અમિત શાહ માત્ર તમારો વિસ્તાર ન જૂઓ ગુજરાતની રેલ્વેના આ પ્રશ્નો છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ, બુકિંગ કાઉન્ટર, રેલવે અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

ચાંદલોડિયા
શાહે કહ્યું કે, ચાંદલોડિયામાં ક્યાંય રેલવે ફાટક નહીં મળે. રૂ.2 કરોડના ખર્ચે ચાંદલોડિયાના પ્લેટફોર્મને અપગ્રેડ કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી રેલ્વે સ્ટેશન પર અંદાજે રૂ. 15 કરોડના ખર્ચે રોડ નીચે પુલ અને મુસાફરો માટે વેઇટીંગ રૂમ બનાવવાનું કામ આશરે રૂ. 1.5 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. ચાંદલોડિયામાં એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવર બ્રિજ બનશે. 18 કરોડના ખર્ચે ત્રણ જગ્યાએ અંડરબ્રિજ બનશે. છેલ્લા ત્રણ વર્ષમાં, 2019-20માં ઓવરબ્રિજ અથવા અંડરપાસ તરીકે ત્રણ રેલવે ક્રોસિંગ, 2020-21માં ચાર રેલવે ક્રોસિંગ અને વર્ષ 2021-22માં ત્રણ રેલવે ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા હતા. આમ છેલ્લા ત્રણ વર્ષમાં 10 રેલવે અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવીને આ વિસ્તારને રેલ્વે ક્રોસિંગથી મુક્ત બનાવવાનું કામ કર્યું છે. 10 ટ્રેનો ઉભી રહેશે. ચાંદલોડિયામાં રેલવે વિભાગના 33 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યા છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રેલવેનો વિકાસ અવિરત થઈ રહ્યો છે. 2009-14ના સમયગાળામાં, અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન, ગુજરાતમાં રેલ્વે માટે દર વર્ષે 590 કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હતા. 2014થી 2022 સુધીના 8 વર્ષમાં વર્ષે સરેરાશ રૂ. 4,000 કરોડ આપવામાં આવે છે. ગાંધીનગરને દેશનો સૌથી વિકસિત લોકસભા મતવિસ્તાર બનીશું. ગ

પણ ગુજરાતના બીજા વિસ્તારોનું શું ….
————-
14 સપ્ટેમ્બર 2017માં મુંબઈ અમદાવાદ વચ્ચે હાઈસ્પીટ રેલવે લાઈનનો પાયો નાંખ્યો હતો.

ફેઈડ કોરીડોરના 1500 કિલોમીટરનો રેલ માર્ગમાથી ગુજરાતમાં 565 કિમી પસાર થાય છે. 54 પુલ, 88 રોડ ઓવર બ્રિજ કામ પૂરા થવામાં છે.

4 સ્ટેશનો પર 7 બેટરી સંચાલિત વાન મૂકી છે.

સુરત ખાતે ઈમરજન્સી મેડિકલ રૂમ શરૂ કર્યો છે.

વેન્ડીંગ મશીનો

465 ટોઈલેટ , 6 હજાર બાંકડા, 3 હજાર પીવાના પાણીના નળ, 25 એસ્કેલેટર, 325 રેમ્પ, 61 લીફ્ટ, 39 પ્રતિક્ષાલય, 38 નવા બુકીંગ કાર્યાલયો, 110 સ્ટેશનો પર લાઈટનીંગ, 202 કવર શેડ, 89 એફઓબી, 101 વોટર વેડીંગ મશીન, 55 પ્રતિક્ષાલય,

વાતાનૂકુલીત પ્રતિક્ષાલય ન બન્યા.
વડોદરા, ભૂજમાં એક જ સ્થળે ડેપો પર મેઈનલાઈન કોચ માટે સ્વચાલિત કોચ વોશિંગ પ્લાંટ બન્યો. બીજે નહીં
દિવ્યાંગ ટોઈલેટ 2 બન્યા.
3 સ્ટેશનોમાં જ ક્વિક ટ્રેન વોટરિંમગ સિસ્ટમ મૂકી છે.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગંદા શૌચાલય જોવા મળે છે, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલી થાય છે. યાત્રીઓને પણ આનાથી ચેપ લાગવાનો ખતરો છે. મિકેનિકલ એન્જિનિયર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજરની જવાબદારી છે.

ધાનેરા તાલુકાના ડુંગડોલ ગામમાં રેલવે ગરનાળું બન્યું પણ પાણી ભરાયા છે.

121 કિલોમીટરની નવી રેલવે લાઈન નાંખી છે. 136 કિલોમીટરના કામ ચાલુ છે.
ડબલીંગ રેલ્વે લાઈન 412 કિલોમીટર કરી. 547 કિલોમીટરનું કામ ચાલું છે.

227 કિલો મીટરના ગેજ રૂપાંતર થયા છે. 518 કિલોમીટરના કામ ચાલે છે.

રેલ્વે લાઈનનું વિદ્યુતીકણ 1082 કિલોમીટર થયું છે.

વડનગરનું નવું રેલ્વેસ્ટેશન બનાવ્યું છે. વડોદરાનું છાયાપુરી રેલવે સ્ટેશન બનાવાયું. ગાંધીનગર નવું રેલવે સ્ટેશન બન્યું

નવી રેલવે કંપની ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ બનાવી છે. જે અમદાવાદ અને અન્ય શહેરો આસપાસ પ્રાદેશિક રેલવે પ્રણાલી, અમદાવાદ ધોલેરા રેલ હાઈસ્પીડ અને મેટ્રો રેલ બનાવવાની છે.

56 નવા પ્લેટફોર્મ બન્યા
121 પ્લેટફોર્મની લંબાઈ વધારી
167 પ્લેટફોર્મની ઊંચાઈ વધારી
137 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ કરી
272 ગતિશીલતા અવરોધો દૂર કર્યા
મુંબઈથી અમદાવાદ ટ્રેક વચ્ચે દોડતી ગાડીઓની ઝડપ 130 કિલોમીટર કરી. હવે 160 કિલોમીટર કરાશે.

બ્રોડગેજ પરના તમામ માનવરહિત ફાટકો દૂર કર્યા
80 રોડ ઓવર બ્રિજ બન્યા
552 રોડ અંડરબ્રિજ બન્યા
1500 રેલ સમપાર ફાટક કે માનવરહિત રેલ સમપાર બંધ કરાયા.

સલામતી
21 સ્ટેશનો પર 557 સીસીટીવી કેમેરા લગાવાયા
95 સ્ટ્શનો પર આરપીએફના જવાનોને બોડી કેમેરા લગાવ્યા
9 સ્ટેશનો પર બેગેજ સ્કેનરો મૂકાયા

ડીજીટલ
313 સ્ટેશનો પર વાઈ-ફાઈ
22 સ્ટશનો પર આરામ કક્ષનું ઓન લાઈન બુકીંગ
22 સ્ટેશનો પર કોચ ગાઈડન્સ સિસ્ટમ
41.8 કિલોમીટરની ઝડપે માલવાહક ટ્રેનો ચાલી

30,377 રેક્સ માલગાડીઓ સંચાલિત થઈ
14.64 મિલિયન ટન માલ પરિવહન
558 પાર્સલ રેક્સનું સંચાલન
1.35 લાખ ટન દૂધનું 184 રેક્સમાં પરિવહન
અમલસાડ, ધોરાજી, મહુવામાં કિસાન ટ્રેન
4 ગુડ્સ શેડમાં સુધારો થયો.

ભરૂચ-જંબુસર વચ્ચે 15 વર્ષ બાદ ફરીથી ટ્રેન સેવા શરૂ , 2007-08 માં ભારે પુરના પગલે અંગ્રેજો અને ગાયકવાડી રાજમાં નખાયેલી 135 વર્ષ જૂની ભરૂચ-જંબુસર નેરોગેજ રેલવે લાઈન છે.

પશ્ચિમ રેલ્વેનું મુખ્યમથક

પશ્ચિમ રેલ્વેનું મુખ્યમથક અમદાવાદમાં બનાવવા ભાજપે અનેક વખત રજૂઆત કેન્દ્ર સરકારે સમક્ષ કરીને માંગણી કરી હતી. સાબરમતી રેલવે સ્ટેશન મુખ્ય મથક બની શકે એવી માંગણી કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને તેઓ જ અન્યાય કરી રહ્યાં છે.

રાજ્યમાં 25 નવી ટ્રેન શરૂ કરવા અને 12 ટ્રેનની ફ્રિકવન્સી વધારવી-રૂટ લંબાવવા, 14 નવી રેલવે લાઈનનો વિકાસ કરવો, 8 લાઈનનું ગેઝ કન્વર્ઝન અને 17 રેલવે લાઈનના ગેઝ રૂપાંતર કરવું. – અમદાવાદ અને ગાંધીનગરની રેલવે કોરીડોરની ઓછી વપરાશવાળી જમીનોને મેટ્રો પ્રોજેકટ માટે વાપરવી. આમાંથી અડધા પણ કામ થયા નથી.

ગુજરાતમાં ઘણી રેલવે લાઈન બ્રોડગેજ બની નથી. કેટાલક માર્ગોને ડબલ લાઈન કરી નથી.

 

બુલેટ ટ્રેન
હાઈસ્પીડ રેલ પ્રોજેકટ-અમદાવાદ-મુંબઈ, પુના કોરીડોર અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
બુલેટ ટ્રેન માટે ખેડૂતોની 158 ગામોની જમીન સંપાદીત કરવામાં અંગે માગણી હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની ગુજરાત રાજ્ય સરકારનાં જમીન સંપાદન કાયદા પ્રમાણે નહીં પરંતુ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે. તે નાણાં ચૂકવવા માટે 2020ના અંદાજપત્રમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વડોદરાના રણોલીમાં 5 વર્ષથી બનતો રેલવે ઓવરબ્રિજ હજુ પણ પૂરો થયો નથી. લોકોની મુશ્કેલી વધી છે. ગ્રામજનોની ધીરજ પણ ખૂટી ગઈ છે. ગ્રામજનોએ વિરોધ કરી બ્રિજની કામગીરી વહેલી તકે પુરી કરવા તેવી માંગ કરી હતી.

અમદાવાદથી વડોદરા વચ્ચેનો સેમી હાઈ સ્પીડ કોરિડોર મંજૂર થઈ ગયો છે અને તેના પર પણ જલદી જ કામ શરુ કરવામાં આવશે. આ ટ્રેક પણ મુંબઈ અને દિલ્હી વચ્ચે સેમી હાઈ સ્પીડ કોરિડોરનો જ પાર્ટ હશે. અમદાવાદ અને વડોદરા વચ્ચેનો ટ્રેક અપગ્રેડ થવાથી મુસાફરીનો સમય પણ ઓછો થઈ જશે.

પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી, ઉપવાસ આંદોલન કર્યું હતું.
અમરેલીના રાજુલામાં રેલવેની જમીન બાબતે ધારાસભ્ય અંબરીશ ડેર રેલવે સ્ટેશન પર ધરણા કરતાં રેલ રોકો આંદોલન કરતા ધારાસભ્યની અટકાયત કરી હતી.

સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી રેલવે લાઇન નાંખવા સામે ત્રણ તાલુકાના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. 1500 જેટલા ખેડૂતોની કિંમતી ખેતીની ફળદ્રુપ જમીનો કપાતમાં જઈ રહી છે. 300 જેટલા ખેડૂતો તો ખાતેદાર ખેડૂત તરીકે મટી જાય તેમ છે.

હજીરાથી ગોથાણ સુધી 40 કિ.મી.ની નવી ગુડ્ઝ રેલવે લાઈન નાખવામાં આવશે તો આ 14 ગામની જમીનો કપાતમાં જશે. 85 હેકટર જગ્યા સંપાદન માટે 275 જેટલા બ્લોક નંબરો સંપાદનની અસર હેઠળ આવશે.
વિસાવદરને બ્રોડગેજ રેલવે લાઈનથી બાકાત રાખવાની પેરવી સામે કાનુની જંગ લોકોએ શરૂ કર્યો.
ધાનેરા રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ નહી મળતાં રેલ રોકો આંદોલન, પાંચ એક્સપ્રેસ ટ્રેઈનો જાય છે. જેમા મોટા ભાગની ટ્રેઈનને ક્રોસીંગ માટે ૧૦ મીનીટ રોકવામાં પણ આવે છે.
મહેસાણાના તળેટી ગામના લોકોની ચીમકી, રેલવે કોરીડોરમાં નાળાની ડિઝાઇન ના બદલાય તો આંદોલન
ઉત્તર ગુજરાત શ્રદ્ધાળુઓ રામદેવપરા દર્શનાર્થે જઈ શકે તે માટે તેમણે ખાસ ટ્રેનની સુવિધા આપવા માંગણી કરી હતી.
હળવદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના સ્ટોપ આપવા માંગ છે.
મોરબીના રેલવે સ્ટેશને એક જ ટીકીટબારીને કારણે મુસાફરોને મુશ્કેલી છે.
પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેન વાયા ભાણવડ-કાનાલૂસ ચાલતી હતી. તે બંધ થતાં યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે.
ઓખા-વિરમગામ લોકલ ટ્રેન બંધ થતાં આજુબાજુના ગ્રામ્ય રોજમદાર યાત્રિકો માલધારીઓને મુશ્કેલી પડી રહી છે.
પોરબંદર-કાનાલૂસ શટલ ટ્રેન પ્લેટ ફોર્મ નંબર 2 ઉપર લઈ જવી જોઈએ કારણ કે આ ટ્રેનનો ૩ કલાકનો હોલ્ટ છે. આ સમયે સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેનના મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.
ઓખા-સોમનાથ-ઓખા,ઓખાથી આવતી તમામ સાપ્તાહિક ટ્રેનને કાનાલૂસમાં સ્ટોપ આપવો જોઈએ.
દ્વારકા રેલવે સ્ટેશને બોગી ઇન્ડિકેટર બંધઃ પ્રવાસીઓને પારાવાર મુશ્કેલી, ટ્રેન આવે ત્યારે વૃદ્ધોએ દોડવું પડે છે

ભારતીય રેલવેની હાલત કથળી, પેન્શન આપવા માટે પણ રુપિયા નથી.

બીલીમોરા- વઘઇ વચ્ચે 110 વર્ષથી દોડતી નેરોગેજ ટ્રેન બંધ કરી દેવાતાં ફરીથી શરૂ કરવા માટે આંદોલન કરાયું. ટ્રેન બંધ થવાના વિરોધમાં રાનકુવા રેલવે સ્ટેશન ખાતે ધરણાં યોજાયા હતા. આદિવાસીઓની જીવાદોરી સમાન સયાજીરાવ ગાયકવાડના સમયમાં શરૂ કરવામાં આવેલ ટ્રેન છે.

ભીલડી તાલુકામાં રેલવે ફાટક વારંવાર બંધ રહેતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી.
નવસારી રેલવે સ્ટેશનેથી વર્ષે 12 કરોડની આવક આપે છે. ત્રણ લોકલ ટ્રેન બંધ, 30 હજાર મુસાફરો મુશ્કેલીમાં છે.
રેલવે વિભાગે ફાટક બંધ કરી દેતાં બોરસદના અમિયાદ ગામના લોકોનું રેલ રોકો આંદોલન કર્યું હતું.
વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા ભક્તોમાં આક્રોશ.
ઉતરસંડાનો રેલવે ઓવરબ્રિજ વહેલી તકે ખુલ્લો મુકવા માંગણી

અમદાવાદ
અમદાવાદ-મુંબઇ વચ્ચે રેલવેની ત્રીજી લાઇન નાંખવાનું કામ ઝડપી કરો. 120 ગાડી નિકળે છે. બે લાઇન હોવાથી ટ્રેનોનું ટ્રાફિક ભારણ મુસાફરી સમય વધારે છે, સિગ્નલ ન મળવાના કિસ્સામાં કલાકો સુધી ટ્રેનોએ અધવચ્ચે રોકાઇ રહેવું પડે છે.
અમદાવાદમાં મણિનગર રેલવે ફાટક, નરોડા, ઘોડાસર પુનિતનગર પર ટ્રાફિકજામની ગંભીર સમસ્યા છે. આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની વર્ષો જુની માંગણી છે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન! 11 પ્લેટફોર્મ પર એસ્કેલેટર જ નથી. સ્ટેશનના પહેલા પ્લેટફોર્મ પર જવા માટે જ બહારની બાજુએ એસ્કેલેટર છે. બાકીના બીજા તમામ ૧૨ પ્લેટફોર્મ પર એસ્કેલેટરની સુવિધા જ નથી. પગથિયા ચઢીને મુસાફરોએ દોડાદોડી કરવી પડે છે.
સરસામાન, બાળકો, વૃદ્ધો અને વિકલાંગ મુસાફરોએ 12પ્લેટફોર્મ પાર કરતા નાકે દમ આવી જાય છે. મોડુ થયું હોય, ભીડ હોય અને ટ્રેન ઉપડવાની તૈયારીમાં હોય તેવામાં મુસાફરો જીવના જોખમે ટ્રેન પકડવા દોડ મુકતા હોય છે. આ સ્થિતિમાં મુસાફરોની માંગણી છેકે અમદાવાદ સ્ટેશનના તમામ ૧૨ પ્લેટફોર્મ પર સીડીઓની જગ્યાએ એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવે.
બ્રિજના નામકરણનો વિવાદ:નરોડા રેલવે ઓવરબ્રિજના 8 જૂને લોકાર્પણ પહેલા જ સંત રોહિદાસ બ્રિજના નામની તકતી મારી દેવામાં આવી હતી.

દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી છે.
ઉત્તરભારત અને મુંબઈ વચ્ચે ઓછી ટ્રેનો છે. મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે એટલું જ નહીં તેમનું શોષણ પણ થાય છે.

ટ્રેન
આઝાદીના ૭૫ વર્ષ થવા આવ્યા છતાંય નવાઇની વાત એ છેકે હાલમાં પણ મુસાફરોને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી. ખુલ્લા રેલવે ટ્રેક જોખમરૂપ બન્યા, રેલવે ફાટક ટ્રાફિકજામને નોતરે છે સ્માર્ટસિટી અમદાવાદમાં રેલવે ફાટક માથાનો દુખાવો બન્યા છે. બીજી તરફ શહેરમાંથી પસાર થતા મોટાભાગના રેલવેના પાટા ખુલ્લા છે. કોઇ તારની વાડ નથી. કે કોઇ દિવાલ નથી. આ સ્થિતિમાં અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે.
સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે.
સુરતથી પટના માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે.
મુંબઇ સેન્ટ્રલ ભાગલપુર સ્પેશિયલ ટ્રેન ને રેગ્યુલર કરવામાં આવે.
સુરતથી રાંચી ઝારખંડ માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે,
ઉધના દાનાપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.
શ્રમિક એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.
સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.
બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૂટનો વિસ્તરણ કરી તેને બાંદ્રા ગોરખપુર કરવામાં આવે.

રેલવે ટ્રેક પર ગંદકી
રેલવે ટ્રેક શહેરીજનો માટે રમત-ગમતના મેદાન બની ગયા છે, લોકો સાંજે હરવા-ફરવા આવે છે, કુદરતી હાજત માટેનું પણ એક સ્થળ બની ગયું છે.
રેલવેના પાટા અને રેલવે પરિસર નધણિયાત હોય તેવી સ્થિતિ છે.

 

ધોળકા.તા.અરણેજ ગામે કેન્દ્ર સરકાર દ્વાર રેલવે ફાટક બંધ કરવામાં આવી છે.
જામવણથલી રેલવે સ્ટેશને ટ્રેનનો સ્ટોપ આપવા માંગણી સાથે હોબાળો.

138 પર ફોન કરીને રજીસ્ટર ફરિયાદ કરી શકાય છે.
સુરક્ષા સંબંધી ફરિયાદ 182 પર થઈ શકે છે.
+ 9 1 9 717680982 પર એસએમએસ ફરિયાદ થઈ શકે છે.
ફરિયાદને @RailMindia ટ્વીટ કરી શકાય છે.
રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કેમ ?

સૌરાષ્ટ્ર
જેતલસર થઈ ઢસા સુધીની રેલવે લાઈન ને મીટરગેજ માંથી બ્રોડગેજ મા ફેરવવા ની કામગીરી છેલ્લા બેવર્ષ થી ચાલી રહી છે. આ માટે મોટા પ્રમાણ મા માટી લેવલિંગ માટે વાપરવામા આવે છે. આ માટી પાથરવા અને સ્થળ સુધી લાવવા માટે ત ભારે વાહનો માટી ભરી રસ્તાઓ પર ચાલતા હોવાથી રસ્તાઓ નબળા બનતા ધૂળ ની ડમરીઓ વચ્ચે ખેતર મા રહેલો પાક નિષ્ફળ થવાની ભીતિ છે.

સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને દરેક રેલ બજેટમાં ખોટા આશ્વાસનો સિવાય કશું મળ્યું નથી.
સોમનાથ અને દ્વારકા જેવા ધર્મસ્થાનોને દેશના અન્ય ભાગ સાથે જોડતી ટ્રેન નથી.

વેરાવળ સુધીની ટ્રેનમાં લટકતા

મહુવા અને અમરેલી થી સુરત તેમજ અમરેલી થી અમદાવાદ સુધીની ટ્રેનની માંગણી છે.
દરિયાકાંઠાના નગરોને જોડતી રેલવે લાઈનની માંગણી પુરી કરવામાં રેલવે તંત્ર તલભાર આગળ વધ્યું નથી.

નવી ટ્રેનની માંગણી હોય, ગેજનું પરિવર્તન હોય કે પછી ટ્રેન લંબાવવાની, તેના દિવસો વધારવાની વાત હોય સાંસદો દ્વારા રેલવે પર જરા પણ લોબિંગ થતું જ નથી.

અમરેલી-ઢસા થી ધોળા સુધીના મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તીત કરવાની માંગણી છે.

અમરેલી-અમદાવાદ વચ્ચે આજે એક પણ ટ્રેન નથી.

સૌરાષ્ટ્રમાં ભાવનગર ડિવિઝન નીચે મોટાભાગનો વિસ્તાર આવે છે. રાજકોટ ડિવિઝનને ટૂંકુ કરી નાખવામાં આવ્યું છે.

બિલખા-દેલવાડા લાઈનનું ચોમાસામાં ધોવાણ થયા છે.

રજવાડા સમયે ચાલતી અને ગામડાને સાંકળતી સંખ્યાબંધ લાઈનો ગેજ પરિવર્તનના નામે બંધ કરી દેવામાં આવી છે.

દિવાળીએ રાજકોટ ડિવિઝનના આંકડા મુજબ વીસેક લાખ મુસાફરોએ મુસાફરી કરી છતાં એક પણ હોલીડે સ્પેશ્યલ ટ્રેન ચલાવાઈ નથી, તો પછી આ બધા મુસાફરો કઈ દશામાં ટ્રેનમાં ગયા હશે ?

રાજકોટ સુધી બીજો ટ્રેક નાખવા અને વીજળીકરણનો પ્રોજેકટ નંખાતો નથી.