મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા – MEGA) પ્રોજેક્ટમાં ભાજપ સરકારોની અણઆવડતનો મોટો પુરાવો છે.
અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુકાફરો આવ્યા છે. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. તેમાં મફત મુસાફરીના દિવસો ૬ઠી માર્ચથી તા.૧૪મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન 75,917 લોકોએ મુસાફરી કરી હતી. મતલબ કે ખરેખર 2 લાખ મુસાફરોએ ટીકીટ લઈને મુસાફરી કરી છે.
એક કિલો મીટરના કામ માટે રૂ.300 કરોડનું ખર્ચ થલતેજ સુધીના 20 કિલોમીટર સુધી થયું છે. આમ 7 કિલોમીચરના રૂ.2100 કરોડનું વળતર વર્ષે રૂ.30 લાખ થશે. ખોટનો મોટો ખાડો અમદાવાદ મેટ્રો પાડી રહી છે. મોટા પ્રમાણમાં મુસાફરો તેમાં બેસવા તૈયાર નથી.
ઝડપ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે જે આગામી દિવસોમાં વધારીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવશે. જેના માટેની ટ્રાયલ લેવાનું શરુ કરવામાં આવ્યું છે. મેટ્રોરેલના ત્રણ કોચમાં 1017 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકશે. મહત્તમ 90 કિલોમીટરની ગતિથી ટ્રેન દોડી શકશે. હાલ તો મોટર સાઈકલ કરતાં ઓછી ઝડપે દોડે છે.
થલતેજ (પશ્ચિમ) થી વસ્ત્રાલ (પૂર્વ) અને મોટેરા (ઉત્તર) થી એપીએમસી-વાસણા (દક્ષિણ) ને જોડતો 37 કિ.મી.નો પ્રથમ તબક્કો 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થશે.
જૈકાએ ફંડ આપવાની જાહેરાત કરી
જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા)દ્વારા અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ માટે નવેમ્બર-૨૦૧૫માં રૂપિયા ૫૯૬૮ કરોડનુ ભંડોળ પહેલા ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી.બાદમાં વર્ષ-૨૦૧૬માં રૂપિયા ૪૪૫૬ કરોડની રકમ રીલીઝ કરાઈ હતી.
ફેબ્રુઆરી-૨૦૧૯માં ટ્રાયલ રન કરાઈ
ફેબ્રુઆરી-૨૦૧૯માં મેટ્રોના પહેલા ફેઈઝ માટે ટ્રાયલ રન શરૂ કરાઈ હતી.પહેલા ફેઈઝમાં કુલ ૪૦.૦૩ કી.મી. નોર્થ-સાઉથ અને ૧૮.૮૭ કી.મી.ઈસ્ટ-વેસ્ટ ટ્રેક પર મેટ્રો રેલ દોડવાની છે.ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં ૨૧.૧૬ કી.મી. એલિવેટેડ અને ૩૩.૫ કી.મી.અંડરગ્રાઉન્ડ રૂટ આવરી લેવામાં આવશે.
મેટ્રોને મળેલા મુસાફરો
વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધીના ૬.૫ કી.મી.ટ્રેકમાં શરૂ કરાયેલી મેટ્રો રેલમાં ૨.૫ કી.મી.સુધી પાંચ રૂપિયા અને ૬.૫ કી.મી.સુધી દસ રૂપિયા ભાડુ નકકી કરાયુ છે.રોજ છ થી સાત ટ્રીપ કરાય છે.સ્પીડ ૫૦ કી.મી.પ્રતિ કલાકની છે.પહેલા સવારે ૯ થી સાડા છ સુધીનો સમય રાખવામાં આવ્યો હતો.પરંતુ મુસાફરો ન મળતા ફરી સમય બદલીને ૧૧થી સાંજના ૪.૫૦ નો કરાયો છે. એક કોચમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતા કુલ છ જેટલા કોચ હાલ કાર્યરત છે.
આ મેટ્રોને અત્યાર સુધીની સફરમાં મળેલા પેસેન્જરોની સંખ્યા આ મુજબ છે.
માસ | મુસાફરો |
૪ થી (માર્ચ) | ૧૪ ૭૫,૯૧૭ |
૧૫ થી (માર્ચ) | ૩૧ ૩૮,૧૬૯ |
એપ્રિલ | ૩૫,૦૦૦ |
મે | ૫૦,૧૦૮ |
જુન | ૩૬,૭૦૯ |
જૂલાઈ | ૩૨,૦૬૮ |
ઓગસ્ટ (૬ સુધીમાં) | ૩,૯૬૨ |
મુસાફરોને ફ્રીકવન્સી સમયસર મળતી નથી
પહેલા ફેઈઝમાં દર પચાસ મિનિટની એક ફ્રીકવન્સી હોઈ મુસાફરો રાહ જાવા તૈયાર નથી.અમદાવાદી મુસાફરોની સહજ પ્રતિક્રીયા એવી છે કે,ટ્રેનની રાહ જાઈએ એટલી વારમાં તો શટલ રીક્ષામાં એના કરતા ઝડપથી જે સ્થળે જવુ હોય ત્યાં પહોંચી શકાય છે.
મેટ્રો ફેઈઝ- ટુમાં કયાં શું
- ફેઈઝ-ટુ ને ઓકટોબર-૨૦૧૭માં રાજય સરકાર તરફથી ફાઈનલ અપ્રુવલ મળી હતી.
- કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-૨૦૧૯માં રૂપિયા ૫૩૮૪ કરોડની ગ્રાંટ મંજુર કરી છે.
- હાલ કામગીરી ચાલુ હોય તેવા વિસ્તારોમાં મેમનગર,ગુરુકુળ,કોમર્સ છ રસ્તા, ઈન્કમ ટેકસ,દિલ્હી દરવાજા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
37.766 કિમીના માર્ગ પર, મેટ્રો પાસે 130 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ હશે. આમાંથી 100 પોઇન્ટ માટે કોર્પોરેશનને પૂરતી જગ્યા મળી શકી છે અને તેથી હવે પ્રોજેક્ટનું કામ તુલનાત્મક રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે
ખર્ચ
પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ માટે કુલ રોકાણ રૂ. 10,773 કરોડ છે.
20.536 કિ.મી.ના થલતેજથી વસ્ત્રાલ ટ્રેક માટે, તે 6,681 કરોડ રૂપિયા છે જ્યારે
મોટેરાથી એપીએમસી-વાસણાના 17.23 કિલોમીટરના રૂટ માટે તે 3,994 કરોડ રૂપિયા છે.
વ્યાજે નાણાં લઈને રૂ.6,066 કરોડની ભંડોળની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે, ભારત સરકારની ઇક્વિટી રૂ. 1,990 કરોડ અને રાજ્ય સરકારની ઇક્વિટી રૂ. 1,990 કરોચ છે. ગૌણ એજન્સીઓ રૂ. 727 કરોડ રોકશે.
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પૂરો થવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. મેટ્રો ફેઝ 1ના પ્રોજેક્ટના ખર્ચમાં રૂ. 2,000 કરોડ વધારો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયો છે. મેટ્રો રેલના 40.03 કિલોમીટરના પ્રથમ તબક્કામાં કુલ 12787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પાંચ વર્ષમાં મેટ્રોરેલ પાછળ રૂ.4228.86 કરોડનો ખર્ચ કર્યો છે.
વર્ષ 2014માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ 2020 સુધીમાં પૂરો કરવાની ડેડલાઈન હતી, તે પણ વધારીને 2022 કરવામાં આવી છે. શરૂઆતમાં તેનો ખર્ચો 11 હજાર કરોડ અંદાજાયો હતો, જે વધીને 13 હજાર કરોડ પહોંચી ગયો છે. મેટ્રોના કામકાજમાં વિલંબ અને રૂટ અલાયમેન્ટમાં ફેરફારને કારણે પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થયો છે.
ઉદઘાટનથી જ નિષ્ફળ પ્રોજેક્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા – MEGA) મેટ્રો ટ્રેન શરૂં થઈ ત્યારથી નિષ્ફળ છે. પ્રથમ તબક્કાના રૂટમાં 6.5 કિલોમીટરનો રૂટ અંડરગ્રાઉન્ડ છે. આ રેલ પ્રોજેક્ટમાં 32 સ્ટેશન અને બે ડેપો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
14 વર્ષ પછી મેટ્રો ટ્રેન સામાન્ય જનતા માટે 6 માર્ચ 2018માં શરૂં કરી હતી. 2004થી શરૂ થયેલી અમદાવાદની મેટ્રો ટ્રેનની કામગીરીમાં અનેક તબક્કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. ભ્રષ્ટાચારને કારણે અત્યાર સુધીમાં 40 કિલોમીટરને બદલે માત્ર 6.5 કિલોમીટરનો જ રૂટ તૈયાર થઇ શક્યો છે. જેમાં કરોડોની ખોટ પ્રજાને ગઈ છે.
યોજના એક વર્ષ પાછળ ગઈ
માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલના છ કિલોમીટરના રૂટનું ઉદ્દધાટન કર્યું હતું ત્યારબાદ એપીએમસી અને શ્રેયસ ક્રોસિંગ વચ્ચેના કામમાં વિટંબણા આવી હતી. આ કામગીરી એપ્રિલ 2019માં પૂર્ણ કરવાની હતી. હવે 2022 સુધી પણ પૂરી થાય તેમ નથી.
છૂક છૂક ગાડી
15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મનમોહસ સિંગે જ્યારે મેટ્રો માટે મોદીને કહ્યું ત્યારે મેટ્રોનો ઈન્કાર કરી દેવાયો હતો અને બીઆરટીએસ પસંદ કરી હતી. તેથી આ પ્રોજેક્ટ 15 વર્ષના વિલંબથી ચાલી રહ્યો છે. હજું ક્યારે પૂરો થશે તે કોઈ કહી શકે તેમ નથી.
મેટ્રોરેલના કારણે અમદાવાદના કુલ 554 પરિવારો અસરગ્રસ્ત બન્યાં છે જે પૈકી 450 પરિવારોને ઇડબલ્યુએસ ઘર અને 104 પરિવારોને વળતર આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગે આ પરિવારો માટે 45.08 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. જો કે મેટ્રોરેલમાં હજી ઘણું કામ બાકી છે અને કામગીરી ધીમી ચાલે છે.
મેટ્રો રેલ કોર્પોરેશનમાં એમડી તરીકે આઈપી ગૌતમની જગ્યાએ એસએસ રાઠોડને મૂકવામાં આવ્યા હતા.
અમદાવાદ મેટ્રોરેલમાં પહેલાં નિવૃત્ત આઇએએસ ઓફિસર રાજીવ ગુપ્તા એમડી હતા પરંતુ તેમણે 150 કરોડનું કૌભાંડ કર્યા બાદ તેમને હટાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમના પછી આઇપી ગૌતમ આવ્યા હતા પરંતુ તેમના સમયમાં મેટ્રોનો માત્ર છ કિલોમીટરનો રૂટ શરૂ થયો છે. હવે આ જવાબદારી એસએસ રાઠોડના કાર્યક્ષેત્રમાં આવી છે.
ઠેકો લેનારી બેંકકરપ્ટ કંપની હતી
અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો હતો. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરીથી એ જ કંપનીને કામ આપવામાં આવ્યું છે જેની આર્થિક સ્થિતિ સારી નથી.
આઈએલ& એફએસ ની પેટા કંપની આઈઈસીસીએલ જ્યારે કામ શરૂ કરશે ત્યારે મેટ્રો રેલ કોર્પોરેશન તેને બાકી રહેલા નાણાં 20 કરોડ રૂપિયા પહેલાં ચૂકવશે તેવી કંપનીની શરત છે જો કે કોર્પોરેશને આ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. આ શરત સિવાય કંપનીએ બીજી કોઇ શરત મૂકી નથી. કાઢી મૂકાયા પછી નાદારીના આરે આવેલી આઈએલ& એફએસ કંપનીને આઠ મહિના પછી પાછી લેવામાં આવી છે.
આઈઈસીસીએલ સાથે કરાર કરવામા આવ્યો
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના હાલના ઠેકેદાર જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડને આઈએલ & એફએસ પછી લેવામાં આવી હતી. આ કંપની સાથે પ્રોજેક્ટનું 382 કરોડનું કામ આપવાનો કરાર કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ કોર્પોરેશને 19મી જાન્યુઆરીએ આઈએલ & એફએસ નો કરાર સમાપ્ત કરી દીધો હતો અને હવે આઈએલ& એફએસ ની પેટા કંપની આઈઈસીસીએલ સાથે કરાર કરવામાંઆવ્યો છે. આઈએલ& એફએસની પેટા કંપની આઈઈસીસીએલ એ બોમ્બે સ્ટોક એક્સચેંજને કહ્યું છે કે 15 મહિના પહેલાં જે શરતો હતી તે શરતોને આધિન કંપની હવે અમદાવાદ મેટ્રો રેલનું કામકાજ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરશે. આ સ્ટ્રેચમાં 169 કરોડનું કામ કરવાનું બાકી છે.
અગાઉ મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી માટે આઈઈસીસીએલનો નનૈયો
ડિસેમ્બર 2015માં આઈઈસીસીએલ ને 17.23 કિલોમીટરના નોર્થ સાઉથ કોરિડોર પર શ્રેયસ મેટ્રો સ્ટેઓશન માટે ગ્યાસપુર ડેપો થી ઇન્ટરફેસ પોઇન્ટ સુધીના 4.62 કિલોમીટરના લાંબા એલિવેટેડ સ્ટ્રેચ બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2018માં આઈએલ& એફએસની પેટા કંપની આઈઈસીસીએલ એ તત્કાલિન એમડી આઇપી ગૌતમનો સંપર્ક કરીને કહ્યું હતું કે તેઓ આ કામ નહીં કરી શકે, ત્યારપછી આ કંપનીને કામગીરીમાંથી મેટ્રો રેલ કોર્પોરેશને હટાવી દીધી હતી.
આ કામગીરી જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ પાસે આવ્યું હતું જેણે મેટ્રો રેલના પહેલા છ કિલોમીટર સુધીનું કામ સફળતા પૂર્વક પાર પાડ્યું છે પરંતુ વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્કની વચ્ચેથી આગળ વધવાનો તેણે ઇન્કાર કરી દીધો છે. આ કામગીરીમાં કુલ ચાર મેટ્રો સ્ટેશન આવે છે.
શરૂથી જ કૌભાંડ
ગાંધીનગર-આમદાવાદ વચ્ચેની મેટ્રોટ્રેનનંે કામ શરૂ થયું ત્યારે તેના પ્લાન, ડિઝાઈન અને ખરીદીના 1868 કામો, કોઈ જાતના નિયમ બનાવ્યા વગર આપી દેવાયા હતા. જેમાં રૂ.584 કરોડના આ કામ થતાં હતા. જેમાં સિમેંટ, લોખંડ, માટી પુરાણ, કાસ્ટીંગ યાર્ડ, ડાયાફ્રામ, મેટલ,રેતી, રબલ, બોલ્ડર, ગ્રીટ કપચી, મજૂરી અને રીટેઈનીંગવોલનું બાંધકામ કરવામાં આડેધડ નાણાં આપી દેવાયા હતા. જેના આડેધડ કામ આપવામાં આવ્યા હતા. 2012માં આ કામ શરૂ કરાયું તેની સાથે જ વિવાવદ શરૂ થયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા સંજય ગુપ્તાને આ કામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કરોડો રૂપિયાના કૌભાંડો થયા હતા તે બધું જ મોદી જાણતાં હતા. સ્થાનિક સપ્લાયર દ્વારા માલ સામાન આપવા માટે કોઈ ટેન્ડર વગર માત્ર ભાવ મંડાવીને તેમાંથી મોટા ભાગના કામ આપી દેવામાં આવ્યા હતા. જે કેટલાંક નિયમ બનાવેલાં હતા તે GSPC ના નિયમ સીધા લાગુ કરી લેવાયા હતા. એ વાત જાણીતી છે કે, GSPC માં અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. તેના જ નિયમો સીધા અમલી બનાવી દેવાયા હતા. તેમ છતાં તેમના કોઈ નિયમો લાગુ કરાયા ન હતા. મોદીએ ગુજરાત છોડી દીધું પછી જ આનંદીબેન પટેલે મેટ્રોટ્રેઈન કંઈક કામ શરૂ કર્યું હતું. ત્યાં સુધી તો મેટ્રો રેલ હવામાં જ લટકતી રહી હતી.
200 કરોડની માટીનું કૌભાંડ
ખરીદી માટે જે ઓર્ડર આપવામાં આવ્યા હતા તેમાં સિમેન્ટ, મેટલવગેરેની જરૂરિયાત કેટલી રહેશે તેનો કોઈ અંદાજ લગાવ્યા વગર આડેધડ કામ આપવામાં આવ્યા હતા. તેમાં કેટલી મજૂરી થશે તેના અંદાજ પણ કઢાયા ન હતા. આવી લોલમ લોલ ચાલી રહી હતી. એ તો ઠીક પણ માલ ખરીદીને ક્યાં પહોંચાડવાનો છે અને કયા સ્થળે કામ હાથ ધરવાનું છે તે અંગે કોઈ સ્ટષ્ટ રીતે કહેવાયું ન હતું. આવા 752 કામના ઓર્ડર જાન્યુઆરી 2012થી જુલાઈ 2013 સુધીમાં આંખો મીંચીને આપી દેવાયા હતા જે કૂલ રૂ.317 કરોડ થવા જાય છે. કામ તો અપાયા પણ કંઈ થયું જ નહીં અને નાણાં ચૂકવી દેવાયા હતા. જેમાં માટી પુરાણ અને મજૂરી મળીને જ રૂ.200 કરોડ થઈ જતાં હતા. જે તે સમયના સત્તાધીશોનાગજવામાં રકમ સરકી ગઈ હતી. કારણ કે ટ્રેન દોડે તે પહેલાં માટી હવામાં ઓગળી ગઈ હતી. ક્યાંય માટી નાંખવામાં આવી ન હતી.
R&B કરતાં 375% ઉંચા ભાવ
માર્ગ અને મકાન વિભાગ જે ભાવે કામ આપે છે SOR તેનાથી 31 ટકાથી લઈને 375 ટકા સુધી ઊંચા ભાવે 371 ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે જે 8 એજન્સી આ કામમાં સાથે હતી તેમનું પણ પેમેન્ટ લાંબા સમય સુધી મળ્યું ન હોવાથી તેમણે જાહેર બાંધકામ કરાર વિવાદ પંચ સમક્ષ આ કંપનીઓ લવાદ માટે ગઈ હતી. વળી જથ્થાનીવહેંચણીમાં મોટો તફાવત જોવા મળતો હતો. આવા સમામનનો હિસાબ રાખવા માટે ચોપડા જ નિભાવવામાં આવ્યા ન હતા. અધ્ધરતાલ વહીવટ નરેન્દ્રમોદીના શાસનમાં ચાલ્યો હતો.
TIN રદ છતાં કામ અપાયું
મેટ્રો ટ્રેનમાં કામ કરતી છ કંપનીઓ એવી હતી કે જે ગુજરાતના વેરા વિભાગે તેના કરદાતા નંબર – TIN – રદ કરેલાં હતા. તેમ છતાં તેમને રૂ.24.89 કરોડનું કામ આપવામાં આવ્યું હતું. સરકારના નિયમ મુજબ આવો નોંધણી નંબર ન હોય તો સરકારી કામ આપી શકાય નહીં. કારણ કે કંપની તો તે વેરો વસુલી લેતી હોય છે. પણ જો ટીન નંબર ન હોય તો તે વેરાની ચોરી થઈ જતી હોય છે. આમ સરકારનો વેરો ચોરનારી કંપનીઓને જ મેટ્રો ટ્રેનમાં કામ આપવામાં આવ્યું હતું. આ છ કંપનીઓમાંમહીર મહેતા સ્ટીલ ટ્રેડર્સ, સીન્ની સ્ટીલ, કૈઝનટેકનોવિઝાર્ડ, સ્ટ્રેન્થકન્સ્ટ્રક્શન, અલ્ટ્રા પાવન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પાનટેકનોવિઝાર્ડનો સમાવેશ થાય છે. આવું કૌભાંડ થયું હોવાનું સરકારે છેક 2015માં, મોદી દિલ્હી ગયા પછી જ કબૂલ કરી લીધું હતું.
ચાર કંપનીઓની લાંચ કોણે લીધી ?
કાસ્ટીંગ યાર્ડ, ડેપો, બાંધકામના કામો, પુલો વગેરે જેવા મહત્વના કામનો અમલ કરવા માટે ભાજપ સરકારે એન્ગેજમ્ન્ટમેકેનીઝમકોન્ટ્રાક્ટ તરીકે ઓલખાતા ચાર એજન્સી કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આ ચાર કંપનીઓમાં હિન્દુસ્તાન પ્રીફેબલિ., હિન્દુસ્તાન સ્ટીલ વર્કસકન્સ્ટ્રક્શનલિ., બ્રીજ એન્ડ રૂફ કંપની ઈન્ડિયાલિ., વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસ સમાવેશ થાય છે. આ એજન્સીઓકામોના અમલ કરવા માટે પેટા કોન્ટ્રાક્ટર રાખી શકે અને કંપની પાસેથી પ્રોજેક્ટનાવ્યવસ્થાપન ચાર્જ સહિત કામોની કિંમત વસૂલ કરી શકે છે. 10 ટકા મુજબ કામ શરૂ કરવા પેશગી માટે હક્કદાર હતા. આ કંપનીઓને આપવામાં આવેલાં ઔપચારિક એન્ગેજમેન્ટમેકેનીઝમકોન્ટ્રાક્સ સરકારના એક પણ રેકર્ડ પર ન હતા. કામના કરાર કર્યા વગર રૂ.2 કરોડ દરેક કંપનીને આપી દેવાયા હતા. જે રકમ કદાચ લાંચનીમાનવામાં આવી રહી છે. તેમાએ વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસર્વીસીસની બાબતમાં તો તેમને જે રૂ.151.99 કરોડનું કામ આપવામાં આવ્યું હતું તેને રૂ.12.71 કરોડ એડવાન્સ આપી દેવાયા હતા. જે પણ લાંચની રકમ માનવામાં આવે છે. કામ તો ન થયું પણ આ કંપનીઓને આપી દેવામાં આવેલી રૂ.18.71 કરોડની રકમની વસુલાત પણ બાકી રહી ગઈ હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતે પ્રમોશન મેળવીને વડાપ્રધાન થયા પછી જ કંઈક આ કૌભાંડમાં તપાસ થઈ હતી. નવેમ્બર 2015માં તેની રકમ વસૂલ કરવાની શરૂ થઈ હતી. તો આ રૂ.18 કરોડની લાંચ કોની પાસે ગઈ હતી. કયા રાજનેતા પાસે તે રકમ પહોંચી હતી. હવે તેની માટે લવાદ નિયુક્ત કરાયા છે.
સિમેન્ટ કૌભાંડ
સિમેન્ટ કૌભાંડમાંમહારાષ્ટ્રનીઅંતુલેની કોંગ્રેસ સરકાર ગઈ હતી. એવું જ કૌભાંડ ગુજરાતની મોદી-ભાજપ સરકારમાં રચાયું હતું, જે હવે વિગતો બહાર આવી રહી છે. રૂ.3.38 કરોડની 1,32,500 સિમેન્ટની થેલી ખરીદવામાં ઓર્ડર આપવામાં આવ્યો હતો. સિમેન્ટની થેલી મળી ગઈ હોવાનું પ્રમાણપત્ર જે તે કંપનીને આપી દેવાયું હતું. તે નાણાની ચૂકવણી પણ કરી દેવામાં આવી હતી. પરંતુ ખરેખર તો 2,650 થેલી સિમેન્ટ જ ચોપડા પર નોંધવામાં આવી હતી. બાકીની રૂ.3.22 કરોડની 1,29,850 થેલી સિમેન્ટ થેલી કયા ગઈ તેનો કોઈ હિસાબ આજ સુધી મળ્યો નથી. અંતુલે એ તો સિમેન્ટનીખરીદીમાંકમીશન લઈને એક ટ્રસ્ટમાં જમા કરાવી હતી અહીં જો પૂરી સિમેન્ટ જ ગુમ કરી દેવાઈ છે. ભાજપની મોદી સરકારનો આ ખૂલ્લો ભ્રષ્ટાચાર છે. પણ અંતુલે સામે અડવાણીએઆંદોનલ કર્યું હતું અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે ઈન્ડિયનએક્સપ્રેસના તંત્રી તરીકે અરુણ શૌરી હતા અને તેઓ અંતુલેનું કૌભાંડ શોધી લાવ્યા હતા. આજે પત્રકાર અરુણ શૌરીભાજપમાં છે.
લોખંડ ખાઈ ગયા પૈસા ચાવી ગયા
ભાજપની મોદી સરકારે કોઈ ભ્રષ્ટાચાર કર્યો ન હોવાનું આજ સુધી ગુજરાતની પ્રજા માનતી આવી છે. પણ અહીં મેટ્રોમાં તો ભ્રષ્ટાચાર ઉપર પણ ભ્રષ્ટાચાર નિકળી રહ્યાં છે. અમદાવાદીન આ મેટ્રોટ્રેઈનનું કામ તો મોદીની સીધી દેખરેખ હેઠળ જ થતું હતું. મેટ્રો ટ્રેન માટે 2,579 ટન લોખંડની સળીયાખરીદવામાં આવ્યા હતા. જેમાંથી 1,783 ટન સળીયા વપરાયા હોવાનું સરકાર કહે છે. પણ તે કઈ રીતે વપરાયા અને તેના કામની ગુણવત્તા કેવી છે તે સરકારે જાહેર કરવું જોઈએ. આ સળીયામાંથી 30 ટના લોખંડ તો ભંગારમાં આપી દીધો છે. નવો માલ ભંગારમાં વેરી દેવાનો કોઈ મતલબ ન હતો. તેનો સીધો મતલબ કે 30 ટન લોખંડ રાજકારણીઓ અને અધિકારીઓ ખાઈ ગયા હતા. તેના પૈસા ચાવી ગયા હતા. એ તો ઠીક પણ 603 ટન લોખંડ ક્યાં ગયું તેનો હિસાબ મોદી સરકાર આજ સુધી આપી શકી નથી. 30 ટન લોખંડ છ વેપારી કંપનીઓ પાસેથી લીધું હતું. જે રિધ્ધી સ્ટીલ કોર્પોરેશન, મહીર મહેતા સ્ટીલ લિ., સન્ની સ્ટીલ્સપ્રા.લિ., રીયાએન્ટરપ્રાઈસીસ, વારાહી સેલ્સ કોર્પોરેશન અને અવનીએન્ટરપ્રાઈસીસનો સમાવેશ થાય છે. આ કંપનીઓએમેટ્રોટ્રેનના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ શોધી રહી છે કે, લોખંડ કોણ ખાઈ ગયું છે. કે ખાનારા દિલ્હી પહોંચી ગયા છે? લોખંડના નાણાં ખરીદીનાઓર્ડરના બીજા જ દિવસે ચૂકવી દેવાયા હતા. આટલી ઉતાવળ ઘણું બધું કહી જાય છે. સિમેન્ટ જ નહીં પણ મોટાભાગનીખરીદીમાં આવી માલ પ્રેક્ટીશ જોવા મળે છે. જે માલનાં 30 દિવસ પછી નાણાં ચૂકવવાના હતા તે નાણાં માલ મળી ગયો હોવાનું દર્શાવીને બીજા જ દિવસે ચૂકવી દેવાતાં હતા. આમ નાણાં કોઈકનાગજવામાં જઈ રહ્યાં હતા. જેને ગાંધીનગરથી રાજનેતાઓનું છત્ર પણ હતું જે સાબિત થાય છે. કોણ હતા આ રાજનેતા?
ગરીબોની મજૂરીનું કરોડોનું કૌભાંડ
અબજોના જે કામ અપાયા હતા તેમાં 808 કામ એવા હતા કે સિક્યુરીટી ડિપોઝીટ અથવા બેંક ગેરંટી પણ લેવામાં આવી ન હતી. તેમની સામે દંડની જોગવાઈ કરાઈ ન હતી. ગંભીર બાબત એ છે કે, ગબીરોને પણ છોડવામાં આવ્યા નથી. રૂ.20.34 કરોડનીમજૂરીના 258 કામો સોંપાયા હતા. પણ કામ કઈ જગ્યાએ કરવું જેની કોઈ સ્પષ્ટતા જ ન હતી. કામનો પ્રકાર શું છે તે પણ રકમ ચૂકવી દીધી છતાં સ્પષ્ટ થતું નથી. મજૂરીનો દર કઈ રીતે નક્કી કરાયો તે પણ જાહેર કરાયું નથી. લેબર કોન્ટ્રાક્ટ આપી દેવાયો અને પૈસા ગરીબોને આપવાના બદલે ભાજપ સરકરાના રાજકારણીઓ અને અધાકીરઓ જમી ગયા છે. ગરીબોના નાણાં પણ તેઓ પોતાના પેટમાં હજમ કરી શક્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાત હતા ત્યાં સુધી તો આ મજૂરી કાંડ તો દવાયેલું રહ્યું હતું. તેઓ વડાપ્રધાન બન્યા પછી હવે વિજય રૂપાણી સરકાર દબાએલાં અવાજે કહે છે કે, અમે અધિકારીઓ સામે પગલાં ભરવા કામ કરી રહ્યાં છીએ. જેનું કોઈ ઓડિટ કરાયું ન હતું. લેબર કોન્ટ્રાક્ટમાં કામ કઈ જગ્યાએ કરાયું હતું તે સ્થળ, મજૂરોની સંખ્યા પણ જણાવી ન હતી. જે કોન્ટ્રાક્ટરે કહ્યું તે સરકારે માની લીધું અને નાણાં આપી દેવાયા હતા.
કૌભાંડ કરવા લોન લીઘી
મેટ્રો પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડવા માટે વિજયા બેંક પાસેથી 12 ટકાના ઊંચા દરેથી રૂ.250 કરોડની લોન લીધી હતી. પંજાબ નેશનલ બેંક પાસેથી 11.50 ટકા વ્યાજે રૂ.116 કરોડ લોન લીધી હતી. યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 11 ટકા વ્યાજ લેખે રૂ.100 કરોડની લોન લીધી હતી. પછી મેટ્રોટ્રેનનોફઈઝ એક રદ કરવાના કારણે કેટલીક રકમ પરત ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં રૂ.235.82 કરોડ ફિક્સ ડિપોઝીટ અને રૂ.80.87 કરોડ ચાલુ ખાતામાં મૂકી રાખવામાં આવ્યા હતા. વળી, વ્યાજના દર કરતાં નીચા દરેફિક્સડિપોઝીડ કરી હતી. જો મોટી રકમ હોય તો બેંકમાં ડિપોઝીટ કરાવનારને સારું એવું કમીશન પણ આપે છે. જે કોઈકનાગજવામાં ગયું છે. આમ રૂ.12.93 કરોડનું વ્યાજનું નુકસાન સરકારને ગયું હતું.
મોદીના સમયમાં રૂ.445 કરોડનું નુકસાન
મેટ્રોટ્રેનનો રસ્તો વારંવાર બદલવો પડ્યો છે. જેના કારણે ફેઈઝ એક પણ તકલીફમાં આવી ગયો હતો. પ્રથમ વખતની લાઈન દોરી સરકારે નક્કી કરીને તેના કામ પાછળ રૂ.445.86 કરોડનું ખર્ચ તો કરી નાંખવામાં આવ્યું હોવાનું ચોપડે નોંધ્યું છે. પછી એક તબક્કાનો પ્રોજેક્ટ પડતો મુકવાનુંનરેન્દ્રમોદીએ નક્કી કર્યું હતું. આ ખર્ચમાંથી રૂ.373.62 કરોડ જેવી જંગી રકમ મોટેરા, ઈન્દ્રોડા, ચિલોડાનાસ્થળો જેનો ઉપયોગ ડેપો, કાસ્ટીંગ યાર્ડ, ટેસ્ટ ટ્રેક તરીકે કરાયો હતો. જે ખર્ચ સાવ નકામો ગયો છે. આમ મેટ્રો ટ્રેન માટે મોદીએ લાખના બાર હજાર કર્યા છે અને હવે બુલેટ ટ્રેનમાં પણ આવું કરી રહ્યાં છે. જેના કોઈ સરવે અહેવાલો પણ આવ્યા નથી. જ્યાં આ જંગી ખર્ચ જ્યા કરાયો છે જે ઈન્દ્રોડાઅનેચીલોડાની જમીનનો કબજો મેટ્રો કંપનીના કબજામાં નથી. મોદીના સમયમાં બનેલી આ ઘટાનનેછૂપાવવા માટે મેટ્રોટ્રેનનામેનેજરોએ એવો ઠરાવ કરી દીધો કે પ્રગતિમાં હોય એવા રૂ.527.88 કરોડ અને જુના તબક્કાનેલગતાં રૂ.355.80 કરોડ માર્ચ 2016 સુધીના સરવૈયામાંથી દૂર કરવા જોઈએ. તેનો સીધો મતલબ કે વડાપ્રધાન મોદીના સમયમાં જે મેટ્રો રેલ કોભાંડ થયું હતું તેને ઢાંકવા માટે હવે તેના હિસાબોચોપડેથી જ કાઢી નાંખવામાં આવી રહ્યાં છે. ચોરી પર સીનાચોરી ભાજપ સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને નરેન્દ્રમોદીએ કરી છે. આમ રૂ.445.86 કરોડનું મેટ્રોકોભાંડકરાવીને મોદી દિલ્હી ગયા છે.
કરોડો રૂપિયા વાઉચર પર ચૂકવી દેવાયા
જમીનું પુરાણ કરવાનું માટી કામ અ માલસામનનીખરીદીમાં અનેક સ્થળે એવું જોવા મળ્યું છે કે, માલ મળ્યો તેનું પ્રમાણપત્ર આપી દેવામાં આવતું હતું. તેમાં દરેકમાં એક સરખું લખ્યું હતું કે, ‘’પ્રમાણપત્ર આપવામા આવે છે કે, બિલમાંદર્શાવેલી ચીજો, માલસામન, વસ્તુઓ ખરીદી ઓર્ડર જરૂરિયાત મુજબ મળી છે. બિલમાંમાંગવામાં આવેલી રકમ જરૂરી માપદંડો અનુસાર છે. આથી બિલનીચૂકવણી કરવાની ભલામણ કરવામાં આવે છે.’’ આ પ્રમાણપત્રના આધારે નાણાં ચૂકવી દેવામાં આવતાં હતા. જેમાં ટ્રક નંબર, સ્થળ, મેઝરમેન્ટ બુક વગેરે આ બિલો સાથે ક્યાંય જોડવામાં આવતાં ન હતા, આમ ભ્રષ્ટાચાર કરવાનો અદભુત નુશખો શોધી કાઢવામાં આવ્યો હતો.
મોદીના ખાસ IAS સંજય ગુપ્તાનો રોલ
મેટ્રો રેલ કૌભાંડમાં સંડોવણી જાહેર કરાઈ હતી એવા ગુજરાતના ભૂતપૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની ધરપકડ કરાઈ હતી હવે તેમને રૂ. 113કરોડના અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ કૌભાંડ કેસમાં જામીન પણ મળી ગયા છે.ગુપ્તાને ન્યાયમૂર્તિ એ. જે. દેસાઈ દ્વારા શરતમાં જામીન આપવામાં આવ્યા હતા કે તેઓ એક મહિનામાં રૂ. 50 લાખની બે હપતાથી1 કરોડ રૂપિયાની સુરક્ષાની રકમ જમા કરે છે.અમદાવાદ અને ગાંધીનગર (મેગા) માટે રાજ્યની માલિકીની મેટ્રો-લિન્કએક્સપ્રેસનાએક્ઝિક્
મેટ્રોથીબુલેટ
2004થી શરૂ થયેલી અમદાવાદની મેટ્રો ટ્રેનની કામગીરીમાં તેનો રૂટ વારંવાર બદલવામાં આવ્યો હતો. જેમાં કરોડોની ખોટ પ્રજાને ગઈ છે. મેટ્રો ટ્રેનમાં થયેલાં આશરે રૂ.500 કરોડના કૌભાંડ બાદ હવે બુલેટ ટ્રેન શરૂ કરવા ખાત મુહૂર્ત થયું છે.