AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું, NCP સહિત 40 પક્ષો શાંત

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચૂંટણી પ્રચારના ભાગરૂપે સુરત, ભરૂચ અને અમદાવાદ આવ્યા હતા.

સુરતમાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અસુદ્દીન ઔવેસીએ કહ્યું હતું કે હું, ભારતીય રાજનીતિની લૈલા છું અને AIMIMને ગુજરાતમાં ઊભું કરીશું. ગુજરાત કોંગ્રેસ પોતાની નબળાઈઓને કારણે હારી રહી છે. અમારી ગેરહાજરીમાં પણ કોંગ્રેસ હારી હતી.

અમે ભાજપને ફાયદો કરાવવા નહીં પરંતુ ગુજરાતમાં અમારૂ વજૂદ ઊભું કરવા માટે આવ્યા છીએ. ભાજપ જીતતી રહી છે. ગુજરાતની જનતાનો પ્રેમ મળશે.

કોંગ્રેસે અસુદ્દીન ઔવેસીની પાર્ટી, BTP અને AAPને ભાજપની બી ટીમ ગણાવી છે.

આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. BTP સાથે કોંગ્રેસે રાજ રમત રમી હોવાના કારણે BTPએ કોંગ્રેસની સાથે છેડો ફાડ્યો હતો. અસુદ્દીન ઐવેસીની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી BTP લડવાની છે.

ગુજરાતમાં AIMIMએ સાબિર કાબલીવાલાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, ગુજરાતના જનતા વિરોધપક્ષ તરીકે AIMIMનો સ્વીકાર કરે છે કે, નહીં. ગુજરાતના રાજકરણમાં AIMIMની એન્ટ્રીના કારણે કોંગ્રેસના નેતાઓ ડરી રહ્યા છે કારણે કે, તેમને પોતાની મુસ્લિમ વોટ બેંક બે ભાવમાં વેચાઈ જવાનો ડર છે.