માર્ગીય રસ્તાનું બાંધકામ કરાયું છે. આ રસ્તાની મધ્યમાં 3 મી. પહોળું એમ.એસ.જાળી સાથેનું ડીવાઇડર પણ બનાવાયું છે. આ રસ્તા ઉપર રોડ સેફ્ટી તેમજ જરૂરીયાત મુજબ રોડ ફર્નીચર પણ કરાયું છે.
અદાણી દ્વારા અંડર પાસ
અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ દ્વારા આ હાઇવે પર રૂા.26 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે.
ત્રણ લેયર ટ્રાફિક
વૈષ્ણોદેવી ઔડા રીંગ રોડ જંક્શન પર 6 માર્ગીય ફ્લાયઓવર બનશે. રીંગ રોડનો ટ્રાફિક વિના અડચણે આ જંકશન પરથી પસાર થઇ શકે તે માટે રૂા.31 કરોડના ખર્ચે અંડરપાસ તૈયાર થઈ રહ્યો છે. જેથી ત્રણ લેયરમાં ટ્રાફિક પસાર થઇ શકે.
13 કરોડનું એક બોક્સ
સોલા રેલવે ઓવરબ્રીજ નીચે, સતાધાર ચાર રસ્તાથી સાયન્સ સીટી તરફ એક બોક્ષમાંથી ટ્રાફીક પસાર થાય છે. વધારાનું એક બોક્ષ રૂા.13 કરોડના ખર્ચે બની રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા 3400 કરોડના ખર્ચે રાજ્યના રેલવે ફાટકો ઉપર 67 ઓવર બ્રિજ બનાવવામાં આવશે.ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત રેલવે ફાટક મુક્ત રાજ્ય બની જશે. જે સમગ્ર દેશમાં ફાટક મુક્ત પ્રથમ રાજ્ય હશે.
માર્ગ અને મકાન વિભાગના પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેના કારણે આ શક્ય બન્યું છે.
આ પણ વાંચો